હું રાહ જોઇશ! (૧૨) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહ જોઇશ! (૧૨)

બધા જ મિત્રો હસી મજાક સાથે કોલેજ ના દિવસો એન્જોય કરતા હોય છે. તેમાં પણ આહના અભયની વધુ નજીક હોય છે. તે આખા ગ્રુપમાં સૌથી વધુ અભય સાથે જ હસી મજાક કરતી હોય છે. અને તે દરેક જગ્યાએ અભય અને વેદિકાની સાથે જ હોય છે. એક દિવસ બધા આવી રીતે જ કોલેજમાં બેઠા હોય છે અને અભયના ફોન પર કોઈનો કોલ આવે છે. અભય તેમની સાથે વાત કરે છે અને પછી ફોન મૂકે છે. બધા અભયને જ જોતા હોય છે.

"મારી સામું શું જુઓ છો બધા?" અભય પૂછે છે.

"કશું નઈ. કોનો ફોન હતો જે આટલો ખુશ છે?" આરવ પૂછે છે.

"મારું જે કરિયરનું સ્વપ્ન છે પૂરું કરવા માટે હું એક સ્ટેપ આગળ વધી ગયો છું. અને એ માટે જ કોલ હતો. એના માટે મારે થોડા દિવસ બહાર જવું પડશે." અભય જવાબ આપે છે.

"અરે યાર. તારી કરિયરની વાત તો સખત માથું દુઃખવે છે. એક તો કહેતો છે નથી કે તારું સ્વપ્ન શું છે અને આવીરીતે પાછો મગજ ખાઈ જાય. હવે તો બોલ કે તારું સ્વપ્ન શું છે." આરના કહે છે.

"એ તો હવે સમય આવ્યે જ જણાવીશ."

આરવના ફોન પર કોઈનો કોલ આવે છે. તે કોલ પરની વાત સાંભળીને આરવ સ્તબ્ધ થઈ જાય છે. તે કશું બોલતો નથી. અભય તરત જ આરવનો ફોન લઈ લે છે અને સામેવાળા સાથે વાત કરે છે.

"શું થયું અભય? કોનો ફોન હતો?" આરવને ચિંતિત જોઈને આરના પણ ચિંતામાં પૂછે છે.

"કશું નથી થયું. તારા પપ્પાની તબિયત થોડી બગડી ગઈ છે તો તેમને હોસ્પિટલ લઈ ગયા છે તો આપણે હમણાં હોસ્પિટલ જવું પડશે." અભય જવાબ આપે છે.

"શું? પણ અચાનક શું થયું?" આરના ચિંતા સાથે પૂછે છે.

"એ તો ત્યાં જઈએ પછી જ ખબર પડશે. તમે થોભો અહીંયા હું ગાડી લઈ આવું છું." એમ કહીને અભય પાર્કિંગ તરફ જાય છે.

"એક મિનિટ અભય હું પણ તારી સાથે આવું છું." વેદિકા એમ કહીને અભયની સાથે ચાલવા લાગે છે. થોડે આગળ જતાં જ વેદિકા પૂછે છે.

" સાચું બોલ અભય શું થયું છે? તારો અને આરવનો ચહેરો કંઈ અલગ કહે છે." વેદિકા ચિંતિત સ્વરે પૂછે છે.

"આરવના પપ્પાને હાર્ટ એટેક આવ્યો છે અને એમનું ઓપરેશન છે હમણાં." અભય જવાબ આપે છે.

"હે ભગવાન! આ તો ખુબજ ખરાબ થયું." વેદિકા ચિંતા કરતા બોલે છે.

"હા. પણ હમણાં આરનાને ખબર નથી પાડવા દેવાની. At least હોસ્પિટલ પહોંચીએ ત્યાં સુધી તો નહિ જ."

" હા જરૂર. ચાલ આપણે જલ્દી જઈએ."

તે બંને ગાડી લઈને ગેટ પર પહોંચે છે. બધા હોસ્પિટલ પહોંચે છે. હોસ્પિટલમાં પહોંચતા જ આરના તરતજ એના પપ્પાને રાખેલા હોય છે ત્યાં દોડે છે. ત્યાં બહાર એના મમ્મી અને બીજા એક બે સગા બેઠા હોય છે. આરના ત્યાં એની મમ્મી પાસે જાય છે.

"મમ્મી શું થયું પપ્પા ને? બધું ઠીક તો છે ને?" આરના પૂછે છે.

"બેટા એમને હાર્ટ એટેક આવ્યો છે અને હમણાં એમનું ઓપરેશન શરૂ થાય છે." એની મમ્મી જવાબ આપે છે.

આરના તો ઓપરેશનનું નામ સાંભળીને જ ડરી જાય છે. તે રડવા લાગે છે. જેને જોઈને એની મમ્મી પણ રડે છે.

