લવ બાઇટ્સ
પ્રકરણ-54
સ્તવન ઓફીસેથી સીધો આશાનાં ઘરે પહોચી ગયેલો. એને કોઇ અપરાધભાવ જાગી ગયેલો. સ્તુતિને મળ્યાં પછી એને કરેલું ચુંબન અને એ પ્રેમ.... એને થયું હું આવું કરીજ કેવી રીતે શકું ? હું મારાંજ ક્ન્ટ્રોલમાં નહોતો. આ બધાં વિચારો સાથે આશાનાં ઘરે પહોચેલો. આશા એકલીજ હતી આશાની છાતીમાં માથું નાંખીને બસ એને પ્રેમ કરતો રહેલો.
આશાએ માં મહાકાળીનું નામ લીધું અને એને યાદ આવ્યું કે સ્તુતિએ આશાને આશ્રમ અને મંદિરમાં એકલી જોયેલી એણે આશાને પૂછ્યુ કે આશા તું એકલીજ ગયેલી ? કેમ ?
આશા સ્તવનની સામે જોઇ રહી અને બોલી સ્તવન તમને પેલી રાત્રે જે થયું હતું એ જોઇને હું ગભરાઇ ગયેલી અને તમને સાચુજ કહું આપણાં વિવાહ અને લગ્ન પછી કોઇ એવી ઘટના ના બને... અને તમારી સાથે કેમ આવું થાય છે એ પૂછવાજ ગયેલી... એમાં આપણાં સાથનોજ સ્વાર્થ હતો.
સ્તવને આશાને ચૂમીને કહ્યું ઓહ ઓકે પણ એમાં છૂપાવવા જેવું શું છે ? તારે મને કહેવું જોઇએ ને ? સ્તવન વિચારમાં પડી ગયો. પછી એણે પૂછ્યું અઘોરીજીએ શું કહ્યું ?
આશાએ કહ્યું અઘોરીજીએ આશીર્વાદ આપતાં કહેલું તારા વિવાહ સફળ રીતે થઇ જાય એ પછી કોઇ વિધી કરી શકશે. વિવાહ થયાતો સારુ.. વિવાહનાં ત્રણજ દિવસમાં કોઇ ઘટના ઘટે પછી મારી પાસે આવજે. સ્તવન વિવાહનો દિવસ નજીક છે મને ખૂબ ડર લાગી રહ્યો છે મારી નીંદર પણ હરામ થઇ છે. બાપજીએ કહેલું તારો પ્રેમ અને વિશ્વાસ સાચો હશે તો કંઇ નહીં થાય.
સ્તવન સાંભળીને ચોંકી ગયો એણે એનાં વિચાર અને લાગણી દબાવી દીધાં. આજેજ સ્તુતિ મળેલી અને મેં એની સાથે... આ શું થઇ રહ્યું છે ? વિવાહ પહેલાં કોઇ મુશ્કેલી આવશે ? અને પછી ? એ ગભરાયો એણે આશાને કહ્યું આશા મને પણ આજે ઓફીસમાં કંઇક એવોજ અનુભવ થયો છે. પણ કેવો થયો એ ના કીધું આશા આઇ લવ યુ. હું કોઇ અડચણ નહીં આવવા દઊં જરૂર પડે તો વિધી કરાવી લઇશું. મનોમન ડીસ્ટર્બ થયેલો સ્તવન આગળ કંઇ કહી ના શક્યો એણે કહ્યું આશા હું જઊ છું કાલે ગામ જવાની તૈયારી અને પછી વિવાહ તું ચિતાં ના કરીશ. સ્તવન માત્ર તારોજ છે. લવ યુ કહીને નીકળી ગયો.
સ્તવનનાં ગયાં પછી આશા વિચારમાં પડી કે સ્તવને ઓફીસમાં શું અનુભવ થયો એતો એમણે કીધુજ નહીં.. હે માં મહાકાળી અમારુ રક્ષણ કરજો. અહીં ઘરમાં બધી તૈયારીઓ ચાલે છે. માં પાપા શોપીંગમાં ગયાં છે કાલે હું મારા ડ્રેસ તૈયાર થયેલાં છે એ બધું લેવા જવાની છું કોઇ મુશ્કેલીતો નહીં આવે ને ? એને ચિંતા પેઠી.
