લવ બાઇટ્સ - પ્રકરણ-58 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-58

લવ બાઇટ્સ
પ્રકરણ-58
સ્તવન માઁ પાપાને રાજમલકાકાનાં ઘરે ઉતારીને સ્તુતિને મળવા માટે નીકળ્યો. એણે સ્તુતિને ફોન કર્યો. સ્તુતિ બોલ ક્યાં મળવું છે ? સ્તુતિએ તરતજ જવાબ આપ્યો હું તો તારી સામેજ ઉભી છું ક્યારની તારી રાહ જોઊં છું.
સ્તવન ચમક્યો એણે તરતજ કારને બ્રેક મારી અને જોયુ તો સ્તુતિ રોડની પેલી સાઇડ ઉભી હતી. જેવી કાર ઉભી રહીએ દોડીને આવી અને દરવાજો ખોલી ગાડીમાં બેસી ગઇ.
સ્તવને કહ્યું તું ક્યારની રાહ જોઇને ઉભી હતી ? તને ક્યાં ખબર હતી કે હું ઘરે કેટલા વાગે પહોચવાનો છું ? હું ઘરેથી નીકળ્યો અને તું... સામે ક્યાં ઉભી હતી ?
સ્તુતિએ કહ્યું ઓ મારાં સ્તવન હું તારાં ઘરની સામેજ એકટીવા લઇને ઉભી રાહ જોઇ રહી હતી જેવી તેં કાર ચલાવી હું તારી જોડે ને જોડે એક્ટીવા ચલાવતી હતી તેં ફોન કર્યો એવુ તરત એક્ટીવા ઉભું રાખી વાત કરી ત્યાં ખાલી પ્લોટ પાસે મેં પાર્ક કરી દીધુ અને ગાડીમાં આવી ગઇ.
સ્તવને સ્તુતિને બોલતાં સાંભળી ઓ મારાં સ્તવન એને થોડો ધક્કો લાગ્યો એણે વિચાર્યુ આ છોકરી તો સાવ ગળેજ પડી. સ્તુતિ વાત કરતાં સ્તવનને જોઇને બોલી મેં તને ઓ મારાં સ્તવન કીધુ ના ગમ્યું ? તને કંઇજ યાદ નથી મને હવે બધાંજ એહસાસ થાય છે કે તું મારોજ છે એટલેજ મેં એવું કીધુ.
સ્તવને કહ્યું બોલ શું કામ હતું ? મારાં પાપા અત્યારે થાકેલા હતો એટલે બહાર જવાની પણ ના પાડી રહ્યાં હતાં તને ખબરજ છે કાલે મારાં વિવાહ છે.
સ્તુતિએ કહ્યું મને ખબર છે કેટલીવાર કહીશ તારાં કાલે વિવાહ છે હું તારી જીંદગી નહીં બગાડું પણ જ્યારે મને પાકી ખાત્રી થઇ ગઇ છે કે તું મારોજ છે ગત જન્મથી આપણે એકબીજાનાં છીએ. આ જન્મમાં પણ તારી યાદો હું સાથે લઇને આવી છું હું તારાં સિવાય કોઇની નથી અને કોઇની થવાની નથી કેટલી પીડાઓ સહી છે મેં તારાં પ્રેમ માટે મારી જીદગી હું શું થશે ? તને એ વિચાર ના આવ્યો ?
સ્તવન તને એહસાસ છે ? આપણાં પ્રેમનો ? કે હું એકતરફથીજ તારાં ગળે પડું છું ? બોલ જવાબ આપ.
સ્તવન સ્તુતિની સામે જોઇ રહ્યો એનાં મોઢામાંથી એક શબ્દ નહોતો નીકળતો. સ્તવનની આંખો ભીની થઇ ગઇ એ સ્તુતિને ખેંચીને ગળે વળગાવી દીધી. સ્તુતિ આઇ લવ યું. મને પણ અપાર પીડાઓ થઇ ચૂકી છે. મને પણ તારાં પ્રેમનો એહસાસ છે પણ.. આ જન્મમાં વિધાતાએ ખબર નથી શું લખ્યુ છે હું આશાને ખૂબ પ્રેમ કરુ છું તારાં મળતાં પહેલા એનો મિલાપ થઇ ગયો સંબંધ નક્કી થઇ ગયો. એ મને ખૂબ પ્રેમ કરે છે. તેજ એને અઘોરીજીમાં આશ્રમમાં અને મહાકાળીનાં શરણમાં ખોળો પાથરીને મારાં માટે પ્રાર્થના કરતી જોઇ છે. મેં એને પૂછેલું કે તું કેમ એકલી ગઇ હતી ત્યાં મંદિરમાં અને બાપજી પાસે ?
