હું રાહ જોઇશ! - (૨) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહ જોઇશ! - (૨)

"મને તમારો મોબાઈલ આપશો? એક કોલ કરવો છે."
વેદિકા અભયને તેનો મોબાઈલ આપે છે. અભય તેની પાસેથી મોબાઈલ લઈને એક કોલ કરે છે.
"હેલ્લો દિદુ! હું અભય બોલું છું."
"બેટું ક્યાં છે? અમે ક્યારના તારી ચિંતા કરીએ છીએ. પપ્પા ક્યારના તને શોધવા માટે બહાર ગયેલા છે. તું બરાબર તો છે ને?" અભયની મોટી બહેન સાનવી ચિંતિત સ્વરે બોલતી હોય છે.
"અરે દીદુ. રિલેક્સ! રેલ્વે સ્ટેશન પર હું પડી ગયો હતો તો એક છોકરી મને તેમને ત્યાં સારવાર માટે લઈ આવી. અને મારો મોબાઈલ પણ આ દોડધામમાં ખોવાય ગયો હતો અને હું બેભાન હતો એટલે તમારો સંપર્ક કરી શકાયો ન હતો."
"અરે સ્ટેશન પર કેવી રીતે પડી ગયો? વધારે તો વાગ્યું નથીને? મને તે જગ્યાનું એડ્રેસ આપ અમે ત્યાં આવીએ છીએ તને લેવા માટે."
"હાં દિદું હવે હું સ્વસ્થ છું. હું તમને એડ્રેસ મેસેજ કરું છું." એમ કહીને અભય ફોન મૂકે છે.
"સોરી અગેઈન! મારા લીધે તમારે જૂઠું બોલવું પડ્યું."
"અરે તમને પેલા જ કીધું કે સોરી કહેવાની કોઈ જરૂર નથી. મે તો મારા ફાયદા માટે જ જૂઠું બોલ્યો છું. તમે આ જગ્યાનું એડ્રેસ મે અત્યારે કોલ કર્યો તે નંબર પર મોકલી દો." વેદિકા સાનવીના નંબર પર તેમના ગેસ્ટ હાઉસ નું એડ્રેસ મોકલી આપે છે.
"વેદિકાજી તમે સુરતના જ છો? કારણકે આ તો તમારું ઘર હોય એવું લાગતું નથી."
"હા તમે સાચું કહ્યું. હું અમદાવાદ રહું છું અને અહીંયા સુરતમાં મારા આગળના અભ્યાસ માટે આવી છું."
"અમદાવાદ છોડીને સુરત કેમ?"
"ત્યાં મારા પપ્પાનો ખૂબ મોટો બિઝનેસ છે. તો ત્યાં મારે કાયમ સાથે બોડીગાર્ડ લઈને જ જવું પડે. જે મને પસંદ નથી. અને અહી સુરત માં મને કોઈ ઓળખતું નથી એટલે હું અહીંયા ફ્રીલી ફરી શકું. બસ આજ કારણે હું સુરત ભણવા માટે આવી છું."
"ઓહ! મતલબ તમારી પરિસ્થિતિ પણ મારા જેવી જ છે. મારા પપ્પાનો પણ સુરતમાં ખુબજ મોટો બિઝનેસ છે એટલે મને પણ ક્યાંય એકલા જવા દેતા નથી. કારણકે અત્યાર સુધીમાં પાંચ વખત ખંડણીના ફોન આવી ચૂક્યા છે."
ત્યાં જ અચાનક પાંચ થી છ ગાડીનો કાફલો ત્યાં આવી પહોંચે છે. અવાજ થતો સાંભળી વેદિકા રૂમની બહાર આવીને જુએ છે તો એક ૪૦-૫૦ વર્ષની વ્યક્તિ દોડતા દોડતા અંદર પ્રવેશ કરે છે અને તેની સાથે સાથે બોડીગાર્ડ અને પોલીસ પણ પ્રવેશ કરે છે. વેદિકા આ બધું જોઇને એક પળ માટે ગભરાય જાય છે. પણ પછી તે તરત સવસ્થતા ધારણ કરી લે છે. વિરાજભાઇ ચિંતિત સ્વરમાં વેદિકા ને પૂછે છે.