"આરના, રડે છે શા માટે? અંકલને કશું નથી થવાનું. એમને જલ્દીથી સારું થઈ જશે." અભય આરનાને સમજાવવાનો પ્રયત્ન કરે છે.

"અભય મને ડર લાગે છે. ભગવાન શા માટે આવું કરે છે? અમે તો કોઈની સાથે કશું ખોટું પણ નથી કર્યું."

"શાંત થઈ જા. તું તો બ્રેવ ગર્લ છે ને. ભગવાન સારા માણસની જ પરીક્ષા લે છે." અભય એના માથે હાથ ફેરવીને કહે છે. અભયની વાત થી આરના વધુ ઇમોશનલ થઈ જાય છે અને તેને ભેટીને રડવા લાગે છે.

પછી આરના વધુ રડતી હોવાથી વેદિકા અને બીજા મિત્રો એને અભયના ઘરે લઈ જાય છે. અને હોસ્પિટલમાં આહના, અભય, આરવ અને આરવની મમ્મી જ હોય છે. ઓપરેશન પૂરું થયા પછી આરવના પપ્પાને આઈસીયુમાં લઈ જાય છે. થોડી વાર રહીને ડોકટર એમને બધું સારું છે એવું કહે છે. એટલે બધાને નિરાંત થાય છે. એટલે અભય ઘરે આરનાને પણ ફોન કરીને જણાવી દે છે જેનાથી આરનાને રાહત થાય છે. અને આરવ અમુક દવા લેવા માટે મેડિકલમાં જાય છે.

"અભય બેટા હવે તું પણ ઘરે જઈ શકે છે." આરવના મમ્મી અભયને કહે છે.

"ના આંટી હું પણ અહીંયા જ રોકાઈ જાવ છું. તમે જમ્યા નથી હજી એટલે કેન્ટિનમાં જઈને જમી લો." અભય જવાબ આપે છે.

"ના બેટા હવે અહીંયા કશી જરૂર નથી. અહીંયા માત્ર બેસવાનું જ છે. તો તું આહનાને લઈને ઘરે જા અને હા એને જમાડી દેજે. કારણકે એને અહીંયા કેન્ટિનનું પસંદ આવશે નઈ. હું આરવ સાથે અહીંયા જમી લઈશ." આરવના મમ્મી જવાબ આપે છે.

"પણ તમે જમો ત્યાં સુધી તો બેસુ ને?" અભય પૂછે છે.

"પણ બણ કશું નહિ. તમે હવે જઈ રહ્યા છો. ખુબજ મોડું થઈ ગયું છે એટલે તમે સમય પર જમી લેજો." આરવના મમ્મી જવાબ આપે છે.

"ઠીક છે. તમે કહો છો એટલે હું જાવ છું. આરવને કહી દેજો." આટલું કહી અભય આહના ને લઈને ત્યાંથી જાય છે.

તેઓ બંને કારમાં બેઠા હોય છે. બંને હાલમાં કશું બોલતા નથી. અભય ઘરે ફોન કરે છે તો ખબર પડે છે કે બધાએ જમી લીધું હોય છે. એટલે તેઓ બહાર હોટલમાં જ જમવાનું નક્કી કરે છે. અભયને ખબર હોય છે કે આહના ને ક્યાંનું ખાવાનું ભાવે એટલે તે આહનાને શહેરથી થોડે દૂર આવેલી હોટેલમાં જમવા લઈ જાય છે. ત્યાં તેઓ શાંતિ થી જમે છે. આરવ ના પપ્પાની તબિયત ને કારણે તેઓ કોઈ હસી મજાક કરતા નથી. તેઓ જમવાનું પૂરું કરે છે અને અભયને ખબર પડે છે કે તે પર્સ ઘરે જ ભૂલી ગયો હોય છે. એટલે અભય કપિલ ત્યાં નજીકમાં જ રહેતો હોવાથી તેને પૈસા લઈને બોલાવે છે. કપિલ પૈસા લઈને આવે છે અને અંદર જઈને જુએ છે તો આહના અભય સાથે એક ટેબલ પર બેઠી હોય છે. તે અભય પાસે જાય છે અને પછી તેઓ પૈસા ચૂકવે છે. તે પછી કપિલ ત્યાંથી પોતાના ઘરે જાય છે અને અભય આહના ને લઈને પોતાના ઘરે જાય છે.

"વાહ હવે મને મસ્ત આઈડિયા આવી ગયો. હવે જો અભય તારા કેવા હાલ કરું. ખૂબ મોટો હીરો બનતો ફરતો હતો ને. હવે જો તારા પોતાના વ્યક્તિઓની સામે જ તને ઝીરો ના બનાવું તો મારું નામ બદલી નાખીશ." અભય અને આહના ના જતા જ કપિલ આ શબ્દો ઉચ્ચારે છે.

(ક્રમશઃ)