હું રાહ જોઇશ! - (૧૦) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહ જોઇશ! - (૧૦)

વેદિકા અભય ને રાખડી બાંધવા જઈ રહી હોય છે. બંને એકબીજાની આંખોમાં જોતા હોય છે. વેદિકા મનમાં વિચારે છે, "તેની ઈચ્છા પૂરી કરવા તું એને રાખડી બાંધી દેશે? શું તારી પાસે બીજો કોઈ રસ્તો નથી? પણ એની ઈચ્છા છે કે હું રાખડી બાંધુ. શું તેણે તને આવું કહ્યું? ના. તો પછી તું કેવી રીતે કહી શકે કે અભય ની તારી પાસે રાખડી બંધાવવા ની ઈચ્છા છે? શું તું પહેલાની જેમ તેની સાથે નોર્મલ બિહેવ કરી શકશે?"
તો બીજી તરફ અભયના કાનમાં પણ અવાજો ગુંજી રહ્યા હતા, "શું તું તેને તારી બહેનના સ્વરૂપે જોઈ શકશે? તારે તો તેની સાથે રોજ મળવાનું થશે તો કેવી રીતે તું તેને તારા પ્રેમ તરીકે ભૂલાવીને બહેન તરીકે સ્વીકારી શકીશ?"
બંને માં મસ્તિષ્કમાં આજ અવાજો ગુંજતા હતા. પછી બંને એક સાથે જ બોલી ઊઠે છે.
"ના. હું નઈ કરી શકું."
આખું ગ્રુપ તેમના તરફ જોય છે. આરના ના મુખ પર સ્મિત આવી જાય છે.
"કેમ શું વાંધો આવ્યો તમને? આરના જાણી જોઈને પૂછે છે.
"બસ એમ જ. મારે નથી બંધાવવી." અભય થોડો ચિદાયેલા અવાજમાં બોલે છે.
"પણ શા માટે? કોઈ કારણ તો હશે ને?" આરના જાણી જોઈને વાતને ખેચવાની કોશિશ કરે છે.
"મારે કારણ જણાવવાની કોઈ જરૂર નથી." અભય બોલે છે.
"ના. તારે કારણ તો જણાવવુ જ પડશે." આરના જીદ પકડતા કહે છે.
"એકવાર કહ્યું ને કે મારે રાખડી નથી બંધાવવી. અને એનું કારણ જણાવવુ પણ હું જરૂરી માનતો નથી." અભય ગુસ્સાથી ખીજવાય જાય છે.
અભય અને વેદિકા બંને એકબીજા તરફ જુએ છે. તે બંનેને એકબીજાની આંખોમાં કંઇક અલગ પ્રકારની લાગણી જોવા મળે છે. તેઓ થોડા સમય સુધી કઈ બોલતા નથી. પછી આરના તેમનું ધ્યાન ભંગ કરે છે.
"શું જુઓ છો એકબીજા ને? અભય તારે વેદિકા પાસે રાખડી તો બંધાવી જ પડશે. નહિ તો આજથી તારો અને મારો સંબંધ પૂરો સમજજે."
અભય અને વેદિકા બંને આ સાંભળી ચોંકી જાય છે. જ્યારે બીજા બધા મિત્રો ને શું ચાલી રહ્યું છે તે કઈ સમજ પડતી નથી એટલે તેઓ ચૂપચાપ ઊભા ઊભા સાંભળી રહ્યા હોય છે.
વેદિકા વિચારે છે કે, "જો હું રાખડી ન બાંધીશ તો બિચારા અભય અને આરના ના સંબંધ પર અસર થશે. ભલે અભય મને ન મળે પણ હું અભયને એના પ્રેમથી દૂર ન થવા દવ. તેથી હું અભય ને રાખડી જરૂર બાંધીશ." આમ વેદિકા અભયને રાખડી બાંધવા ફરી તૈયાર થઈ જાય છે. અભય ને તો ખુબજ નવાઇ લાગે છે કે હમણાં ના પાડતી હતી તો થોડી વારમાં તરત કેમ તૈયાર થઈ ગઈ? અભયને ખુબજ દુઃખ થાય છે. વેદિકા જેવી અભયને રાખડી બાંધવા જાય છે અભય તરત જ ત્યાંથી ના પાડીને દૂર જવા લાગે છે.
"શું હું તારી બહેન બનવા પણ લાયક નથી?" વેદિકા આંખમાં આંસું સાથે પૂછે છે.
અભય પાછળ ફરીને વેદિકા તરફ જુએ છે અને એક દર્દભર્યું સ્માઇલ આપીને જવા લાગે છે. વેદિકા ફરીવાર પૂછે છે.
