હું રાહ જોઇશ! - 1 Alish Shadal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હું રાહ જોઇશ! - 1

સવાર સવારમાં ધર્મા વિલા માં એક મીઠો મધુરો અવાજ ગુંજી રહ્યો હતો. વેદિકા તૈયાર થઈને એના મમ્મી પપ્પા ના રૂમ આગળ દરવાજો ખખડાવી ખુબજ મીઠા અવાજમાં બૂમ પાડી રહી હતી.
"મમ્મી જલ્દી ઉઠ મારો જવાનો ટાઈમ થઇ ગયો છે. મને મોડું થાય છે."
"બસ હવે શાંતિ રાખ. કેટલી બૂમો પાડીશ? એક તું જ હસે જે સવાર માં પોતે વહેલી ઊઠીને પોતાની મમ્મી ને જગાડતી હસે." દક્ષાબેન ઊંગરેતા અવાજ માં બોલ્યા કે જે વેદિકાના મમ્મી છે.
"મમ્મી તને તો ખબર છે ને તારુ અને પપ્પા નું મોઢું જોયા વિના હું ઘરની બહાર નથી જતી. પપ્પા ક્યાં છે? દર વખતે મોડું કરે છે. જલ્દી બોલાવને!"
"અરે મારો દીકરો બહાર જવાનો હોય ને હું ટાઈમ પર તૈયાર ન થાવ એવું બને?" વેદિકાના પપ્પા રજતભાઈ તૈયાર થઈને બાહર આવ્યા.
"દીકરા એક તો તું એકલી જાય છે તે પણ ટ્રેનમાં. મને ડર લાગે છે. તમે પણ શું આની વાત માં આવી ગયા. એના માટે ફ્લાઇટ ની ટિકીટ જ બુક કરાવવી જોઈએને." દક્ષાબેન ચિંતિત સ્વરે બોલ્યા.
"અરે મમ્મી કઈ થવાનું નથી મને અમદાવાદ જ તો જાવ છું. તું ખોટી ચિંતા ન કર."
"ચાલ દીકરા તને મોડું થઈ જશે. હું સ્ટેશન મૂકી જાવ છું."
રજતભાઇ પોતાની મર્સિડિઝ લઈ વેદિકાને સ્ટેશન મુકવા જાય છે. ઘર માં ઘણા ડ્રાઇવર અને નોકર હોવા છતાં તેઓ વેદિકા ને જાતે મુકવા જાય છે. અમદાવાદના ખૂબ મોટા કેમિકલ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ હોય છે. તેઓ પોશ વિસ્તારમાં ખુબજ મોટા ધર્મા વિલા માં રહેતા હોય છે. તેમની એક ની એક દીકરી વેદિકા આગળનો અભ્યાસ કરવા સુરત જઈ રહી હોય છે. વેદિકા પોતાની જીદ કરીને પ્લેન ના બદલે ટ્રેન માં જાય છે. તેઓ રેલ્વે સ્ટેશન પહોંચી જાય છે.
" વેદી! ધ્યાન રાખજે તારુ. કઈ પણ જરૂર હોય તો મને ફોન કરજે."
"હા પપ્પા હું મારું ધ્યાન રાખીશ. અને થોડા થોડા સમયે તમને ફોન કરતી રહીશ."
" ઓકે! સારું તો ત્યાં તને આપણી સુરત બ્રાન્ચ માંથી કોઈ ડ્રાઇવર લેવા આવી જશે. બાય બચ્ચા! પહોંચે એટલે ફોન કરજે."
"બાય પપ્પા. લવ યૂ!"
