અભય ના જતા જ વેદિકા ને યાદ આવે છે કે તે અભય નું નામ પૂછવાનું ભૂલી ગઈ છે. પછી તે અભયના પપ્પાની કંપની વિશે માહિતી મેળવી ને ઈન્ટરનેટ પર સર્ચ કરે છે. પણ તેને ક્યાંય પણ અભય વિશે કે તેના નામ વિશે ખબર પડતી નથી. હકીકતમાં એવું હોય છે જે અભયને પહેલેથી જ લાઇમ લાઇટમાં રહેવાનુ પસંદ ના હોવાથી તે મીડિયા થી દુર જ રહે છે. તેથી મીડિયા માં કોઈ પણ જગ્યા એ તેનું નામ કે તેનો ફોટો કશું જોવા મળતું નથી. તેથી તે પોતાનું લેપટોપ બંધ કરી બીજા કામમાં લાગી જાય છે.
*********************************
અભય લોકો તેમના ઘરે પહોંચે છે. પણ અભય આખા રસ્તા દરમિયાન ખોવાયેલો રહે છે. તે વેદિકા વિશે જ વિચારતો હોય છે. જેવા ઘરે પહોંચે તેવા જ સાનવી તેને ચીડવે છે.
"બેટુ કોના વિચારમાં ખોવાયેલો છે? સાચું બોલ વેદિકા વિશે જ વિચારે છે ને?"
"ના દીદુ તમે પણ શું? તમે વિચારો છો એવું કશું જ નથી."
"પણ મે ક્યાં કીધું કે હું શું વિચારૂ છું. મતલબ તને સાચે જ વેદિકા ગમવા લાગી છે."
અભય કશો જવાબ આપતો નથી બસ તે શરમાય જાય છે.
"ઓહ વાહ. મારા ભાઈને શરમાતા પણ આવડે છે."
"બસ હવે મારા દીકરાને હેરાન કરવાનું બંધ કર. બિચારો હજી ઘરે આવ્યો છે. એને કેટલું વાગ્યું છે તે પણ નથી જોતી." સલોનીબેન લાડ માં સાનવી ને થપકો આપે છે.
"જોયું પપ્પા. આ માં દીકરાની ટીમ મને બોલવાની પણ ના પાડે છે હવે."
"અરે બચ્ચા શા માટે ટેન્શન લે છે તું પેલા તારા માટે છોકરો શોધ પછી આપણે તારી ભાભી લઈ આવીશું." વિરાજભાઈ પણ સાનવીની મજાક કરતા કહે છે.
"પપ્પા તમે પણ? જાવ મારે કોઈ સાથે વાત જ નથી કરવી." સાનવી મો ફુલાવીને ગુસ્સા માં પોતાના રૂમમાં જતી રહે છે. અને બાકીના ત્રણેય હસી પડે છે.
"પણ બેટુ વેદિકા છે મસ્ત છોકરી. મને ગમશે કે તે આપણા ઘરની વહુ બને."
"પપ્પા પ્લીઝ હવે આ વાત અહીંયા મૂકો. હું એવું કંઇજ વિચારતો નથી. અને હા મને નવો મોબાઈલ મંગાવી આપો. મારો જૂનો ફોન તો ત્યાંજ ખોવાય ગયેલો."
"સારું કાલે જ આવી જશે તારો ફોન. મને ખબર છે શા માટે તું ફોન માટે ઉતાવળ કરે છે તે. તું અમારા બહાર ગયા પછી વેદિકા નો નંબર લેવાજ રોકાયેલો હતો." હસતા હસતા વિરાજભાઈ કહે છે.
"હા પપ્પા મારે એને જ ફોન કરવો છે પણ હાલમાં એવું કશું જ નથી. અને વેદિકા એ એવું કશું વિચાર્યું પણ ન હોય કારણકે એણે હજી સુધી મારું નામ પણ નથી પૂછ્યું."
"તો મે તારી મમ્મીને પસંદ કરી હતી ત્યારે મને પણ ક્યાં તેનું નામ ખબર હતી."
"બસ હવે. બંધ કરો તમે. છોકરા સામે આવી વાતો કરો છો તે."
"અરે મારી પ્રિયે હવે એ લોકો મોટા થયા એટલે તો કવ છું કે શીખે આના પરથી."
"મને લાગે છે કે મારે તમારા માટે આજ સાંજનું ખાવાનું બનાવાનું નથી."
આટલું સાંભળતા વિરાજભાઈ પોતાના રૂમમાં જતા રહે છે. અને અભય હસવા લાગે છે. ત્યારબાદ અભય પણ પોતાના રૂમમાં જાય છે.