"મને જવાબ મળી રહે એટલી લાયક પણ નથી હું?"
"વેદિકા, એવું કંઈ નથી. અને માફ કરજે હું તને કારણ પણ જણાવી ન શકું. હું તારી પાસે રાખડી ન બંધાવી શકું એ એક હકીકત છે બસ." અભય થોડાં ગુસ્સામાં કહે છે.
"મને કારણ તો જણાવવું પડશે જ અભય." વેદિકા પણ હવે થોડા ગુસ્સા સાથે કહે છે. "ક્યારનો માત્ર મારે રાખડી ન બંધાવવાની જીદ લઈને બેઠો છે. હવે તો હું પણ કહું છું જો તું રાખડી ન બંધાવે અથવા તો રાખડી ન બંધાવવા પાછળ નું યોગ્ય કારણ ન કહે તો આજથી તારી ને મારી મિત્રતા પણ ખતમ."
"વેદિકા આ તું શું બોલી રહી છે ખબર છે તને? તું આવું ન કરી શકે. તું સમજતી કેમ નથી. હું કારણ ન જણાવી શકું." અભય દુઃખી અવાજમાં ગુસ્સા સાથે બોલે છે.
"તો સારું. હવે થી તારી અને મારી દોસ્તી ખતમ. અને હું આજે જ મારી રહેવાની વ્યવસ્થા પણ બીજે કરી દવ છું." વેદિકા પણ ગુસ્સે થઈ જાય છે. ગઈકાલથી જે મન પર પ્રેશર હતું તે બધું અભય પર ગુસ્સા સ્વરૂપે કાઢી નાખે છે.
"તો તારે જાણવું જ છે ને કે હું શા માટે રાખડી બંધાવવા નથી માંગતો? તો સાંભળ. હું તને પ્રેમ કરું છું. તને જોઈ ત્યારથી જ તને મારી પ્રેમિકા સ્વરૂપે જોવ છું તને તો કેવી રીતે હું બહેન બનાવી શકું." આટલું બોલી અભય ત્યાંથી જવા લાગે છે. વેદિકા પણ તે સાંભળીને ચોંકી જાય છે. તેને આશા ન હતી કે અભય આવું કંઈ બોલશે.
"પણ તું તો આરના ને પ્રેમ કરે છે ને?" વેદિકા આશ્ચર્ય થી પૂછે છે.
અભય આશ્ચર્ય થી વેદિકા ને જુએ છે.
"હા હું આરના ને પ્રેમ કરું છું. પણ એક બહેન તરીકે." અભય કહે છે.
"શું? તો તમે બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ નથી?" વેદિકા હવે કોઈ ગેરસમજણ રાખવા માંગતી ન હતી તેથી સીધુ જ પૂછી લે છે.
અભય એકદમ આશ્ચર્ય થી વેદિકા તરફ જુએ છે અને પૂછે છે.
"આવું તને કોણે કહ્યું. અમે તો એકબીજા ને ભાઈ બહેન માનીએ છીએ."
"હું પણ તને પ્રેમ કરું છું અભય." વેદિકા વચ્ચે જ બોલી પડે છે.
"શું કહ્યું તે? ફરી બોલ."
"હા તને જ્યારથી જોયો ત્યારથી જ તું મને ગમવા લાગ્યો છે. હું પણ તને પ્રેમ કરું છું પણ મને એમ કે તું અને આરના એક બીજા ને પસંદ કરો છો એટલે મે તને ન કહ્યું હતું. અને તારી ઈચ્છા મારી પાસે રાખડી બંધાવવા ની હતી એમ માની હું તૈયાર થઈ હતી." વેદિકા બધું જણાવી દે છે.
"હાશ!! ફાઈનલી તમે બોલ્યા તો ખરા." આરના તેમની વચ્ચે બોલે છે.
"મતલબ તું શું કહેવા માંગે છે?" વેદિકા પૂછે છે.
"મને ઘણા સમય પહેલા જ તમે બે એક બીજા ને પસંદ કરો છો એવું ખબર પડી ગઈ હતી. પણ તમે બે એકબીજા ને કહેતા જ ન હતા એટલે મે ઘણા પ્રયત્ન કરી જોયા હતા તમને મળાવવા ના. પણ તમે બે તો કઈ કહેવા રાજી જ ન હતા એટલે મે જ આ રાખડી વાળો પ્લાન કહ્યો." આરના બધું સમજાવતા કહે છે.