વેદિકા પોતાની નાની હેન્ડ બેગ લઈને 2 ટાયર એસી માં પોતાની જગ્યા શોધી ને બેસી જાય છે. તે આજે ખુબજ ખુશ હોય છે. તે આજે પહેલી વાર બોડીગાર્ડ વિના એકલી જઈ રહી હતી. તેને એક અલગ જ આનંદ થઇ રહ્યો હતો. થોડી વાર માં ટ્રેન ઉપડે છે. થોડી વાર પછી ટિસી આવે છે અને વેદિકા ને રિકવેસ્ટ કરે છે.
"મેડમ જો તમને વાંધો ન હોય તો તમે આ કેબિન એક ન્યુ મેરીડ કપલ ને આપશો? એક્ટ્યુએલી એમને 2 ટાયર કેબિન જ બુક કરાવેલી પણ એજન્ટ ની ભૂલ ને કારણે 3 ટાયર વાળી કેબિન બુક થઈ ગઈ છે."
વેદિકા એક નજર ટિસી પર અને એક નજર તે કપલ પર નાખે છે અને એક હળવી સ્માઈલ આપી ને તે સીટ આપી દે છે. તે ત્યાંથી તેમની 3 ટાયર વાળી કેબિન માં જાય છે. ત્યાં એક છોકરો કાન માં ઇયરફોન નાખી આંખ બંધ કરી સૂતો હોય છે. દેવિકા તેને ડિસ્ટર્બ કરવાનું રહેવા દે છે અને બેસી જાય છે. થોડા સમય પછી સુરત સ્ટેશન આવી જાય છે અને દેવિકા સ્ટેશન પર ઉતરી જાય છે. તે જ દરમિયાન તેની સાથે જે છોકરો હતો તેના બેગ સાથે દેવિકા ના ડ્રેસનો છેડો ફસાય જાય છે અને તેનો ડ્રેસ ફાટી જાય છે. ત્યાં અચાનક જ ચાર માણસો આવીને તે છોકરાને મારે છે. તેની હાલત ખુબ જ ખરાબ થઈ જાય છે. દેવિકા તે માણસો ને ઓળખી જાય છે અને તે છોકરાને છોડાવે છે. પછી ઝડપથી દેવિકા તેને લેવા આવેલી કારમાં તે છોકરાને તેમના અમદાવાદ બ્રાન્ચના ગેસ્ટ હાઉસ લઈ જઈને તેની સારવાર કરાવે છે. દેવિકા રૂમની બહાર જઈને એના પપ્પાને ફોન કરે છે. તે ખુબજ ગુસ્સામાં હોય છે.
"બોલ વેદી, પહોંચી ગઈ શાંતિથી?"
"પપ્પા તમે મારી પાછળ બોડીગાર્ડ કેમ મોકલ્યા? મે તમને ના પાડી હતી છતાં કેમ આવું કર્યું? મને આ બધું પસંદ નથી એટલે તો મે અહીંયા એડમીશન લીધું. અને પાછા તમારા મૂર્ખ બોડીગાર્ડ એ આજે એક નિર્દોષ ને ગંભીર રીતે ઘાયલ કર્યો છે." વેદિકા ખુબજ ગુસ્સામાં હતી.
"વેદી દીકા, તારી સેફ્ટી માટેજ મોકલ્યા હતા."
"ખાક સેફ્ટી. પપ્પા એ લોકો સાચું ખોટું વિચાર્યા વગર પગલું ભરી દે તો તેઓ મારી શું સિકયુરિટી કરવાના? હમણાં ને હમણાં તેઓને પાછા બોલાવી દો. મારે કોઈ જરૂર નથી."
"સારું તું જેમ કહે એમ. હું હમણાં જ બોલાવી લવ છું. તું પેલા છોકરા પાસે મારા વતી માફી માંગી લેજે."

