હું રાહ જોઇશ! - (૫) Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહ જોઇશ! - (૫)

અભય જ્યારે તે છોકરાને માર્યો ત્યારે તેની સાથેના બે છોકરા અભય તરફ ધસી આવ્યા. તે જોઈને આરવ અને કપિલ પણ પેલા ત્રણેય પર તુટી પડયા.
"તારી હિંમત કેવી રીતે થઈ મારી દીદી ને છેડવાની. હું તને જીવતો નઈ છોડુ." અભય ખૂબ જ ગુસ્સામાં પેલા છોકરાને મારતો હતો. અભયનો ગુસ્સો જોઈ તેની સાથેના છોકરા જે કપિલ અને આરવ સાથે લડાઈ કરતા હતા તે ત્યાંથી નીકળી પ્રિન્સિપાલ ઓફિસ તરફ દોડ્યા. અભય ખૂબ જ ગુસ્સામાં મારતો હતો તેથી કપિલ, આરવ, વેદિકા બધા અભયને છોડાવવાની કોશિશ કરતા હતા. પણ અભય કોઈને ગાંઠતો ન હતો. સાનવી આ સમય દરમિયાન રડતી રડતી બાજુમાં ઉભી હતી. વેદિકા તે જોઈને તેની પાસે જાય છે.
"દીદી રડશો નઈ. તમારો ભાઈ આવી ગયો છે ચિંતા ન કરશો. પણ દીદી અભયને રોકવો પડશે તે વધારે ગુસ્સામાં કંઈ ન કરવાનું ન કરી બેસે."
આ સાંભળી સાનવી તરત રડવાનું બંધ કરી આંસુ સાફ કરી અભયને રોકવા લાગે છે. પણ અભય રોકાતો નથી. તે જોઈને સાનવી અભયને એક તમાચો મારે છે. અત્યાર સુધી તે જુનુનમાં જ પેલા છોકરાને મારતો હતો. જેનાથી અભયને પરિસ્થિતિનો ખ્યાલ આવે છે. તે તરત સાનવીને ગળે વળગી જાય છે.
"દીદી મને માફ કરિદો હું અહીંયા હતો તો પણ તમારે આવો ખરાબ અનુભવ કરવો પડ્યો."
સાનવી પ્રેમથી તેના માથે હાથ ફેરવે છે.
"ના ભાઈલુ. તારો કોઈ વાંક નથી. તે તો મને બચાવી આ લોકો થી. તું તો વર્લ્ડ નો બેસ્ટ ભૈલું છે."
વેદિકા અને બીજા બધા મિત્રો બે ભાઈ બહેનનો પ્રેમ અહોભાવથી જોઈ રહ્યા હતા. વેદિકા ની આંખોમાં આંસુ આવી ગયાં હતા.
"વેદિકા તું કેમ રડે છે? તને શું થયું?" અભય ચિંતિત થઈને પૂછે છે.
"ના કંઈ નઈ. આતો તમારા બે ભાઈ બહેનનો પ્રેમ જોઈને ઈમોશનલ થઈ જવાયું. મારે કોઈ ભાઈ નથી એટલે થોડું દુઃખ થયું."
"અરે એમાં શું ચિંતા કરે. હું છું ને તારો ભાઈ. આજ થી તું મારી બેન." આરવ વેદિકા ને હળવી સ્માઈલ આપી કહે છે. વેદિકા પણ ખુશ થઈને આરવને ભાઈ બનવા માટે આભાર માને છે.
"તો હવે હું ક્યાં જઈશ?" આરના મો ફુલાવીને કહે છે.
"અરે તું તો એમ પણ મમ્મી પપ્પાને કચરાના ડબ્બામાંથી જ મળેલી છે. તો તું કોઈ કામની નથી. આરવ હસીને જવાબ આપે છે.
"જો અભય આ શું બોલે છે." આરના અભયના ખભે હાથ મૂકી બોલે છે. જે જોઈને ફરીવાર વેદિકા ને ઈર્ષા થાય છે.
"હા આરવ ખોટું નઈ બોલવાનું. એ તો આપણને મંદિરના પગથિયા પરથી મળેલી." અભય કહે છે.
