આપણે આગળ જોયું કે ભૂમિ મિલન વિરૂદ્ધ પોલીસ સ્ટેશન જવા નીકળે છે પણ પાછળ થી મિલન તેનો પીછો કરે છે અને ભૂમિને રોકીને તેની પાસે રહેલી વિડિયો ક્લિપ ભૂમિને બતાવે છે. વીડિયો ક્લિપ જોઈને ભૂમિ મોટી મૂંઝવણ માં ફસાઈ જાય છે અને પોલીસ કેસ ન કરવાનો વિચાર બનાવી લે છે. ઘરે જતી વખતે ભૂમિને રોહિણી મળે છે. રોહિણી તેને આશ્વાસન આપે છે અને બંને ઘરે જવા નીકળે છે. હવે આગળ.
આખી રાત ભૂમિ બસ એક જ વિચાર આવતો રહ્યો કે હું શું કરું.. આ મિલન સામે હું લડી શકું તેમ નથી અને આત્મહત્યા તો કદાપિ નહિ કરું. આખરે તેને એક વિચાર આવ્યો. મિલનની નજરથી દુર રહેવાનો એક જ રસ્તો છે. આ કોલેજથી દુર કોઈ કોલેજમાં અભ્યાસ કરવો. અને તે પણ છૂપી રીતે. આમ કરવાથી મિલન મારાથી દૂર રહેશે અને હું મારો અભ્યાસ પણ પૂરો કરી શકીશ.
સવાર પડતાં ભૂમિએ મમ્મી પપ્પા પાસે બેસીને સમજાવતા કહ્યું.
પપ્પા હું આ કોલેજ માંથી બીજી કોલેજમાં સિફ્ટ થાવ છું. આ કોલેજ હવે પહેલા જેવી નથી. તમારી બંનેની પરવાનગી હોય તો હું કોલેજ બદલી નાખી.?
ભૂમિની ખુશી માટે તેમના માતા પિતા પણ ભૂમિને કોલેજ બદલવાની ના કહી શક્યા નહિ. અને આશીર્વાદ આપતા કહ્યું. બેટી તું અમારી ઈજ્જત છે. તું જે કરે તે ઠીક જ હોય છે.
બીજે દિવસેથી ભૂમિ તે કોલેજથી દુર બીજી કોલેજમાં અભ્યાસ શરૂ કરી દે છે. અને સમય જતા તે બધું ભૂલી જાય છે. પણ દિલમાં ખૂણે જે ઘા વાગ્યો હતો તે હજુ ઋજાયો ન હતો.
ભૂમિ પોતાની આખી ઘટના પંકજને કહે છે. ભૂમિ સાથે બનેલી આખી ઘટના સાંભળીને તેને પણ આઘાત લાગે છે. પણ સામાન્ય માણસ પૈસાદાર માણસ સામે લાચાર બનીને ઊભો રહે છે. પણ પંકજ તેમાંથી એ ન હતો. તે ખૂબ જ હિમ્મત વાળો છોકરો હતો.
પંકજના મનમાં એક ગુચવડો ભર્યો પ્રશ્ન સતાવી રહ્યો હતો તે પ્રશ્ન ભૂમિ ને કહે છે.
ભૂમિ મને એ સમજાયું નહિ કે આટલી હોશિયાર અને ગુણવાન હોવા છતાં તું ડ્રીંક ના રવાડે કેમ ચડી.
જવાબ આપતા ભૂમિ કહે છે. મિલનનો શિકાર થયા પછી હું ભાંગી પડી હતી. મને કોઈ રસ્તો મળતો ન હતો. તે સમયે મને પ્રિય મળી તેણે કહ્યું. તારે મિલન સાથે બદલો લેવો હોય એક કામ કર. તું મારી સાથે ડ્રીંક અને પાર્ટી શરૂ કરી દે. ત્યાં મોટા મોટા માણસો સાથે ઓળખાણ થશે અને યોગ્ય માણસ જો તને મળ્યો તો તું મિલન સામે લડી શકીશ. જો કઈ નહિ થાય તો. તારી આ હાલત અને લત ને જોઈને મિલન સમજી જશે કે ભૂમિ હવે પહેલા જેવી નથી એટલે તેને પરેશાન કરવી યોગ્ય નહિ.
પ્રિયાની વાત યોગ્ય લાગી એટલે હું પ્રિય સાથે ડ્રીંક કરવા લાગી પણ મને ખ્યાલ રહ્યો નહી કે એક દુઃખ ભૂલાવવા મારે કેટલા દુઃખ સહન કરવા પડશે. સારું થયું તું મળ્યો ને મારી ડ્રીંક કરવાનું લત છુટ્ટી.
બીજે દિવસે ભૂમિની જાણ બહાર પંકજ કઈક કરવા નીકળ્યો. પંકજ પોતાના પ્રેમ ખાતર તે ભૂમિને ન્યાય આપવા માંગતો હતો એટલે મિલનને કઈ રીતે સજા આપવી તે માટે તેણે મિલન વિશે પૂછપરછ કરવાનું શરૂ કર્યું. મિલન વિશે પૂરેપૂરી માહિતી પંકજ એકત્ર કરી શક્યો નહિ પણ એટલી તો ખબર પડી ગઈ હતી કે તે ખૂબ પૈસાદાર છે અને પૈસાના બળ પર તે કંઇપણ કરી શકે તેમ હતો.
સાંજે પંકજ ઘરે આવ્યો એટલે પોતાની રૂમમાં ભૂમિને બોલાવે છે અને હિમ્મત આપતા કહે છે.
"ભૂમિ હું તારી સાથે છે. તને ન્યાય આપવા હું મારી જાન પણ આપવા તૈયાર છું.
કાલે સવારે આપણે પોલીસ સ્ટેશન જઈને મિલન પર કેસ કરીશું."
પણ પંકજ પૈસાના બળ પર મિલન કઈ પણ કરી શકે તેમ છે. ઉપરથી તેનો રાજકારણમાં હાથ છે એટલે પોલીસ તો તેનું જ કહ્યું કરવાની. જો ન્યાય નહિ મળે તો મારા કરિયર ની સાથે પરિવાર પણ વેરવિખેર થઈ જશે. હું બધું સહન કરી લઈશ પણ હું મારા મમ્મી પપ્પાને દુઃખી કરવા નથી માંગતી. રડતી આંખે ભૂમિએ કહ્યું.
પંકજ સમજી ગયો કે ભૂમિ સહન કરી લેશે પણ પોતાના પરિવાર પર આસ નહિ આવવા દે એટલે તેણે નક્કી કર્યું હું જ કઈક કરીશ જેનાથી ભૂમિને ન્યાય મળે.
પંકજ આખરે શું કરશે જેનાથી ભૂમિને યોગ્ય ન્યાય મળી શકે.? ભૂમિ ની જિંદગી ફરી રાબેતામુજબ થશે કે અહી તે જોઈશું આગળના ભાગમાં..
ક્રમશ..