એણે સ્તવને ફોન કર્યો પણ સ્તવનનો ફોન સ્વીચ ઓફ હતો. એને અકળામણ થઇ કે મેં કેમ પૂછ્યુ નહીં ? એણે વિચાર્યું રાત્રે ફોન કરીને જાણી લઇશ.
સ્તવન આશાનાં ઘરેથી જયમલ કાકાનાં ઘરે આવ્યો. એનો ચહેરો પડી ગયો હતો. એ કાર પાર્ક કરીને ઘરમાં આવ્યો. રાજમલકાકાએ કહ્યું. લો વરરાજા પણ આવી ગયાં. એમણે સ્તવનને કહ્યું ઓફીસથી વહેલો નીકળી ગયેલો ? તારો ફોન પણ સ્વીચઓફ આવતો હતો અમે તારી ઓફીસ ફોન કરેલો.
સ્તવન ચમક્યો એણે કહ્યું હાં બેટરી ઉતરી ગઇ હતી પછી ચાર્જીંગ કરવાનુંજ રહી ગયેલું પણ એવું શું કામ પડેલું ? કેમ ઓફીસે ફોન કરેલો ?
રાજમલકાકાએ કહ્યું અરે તારી માં ને વિચાર આવ્યો કે આશાને સાથે લઇ જઇએ એ પણ મંદિરે દર્શન કરે અને એ ઘર પણ જુએ.
સ્તવને કહ્યું વિવાહ - લગ્ન પછી જોવાનીજ છે ને ?પછી જઇશુજ ને ? દર્શન કરીશું. પૂજારીજીનાં આશીર્વાદ લઇશું એને પણ ખરીદી અને તૈયારી કરવાની છે હું એને મળીનેજ આવ્યો છું.
ભંવરીદેવીએ સ્તવનની સામે જોઇને કહ્યું ભલે વાંધો નથી પછી લઇ જઇશ સાચી વાત છે એને છેલ્લી ઘડી સુધી કામ હોય પણ તારો ચહેરો કેમ ઉતરી ગયો ? કંઇ થયું છે ?
સ્તવનની જાણે ચોરી પકડાઇ હોયએમ એ સાવધ થઇ ગયો. ના ના માં થાક તો લાગે ને. જયમલકાકએ કહ્યું તારાં કપડાં તો હું અને તારા પાપા લઇ આવ્યા છીએ કાલે તમે લોકો જવાનાં એટલે બધાં કામ પતાવીને આવ્યાં છીએ.
સ્તવને કહ્યું થેંક્યુ કાકા. પણ હું આજે થાક્યો છું લલિતામાસી એ કહ્યું જા ફેશ થઇને આવ તને અને મીહીકા ને જમવાનુ આપી દઊં છું. મીહીકા આ લોકો સાથે બધુ શોપીગ કરીને આવી છે એ પણ થાકી છે.
સ્તવન મીહીકા ફ્રેશ થઇને જમી લીધું પછી સ્તવન એનાં રૂમમાં ગયો. પાછળ ને પાછળ મીહીકા ગઇ એણે સ્તવનને પૂછ્યું ભાઇ થાક તો તમને લાગી રહ્યો. અત્યારે વિવાહ નજીક હોય અને તમને થાક લાગે ? વાત કોઇ બીજીજ છે. શું વાત છે ? હમણાં થોડીવાર પહેલાં આશાભાભીનો ફોન હતો કે તમે ઓફીસથી વહેલાં નીકળી ત્યાં ગયાં હતાં. એણે કહ્યું તમે કોઇ રીતે ડીસ્ટર્બ છો શું થયું છે ભાઇ ?
સ્તવને કહ્યું કંઇ નહીં મીહુ તારી પાસે શું ખોટું બોલુ મને ઓફીસમાં કંઇક અગમ્ય અનુભવ થયા છે. વિવાહ નજીક છે એટલે થોડો ડર લાગી ગયેલો બીજી કંઇ નહીં કંઇ અમંગળ ના થાય એનીજ ચિંતા છે .