"જાઓ મારે તમારી સાથે કોઈ વાત જ નથી કરવી." આરના મો ફુલાવીને દૂરની ખુરશી પર બેસી જાય છે. બધા હસવા લાગે છે. કેંટીનના બીજા બધા વિદ્યાર્થીઓ પણ તેમના ગ્રૂપનો મીઠો ઝગડો જોઈ ખુશ થાય છે. હકીકતમાં સાનવીના મોઢે સ્માઈલ લાવવા આરના, આરવ અને અભય નું જ આ નાટક હતું જે આરના ના આંખના ઇશારે તેઓએ કર્યું હતું. જે વેદિકા જોઈ ગઈ હતી. તેને લાગવા લાગ્યું હતું કે અભય અને આરના વચ્ચે જરૂર કંઇક હશે. તો જ તેમના વચ્ચે આટલી સમજણ હતી. તેમની આ હસી મજાક વચ્ચે પેલો છોકરો પ્રિન્સિપાલ ને લઈને આવ્યો હતો.
" જુઓ સર આ છોકરાઓ એ કોઈ પણ વાંક વિના મારી પર હુમલો કર્યો."
"બટ સર. અમારો કોઈ વાંક જ નથી. આને જ શરૂઆત કરી હતી." કાર્તિક બોલ્યો.
"ચૂપ. મારે કંઈ સાંભળવું નથી. તમે બધા મને અત્યારે મારી ઓફિસ માં મળો. કોલેજના પહેલા જ દિવસે આવા કામ કરો છો." પ્રિન્સિપાલ ખૂબ જ ગુસ્સામાં બોલ્યા. સાથે સાથે તેમના અવાજમાં એક મજબૂરીનો ભાવ છલકતો હતો.
પ્રિન્સિપાલ અને તે છોકરો ત્યાંથી જાય છે. તે છોકરો ત્યાંથી જતા જતા કુટિલ સ્માઈલ આપે છે.
"કોણ હતો આ છોકરો? જે આટલું ખોટું બોલ્યો? અને પ્રિન્સિપાલ પણ કેમ તેની વાત માને છે?"
"ભૈલુ તે મોન્ટી છે અને તેની સાથે હતા તે રાજ અને જય છે. તેનું કામ જ એવું છે. રોજ કોઇને કોઇ છોકરીને છેડતો રહે છે. તેના પપ્પા આ કોલેજના ટ્રસ્ટી અને એક વિસ્તારના ધારાસભ્ય છે એટલે પ્રિન્સિપાલ ઇચ્છવા છતાં પણ એના વિરૂધ્ધ કંઈ કરી શકતા નથી. હવે તે આપણી સાથે જરૂર બદલો લેશે." સાનવી ચિંતિત સ્વરે બોલે છે.
"ભલે હશે તેના પપ્પા ટ્રસ્ટી. ચાલો આજે હું તેને કોલેજમાંથી સસ્પેન્ડ ન કરાવ તો મારું નામ વેદિકા નઈ." વેદિકા એક મક્કમ સ્વરે બોલે છે.
એમ તો અભય તેના પપ્પાને કહે તો એક જ ચપટીમાં બધી વાત પતી જાય. પણ હજુ સુધી બવ ઓછા લોકોને ખબર હતી કે અભય અને સાનવી વિરાજભાઈ ના પુત્ર પુત્રી છે. વિરાજભાઈ નો હંમેશા એવો આગ્રહ રહ્યો છે કે અભય અને સાનવી તેમના નામ વગર જિંદગીના પાઠ શીખે. તેમણે અભય અને સાનવી ને નાના નાના પ્રોબ્લેમ જાતેજ સોલ્વ કરવાનું કહ્યું હોય છે. તેથી અભય તેના પપ્પાને કહેવાનું રહેવા દે છે. તેઓ પ્રિન્સિપાલ ઓફિસ તરફ જાય છે. પણ વેદિકા કંઈ વિચારતી ત્યાં જ ઊભી રહે છે.
"તો બોલો શું થયું હતું? મને કહો આખી વાત શાંતિ થી." પ્રિન્સિપલ કહે છે.
"સર આ મોન્ટી મારી બહેનને હેરાન કરતો હતો એટલે અમારો તેની સાથે ઝગડો થયો. આમાં અમારો કોઈ વાંક નથી." અભય કહે છે.
"ના સર આ લોકો જૂઠું બોલે છે. આ લોકો જ અમે બેઠા હતા તે ટેબલ પર આવીને જગ્યા બાબતે અમારી સાથે ઝગડો કરવા લાગ્યા." મોન્ટી બોલ્યો.
