પ્રેમ નો પગરવ - ભાગ ૧૭ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પગરવ - ભાગ ૧૭

આપણે આગળ જોયુ કે મિલન ને મીરા સામે માફી માંગવા માટે ભૂમિ મિલન ને તૈયાર કરે છે પણ જ્યારે મિલન મીરા આગળ માફી માંગવા જાય છે ત્યારે ઉલટાની મીરા ગુસ્સે થઈને ન કહેવાનું મિલનને કહે છે. ત્રણેય વચ્ચે દોસ્તી થવાના બદલે દુશ્મની બની જાય છે. ભૂમિ નો આ પ્રયાસ તેને દુઃખી કરી રહ્યો હતો. હવે જોઈએ આગળ..

એક બાજુ ભૂમિ તેની ખાસ દોસ્ત મીરાને ખોઈ બેસી હતી તો બીજી બાજુ હજુ મિલન સાથે પ્રેમ ના પગરવ પથરાઈ રહ્યા હતા ત્યાં વિખેરાઈ ગયા. હવે શું કરવું તે ભૂમિને સમજ પડતી ન હતી. તે હજુ પ્રયાસ કરીને બંને ને પોતાના જીવનમાં લાવવા માંગતી હતી.

બીજે દિવસે ભૂમિ કોલેજ પહોંચીને મીરાને મળે છે. અને હવે આવું ક્યારેય નહી થાય એવું વચન આપે છે પણ મીરા પર ભૂમિના વચન નું કોઈ જ મૂલ્ય રહેતું નથી. મીરા મો ફેરવી ને ભૂમિ ને સંભળાવી દે છે કે મારી કોઈ દોસ્ત નથી, તું મને ભૂલી જજે.

મીરાએ તો ખાલી કહી દીધું કે મને ભૂલી જજે પણ ભૂમિ માટે આ દોસ્તી ભૂલવી સહેલી ન હતી. દરેક પળે સાથે રહેનારી એક દોસ્ત ને ભૂમિ કેવી રીતે ભૂલી શકે. પણ એક હાથે તાળી ન પડે તેમ એક વ્યક્તિથી દોસ્તી નિભાવી શકાતી નથી. હવે ભૂમિએ પોતાના મનને પણ માનવી લીધું કે મીરા મારી દોસ્ત હતી હવે નહિ.

થોડા દિવસ પછી અચાનક કોલેજમાં ભૂમિ સામે મિલન આવે છે. અચાનક મિલનનું સામે ચાલીને આવવુ ભૂમિ ને કઈ સમજ પડી નહિ. મિલન પાસે આવી ને ભૂમિ ને કહ્યું.
ભૂમિ... "મને માફ કરી દેજે મારા કારણે તારી અને મીરાની દોસ્તી દુશ્મની માં પરિણમી."
જાણે કે ભૂલ નો પસ્તાવો કરી રહ્યો હોય તેમ મિલન ગળગળો થઈને ભૂમિ ને કહેવા લાગ્યો. ભૂમિ પણ જાણે તેની આ લોભાવણી વાતોમાં આવી ગઈ હોય તેમ મિલન તારો કોઈ વાંક ન હતો તે તો ઝગડાનો અંત લાવવાનો પ્રયાસ કર્યો હતો. ભૂલ તારી કે મારી નહિ પણ ન સમજનાર મીરાની હતી. આમ કહી ભૂમિ પણ મિલનની ભાષા બોલવા લાગી.

ઘણી વાતો કર્યા પછી જાણે કે પહેલા જેવી દોસ્તી હોય તેમ સાથે ચાલતા ચાલતા ક્લાસ તરફ બંને ગયા. અને હવે પહેલાની જેવી દોસ્તી ભૂમિ અને મિલનની થઈ ગઈ.

કોલેજમાં એક વખત ભૂમિ અને મિલનને સાથે મીરા જોઈ ગઈ હતી. ત્યારે ગુસ્સે તો થઈ હતી પણ હવે તે ભૂમિ અને મિલન થી દુર રહેવામાં જ માનવા લાગી હતી એટલે આ દૃશ્ય નો તેણે નજઅંદાજ કરી તેના રોજબરોજના કામમાં ધ્યાન આપ્યું. પણ એક વખત તો દિલમાં લાગી આવ્યું હતું કે ભૂમિ ગમે તેવી પણ મારી ફ્રેન્ડ છે હું આ મિલન સાથે તો રહેવા જ નહિ દવ. પણ મીરા આગળ ત્યારે દોસ્તી કરતા દુશ્મની તેની પર હાવી થઈ ગઈ હતી એટલે તે તેના મનની વાત મનમાં જ દબાવી દીધી.

મિલન અને ભૂમિ હવે એક ખાસ ફ્રેન્ડ બની ગયા હતા. પણ બંને કોલેજ માં થોડી વાતો જ કરતા બાકીની વાતો તો હવે ફોન પર થવા લાગી હતી.
સતત ફોનમાં જોઈને ભૂમિ ના પિતા કિશોરભાઈએ એકવાર કટાક્ષમાં કહી પણ દીધું હતું.
"દીકરી ભૂમિ.. અભ્યાસ કરતા વધુ સમય જો તું મોબાઈલમાં આપીશ તો અભ્યાસ પર બ્રેક લાગી જશે."

થોડા દિવસ ભૂમિ મોબાઈલથી અળગી રહી પણ પછી તે રોજ ની જેમ કલાકો સુધી મિલન સાથે વાતો કરવા લાગી.
કયરેક ભૂમિ મિલનને દીકુ કહે તો ક્યારેક જાનું તો ક્યારેક મારું બકુડું પણ કહી દેતી. પણ આ બધું તેનું ફેમિલી સાંભળી ન જાય એ સમયે જ.

ભૂમિ અને મિલન વચ્ચે હવે પ્રેમ નો પગરવ પથરાવવા લાગ્યો હતો. જાણે કે પ્રેમમાં અંકુર ફૂટી રહ્યા હોય. બસ હવે પ્રેમ નું પ્રપોઝ કોણ કરે તેની રાહ જોવાઇ રહી હતી. તે દિવસ પણ થોડા દિવસોમાં જ આવી ગયો.

એક દિવસ સવારમાં મિલન ભૂમિને ફોન કરીને બહાર મળવાનું કહે છે. આમ તો બંને રોજ બહાર મળતાજ હતા. પણ આજે એક અંગત વાત કહેવી છે તેવું મિલન ફોન પર ભૂમિને કોલ કરી ને કહી રહ્યો હતો.

શું મિલન પોતાનું પ્રેમનું પ્રપોઝલ કહેશે કે બસ એમ જ મુલાકાત થાશે. ભૂમિ સાચે મિલનના પ્રેમમાં પડી ગઈ હતી કે શું.? આ બધું જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...