પ્રેમ નો પગરવ - ભાગ ૧૪ Jeet Gajjar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ નો પગરવ - ભાગ ૧૪

આપણે આગળ જોયું કે મીરા ને ખબર પડે છે કે પ્રિન્સિપાલ આગળ ફરિયાદ કરનાર મિલન છે. મિલન અને મીરા સાથે ની પહેલી મુલાકાત પાર્કિંગ બાબત થી થાય છે. ભૂલ મીરા ની હોવા છતાં તે મિલન ને ઠપકો આપે છે. ભૂલ મારી નથી ને મને શા માટે ઠપકો આપે છે આમ માની મિલન ગુસ્સે થઈ મીરા ની સ્કુટી ની ચાવી લઇ ત્યાંથી નીકળી જાય છે. હવે આગળ..

જેટલો સમય મિલન ત્યાં પાર્કિંગ માં બેઠો હતો તેટલો સમય તે મીરા ની સ્કુટી ની ચાવી લઈને બહાર રહ્યો. ઍ એવું ઈચ્છતો હતો કે તે જેટલી રાહ જોઈ તેટલી તે સ્કુટી વાળી છોકરી રાહ જોવે.
સમય થયો એટલે મિલન ત્યાં પાર્કિંગ પાસે આવ્યો અને પોતાની બાઇક મીરા ની સ્કુટી પાસે ઊભી રાખી. મીરા રાહ જોઈ રહી હતી કે ક્યારે તે બાઇક વાળો યુવાન આવે અને મારી સ્કુટી ની ચાવી આપી જાય. મિલન ને જોઈને મીરા એકદમ ઉભી થઇ ગઈ અને હાથ લંબાવી મિલન પાસે ચાવી માંગી.

મિલને હાથમાં ચાવી આપતા કહ્યું. જોયું ને જેવી કરણી તેવી ભરણી.. મિલન પાસે ચાવી આંચકી ને બોલી. હું જોઈ લઈશ તને,.. મારું નામ મીરા છે મીરા.

મિલન નો વળતો જવાબ મીરા ના જવાબ જેવો જ હતો.
અરે....જોઈ લેજે, અને થાઈ તે કરી લેજે. તારું નામ ભલે મીરા રહ્યું. મારું નામ પણ મિલન છે મિલન. હજુ ઘમંડ છે તો લાગે છે ઉતારવું પડશે.!!! બાઇક સ્ટાર્ટ કરતા કરતા મિલન બોલ્યો.

મો બગાડતી મીરા પણ બોલી. તો મિલન હવે તું જોઈ લેજે. આ નટખટ મીરા તારા શું હાલ કરે છે.

બાઇક ચલાવતા ચલાવતા મિલન પણ મીરાને જવાબ આપતો ગયો. જોઈ લેજે અને થાઈ તે કરી લેજે. આ મિલન હંમેશા શહેર માં એકલો જ ફરે છે.

મીરા ને મિલન સાથે બનેલી આખી ઘટના તેની નજર સામે આવી ગઈ હતી. મીરા એ તરત ભૂમિ ને કહ્યું. આ મિલન થી પાપડ ભાંગ્યા નહિ તો તે પ્રિન્સિપાલ આગળ જઈને ફરિયાદ કરી આવ્યો.
હરામખોર, ડરપોક ચાલો, લાગે છે તેનું ભરાઈ ગયું છે. મારા હાથનો માર ખાઈ ને જ ચૂપ રહેશે.
ગુસ્સો કરતી ભૂમિ ને મીરા કહે છે.

મીરા તેને ચૂપ કરાવે છે અને સલાહ આપે છે. કે આપણે એક વાર મિલન ને મળીને ધમકી આપી આવીએ. જેથી બીજી વાર આવી ભૂલ કરવાની હિમ્મત કરે નહિ, અને જો કરશે તો તેને જોઈ લઈશું. ભૂમિ પણ જાણે મીરા ની ભાષા બોલવા લાગી.

બીજે દિવસે મીરા અને ભૂમિ સમય પહેલા કોલેજ આવી પહોંચ્યા અને મિલન ના આવવાની રાહ જોવા લાગ્યા. મીરા ને ખબર હતી આવા હરામી માણસો કા કોલેજ માં વહેલા આવી જાય અને કા મોડા. તે સમયસર ક્યારેય આવતા જ નથી.

હજુ થોડીક વાર રાહ જોઇ હશે ત્યાં મિલન પોતાની બાઇક લઇને સામેથી આવતો મીરાએ જોયો. તરત બાજુમાં ઉભેલી ભૂમિ ને કહ્યું. જો સામેથી આવે તે હરામી મિલન છે.

ભૂમિ એ મિલન સામે નજર કરી તો. છ ફૂટ ઊંચાઈ, છત્રીસ ની છાતી, ભરાવદાર ચહેરો, દાઢી અને મૂછ સાથે થોડા લાંબા તેના વાળ હતા. બાઇક અને કપડાં જોઈને ભૂમિ તો થોડી વાર તેમના માં ખોવાઈ ગઈ. જાણે કે કોઈ રાજકુમાર હોય, સ્તબ્ધ થઈ ને મિલન ને જોઈ રહી.

મિલન ની બાઇક બંને ની પાસે થી પસાર થઈ અને થોડી ધૂળ ઉડાડતી ગઈ. આંખ પર ધૂળ આવતા મીરા ગાળ બોલી.
ડફોળ, હરામી.... આંધળો લાગે છે. હવે તો મારા હાથનો માર ખાશે જ તે.!!!

ભૂમિ સામે મીરા એ નજર કરી તો ભૂમિ હજુ એમ જ સ્તબ્ધ થઈ ને ઉભી હતી. હાથ પકડી ને મીરા એ તેને હોશમાં લાવી ને કહ્યું. ચાલ જલ્દી તે નાલાયક ને મેથી પાક આપીએ. મોડું કરીશું તો ક્લાસ માં જતો રહેશે.

ભૂમિ તો મીરા ને સાથે ચાલતી થઈ રસ્તામાં મીરા બબડતી હતી પણ ભૂમિ હજુ મિલન ના વિચારો માં ખોવાયેલી હતી.

સાંભળે છે ગાંડી. હું શું કહી રહી છું. હાથ ખેંચતા મીરા બોલી.

જાણે હોશમાં આવી ગઈ હોય તેમ ભૂમિ બોલી. સાંભળું છું. કઈ બહેરી નથી.
તારી સાથે ચાલી તો રહી છું.

પાર્કિગમાં બાઇક પાર્ક કરીને મિલન ક્લાસ તરફ જઈ રહ્યો હતો. રસ્તામાં મીરા અને ભૂમિ ઊભા રહી ગયા. મિલન ની નજર મીરા પહેલા ભૂમિ પર પડી અને તે તેની સામે જોઈ રહ્યો. ભૂમિ પણ મિલન સામે જોઈ રહી જાણે કે એકબીજામાં ખોવાઈ ગયા.

કરેલી ફરિયાદ નો મીરા બદલો લેશે કે નહિ. ? શું ભૂમિ મિલન ને જોઈને પ્રેમમાં પડી તો નથી ગઈ ને.? જોઈશું આગળ ના અંકમાં...

વધું આવતાં ભાગમાં..

ક્રમશ..