"ક્યાં છે મારો બેટુ?" દેવિકા તરતજ રૂમ તરફ આંગળી દર્શાવે છે. વિરાજભાઇ રૂમ તરફ સીધી દોડ મૂકે છે. અભય પણ કોલાહલ સાંભળીને બાહર જ આવતો હોય છે. તેથી તેઓ રસ્તામાં જ ભેગા થઈ જાય છે.
"બેટા શું થયું હતું? મને સાનીનો ફોન આવ્યો હતો કે તું અહી છે. એટલે તરતજ અહીંયા આવું ગયો." વાત કરતા કરતા તેઓ હોલમાં સોફા પર બેસે છે. તેટલી વારમાં ત્યાં સાનવી પણ તેની મમ્મી સલોનીબેન ને લઈને આવી જાય છે.
"પપ્પા કંઈ થયું નથી. આતો સ્ટેશન પર ભીડમાં પડી ગયો હતો અને ઉતાવળમાં બધી ભીડ મારા પરથી પસાર થઈ ગઈ તો થોડું વાગી ગયું."
"એટલે જ હું ના પાડતો હતો કે ટ્રેન મા નઈ જા. પણ તું અહીંયા કેવી રીતે આવ્યો?"
"પપ્પા ત્યાં હું ઈજાને કારણે બેહોશ થઈ ગયો હતો. ભીડમાં મારો મોબાઈલ અને બીજો સામન પણ ગુમ થઈ ગયો હતો એટલે આ વેદિકા જી મને અહીંયા લઈ આવ્યા અને મારી સારવાર કરી."
"દીકરી ખૂબખૂબ આભાર તારો. હંમેશા ખુશ રહે." સલોનિબેન એકદમ લાગણીભર્યા અવાજ માં કહે છે. તો વેદિકા આ બધું તેના બોડીગાર્ડ ની ભૂલને કારણે થયું હોવાના ગિલ્ટ થી કંઈ બોલતી નથી. તે ખુબજ શર્મિંદગી અનુભવે છે. અભયે ના પાડી હોવાથી તે કંઈ બોલતી નથી.
"વેદિકા આ તમારું ગેસ્ટ હાઉસ છે?"
" જી અંકલ. આ અમારી સુરત બ્રાન્ચનું ગેસ્ટ હાઉસ છે." ખુબજ ગભરાહટ થી કહે છે.
"ઓહ મતલબ તું રજતભાઈની છોકરી છે?"
"જી અંકલ"
"બેટા મને તારા પપ્પા સાથે વાત કરાવી શકીશ? મારે તેમના સાથે વાત કરવી છે."
વેદિકા ડરતા ડરતા એના પપ્પા રજતભાઈને કોલ કરે છે અને વિરાજભાઇને ફોન આપે છે. વેદિકા ખુબજ ગભરાય છે કે એના પપ્પા વિરાજભાઇ ને સાચી વાત જણાવી ના દે.
"બોલ દીકરા ફરી પાછો ફોન કેમ કર્યો? પેલા છોકરાને તો સારું છે ને?"
"રજતભાઈ હું સુરત થી વિરાજ બોલું છું." રજતભાઇ વિરાજભાઈ નું નામ સાંભળીને ચોંકી જાય છે.
"બોલો ને વિરાજભાઈ શું સેવા કરી શકું આપની?"
"અરે ના ના રજતભાઇ મારે તો તમને આભાર કહેવો છે. તમારી દીકરી વેદિકા એ મારા દીકરાની તાત્કાલિક સારવાર કરાવીને જે મદદ કરી તેના માટે આભાર." રજતભાઇ ને આ વાત ની કંઈ સમજ પડતી નથી. પણ સામે ફોન પર વિરાજભાઈ છે એટલે કશું બોલતા નથી. અને તરત પ્રત્યુતર આપે છે.
"અરે ના ના. એમાં આભાર થોડો માનવાનો. મારા લાયક બીજું કંઈ કામ હોય તો પણ કહેજો."