"હા સર વાંક આ લોકોનો જ હતો. અમે જોયું હતું." એક છોકરા અને છોકરીઓનું ગ્રુપ આવીને કહે છે. જેને મોન્ટી ના ફ્રેન્ડ જય અને રાજ બોલાવી આવ્યા હતા.
"તો બોલો તમારે કંઈ કહેવું છે? કોલેજના પ્રથમ દિવસે જ આવું કામ કરો છો. શરમ નથી આવતી? મારે તમારું એડમીશન કેન્સલ કરવું પડશે." પ્રિન્સિપલ ગુસ્સામાં બોલે છે.
"બટ સર આ લોકો જૂઠું બોલે છે. અમારો કોઈ વાંક નથી." અભય બોલે છે. મોન્ટી ફરીવાર તેમની તરફ કુટિલ સ્માઈલ આપે છે.
"તમારી પાસે કોઈ સબૂત છે? કે આમાં તમારો વાંક નથી?" પ્રિન્સિપાલ કહે છે.
"હું તમને ત્રણેયને કોલેજમાંથી રસ્ટીકેટ કરું છું.જાવ અહીંયા થી." પ્રિન્સિપલ ગુસ્સામાં અભય, કપિલ અને આરવને રસ્ટિકેટ કરે છે. ત્યાં વેદિકા પણ આવી ગઈ હોય છે.
"સર આ મોન્ટી અને એના મિત્રોને રસ્ટિકેટ કરવાની જગ્યા એ તમે જેમનો કોઈ વાંક નથી તેમને રસ્ટિકેટ કરો છો. અમારે પણ આ કોલેજમાં નથી રહેવું." વેદિકા પણ થોડા ગુસ્સામાં પણ વિનમ્ર સ્વરે બોલે છે.
"હા અમારે પણ નથી રહેવું આ કોલેજમાં." આરના અને સાનવી બોલે છે. આ વાત સાનવીનુ છ જણાનું ગ્રુપ પણ ઓફિસ માં આવતા સાંભળે છે. એમનો એક છોકરો બોલે છે.
"સર અમારે પણ હવે આ કોલેજમાં નથી રહેવું. અમે ત્યારે કેન્ટીન માં ન હતા. પણ અમે કહી શક્યે છે કે મોન્ટી લોકોનો જ વાંક હશે." આટલું કહેતા બધા બાહર જવા લાગે છે. ત્યારે વેદિકા કહે છે.
"સર મને આજે ખબર પડી કે આટલી સારી કોલેજમાં છેલ્લા એક બે વર્ષથી રેન્કર સ્ટુડન્ટ્સ કેમ નથી. કારણકે અહીંયા તો પોલિટિકલ ગેમ રમાય છે. જેથી જ્યારથી મોન્ટી આવ્યો ત્યારથી કોઈ હોશિયાર સ્ટુડન્ટ્સ એડમીશન નથી લેતા. પણ સર હવે હું શીખવાડીશ કે પોલોટિક્સ કેમ રમાય."
આટલું કહેતા બધા બાહર જાય છે.
"વેદિકા જબરજસ્ત સ્પીચ આપી તે તો. આટલું તો અમને પણ નથી ખબર આ કોલેજ વિશે." કપિલ મસ્કા લગાવતો હોય તેમ બોલે છે.
"એવું કંઈ નથી. આતો તમે બધા અંદર ગયા ત્યારે મે કોલેજના પ્યુન અને બીજા લોકો પાસેથી માહિતી મેળવી. હવે આગળ જુઓ શું થાય છે તે." વેદિકા ના મોઢા પર એક રહસ્મયી સ્માઈલ હોય છે. બધા પાર્કિંગ પાસે જતા હોય છે ત્યાંજ પ્યુન આવે છે.
"તમને બધાને પ્રિન્સિપાલ સર બોલાવે છે."
"જોયું મિત્રો! મે કહ્યુ હતું ને? ચાલો બધા હવે મજા આવશે." ફરી વેદિકા એક રહસ્યમયી સ્માઈલ કરે છે. બાકીના બધા વેદિકા તરફ અહોભાવની નજરે જોતા ફરી કોલેજમાં જવા લાગે છે.

(ક્રમશઃ)

શું થશે હવે પ્રિન્સિપલ ઓફિસ માં? વેદિકા એ શું કર્યું હશે? જાણવા માટે રાહ જુઓ.