લવ બાઇટ્સ - પ્રકરણ-57 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

લવ બાઇટ્સ - પ્રકરણ-57

લવ બાઇટ્સ
પ્રકરણ-57
સ્તવન એનાં માં-પાપાને લઇને જયપુર પાછો આવી રહેલો. માં અને પાપા પાછળની સીટ પર થાક્યાં પાક્યાં સૂઇ ગયેલાં સ્તવને મીરરમાંથી જોયું કે એ લોકો શાંતિથી સૂઇ રહ્યાં છે. એને એની બાજુની સીટ પર કોઇ બેઠું છે એવો એહસાસ થયેલો એણે માં પાપાને સૂતેલા જોઇ બાજુની સીટ તરફ નજર કરીને ધીમેથી પૂછ્યું કેમ તું સાથે આવી ? મને ખબર છે તું કોણ છે? પૂજારીજીએ પણ મને કીધેલું કે હું મારી સાથે કોઇને લઇને આવ્યો છું બોલ... જવાબ આપ.
એને કોઇ ઉત્તરજ ના મળ્યો. એને થયું હું આ શું બોલુ છું જો સ્તુતિનો એહસાસ થયો હોય તો એ પ્રેતાત્મા થોડી છે કે આમ સૂક્ષ્મ સ્વરૃપે મારી સાથે આવે ? મને એનાં વિચારોમાં ને વિચારોમાં એનોજ ભ્રમ થાય છે કેમ આવુ થાય ? એને મારાં વિચારોમાંથી કાઢી કેમ નથી શક્તો ? પણ એને સતત એવો એહસાસ થતો હતો કે બાજુની સીટ પર સ્તુતિ બેઠી છે મારી સામે જોયાં કરે છે.
સ્તવનને ઇચ્છા થઇ કે સ્તુતિ સાથે વાત કરી લઊ ? જાણી લઊં એ ક્યાં છે ? શું કરે છે ? એટલે મારો ભ્રમ તો ભાંગે.
સ્તવને સ્ટીયરીંગ એક હાથે પકડીને એનો મોબાઇલ લીધો મહા પ્રયત્નએ એણે સ્તુતિને ફોન લગાવ્યો અને તરતજ ફોન ઉપાડ્યો. સ્તવને કહ્યું સ્તુતિ તું ક્યાં છું ? શું કરે છે ?
સામેથી સ્તુતિએ કહ્યું સત્વન તમે રાણકપુર જવાનાં હતાં મને ખબર હતી એટલે ફોન ના કર્યો મને ઘણું મન થયું કે ફોન કરી વાત કરું પણ હિંમત ના થઇ સારું કર્યુ તેં ફોન કર્યો હું તો જ્યારથી મળી છું તને હું પળપળ તારી સાથે છું હું એક પળ તને ભૂલી નથી શકી જો મારાં એહસાસ કેટલાં પ્રબળ છે તારી પાસે ફોન કરાવ્યો.
સ્તવને કહ્યું હું આ બધું નથી પૂછી રહ્યો તું હાલ ક્યાં છું ?, સ્તુતિએ કહ્યું તારી યાદમાં ઘરેજ તડપી રહી છું. પણ કાલે તારાં વિવાહ છે અને પછી.. બધું પૂર્ણ વિરામ મારું શું થશે ? પણ તારું જીવન ના બગડે એની ચિંતા છે. પણ સ્તવન હું શું કરું ? મારાં મનને મનાવુ છું સમજાવુ છું પણ મન છે કે માનતું નથી તુંજ ઉપાય કર.
સ્તવને હાંશકારો લેતાં કહ્યું આવી બધી વાતોનો શું અર્થ છે ? કાલે મારાં વિવાહ છે તું મને ફોન ના કરીશ. મારે તારે કોઇ સંબંધ નથી માત્ર તું એહસાસ કરે છે કામ અંગે એનાંથી વિશેષ કંઇ નથી પ્લીઝ સમજજે.
સ્તુતિ કહે કોઇ સંબંધ નહોતો તો તેં મને કીસ કેમ કરી ? મારાં તરફ કેમ ખેંચાયો ? મારાં નિશાનને ચુંબન કેમ કર્યું મને કુંવારીને આવો સ્પર્શ અને પ્રેમ કેમ કર્યો ? શા કારણે ? ક્યાં સંબંધે ? મને એનો જવાબ આપ.