"વાહ શું વાત છે. વેલેન્ટાઈન ના દિવસે કપલ બને એવું ઘણીવાર જોયું છે. પણ રક્ષાબંધન ને દિવસે કપલ બનતું પહેલી વાર જોવા મળ્યું. વાહ બેહના તું પણ આટલી હોશિયાર છે એવું મને આજે જ ખબર પડી." આરવ વાતને હળવી બનાવવા માટે મજાક કરે છે.
"ચાલો હવે તો પાર્ટી જોઈએ." હર્ષિતા પણ મજાકમાં સાથ પુરાવે છે.
"શું તમે પણ? એ બે ને તો હજી બરાબર વાત કરવા દો. બિચારા કેટલા હેરાન થઈ ગયા હતા." વૈશાલી એના સ્વભાવ મુજબ આરવ અને હર્ષીતા ને ટોકે છે.
"તો અભુ કેવું લાગ્યું મારું સરપ્રાઈઝ?" આરના કહે છે.
"યાર તું પહેલા અભુ કહેવાનું બંધ કર. મને નથી ગમતું. અને Thanks અમને સમજવા બદલ. પણ હા તારા કારણે હેરાન થયા તેનો બદલો જરૂર લઈશ." અભય આરના ને જવાબ આપતા કહે છે.
"વાહ. ભલાઈ નો તો જમાનો જ નથી. એક તો મારા કારણે તમે બંને આજે ભેગા થયા અને મારી સાથે બદલો લેવાની વાત કરે છે. અને હા મારું રક્ષાબંધન નું ગિફ્ટ ક્યાં છે?" આરના પણ રોતલું સ્વરમાં કહે છે. જેને કારણે બધા ના ચહેરા પર સ્મિત આવી જાય છે.
"બસ હવે અભય એને હેરાન કરવાનું રહેવા દે. એણે આપણી ખુબજ મોટી મદદ કરી છે." અભય કંઈ બોલવા જાય તે પહેલાં વેદિકા તેને રોકતા કહે છે.
"સારું તો તું કહે છે તો રહેવા દવ." અભય પણ જવાબ આપે છે.
"Omg! અભય તો પહેલા દિવસ થી જ વેદિકા નું કહ્યું માનવા લાગ્યો. ચાલો Friends અહીંયા થી હવે તો એ વેદિકા નું કહ્યું જ કરશે. દોસ્ત દોસ્ત ના રહા.." આરના અભયની મસ્તી કરતા કહે છે અને ત્યાંથી જવા લાગે છે. તેને જતી જોઈ અભય પાછળ થી તેના વાળ પકડી ને કહેવા લાગે છે.
"ઊભી રહે ચિબાવલી, ક્યાં જાય છે. હવે તો હું નઈ છોડુ. શું કહે દોસ્ત દોસ્ત ના રહા? હવે જો આ દોસ્ત શું કરે છે." એમ કહીને અભય આરના ના વાળ ખેંચે છે. અને પછી દરેક જણ મસ્તી કરવા લાગે છે. આ બધામાં કપિલ એક બાજુ ઊભો રહીને અંદરો અંદર ખુબજ ગુસ્સે થઈ રહ્યો હોય છે. તેનો ગુસ્સો અભય પર વધી રહ્યો હોય છે. તે ત્યાંથી કોઈને ખબર પડ્યા વિના ચાલ્યો જાય છે.

(ક્રમશઃ)

(હવે શું થશે? શું કપિલ તેમના પ્રેમમાં કોઈ અડચણ નાખશે? વધુ જાણવા માટે આગળના ભાગની રાહ જુઓ.)

(મિત્રો પહેલા તો હું દિલ થી આપની માફી માંગુ છું. નવો ભાગ લાવવામાં ઘણો સમય થઈ ગયો પણ હવે ફરી નિયમિત આવે તેવા પ્રયત્ન કરીશ. કેમ આટલું મોડું થઈ ગયું તેના માટે કોઈ બહાનું નથી બનાવવું મારે. બસ મોડું થઈ ગયું એ હકીકત છે. અને નવા ભાગ માટે રાહ જોવા બદલ તમારો આભાર માનું છું. મને ઘણા ના તો નહિ પણ જેટલા વ્યક્તિના પણ નવા ભાગ માટે ના મેસેજ આવ્યા તેમને પણ Specially Thanks કહેવા માંગુ છું. અને હા અંતે એટલું જ કહેવું છે કે પ્રતિભાવ આપવાનું ન ભૂલતા. કારણ કે તમારા પ્રતિભાવ જ મને વધુ સારું લખવાની પ્રેરણા પૂરી પાડે છે.)

આભાર.