હું રાહ જોઇશ! - (૧૩) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

હું રાહ જોઇશ! - (૧૩)

આરવ દવા લઈને આવે છે તો જુએ છે કે અભય અને આહના જતા રહ્યા હોય છે. તે તેમના વિશે તેની મમ્મીને કશું પૂછતો નથી અને આરવની મમ્મી પણ કહેવાનું ભૂલી જાય છે કે અભય લોકોને એમણે જ ઘરે મોકલ્યા છે. આરવ મનમાં વિચારે છે કે અભય આમ કહ્યા વિના કેમ જતો રહ્યો? પણ આરવને ક્યાં હકીકતની ખબર હોય છે.

આ બાજુ અભય અને આહના ઘરે પહોંચે તેવા જ બધા તેમને ઘેરી વળે છે. ખાસ તો આરના એના પપ્પા વિશે સવાલો પર સવાલો કરતી રહે છે.

"અરે બધા શાંતિ રાખો. અંક્લને હવે ખુબજ સારું છે. અને કદાચ એક બે દિવસ માં રજા પણ આપી દેશે." અભય જવાબ આપે છે.

અભયનો જવાબ સાંભળીને બધાને રાહત થાય છે. પછી બધા શાંતિથી ભેગા થઈને વાતો કરતા હોય છે. ત્યાં જ અભય પોતાની વાત કહેવાનું શરૂ કરે છે.

"મમ્મી મારે બે ત્રણ દિવસ માટે બહાર જવુ પડશે."

"પણ બેટા ક્યાં? એવું અચાનક કયું કામ આવી ગયું?" અભયના મમ્મી પૂછે છે.

"બીજું એને કામ જ શું હોય આંટી? એ જ એનું કરિયરનું ભૂત લઈને બેઠો છે." આરના જવાબ આપે છે. આરનાને નોર્મલ થતી જોય આહના પણ અભયની મજાક કરતા કહે છે.

"હા આંટી. ના જાણે શું કરવાનો છે એ. કોઈને કહેતો જ નથી કે એનું કરિયર ગોલ શું છે. જાણે ખૂબ મોટી ટોપ હોય અને એની માહિતી ખાનગી ના રાખવાની હોય." આહના ની વાત સાંભળતા બધા હસી પડે છે.

"એય ચૂપ થઈ જાવ બધા. હું ખબુજ જલ્દી તમને બધાને જણાવી દઈશ કે મારો કરિયર ગોલ શું છે." અભય આટલું કહીને ત્યાંથી જતો રહે છે.

અભય તે જ રાત્રે બહાર જતો રહે છે. વેદિકા અને આરના હોસ્પિટલ જાય છે. તેઓ આરવના પપ્પાને મળે છે. તેમની તબિયત ખુબજ સારી હોય છે. જેથી આરના પણ હવે ખુબજ ખુશ થઈ જાય છે.

"અભય નથી આવ્યો ને? એ ક્યાં ગયો?" આરવ પૂછે છે.

"અરે છોડની એની વાત. એ એના પેલા સિક્રેટ કરિયર ને લગતા કામ માટે બહાર ગયો છે બે ત્રણ દિવસ માટે." આરના જવાબ આપે છે.

આરવ આરનાની વાત સાંભળીને વિચારમાં પડી જાય છે.

"અભય આવું કેમ કરે છે. સવારે પણ એ હોસ્પિટલથી મને કહ્યા વિના જતો રહ્યો હતો. અને આજે પણ એને ખબર છે કે મારા પપ્પા હોસ્પિટલમાં છે તો પણ એ બીજા શહેરમાં જતો રહ્યો."

આ વાતને કારણે આરવને ખુબજ દુઃખ થાય છે કે અભયએ એની સાથે વાત પણ ન કરી અને એમજ જતો રહ્યો. પણ આરવ તેના મનની વાત કોઈને જણાવતો નથી. બીજે દિવસે આરવના પપ્પાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે.

ત્રણ દિવસ પછી અભય પાછો આવી જાય છે. તો તે વેદિકા સાથે કોલેજ જાય છે. ત્યાં જઈને તે આરવ પાસે જાય છે. તો આરવ તેની બાજુ જોતો પણ નથી. તે ગુસ્સામાં મોઢું ફેરવી લે છે અને ત્યાંથી જતો રહે છે.

"વેદિકા આ આરવને શું થયું છે?" અભય પૂછે છે.

"મને પણ નથી ખબર. પણ મારી સાથે પણ બે ત્રણ દિવસથી આવું જ કરે છે." વેદિકા જવાબ આપે છે.

"ચાલ આપણે બીજા બધાને મળીએ એમને કઈક ખબર હોય."

અભય અને વેદિકા ત્યાંથી બીજા બધા પાસે જાય છે. જ્યાં આરના, આહના અને બીજા બધા મિત્રો હોય છે.

"આરવને શું થયું છે? તે શા માટે મારી સાથે વાત નથી કરતો?" અભય આવીને પૂછે છે.