સ્તવને આગળ જવાબ આપ્યાં વિનાંજ ફોન કાપી નાંખ્યો. એ ધુધવાઇ ગયો એને પોતાની જાત માટેજ ખૂબજ ગુસ્સો આવ્યો. સ્તુતિની વાત સાચી છે મેં શા માટે એને ચુંબન કર્યું ? શા માટે આકર્ષાયો કેમ ખેંચાયો ? મનેજ જવાબ નથી ખબર એને શું જવાબ આપું ?
ત્યાં એનાં ફોન પર રીંગ આવી. એણે ફોન ના ઉપાડ્યો એ સ્તુતિનોજ ફોન હતો. ત્યાં ફરીથી રીંગ આવી આશાનો ફોન હતો ઉપાડ્યો. સ્તવને કહ્યું બોલ આશા શું થયું ? આશાએ કહ્યું મેં કેટલો કાબૂ કર્યો ફોન ના કરવા પણ પહેલાં ફોન તમારો બીઝી આવ્યો. મને એમ કે ડ્રાઇવ કરતાં ફોન પર વાત કરવી સારી નહીં પણ બીઝી આવ્યો તમારો ફોન એટલે પછી થયું એ તો વાત કરે છે એટલે પછી ફોન કર્યો.
સ્તવને કહ્યું હાં બોલ ઓફીસથી ફોન હતો એટલે ઉપાડેલો. આશાએ કહ્યું હજી કેટલીવાર છે ? ક્યાં પહોચ્યો સ્તવને કહ્યું બસ જયપુર પહોચવા આવ્યો. માં-પાપા ઊંઘે છે એ લોક થાક્યા છે. હું પણ થાક્યો છું ઘરે પહોચીને તને ફોન કરીશ. બીજું કોઇ ખાસ કામ નથી ને ?
આશાએ કહ્યું કામ કંઇ નથી પણ બસ આવતી કાલની રાહ જોઊં છું થાક્યા હશો જાણુ છું કંઇ નહીં ઘરે જઇને ફ્રેશ થઇ જમીને સૂઇ જજો કાલે તાજામાજા રહેવાય કેટલાય સમયથી રાહ જોતી હતી એ દિવસ નજીક આવી ગયો છે મને એટલી ઉત્તેજના અને આનંદ છે કે વાત ના પૂછો તમને નથી ?
સ્તવને કહ્યું હોયજને કેમના હોય ? પણ આ મુસાફરીનો થાક છે બીજુ કંઇ નહીં હું પણ કાલનાં દિવસનીજ રાહ જોઊં છું તારી અને મીહીકાની ખરીદી પતી ગઇ ? બધી તૈયારીઓ થઇ ગઇ ?
આશા કહે બધુ પતી ગયું મેં તમને કીધેલું તો હતું. સાવ ભૂલકણાં છો. કંઇ નહીં ઘરે આવો પછી વાત કરીશું બાય માય લવ. એમ કહીને ફોન મૂક્યો.
સ્તવને જોયું જયપુરમાં પ્રવેશ કરી લીધો છે હવે થોડીવારમાં ઘરે પહોંચી જશે. ત્યાં એનાં મોબાઇલમાં ફરીથી રીંગ આવી એણે જોયુ સ્તુતિનો ફોન છે. એણે ફોન ઉપાડ્યો. સ્તુતિએ કહ્યું કેમ ફોન ના ઉપાડ્યો ? મેં ફોન કરેલો પછી ક્યાંય સુધી બીઝી આવ્યો. મારો ફોન ના ઉપાડ્યો પણ પછી કોની સાથે વાત કરતાં હતાં ?
સ્તવને કહ્યું ટ્રાફીકમાં ચાલુ ડ્રાઇવીંગે થોડું ફાવે ? પછી આશા સાથે વાત કરતો હતો એ રાહ જોઇ રહી છે.
સ્તુતિએ કહ્યું હું તો જન્મથી તારી રાહ જોઊં છું એનું શું ? અને તારાં સ્પર્શ થયાં પછી બાવરી થઇ ગઇ છું પણ મારે તમારું જીવન નથી બગાડવું. ફરીથી ફોન નહીં કરું પરંતુ મારી, એક વાત માનવી પડશે તમારે....
સ્તવને કહ્યું કેમ એવી શી વાત છે ? તને ખબર છે કાલે મારાં વિવાહ છે. સ્તુતિએ કહ્યું કેટલીવાર કહેશો કાલે વિવાહ છે વિવાહ છે ? મને ખબર છે પરંતુ મારો પણ હક છે આજે રાત્રે તમારે મને મળવું પડશે પછી હું કદી નહીં મળું પ્રોમીસ પછી તમારી આશા જોડે જીવજો હું વચ્ચે નહીં આવું તમારી યાદમાં જીવી લઇશ.
