પ્રેમ નો પગરવ - ભાગ ૧૮ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પગરવ - ભાગ ૧૮


આપણે આગળ જોયું કે ભૂમિ અને મિલન દુશ્મની માંથી દોસ્ત બની ગયા હતા અને હવે દોસ્તી માંથી બંને વચ્ચે પ્રેમના અંકુર પણ ફૂટવા લાગ્યા હતા. મિલન ફોન કરીને ભૂમિને બહાર મળવા માટે કહે છે. હવે જોઈએ આગળ...

ભૂમિ તો મિલનને મળવા બેચેન થઈ રહી હતી. તેને મનમાં એમ જ હતું કે આજે મિલન તેના દિલમાં રહેલી વાત મને કહેશે. એટલે ખુશી ની મારી તે સજીધજીને તૈયાર થઈ અને પોતાની સ્કુટી લઈને મિલને જે જગ્યાએ મળવાનું કહ્યું હતું તે જગ્યાએ જવા રવાના થઈ.

ફોન પર મિલને જે જગ્યાની વાત કરી હતી તે જગ્યા ભૂમિ એ ક્યારેય જોઈ હતી નહિ બસ નામ સાંભળ્યું હતું. પણ લોકોના મુખે થી તે જગ્યા સારી નથી એવું સાંભળ્યું હતું પણ પ્રેમમાં પાગલ ભૂમિએ તે જગ્યા વિષે ક્યારેય વિચાર કર્યો નહિ ને તે તો મિલનને મળવા તે જગ્યાએ પહોંચી.

શહેરથી તે જગ્યા ઘણી દૂર હતી. એક સૂનસાન વિસ્તારમાં એક જૂનું જરજરિત ખંડેર જેવુ મકાન હતું. ત્યાં ભૂમિ આવી પહોંચી. તે જગ્યા જોતા જ ભૂમિ ડરવા લાગી અને અહીથી નીકળી જવું એમ તેના મનમાં વિચાર આવવા લાગ્યો. હજુ તો પાછી પાની કરે તે પહેલાં સામે મિલન આવી જાય છે. મિલનને જોઈને ભૂમિના મનમાં રહેલો ડર ગાયબ થઈ જાય છે અને તેની પાસે જઈને ગળે વળગી જાય છે.

આગળની ઘટના કહેતી કહેતી ભૂમિ રોકાઈ ગઈ અને આંખ માંથી આશુ વહેતા થયા. આ જોઈને પંકજ બોલ્યો.
ભૂમિ પછી આગળ શું થયું..?
આમ રડે છે કેમ..!
મિલન તને મળી ગયો એ ખુશીની વાત કહેવાય પણ પછી શું... ?
કઈક તો બોલ.

ભૂમિ ચૂપ રહીને રડતી રહી. રડતી આંખે બસ એક શબ્દ બોલી.
જેને હું પ્રેમ સમજતી હતી તે પ્રેમ નહિ ટાઈમ પાસ નીકળ્યો. પણ આ વાત મને ત્યારે સમજાઈ જયારે મારા જીવનનું મે બધું લૂંટાવી દીધા પછી.

તું સરખી વાત કર મને ભૂમિ.... આગળ શું થયું.
આખરે પંકજે તેને હિમ્મત આપી ત્યારે તેણે આગળ કહેવાનું શરૂ કર્યું.

મિલનને મળીને હું બહુ ખુશ હતી. એવું લાગી રહ્યું હતું કે જીંદગીમાં મારી જે તમન્ના હતી તે પૂરી થવા જઈ રહી છે. મિલનના આલિંગનમાં મને સુખનો અહેસાસ થઈ રહ્યો હતો. પ્રેમમાં હું આંધળી થઈ ગઈ હોય તેમ મિલનની હરકતનો કોઈ ખ્યાલ જ રહ્યો નહિ તે પ્રેમ નહિ પોતાની હવસ મિટાવવા મારા શરીર ને ટચ કરી રહ્યો હતો તે મને જરાય ખ્યાલ રહ્યો નહિ બસ જાણે કે હું તેની સામે મૂર્તિ બનીને ઉભી હોવ.

હાથ પકડીને મિલન મને તે ખંડેર જેવા મકાન ની અંદર લઇ ગયો. ત્યારે થોડો તો ખ્યાલ આવી ગયો હતો કે મિલન પ્રેમ માટે નહિ પણ શરીરની ભૂખ મિટાવવા મને અહી સુધી લાવ્યો હતો.

મિલન ધીરે ધીરે મારી નજીક આવવા લાગ્યો. પહેલા મારો હાથ પકડીને પાસે બેસાડી અને પ્રેમના નામે તે તેની બુરી નજર મારા પર કરી રહ્યો હતો. પ્રેમમાં આંધળી બનેલી હું બસ જાણે મિલન મને પ્રેમ કરી રહ્યો છે એમ માનીને હું તેના હવસને સહન કરી રહી હતી.

હદ તો ત્યારે થઈ જ્યારે તે પોતાના ઇરાદા પર આવી ચૂક્યો. કિસ કરતો કરતો મિલન હવસખોર પ્રાણીની જેમ મારું બદન નોચવા લાગ્યો. તો પણ હું હજુ ચૂપ જ હતી. મને ખબર હોવા છતાં હું તેને રોકી શકતી ન હતું તેનું કારણ પ્રેમમાં બનેલી મારું આંધળી રૂતી.

મિલન હવે જાણે મને પિખી નાખવાની તૈયારી જ મા હતો ત્યાં હું હોશમાં આવી. પ્રેમના નામ પર જે મારી સાથે કરવા માગતો હતો તે મને ખ્યાલ આવી ગયો. તેના ખોળામાંથી હું તરત ઉભી થઇ ગઈ.

કેમ ભૂમિ...? ઉભી કેમ થઈ ગઈ..?
કોઈ પ્રોબ્લેમ...! મિલન બોલ્યો.

મિલન હું આ માટે હજુ તૈયાર નથી. પ્લીઝ મને માફ કરી દે. સહજ રીતે ભૂમિએ મિલન ને કહ્યું.

ભૂમિ નો આ જવાબ સાંભળીને મિલન ગુસ્સે થયો હોય તેમ બોલ્યો. ભૂમિ મને લાગે છે તું મને પ્રેમ નથી કરતી નહિ તો આવી રીતે તું ના ન કહે.

ભૂમિને અત્યારે ત્યાંથી નીકળી જવું યોગ્ય લાગ્યું. તે ત્યાંથી નીકળી એટલે મિલન બોલ્યો. ભૂમિ તું મારા પ્રેમને જાણી ન શકી..!
ખરેખર હું તને દિલથી ચાહું છું. હું બસ તને પ્રેમ જ કરી રહ્યો હતો. કંઈ નહિ આગળ તારી મરજી..

શું ભૂમિ મિલનના પ્રેમને ઠુકરાવી દેશે કે નહિ. શું મિલન પોતાના ઇરદામાં કામયાબ થશે.? જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ..