આપણે આગળ જોયું કે ભૂમિને ફોન કરીને મિલન એક ખંડેર જેવા મકાનમાં બોલાવે છે. પ્રેમમાં મગ્ન બનેલી ભૂમિ મિલનની ખરાબ હરકતને સહન કરતી રહે છે. જ્યારે ભૂમિને ખબર પડે છે કે મિલન પ્રેમ માટે નહિ પોતાની હવસની ભૂખ મિટાવવા મને અહી બોલાવી છે એટલે તે ત્યાંથી નીકળી જાય છે. હવે જોઈએ આગળ...
ભૂમિ ઘરે આવી ત્યારે વધુ દુઃખી થઈ ગઈ હતી. એકબાજુ તેની ખાસ ફ્રેન્ડ મીરા ને ખોવાનું દુઃખ હતું તો બીજીબાજુ જેને તે દિલથી પ્રેમ કરતી હતી તે પ્રમના નામ પર તેનો ઉપયોગ કરવા માંગતો હતો. હવે શું કરવું તે ભૂમિને સમજાતું ન હતું. એક વિચાર તો એવો આવ્યો કે બીજા શહેર જઈને મારો અભ્યાસ પૂરો કરું પણ તે તેના માતા પિતાને એકલાં મૂકીને કંઈ જવા માંગતી ન હતી. બે દિવસ ઘરે રહીને તે શાંતિ થી વિચારવા માગતી હતી કે હવે મારે શું કરવું.
ભૂમિ એક દિવસ ઘરે રહી બીજે દિવસે તેને કોલેજ યાદ આવી એટલે તે કોલેજ જવા નીકળી. કોલેજ પહોંચી એટલે કોલેજના ગેટ પાસે તેના ક્લાસના મિત્રો એક બીજા સાથે વાતો કરી રહ્યા હતા. જ્યારે ભૂમિ તેની બાજુમાંથી પસાર થઈ ત્યારે તેણે સાંભળ્યું.
"અરે યાર આ ભૂમિ પણ કેવી છે મિલનના પ્રેમ ને સમજી ન શકી. બિચારો મિલન હોસ્પિટલમાં મરણની પથારી એ પડ્યો છે."
ભૂમિ ના કાને આ શબ્દો પડતા જ જાણે તેના ભ્રમના દરવાજા તૂટી પડ્યા હોય તેમ મિલન પ્રત્યે વસવસો શાંત થઈ તેના માણસ પટલ પર ચિંતાના વાદળો છવાઈ ગયા. બેબાકળી બનીને મિલન વિશે વધુ જાણવા તે તેના ક્લાસ મિત્રો પાસે પહોંચી અને તેમને પૂછ્યું.
શું થયું મિલન ને...?
તમે બધા મારા ફ્રેન્ડ મિલનની જ વાત કરી રહ્યા છો ને..!
તેમાંથી એક યુવાન બોલ્યો.
હા મેડમ.. એટલું કહી હસ્યો અને થોડું કટાક્ષમાં આગળ પણ બોલ્યો.
જેની પાસે પ્રેમની ઉમિદ હોય તેજ દગાબાજ નીકળે તો બિચારા પ્રેમીની શું હાલત થાય..!
હું અહી મિલન વિશે તમારી પાસે જાણવા આવી છું નહિ કે તમારા કડવા વહેણ સાંભળવા. બધાને સંભળાવી ભૂમિ ત્યાંથી નીકળી ગઈ.
મિલન ને શું થયું હશે. તે વિચારતી વિચારતી ક્લાસ તરફ ભૂમિ જઈ રહી હતી. ત્યાં ક્લાસ રૂમ પહેલા તેના જ કલાસની એક કલડમેટ રોહિણી મળે છે. ભૂમિ તેને મિલન વિશે પૂછે છે.
મિલન ને શું થયું છે રોહિણી તું મને કહીશ.?
જો ભૂમિ કોલેજમાં વાતો થઈ રહી છે કે તારા કારણે મિલને ઘણી બધી ઊંઘ ની ટેબ્લેટ લીધી હતી. હાલ તે હોસ્પિટલમાં કોમાં માં છે તેવું જાણવા મળ્યું છે. પણ કંઈ હોસ્પિટલમાં દાખલ છે તે હજુ સુધી કોઈને ખબર નથી.
આ સાંભળીને ભૂમિની આંખમાં આશુ આવી ગયા. જેને તે હવસખોર માની રહી હતી તે પ્રેમ માટે જાન પણ આપવા તૈયાર છે. હું તેના પ્રેમ ને સમજી ન શકી. આમ વિચારતી તે મનને કોશવતી રહી. હાથમાં ફોન લઈને ભૂમિ મિલન ને કોલ કરતી રહી પણ મિલનનો ફોન બંધ આવી રહ્યો હતો.
ક્લાસ શરૂ થઈ ગયા હતા. પણ ભૂમિ હજુ સુધી ક્લાસમાં ગઈ ન હતી. કેમકે તે મિલનની ચિંતામાં આમ તેમ કોલેજના ચક્કર લગાવી મિલન વિશે વધુ જાણવા ફાફા મારી રહી હતી. કોલેજમાં ભૂમિએ એક પણ ક્લાસ લીધો નહિ અને કોલેજના ક્લાસ પૂરા થઈ ગયા એટલે કોલેજ બહાર આવીને વિચારી રહી હતી. સીધી ઘરે પહોચવું કે હોસ્પિટલ જઈને મિલનની તપાસ કરી જોવ તેને કેમ છે. પણ આટલા મોટા શહેરમાં કંઈ એક તો હોસ્પિટલ હોતી નથી. ઘણી બધી હોસ્પિટલો હોય છે. એટલે હોસ્પિટલમાં મિલનને શોધવો મુશ્કેલ લાગ્યો ને ભૂમિ સીધી ઘરે પહોંચી.
બે દિવસથી ભૂમિ પરેશાન રહેતી હતી ઉપરથી ફરી મિલનની ચિંતા આવી એટલે ભૂમિ માનસિક રીતે થાકી ગઈ અને ઘરે જઈને સૂઈ ગઈ.
આજ પહેલી વાર ભૂમિ આટલો સમય સૂઈ રહી હતી. સવાર થયું એટલે ફરી હાથમાં ફોન લઈને મિલનને કોલ કરી જોયો પણ હજુ તેનો ફોન બંધ આવી રહ્યો હતો.
તૈયાર થઈને મિલન ને કેમ હશે અને ક્યાં હશે તે ચિંતામાં જાણવા માટે ભૂમિ કોલેજ જવા વહેલી નિકળી ગઈ. કોલેજ જતી વખતે ભૂમિએ મિલનને એક પૂરપાટ ઝડપે જતી કારમાં જોઈ જાય છે.
મિલન તો કોમા માં હતો તો શું ભૂમિએ જે કારમાં મિલનને જોયો તે મિલન જ હતો કે બીજુ કોઈ.? જોઈશું આગળના ભાગમાં..
ક્રમશ...