મીહીકાએ કહ્યું ભાઇ આશાભાભી ખૂબ સમજદાર છે તમને ખૂબ પ્રેમ કરે છે તમારાં પર ખૂબ વિશ્વાસ છે કંઇ એવું થાયજ નહીં અને થાય તો એનો ઉપાય કરીશું હવે ખોટાં વિચારો ના કરો. તમે આરામ કરો કાલે તો ડ્રાઇવ કરીને રાણકપુર જવાનું છે.
ભાઇ બીજી વાત મયુરનો પણ ફોન હતો એટલું કહ્યું છે કાલે ખરીદી કરવા હું એમની સાથે જઊં મારાં તો કપડાં-ઘરેણાં બધુ આવી ગયુ છે પણ એમને કંઇ લેવુ છે. એટલે મને સાથે લઇ જવા માંગે છે શું કરુ ?
સ્તવને કહ્યું તો તારે જવાનુંજ એમાં પૂછવાનું શું ? સારુંજ છે ને એને તારી પસંદગી મળશે. અને આશા મને ખૂબ પ્રેમ કરે છે મને ખબર છે એટલેજ એને મળવા એનાં ઘરે ગયેલો.
મીહીકાએ કહ્યું તમે તો કહ્યું કે મયુર સાથે જા પણ માં ના પાડે છે કે વિવાહનાં આગલાં દિવસે તારે જવાની ક્યાં જરૂર છે ? અહીં ઘરમાં ઘણાં કામ છે એવું સારું ના લાગે એટલે તમને પૂછ્યું તમે માં ને સમજાવો.
સ્તવને કહ્યું ભલે હું માં ને કહીશ તને જવાદે ઓ. કે. ? હવે હું થોડીવાર સૂઇ જઊં મને સાચેજ કોઇ ડર સાથે ખૂબ થાક છે. પણ આશા પર વિશ્વાસ પણ છે કે એ સાથમાં છે તો કંઇ નથી થવાનું.
મીહીકાએ કહ્યું કોઇ વિચારો કર્યા વિના શાંતિથી સૂઇ જાઓ. સવારે ઉઠશો એકદમ ફ્રેશ હશો.
સ્તવને કહ્યું ભલે તું જા.. અને મીહીકાનાં ગયાં પચી સ્તવને ફોન ચાલુ કર્યો. એવો ફોન ચાલુ કર્યો તરતજ આશાની રીંગ આવી સ્તવને તરતજ ઉપાડ્યો.
આશાએ કહ્યું કેમ ફોન સ્વીચઓફ આવતો હતો ? કાલે રાણકપુર જવાનાં મારી સાથે વાત પણ નથી કરવાની ? અને તમને પૂછવુંજ ભૂલી કે ઓફીસમાં કેવો અનુભવ થયો ?
સ્તવને કહ્યું આશા એવું કંઇ નથી.. મને કોઇ ઓફીસમાંથી ડીસ્ટર્બ ના કરે એટલે ફોન સ્વીચ ઓફ કરેલો. કાલે રાણકપુર જવાનો છું પછી તારી પાસેજ આવવાનો છું ઓફીસની વાતો ના કર પ્લીઝ.
આશાએ કહ્યું પણ એવું શું થયેલું કહો મારાં સમ છે પછી મને પણ ચેન નહીં પડે.
સ્તવને કહ્યું અરે પહેલાં થતું એમ કોઇનો અવાજ સાંભળ્યો અને હું ડીસ્ટર્બ થયેલો બીજુ કંઇ નથી. આશા તું ચિંતા ના કર હું શાંતિથી સૂઇ જઊં કાલે સવારે વહેલાં નીકળવાનું છે સવારે ઉઠીને પહેલો તને ફોન કરીશ.
આશાએ કહ્યું ભલે શાંતિથી સૂઇ જાવ તમે કોઇ વિચારો ના કરતા. તમારી સાથેને સાથેજ છું અને કાયમ રહીશ. તમે તો મારાં જીવ છો. અને ફોન મૂકાયો.
સ્તવન સૂવા પ્રયત્ન કરવા લાગ્યો. પણ સ્તુતિના ચહેરો એનું ગળુ નજર સામે આવી રહેવું જેમ ભૂલવા પ્રયત્ન કરે એમ વધારે યાદ આવતી હતી....
વધુ આવતા અંકે - પ્રકરણ -55