આ બાજુ પેલો છોકરો અભયને લેવા એનાં ડ્રાઇવર આવેલા હોય છે તેઓ અભય ને શોધતા હોય છે. અભય વેદિકા ની જ ઉંમર નો હોય છે. અભય ની ટ્રેન આવ્યા ને એક કલાક થવા છતાં પણ તે મળતો નથી. તેથી તેના ડ્રાઇવર અભયના પપ્પા વિરાજભાઈને ફોન કરે છે. વિરાજભાઈ ડ્રાઈવરનો ફોન આવતા તરતજ રેલ્વે સ્ટેશન જવા નીકળે છે.

બીજી બાજુ અભય ને હોશ આવે છે. તે આંખો ખોલે છે ત્યારે સામે એની જ ઉંમરની એક દમ સુંદર છોકરી ચિંતિત ચહેરે ઊભી હોય છે. ડૂબી જવાનું મન થાય એવી ઝિલ જેવી સુંદર આંખો, પ્રમાણસર ના ભરાવદાર હોઠ, ખુલ્લા વાળ, ચહેરો ના એક દમ સફેદ ના એકદમ શ્યામ, ટૂંક માં કહીએ તો કોઈ પણ જુએ તો બસ એમાં જ ડૂબી જાય એવો ચહેરો હતો. એના લલાટ પર અને આંખો માં જોતા જ ખ્યાલ આવે તે એકદમ નિર્દોષ અને શાંત સ્વભાવની માલકીન હસે. અભય તે છોકરીની સુંદરતા જોવામા જ ખોવાયેલો હોય છે. ત્યાં જ એકદમ કોમળ અને ઘંટડીઓ ના રણકાર જેવો મીઠો અવાજ આવે છે.
"હેલ્લો! મારું નામ વેદિકા છે. કેવું છે તમને?"
"હં?" અભય વેદિકા ની સુંદરતા માં ખોવાયેલો હોવાથી વેદિકા ના બોલતા જ બોખલાય જાય છે.
"હું એમ પૂછું છું કે કેવું છે તમને હવે?"
"હાં સારું છે હવે."
"માફ કરજો મારા બોડીગાર્ડ ની મૂર્ખતા ને લીધે તમારે હેરાન થવું પડ્યું."
અભય મનમાં વિચારે છે "મારે તો તે બોડીગાર્ડ નો આભાર માનવો પડશે. તેઓને કારણે તો આ સૌદર્ય સામ્રાજ્ઞી સાથે મળવાનું થયું."
" આર યુ ઓલરાઇટ? ક્યાં ખોવાય ગયા પાછા?"
"ઓહ સોરી. હું વિચારતો હતો કે મારા પપ્પાને શું બહાનું આપીશ? અને હા સોરી બોલવાની કોઈ જરૂર નથી તમારે."
"અરે તમારો મોબાઈલ કે એવું કંઈ મળ્યું નઈ એટલે તમારા ઘરવાળાને ઇન્ફોરમ કરવાનુ રહી ગયું છે. અને એમાં વિચારવાનું શું? તમારે સાચું જ કહી દેવાનું કે શું થયું હતું તમને?"
"ના તમને ખબર નથી મારા પપ્પાનો સ્વભાવ. તેઓ મને લઈને ખુબજ પઝેસિવ છે. તેમને જો ખબર પડી તો બીજી વખત આવી રીતે મને એકલા બહાર જવા નઈ દે. અને તમારા બોડીગાર્ડ નું જીવવું હરામ કરી નાખશે."

તો રેલ્વે સ્ટેશન પર વિરાજભાઈ ખુબજ ચિંતિત ચહેરે અભય ને શોધતા હોય છે. ટ્રેન આવ્યાને એક કલાક થવા આવ્યો હોય છે પણ હજી સુધી કોઈ ખબર મળતા નથી. સ્ટેશન પર પબ્લિક પણ એક સુટબુટ માં સજ્જ વજનદાર વ્યક્તિત્વના માલિકને ચિંતિત ચહેરે દોડધામ કરતા જોઈ આશ્ચર્ય અનુભવે છે. તેની આગળ પાછળ હસ્તપુસ્ત બોડીગાર્ડ પણ હોય છે. અને રેલ્વે પોલીસ પણ અભયને શોધવામાં મદદ કરતી હોય છે.
તેઓ અભયને શોધતા હોય છે ત્યારે વિરાજભાઈના મોબાઇલ પર કોલ આવે છે. તેઓનો ચહેરો એકદમ તંગ થઈ જાય છે. અને ઝડપથી ગાડી પાસે જઈ ડ્રાયવરને ગાડી એક એડ્રેસ તરફ લઈ જવા કહે છે. તે ગાડી ની પાછળ તેમના બોડીગાર્ડ અને પોલીસની ગાડીનો આખો કાફલો જાય છે.

(ક્રમશઃ)