આશાએ મને સ્પષ્ટ કીધુ કે બાપજીએ એને કહેલુ કે તારો ભવ સુધારી લે તારાં પ્રેમને ખોળો પાથરીમાં પાસે માંગી લે બોલ સ્તુતિ હું શુ કરુ ?
સ્તુતિની આંખમાં આંસુ આવી ગયાં એણે સ્તવનને કહ્યું હું પણ સ્ત્રી છું બધું સમજું છું પણ હું શું કહુ બોલ ?
સ્તવને કહ્યું સ્તુતિ અહીં રોડ પર ખૂબ અવર જવર છે કોઇ જોશે તો પ્રોબ્લેમ થશે આપણે ક્યાંક દૂર જઇને વાત કરીએ સ્તુતિએ કહ્યું મારુ એક્ટીવા અહીં છે ઘરે એવું કહીને આવી છુ કે મારી ફ્રેન્ડને ત્યાં જઇને આવું છું મારે તને એકવાર મળવું હતું મળી લીધુ. હું હવે ઘરે જઊં તને નજર ભરી જોઇ લેવો હતો જોઇ લીધો તું જઇ શકે છે બેસ્ટલક એન્ડ કેન્ગ્ર્ચ્યુલેશન ઇન એડવાન્સ.
સ્તવને કહ્યું એક્ટીવા ભલે અહી રહ્યું આપણે થોડીવાર વાતો કરીને અહીંજ પાછાં આવી જઇશુ પછી જઇશ. સ્તુતિએ કહ્યું પણ તારાં ઘરે તૈયારીઓ ચાલતી હશે તારી રાહ જોવાતી હશે શું જવાબ આપીશ ?
સ્તવને કહ્યું હું મેનેજ કરી લઇશ ચાલ એમ કહી એણે ગાડી સ્ટાર્ટ કરી અને હાઇવે તરફ લીધી એણે કાર ડ્રાઇવ કરતાં કહ્યું સ્તુતિ એક પ્રશ્ન પૂછું ?
સ્તુતિએ કહ્યું પૂછને કેમ સંકોચ કરી પૂછે છે ? હું સાચાંજ જવાબ આપીશ.
સ્તવને પૂછ્યુ "સ્તુતિ સાચોજ જવાબ આપજે. હું રાણકપુર મંદિરે ગયો ત્યારે મને પૂજારીજીએ એવું પૂછ્યું કે સ્તવન આવ પણ તારી સાથે કોને લઇને આવ્યો છું ? એ પ્રશ્નતી મને ખૂબ આશ્રર્ય થયું હતું અને પછી કારમાં જયપુર પાછા આવતાં મને તું ગાડીમાં મારી પાસેજ બેઠી હોય એવા એહસાસ થતો હતો. તું મારી સાથે હતી ? કેવી રીતે શક્ય છે. કારણ કે મેં મારી બાજુની સીટ જોઇ તો કોઇ બેઠું હોય એમ દબાયેલી હતી પણ હું તને જોઇ નહોતો શકતો. આ બધુ કેવી રીતે શક્ય છે.
સ્તુતિએ કહ્યું એવું તારી સાથે થાય એમાં નવાઇ નથી હું સદાય તારી સાથેજ હોઊં છું મનેજ નથી ખબર કે મારી સાથે શું થાય છે ? તારામાં મન પરોવાયેલુ રહેતું ત્યારે તારાં એહસાસ થતાં અને મારું શરીર છાયાની જેમ તું મળ્યો પછી તારી સાથેજ રહેતું હોય એવો એહસાસ રહે છે.
આ આધુનીક વિજ્ઞાનથી પણ આગળ છે મનેજ નથી ખબર પણ મને પણ એવો અનુભવ થાય છે. હું તારી પાછળ પાછળજ હોઉં છું સ્તવન આપણે જન્મોનાં પ્રેમી છીએ આ આપણાં પ્રેમની અને એં લગાવની તીવ્ર અસર છે.