********************************
બીજે દિવસે સવાર થતા જ વેદિકા ના મોબાઈલ પર નવા નંબર પરથી કોલ આવે છે. વેદિકા નવો નંબર જોઈને મોબાઈલની રીંગ વાગવા દે છે અને કોલ રિસિવ કરતી નથી. પણ પછી તરતજ તેના મનમાં વિચાર આવે છે કે કોલ કદાચ પેલા છોકરાનો હસે તો એમ વિચારીને કોલ ઉઠાવવા જાય છે પણ કોલ કટ થઇ જાય છે. વેદિકા ફરીવાર તે નંબર પર ટ્રાય કરે છે પણ કોલ લાગતો નથી. ત્યારબાદ વેદિકા કોલેજ નો આજે પહેલો દિવસ હોવાથી જવાની તૈયારી કરે છે. ત્યાં ફરીવાર વેદિકા નો મોબાઈલ રણકી ઉઠે છે. તે કોલ રીસિવ કરે છે.
"હેલ્લો."
"હેલ્લો, વેદિકા?"
"હા વેદિકા બોલું છું. તમે કોણ?"
"તમારો ચાહક બોલું છું."
"તમને ખબર છે તમે શું બોલી રહ્યા છો?" વેદિકા ગુસ્સામાં બોલે છે.
"હા હું તમારો ચાહક છું તો એમજ કહું ને કે તમારો ચાહક બોલું છું."
"એ મિસ્ટર જે હોય તે કંઈ કામ હોય તો બોલો. તમારી ફાલતું ની બક્વાસ સાંભળવા નો મારી પાસે ટાઇમ નથી."
"તો સાંભળો આ મિસ્ટર નું નામ અભય છે. અને આજે તમે મારી સાથે કોલેજ આવશો. હું તમને તમારી કોલેજ છોડી દઈશ."
"પણ હું શા માટે તમારી સાથે આવ. હું તમને ઓળખતી પણ નથી. મારે નથી આવવું. મારી પાસે મારી કાર છે."
"તમે કંઈ પણ કહો હું તમારી સાથે કોલેજ આવીશ. હું તમારા એપાર્ટમેન્ટ ની બહાર ઉભો છું. જલ્દી બહાર આવી જાવ."
વેદિકા ગુસ્સામાં તેનો ફોન કટ કરી દે છે અને બેડ પર ફોન નો ઘા કરે છે. પછી તે કોલેજ જવાનો ટાઈમ થવાથી તે તૈયાર થવા જાય છે. તે વિચારે છે પપ્પા સાચું જ કહેતા હતા કે મારે એકલા બહાર નીકળવું જોઈએ નહિ. સુરત આવ્યાને એક દિવસ થયો ને અજાણ્યા કોલ આવવા લાગ્યા. આમ વિચારતા વિચારતા તે તૈયાર થઈને બહાર નીકળે છે. તે હજી ગેટ પાસે જ પહોચી હોય છે ને એક અવાજ આવે છે.
"જાનેમન, ચાલો હું તમારી જ રાહ જોવ છું." વેદિકા જુએ છે કે એક વ્યક્તિ પોતાની બાઇક લઇને ઉભો હોય છે અને મોઢા પર રૂમાલ બાંધ્યો હોય છે.
"એ તું અહીંયા પણ આવી ગયો. મને લાગે છે હવે તો મારે સિકયુરિટી ને કહેવું પડશે." એમ બોલતા બોલતા વેદિકા પોતાનો મોબાઈલ બહાર કાઢે છે. પણ પેલો વ્યક્તિ કે જે બાઇક પર આવેલો હતો તે વેદિકા નો ફોન ઝૂંટવી લે છે અને વેદિકા નો હાથ પકડી લે છે.
"છોડ મને. કોણ છે તું? મારા પપ્પાને ખબર પડશે તો તને તારા પગ પર ઉભો નઈ રેવાદે." આટલું બોલતા જ વેદિકા ની આંખમાં પાણી આવી જાય છે. વેદિકા ની આંખમાં પાણી જોઈને પેલો વ્યક્તિ પોતાનો રૂમાલ છોડી કાઢે છે. જે જોઈને વેદિકા આશ્ચર્ય અનુભવે છે.
"અરે તમે છો. મને ડરાવી જ દીધી હતી. પણ આવું કોણ કરે? માફ કરશો સવારમાં એક અજાણ્યો કોલ આવ્યો હતો તેના ટેન્શન માં હું તમને ખોટા વ્યક્તિ સમજી લીધા."
"માફી તો મારે માંગવી જોઈએ. હું તમારી સાથે મજાક કરતો હતો અને તમે સાચેમાં વધારે ડરી ગયા. આઈ એમ સોરી."
"તો ડરી જ જવાયને."
"ચાલો કંઈ વાંધો નઈ. પણ બીજી એક વાત સવારે કોલ પણ મે જ કરેલો."