"અરે જરૂર. ચાલો તો હું ફોન રાખું છું. વેદિકા ફરી વાર તારો આભાર કે તે મારા દીકરાની મદદ કરી. હવે અમે જઈએ." આટલું કહેતા તેઓ ત્યાંથી ઊભા થઈને બહાર નીકળે છે. અભય 2 મિનિટ માં આવ છું એમ કહીને ત્યાં રોકાય જાય છે. બધા બહાર જતા રહે છે.
"મને તમારો નંબર એક કાગળમાં લખી આપો હું બીજો ફોન લવ ત્યારે કોલ કરીશ." વેદિકા એક રોબોટ ની જેમ કમાન્ડ્સ ફોલો કરતી હોય તે રીતે તેનો મોબાઈલ નંબર એક કાગળમાં લખી આપે છે. અભય ઝડપથી તે કાગળ લઈને બહાર નીકળી જાય છે. વેદિકા હજી પણ ત્યાંજ ઊભી હોય છે. 2 કલાક થી અભય સાથે હતી પણ એનું ધ્યાન અભય પર હમણાં જાય છે. તેને પણ અભય તરફ એક લાગણી અનુભવાય છે. પણ શું છે તેને કંઈ સમજ પડતી નથી. તેના ફોન ની રીંગ વાગે છે ત્યારે તેની તંદ્રા તૂટે છે.
"હા પપ્પા બોલો."
"વેદી પેલા લોકો ગયા ત્યાંથી?"
"હા પપ્પા. પણ તમે આટલા ચિંતિત કેમ લાગી છો?"
"શું પેલા છોકરાના પપ્પાને ખબર નથી પડી કે એને કેવી રીતે વાગ્યું? એ કેમ આપણને આભાર કહેતા હતા?"
"અરે છોકરાએ કહેવા ની ના પાડી હતી. તેણે એના ઘરવાળાને એમ કહ્યું કે તે પડી ગયેલો અને વધારે વાગ્યું હોવાથી મે તેની સારવાર કરાવવા માટે લઈ આવી હતી."
"ભલું થજો એ છોકરાનું કે એણે કહ્યું નથી કે આપણી ભૂલને કારણે એને આટલી ઇજા થઇ છે. નહિતર ખુબજ ખરાબ હાલત થતે."
"પપ્પા એમાં તમે આટલું કેમ ગભરાવ છો. સાચું કહેતે તો પણ શું થતે? આપણે માફી માંગી લેતે. બીજું શું થતે? એન્ડ એમ પણ તમે ધ રજતભાઈ છો."
"દીકુ તને ખબર નથી વિરાજભાઈ કોણ છે. એટલે તું આવી વાતો કરે છે. તેઓ મારા જેવા ૧૦ રજતભાઈને ખરીદવાની તાકાત રાખે છે. તેમની ગણના ભારત ના ટોપ બિઝનેસમેન માં થાય છે. એમ તો વ્યક્તિ તરીકે સારા છે. પણ તેઓ તેમના છોકરા માટે ખુબજ પઝેસીવ છે. તેઓ તેમના છોકરાને કંઈ થાય તો કોઈ પણ પગલું ભરતા પેલા વિચારતા નથી."
"ઓકે સારું હું ફરીથી તે છોકરાને થેંક યુ કહી દઈશ. અરે પણ હું તેનું નામ પૂછવાની પણ ભૂલી ગઈ. અને તેનો નંબર પણ નથી મારી પાસે."
"કંઈ વાંધો નઈ હવે તું સુરત માં જ છે ને ગમે ત્યારે મળશે ત્યારે એને થેંક યુ કહી દેજે. ચાલ બાય બેટા."
"બાય પપ્પા. લવ યુ."
વેદિકા ફોન મુક્યા પછી અભયના જ વિચારોમાં ખોવાય જાય છે. એણે કેટલી સરળતાથી સાચી વાત છુપાવી દીધી. આટલા મોટા બિઝનેસમેન નો છોકરો હસે એવું એના વર્તન પરથી જરાક પણ લાગતું ન હતું. વેદિકા હવે એને પાછું કેવી રીતે મળવું તે વિચારે છે. શું તે મને કોલ કરશે? કે પછી ભૂલી જશે?

(ક્રમશઃ)