તું માને છે ? આપણાં મળ્યાં પહેલાં પણ તું ક્યાંક ગીત ગાતો એ ગીત મને મારાં ઘરે સાંભળાયેલું મારી આંખમાંથી આંસુ નીકળતાં હતાં હું ઘરનું બારણુ ખોલી બહાર નીકળી ગઇ હતી બાવરીની જેમ તનેજ શોધતી હતી એવી કોઇ શક્તિ મારી મદદગાર છે એ ચોક્કસ છે મને તને મળ્યાં પછી હવે આષ્ચર્ય નથી થતું.
સ્તવન બીજી પણ આજે કબૂલાત કરું મારી પાછળ કોઇ વાસના વાળું પ્રેત હતું એ પણ મને ખૂબ હેરાન કરતું હતું મેં એ પીડા પણ ખૂબ ભોગવી છે પણ મારી પાત્રતા પવિત્ર અને અકબંધ છે. આશ્રમનાં અઘોરીજી એજ મને એમાંથી મુક્ત કરી છે.
મારી આ પીડાઓ -વિરહની વેદનામાં ઉપાય રૂપે હું અગોચર વિદ્યા ભણી રહી છું શીખી રહી છું એમાં હું ઘણી આગળ વધી ગઇ છું તને મળ્યાં પછી ખબર પડી કે તું બીજાનો થવા જઇ રહ્યો છે પછી મારાંથી ના રહેવાયુ મેં એટલી વિદ્યા ગ્રહણ કરી પચાવી છે એની શક્તિ થી હવે તારી સાથે ને સાથે રહી શકું છું.
સ્તુતિની વાતો સાંભળીને સ્તવનથી કારને બ્રેક મરાઈ ગઇ એણે કારને એક એકાંત જગ્યાએ ઉભી રાખી એણે સ્તુતિને કહ્યું તારી બધી વાત પર મને વિશ્વાસ છે કારણ કે એ તારી છાયા મેં અનુભવી છે પૂજારીજીએ જોઇ છે. સ્તુતિ પણ હવે શું કરીશુ ? મને તારાં પ્રેમનો ખૂબ એહસાસ છે બીજી બાજુ આશા છે હું શું કરું બોલ ?
સ્તુતિએ કહ્યું હમણાં સુધી હું જવાબ માંગતી હતી હવે તું જવાબ માંગે છે ? સ્તવન એક વાત નક્કી છે હું તને ખૂબ પ્રેમ કરુ છું આપણો પ્રેમ જન્મોનો છે. પણ હું તારી કે આશાની જીંદગી નહીં બગાડું આજે મે તને મને મળવા માટે બોલાવ્યો મારે તને જોવો હતો.. મારી એક માત્ર માંગણી સંતોષી આપ. પછી ફરી તને ડીસ્ટર્બ નહીં કરુ ઓફીસમાં કે તારાં પ્રોજેક્ટમાં કામ કરીશ પણ ફરીથી અંગત પ્રશ્નો કે મને પ્રેમ કરવાની માંગણી પણ નહીં કરું.
સ્તવને કહ્યું તો આજે શું માગે છે શું કરુ તને ? સ્તુતિએ કહ્યું આ તારાં ગત જન્મનાં નિશાન જે લીલાંજ હતાં હવે એમાં પીડા નથી થતી મને બસ તું એકવાર એ નિશાન જો એને એવું મધુર ચુંબન કર કે ફરીથી એ મને પીડે નહીં સતાવે નહી હું જીવી લઇશ તારાં આ પ્રેમનાં એહસાસમાં.. તમારી વચ્ચે નહીં આવું.
સ્તવને કહ્યું સ્તુતિ મારી દશા તો સાવ ખરાબ છે નથી રહ્યો ઘરનો કે ઘાટનો... ધોબીના કૂતરા જેવી દશા થઇ છે. મને તારાં પ્રેમનો ખૂબ એહસાસ છે પણ તને પ્રેમ કરતાં અપરાધ ભાવ જાગે છે કે હું કોઇનો વિશ્વાસ તોડી રહ્યો છું. કોઇને દગો દઇ રહ્યો છું. હું સારુ નથી કરી રહ્યો. મારાંથી તને ઓફીસમાં કેવી રીતે કીસ થઇ ગઇ ? હું કેમ આકર્ષયો એનાં જવાબ મને પણ નથી મળતાં. એટલી ચોક્કસ ખબર છે કે મારે તારી સાથે કોઇ સંબંધ છે અને....

વધુ આવતા અંકે - પ્રકરણ -59