પ્રેમ નો પગરવ - ભાગ ૧૬ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પગરવ - ભાગ ૧૬

આપણે આગળ જોયું કે મીરા અને મિલનના ઝઘડાનું સમાધાન કરવા ભૂમિ મિલનને મળીને સમાધાનની વાત કરે છે. મિલનને મીરા આગળ માફી માંગવા માટે ભૂમિ કહે છે. ત્યારે મિલન ભૂમિ ને માફી ન માંગવાની ચોખી ના કહે છે. હવે જોઈએ આગળ..

ભૂમિ ફરી મિલનને સમજાવે છે. મિલન તો માફી માંગવા તૈયાર થતો નથી. ભૂમિ તેની સામે દોસ્તીનો હાથ લંબાવે છે. ત્યારે મિલન ભૂમિની દોસ્તીનો સ્વીકાર કરે છે. પણ ભૂમિ દોસ્તી ખાતર મીરાની સામે માફી માંગવા મિલનને કહે છે. આખરે દોસ્તી ખાતર મિલન ભૂમિની વાત માની જાય છે.

બીજા દિવસે જ્યારે ભૂમિ અને મીરા કોલેજ પ્રવેશ કરે છે ત્યારે દૂર ઊભેલો મિલન બંનેને તેની પાસે બોલાવે છે. મિલનને જોઈને મીરા નફરતની નજરે જુએ છે પણ ભૂમિ સમજાવે છે કે મિલન માફી માંગવા તને બોલાવી રહ્યો છે. ચાલ આપણે તેની પાસે જઈએ.

ભૂમિ અને મીરા બંને મિલન પાસે આવે છે. હજુ મિલન માફી માંગે તે પહેલાં મીરા કટાક્ષ માં બોલે છે.
જોયું ભૂમિ.. આખરે મારી જીત થઈ ને..!
મિલન મારી આગળ હારી ગયો ને. મનફાવે તેમ કડવા વહેણ મીરા કહેવા લાગી.

ભૂમિની દોસ્તી ખાતર મિલન કડવા વહેણ પણ પી જાય છે. પણ જ્યારે તેના માન સન્માન પર ગંભીર શબ્દોના ઘા પડે છે ત્યારે મિલનથી સહેવાતું નથી. તે મીરાં કહે છે.
બસ...હો મીરા. બહુ થયું....!

મિલનના કહેવાથી પણ મીરા ચૂપ રહેતી નથી એટલે મિલન ગુસ્સે થઈને મીરાને ગાલ પર એક થપ્પડ લગાવી દે છે. અને ત્યાંથી તે ક્લાસ તરફ નીકળી જાય છે.

જયાં મીરા અને મિલન વચ્ચેની દોસ્તી થવા જઈ રહી હતી તે આજે દુશ્મનીમાં પરણમી ગઈ. ભૂમિની બધી મહેનત પર પાણી ફરી ગયું. ત્યાંથી મિલનના ગયા પછી. ભૂમિ મીરાને કહે છે.
મીરા... તારે આવું કરવું જોઈતું ન હતું.
મિલન તારી આગળ માફી માગવા આવ્યો હતો ને તે તેને ન કહેવાનું કહી દીધું.
દોસ્તી ને ઠુકરાવી ને તે દુશ્મની ધારણ કરી લીધી.. મીરા...!!

ભૂલ નો સ્વીકાર કરવાને બદલે ઉલટાની ભૂમિને પણ મીરા ધમકાવવા લાગી.
જૉ ભૂમિ... તું મારી ખાસ ફ્રેન્ડ છો અને મે હંમેશા અત્યાર સુધી તારો પક્ષ લીધો છે પણ આજે મિલનનો પક્ષ લઈને તું આપણી દોસ્તી પર તિરાડ પાડી દીધી છે. મને લાગે છે તું મને કરતા મિલન પર વધુ ભરોશો કરવા લાગી છે. એટલે આજથી તારી અને મારી દોસ્તી ખતમ.. આટલું કહી ગુસ્સામાં ને ગુસ્સામાં પગ પછાડતી મીરા ત્યાંથી નીકળી ગઈ.

ગુસ્સો કરીને જઈ રહેલી મીરા ને ભૂમિ રોકીને કહે છે.
મીરા મારી કોઈ ભૂલ નથી. મે તો વાત નું સમાધાન કરવાની કોશિશ કરી રહી હતી. છતાં પણ તને મારી કોઈ ભૂલ લાગતી હોય તો હું તારી આગળ માફી માંગુ છું.
હાથ જોડતી ભૂમિ મીરા સામે માફી માગવા લાગી.
મીરા... મને માફ કરી દે ..

માફી માંગવાની કોઈ જરૂર નથી ભૂમિ. અને માફી માંગીને તું તારો પક્ષ તો બદલી શકવાની નથી ને. તે આજે મારો પક્ષ લેવાને બદલે પેલા મિલનનો પક્ષ લઈને મોટી ભૂલ કરી બેસી છો. તું જાણતી નથી મિલન કેવો છોકરો છે. જ્યારે તને મિલન વિશે ખબર પડશે ત્યારે તને મારા શબ્દો તો યાદ આવશે ને તને ખૂબ પસ્તાવો થાશે. પણ ત્યારે હું નહિ તારી સાથે મારી યાદો હશે. કટાક્ષ શબ્દો કહીને મીરા હવે ત્યાંથી નીકળી જાય છે.

આ ઘટનાથી ભૂમિને બહુ દુઃખ થયું. તેણે કરેલો આ પ્રયાસ તેને મોટી ભૂલ હોય તેવું લાગવા લાગ્યું. અંદર દુઃખી થઈને ભૂમિ ત્યાં બેસી રહી અને રડવા લાગી. તે જૂની દોસ્તની સાથે નવો દોસ્ત પણ ભૂમિ ખોઈ બેસી હતી.

મીરા વગરની ભૂમિ સાવ એકલી પડી ગઈ હતી. તે દિવસ થી કોલેજ પાછી ફર્યા પછી બે દિવસ થયા પણ ભૂમિ કોલેજ ગઈ હતી નહિ. તે હજુ પણ દુઃખી દુઃખી હતી. પોતાના રૂમમાં આખો દિવસ પુરાઈ રહીને રડ્યા કરતી. એકવાર ભૂમિ એ મીરાને કોલ કર્યો પણ મીરાએ તેનો કોલ રિસિવ કર્યો નહિ. તો મિલન પણ ભૂમિ નો કોલ કટ કરી દેતો હતો. આથી ભૂમિ વધુ દુઃખી થઈ હતી.

શું ભૂમિ અને મીરાની દોસ્તી ફરી દોસ્તી થશે.? શું મિલન અને ભૂમિ વચ્ચે પણ દુશ્મની થઈ જશે.? આખરે ભૂમિ શું કરશે.? જોઈશું આગળના ભાગમાં...

ક્રમશ...