"શું?" વેદિકા ગુસ્સામાં પૂછે છે.
"હા તે કોલ પણ મે જ કરેલો."
"મે તો તમને કેટલા સારા માન્યા હતા. પણ તમે આવું કરશો એવી આશા ન હતી મને." વેદિકા ગુસ્સામાં કહે છે.
"આવું કરવા પાછળ પણ એક કારણ હતું."
"હવે તમે બહાનું બતાવશો તો પણ હું માનવાની નથી. એન્ડ હા મને હવે જવાદો. મારે કોલેજ મોડું થાય છે."
"હા તો ચાલોને હું કોલેજ છોડી દવ."
"ના એની કોઈ જરૂર નથી. મારી પાસે કાર છે. હું જાતે જતી રહીશ." એમ કહી વેદિકા ત્યાંથી જવા લાગે છે. પણ પેલો વ્યક્તિ ફરીવાર વેદિકા નો હાથ પકડી લે છે. વેદિકા ગુસ્સામાં તે વ્યક્તિને થપ્પડ મારી દે છે.
"ઓ મિસ્ટર. તમે ભલે મોટા બિઝનેસમેન ના સન છો. એટલે એવું નઈ કે તમે મનફાવે તેમ કરો. હવે તો તમે ગુસ્સે થઈને તમારા ડેડી ને કહીને મારા પપ્પાને બિઝનેસમાં નુકસાન કરાવશો એ પણ મને ખબર છે. પણ હું ગભરાતી નથી."
"મારું નામ અભય છે, મિસ્ટર નથી. એન્ડ બીજી વાત આપણી વાતમાં મારા ડેડી ક્યાંથી આવ્યા?" અભય પણ થોડા મોટા અવાજમાં બોલે છે. તે વ્યક્તિ બીજું કોઈ નઈ પણ અભય જ હતો.
"હા તો તમારા ડેડીજ બદલો લેશે ને જો કોઈ તમારી સાથે કંઈ કરે તો." વેદિકા આજ સવારથી અજાણ્યા કોલનું ટેન્શન હતું એટલે જ્યારે તે અભય જ છે તે જાણી ને કંઈ પણ વિચાર્યા વગર બોલી દે છે. એમ પણ એને ગઈ કાલે એના પપ્પાનું વિરાજભાઈ સામે ગભરાતા હોય તેવું વર્તન ગમ્યું હતું નઈ. તેથી તે વધારે ગુસ્સામાં ન બોલવાનું બોલી દે છે.
"ઓ મેડમ હું તો બસ તમારા પપ્પા સાથે તમને બોડીગાર્ડ વિશે વાત કરતાં સાંભળેલા એટલે તમને અહેસાસ કરાવવા માટે આ નાટક કરતો હતો જેથી તમને જાણ થાય કે તમારા પપ્પા શા માટે ચિંતા કરતા હોય છે અને બોડીગાર્ડ રાખતા ન હોય તો સેલ્ફ પ્રોટેક્શન શીખવું કેટલું જરૂરી છે. ખબર નઈ ક્યાંથી મારા પપ્પા વિશે આટલી નેગેવિટી લઈ આવ્યા છો તમે." આટલું બોલી અભય ગુસ્સામાં ત્યાંથી જતો રહે છે.
વેદિકા પણ કોલેજ જવામાં મોડું થઈ ગયું હોવાથી તે પાછી પોતાના રૂમ તરફ જતી રહે છે. તેના મગજમાં અભયના બોલેલા છેલ્લા વાક્યોજ ફરતા હોય છે. તેને પોતાના વર્તન બદલ પસ્તાવો થાય છે. તે બપોરનું ભોજન લીધા વિના જ સૂઈ જાય છે. જ્યારે તેની આંખ ખૂલે ત્યારે સાંજ થઈ ગઈ હોય છે.
અભયને પણ વેદિકા ના બોલેલા શબ્દોનું ખૂબ જ દુઃખ થાય છે. તે હંમેશા પોતાની અલગ ઓળખ બને તે માટે જ પ્રયત્ન કરતો હોય છે. આજે વેદિકા એ પણ આ રીતે તેનું તેના પપ્પા સાથે નામ જોડ્યું તે ગમ્યું ન હતું. તેથી તે આવીને ગુસ્સામાં પોતાના રૂમમાં જતો રહે છે. સલોનીબેન ને પણ કંઈ ખબર પડતી નથી કે અભય આવું વર્તન શા માટે કરે છે.
સાંજે અભય અને વેદિકા બંને પોત પોતાના રૂમમાં સવાર વિશે જ વિચારતા હોય છે. અંતે તે બંને એક નિર્ણય કરે છે અને જમીને સુઈ જાય છે.
(ક્રમશ:)