સ્તવને કહ્યું આ શક્ય નથી હજી ઘરે પહોચીશ હું ખૂબ થાક્યો છું મારે આરામની જરૂર છે. મારે ને તારે સંબંધ કેટલો ? કાલની નબળી ક્ષણે મેં તને ચુંબન કર્યું પ્રેમ કર્યો અને હવે તું હક જતાવે છે ? શા માટે કેવી રીતે ?
સ્તુતિએ કહ્યું એ નબળી ક્ષણોમાંજ સાચું મિલન હતું એ આકર્ષણ આપો આપ થયું કારણ કે એમાં આપણું ઋણાનુંબંધ છે એમ તમે એને નકારી ના શકો મને ખબર નથી તમે આવશો કે નહીં પણ આવવું પડશે. પછી કદી નહીં મળું એ મેં વચન આવ્યું છે હું ફોન મૂકું હવે તમારે મેનેજ કરવાનું છે કે તમે કેવી રીતે આવો બાય એમ કહીને ફોન કાપ્યો.
સ્તવનને ખબરજ ના પડી આ બધું શું થઇ રહ્યું છે ? કેમ થઇ રહ્યું છે એને ચિંતા થઇ સ્તુતિને મળવા કેવી રીતે જઊ ? ઘરે શું કહું ? વિવાહની આગલી રાત્રે ક્યાં જઊ છું ? ઘરમાં પ્રસંગ હોય મહેમાનો હશે તૈયારી કરવાની અને આ વિઘ્ન કેમ આવ્યું ? સ્તુતિ રીતસર હક જમાવે છે ના મળું તો એ શું કરશે ?
ત્યાંજ પાછળથી માણેકસિંહ કહ્યું ભાઇ જયપુર પહોચી ગયા ? સ્તવને વિચારોમાંથી નીકળીને કહ્યું હાં પાપા ઘરે પહોચવા આવ્યાં. ભંવરીદેવીએ કહ્યું દીકરા તું ક્યાં ખોવાયેલો છે ? તારો અવાજ આમ ગભરાયેલ કેમ છે ? બધુ બરાબર છે ને ?
સ્તવને કહ્યું માં બધુંજ બરાબર છે આતો આપણે સવારથી નીકળ્યા છીએ એટલે થોડો થાક છે. પણ મારે હજી એક કામ બાકી છે તમને ઘરે ઉતારીને હું જઇ આવું પછી કાલે તો વિવાહ છે તો સમય નહીં મળે.
ભંવરી દેવીએ કહ્યું આમ છેક છેલ્લી ઘડી સુધી શું કામ છે ? દીકરા પછી જજો આજે આરામ કરી લે કાલે બીલકુલ આરામ નહીં મળે.
સ્તવને કહ્યું માં તમને ઉતારી સીધોજ જઇ આવું પછી એકવાર ઘરમાં જઇશ તો નહીં નીકળાય આળસ આવશે હું તરત પાછો આવી જઇશ. ઘરમાં કાકાને બધાં પૂછશે બધાં સવાલ જવાબ થશે પ્લીઝ.
માણેકસિંહ કહ્યું અરે જઇ આવવા દો હમણાં પાછો આવી જશે. પછી ક્યાં નીકળવાનું છે ? આમ વાતો કરતાં ઘર આવી ગયું. સ્તવને પાછળનાં દરવાજો ખોલ્યાં માં પાપાને ઉતાર્યા અને કહ્યું હું જઇને આવુ છું એવું. હોય તો સામાન રહેવા દો હું આવીને ઘરમાં લઇ આવીશ.
સ્તવને પછી ત્યાંથી નીકળી સ્તુતિને ફોન કર્યો બોલ સ્તુતિ ક્યાં મળવું છે ? સ્તુતિએ કહ્યું હું તો....
વધુ આવતા અંકે - પ્રકરણ -58

રેટ કરો અને રિવ્યુ આપો

Harendra Lalpuria

Harendra Lalpuria 1 માસ પહેલા

Rakesh

Rakesh 1 વર્ષ પહેલા

Gordhan Ghoniya

Gordhan Ghoniya 2 વર્ષ પહેલા

Saroj Bhagat

Saroj Bhagat 2 વર્ષ પહેલા

Vk Panchal

Vk Panchal 2 વર્ષ પહેલા