આપણે આગળ જોયું કે ભૂમિ આખરે પંકજ સામે પોતાના જીવન વિશે કહે છે. શરૂઆતના કોલેજ ના દિવસો ભૂમિ ને કોઈ ફ્રેન્ડ હતી નહિ, તેની ક્લાસમાં બેસતી નટખટ મીરા સાથે દોસ્તી થઈ જાય છે. પણ એક દિવસ પ્રિન્સિપાલ બંને ને તેની ઓફીસ માં બોલાવે છે. હવે આગળ.
ભૂમિ અને મીરા બંને પ્રિન્સિપાલ ની ઓફીસ માં જઈ પ્રિન્સિપાલ સામે પ્રણામ કરી નત મસ્તકે ઊભા રહે છે.
પ્રિન્સિપાલ ને થોડી મિનિટ પહેલા કોલેજ નો એક વિદ્યાર્થીએ એક ફરિયાદ કરી હતી કે પહેલા વર્ષ માં અભ્યાસ કરતી ભૂમિ અને મીરા વધુ પડતી બીજા સ્ટુડન્ટ સાથે મસ્તી અને તેને પરેશાન કરે છે જેનાથી બીજા સ્ટુડન્ટ ને તકલીફ થાય છે. આવી ફરિયાદ મળી હતી એટલે પ્રિન્સિપાલ બંને ને વોર્મિંગ આપે છે. હવે પછી કોઈ સાથે મસ્તી કરી છે તો સજા ભોગવવા તૈયાર રહેજો. આટલું કહી પ્રિન્સિપાલે બંને ને તેના ક્લાસમાં જવાનું કહ્યું.
પ્રિન્સિપાલ ની ઓફીસ માંથી બહાર આવી ભૂમિ અને મીરા બંને એબીજાના સામે જોઇને વિચારવા લાગ્યા કે પ્રિસિપાલ આગળ આપણી ફરિયાદ કોણે કરી છે.?? એક નિર્ણય કર્યો, જ્યાં સુધી તે ફરિયાદી મળી ન જાય ત્યાં સુધી આપણે કોઈ મસ્તી કરીશું નહિ.
તે દિવસ થી મીરા તે ફરિયાદી ને પકડી પાડવા ઘણી મહેનત કરી. બે દિવસ ની મહેનત થી મીરા ને તે ફરિયાદી પકડવામાં સફળતા મળી. તે ફરિયાદી યુવાન હતો મિલન જે એકવાર મીરા સાથે તેનો ઝગડો થયો હતો. વાત જાણે એમ છે કે...
એક દિવસ મીરા શોપિંગ કરવા માર્કેટ જઈ રહી હતી ત્યારે માર્કેટ માં એક મોલ પાસે પહોંચી. મોલ ઘણો મોટો હતો પણ પાર્કિંગ ની એટલી બધી ખાસ વ્યવસ્થા હતી નહિ. એટલે પાર્કિંગ હંમેશા ફૂલ રહેતું. એક બાઇક ત્યાંથી નીકળી હોય ત્યાં પાછળ બીજી બાઇક ગોઠવાઈ જ ગઈ હોય. મીરા એ આજુ બાજુ નજર કરી પણ પાર્કિંગ ની કોઈ ખાલી જગ્યા હતી નહિ, તો પણ મીરા પોતાની સ્કુટી એક બાઇક આગળ પાર્ક કરીને શોપિંગ મોલ માં જતી રહી. તેણે એ પણ વિચાર્યું નહિ કે બાઇક વાળો વહેલો આવશે તો તેની બાઇક કેવી રીતે ત્યાંથી કાઢશે. તે બાઇક હતી મિલન ની. તે મિલન પણ આજ મોલ માં શોપિંગ કરી રહ્યો હતો.
મિલન શોપિંગ મોલ માંથી બહાર આવી તેની બાઇક પાસે આવે છે તો બાઇક ની આગળ સ્કુટી પાર્ક કરેલી જોઈ. તે સ્કુટી ને હટાવવા ની ઘણી કોશિશ કરી પણ સ્કુટી હટી નહિ કેમ કે સ્કુટી લોક કરેલી હતી. હવે જ્યાં સુધી સ્કુટી ત્યાંથી હટે નહિ ત્યાં સુધી મિલન ની બાઇક નીકળે નહિ. વિચાર આવ્યો તે સ્કુટી વાળી ની રાહ જોવા કરતા સ્કુટી ઉંચકી ને દૂર કરી દવ. મિલન તે સ્કુટી ને ઊંચકવાની કોશિશ કરી પણ, સ્કુટી જૂના મોડલ ની હતી એટલે ભારે બહુ હતી. મિલન થી જરા પણ ઉંચકી નહિ. ન છૂટકે મિલન તે સ્કુટી એમ જ મૂકી ને તે સ્કુટી વાળી ની રાહ જોતો ત્યાં બેઠો રહ્યો.
જ્યારે તે સ્કુટી વાળી મીરા ત્યાં આવે છે. પહેલા તે પોતાનો સામાન સ્કુટી આગળ ગોઠવે છે પછી સ્કુટી સ્ટાર્ટ કરે છે, મિલન તેને જોઈને સમજી જાય છે કે આજ છોકરી સ્કુટી વાળી છે. તરત મિલન તેની પાસે જઈને એટલું કહ્યું.
મેડમ તમારી સ્કુટી ના કારણે મારી બાઈક આગળ અટવાઈ હતી. આપે જોવું જોઈએ કે આગળ એક બાઇક પડી છે તે કેવી રીતે કાઢી શકશે.??
મીરા તે મિલન સામે તાકી ને જોઈ રહી, જાણે કે તેને કોઈ કડવા વહેણ કહી રહ્યું હોય. જાણે વાંક તેનો નહિ મિલન નો હોય તેમ મીરા બોલવા લાગી.
ઓય...મીસ્ટર...
આ પાર્કિંગ નો વિસ્તાર છે અહી ગાડીઓ જ પાર્ક થાય, અને રહી વાત તારી બાઇક ની તો તારે એવી જગ્યાએ પાર્ક કરવી જોઈએ જ્યાં બાઇક સહેલાઇ થી નીકળી શકે. મો બગાડતી મીરા એ સ્કુટી સ્ટાર્ટ કરી..
મિલન કઈ સીધો છોકરો હતો નહિ તે પણ મીરા ને પણ હરાવી શકે એવો હતો. પણ પહેલા તેને લાગ્યું પ્રેમ થી સમજાવીએ તો આગળ કોઈ આવી ભૂલ ન કરે એટલે તે સહજ રીતે વાત કરી.
મીરા ના આવા જવાબ થી મિલન નું મગજ છટકી ગયું તે મીરા ની સ્કુટી ની ચાવી લઇ લીધી અને પોતાની બાઇક લઇને નીકળી ગયો. પાછળ મીરા ગુસ્સા માં અવાજ કરતી રહી, પણ સાંભળે કોણ.
ઓય મીસ્ટર....
ઓય...મીસ્ટર....
શું મીરા ની સ્કુટી ની ચાવી મિલન પાછી આપી જશે કે મીરા ખાલી હાથે બેસી રહેશે. જોઈશું આગળ ના અંકમાં...
વધુ આવતા ભાગમાં...
ક્રમશ....