"અમને પણ નથી ખબર. આરવે અમને પણ તારી અને વેદિકા સાથે બોલવાની ના પાડી હતી. પણ અને એમ કઈ એની વાતમાં ના આવીએ. એ કોઈ કારણ જણાવતો નથી." આરના કહે છે.

"હા આરવે અમને બધાને બોલાવ્યા હતા અને આ વાત કરી હતી. મેં એને સમજવાનો ખુબજ પ્રયત્ન કર્યો પણ એ સમજતો જ નથી." વૈશાલી કહે છે.

"વાંધો નહિ. હું જ જાણી લઈશ કે શું થયું છે." અભય જવાબ આપે છે.

આમ જ અભય રોજ જ આરવ પાસે જાય છે. પણ આરવ તેની વાતનો કોઈ જ જવાબ આપતો નથી. આરવ અભય સાથે વાત કર્યા વિના જ જતો રહે છે. અભય આ વાતને લીધે ખુબજ દુઃખી થાય છે.

"વેદી, એવી તો શું ભૂલ થઈ મારાથી કે તે આવું કરે છે?" અભય પૂછે છે.

"તું વધારે ના વિચાર. તારાથી કોઈ ભૂલ થઈ નથી. બસ સમય આપ. બધું સારું થઈ જશે." વેદિકા જવાબ આપે છે.

"પણ કેટલો સમય આપુ? એક અઠવાડિયું થઈ ગયું. એ મારી સાથે વાત તો બાજુ પર રહી જાય પણ મારું મોઢું જોવા પણ તૈયાર નથી. તે આવું કેમ કરે છે તે પણ નથી જણાવતો."

"શાંતિ રાખ. બધું થઈ જશે. ચિંતા ના કર."

"એ જ કરી રહ્યો છું."

તેઓ કોલેજના ગાર્ડનમાં બેસીને આમ વાતો કરતા હોય છે અને ત્યાંથી આરવ પસાર થાય છે. અભય તરતજ ઊઠીને આરવનો હાથ પકડી લે છે.

"ભાઈ આજે તો તારે જવાબ આપવો જ પડશે કે તું શા માટે આવું કરી રહ્યો છે."

"છોડ મને. મારે તારી સાથે કોઈ વાત નથી કરવી." આરવ ગુસ્સામાં બોલે છે. તેનો અવાજ સાંભળી બીજા બધા મિત્રો પણ ત્યાં આવી જાય છે.

"તું જવાબ ના આપે ત્યાં સુધી હું નથી છોડવાનો તને." અભય જવાબ આપે છે.

"જો ભાઈ વધારે મગજમારી ના કર. હું કઈ તારો નોકર નથી કે તું કહે તેમ કર્યા કરું."

"ભાઈ આ શું બોલી રહ્યો છે તું? કેમ આ રીતે વાત કરી રહ્યો છે."

"ભાઈ કહી પણ દે ને શા માટે તું અભય સાથે આવું વર્તન કરી રહ્યો છે? અમને પણ એની પાછળનું કારણ જાણવાનો હક છે." આરના ગુસ્સામાં કહે છે.

"તું જાણશે ને તો તને પણ એની સાથે નફરત થઈ જશે." આરવ જવાબ આપે છે.

"એવી તો કઈ વાત છે જે માત્ર તું જ જાણે છે અને અમને નથી ખબર? અને આમ પહેલી ના બુઝાવ. જે હોય તે જણાવ અમને."

"અભય જેવો માણસ મે આજ સુધી જોયો નથી. મિત્રની બહેન પર જ એણે નજર નાખી." આરવ બોલે છે.

" આ શું બોલે છે તું? તને ભાન પણ છે? એની પહેલેથી જ એક ગર્લ ફ્રેન્ડ છે. અને કોની પર નજર નાખી એ જણાવ અમને." આરના ગુસ્સામાં જવાબ આપે છે.

"એટલે તો ગુસ્સો આવે છે. તેની એક ગર્લ ફ્રેન્ડ પહેલેથી હોવા છતાં તે આહના પર નજર બગાડી રહ્યો છે. અને જે દિવસે પપ્પા હોસ્પિટલમાં હતા તે દિવસે તો તેણે હદ કરી નાખી. અહીંયા આપણે ચિંતામાં હતા અને તે આહનાને આકર્ષિત કરવા હોટેલમાં જમવા લઈ ગયો હતો."

આરવ ગુસ્સામાં ઘણું બધું બોલતો હોય છે અને તેવો જ એના ગાલ પર એક જોરદાર તમાચો પડે છે.

"હકીકતની ખબર ન હોય તો આટલું બધું બોલવું સારું ના કહેવાય. અને તું આટલા ગંદા વિચાર વાળો હશે એ મેં ધારેલું ના હતું. કેવી રીતે તું આવું વિચારી શકે? આજથી તારા અને મારા સંબંધ પૂરા." તમાચો મારનાર વ્યક્તિ ગુસ્સામાં આટલું બોલીને ત્યાંથી જતી રહે છે. આરવ પણ ગુસ્સામાં ત્યાંથી જતો રહે છે....

(ક્રમશઃ)