લવ બાઇટ્સ - પ્રકરણ-51 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-51

લવ બાઇટ્સ
પ્રકરણ-51
બીજા દિવસે સવારે સ્તુતિ વહેલી ઉઠીને તૈયાર થઇ ગઇ. સ્તવનને મળવાની ઉત્કંઠા હતી. કાલે ફોન પર વાત કર્યા પછી કંઇક અલગજ સંવેદના થઇ રહી હતી એ માંબાબાને પગે લાગીને માં ને કહીને ઓફીસ જવા માટે નીકળી ગઇ. પાપા સવારથી કામે જવા નીકળી ગયાં હતાં.
એક્ટીવા ચલાવતાં ચલાવતાં સ્તુતિ એજ વિચારોમાં હતી. સ્તવન પાસે મળીને આજે બધું કામ સમજી લેશે પણ એમનો અવાજ કંઇક જુદી અનુભૂતિ આપી રહેલો. કેવા હશે ? ત્યાં વિચારોમાં ને વિચારોમાં ઓફીસ પહોચી ગઇ.
સ્તુતિનાં પગમાં કંઇક અનોખી ત્વરા અને તરવરાટ હતો. એ રીસેપ્નીસ્ટ કામીની પાસે ગઇ અને હલ્લો ગુડમોર્નીંગ કહ્યું. કગામીનીએ સમાચાર આપ્યા કે સ્તવનભાઇ આવી ગયાં છે એમની ચેમ્બરમાં છે તમે જઇ શકો છો.
સ્તુતિ ઓફીલમાં અંદર પ્રવેશી અને જમણાં હાથે આવેલાં દાદરનાં સ્ટેપ્સ ચઢવા માંડી સ્તવનની ચેમ્બર ફર્સ્ટ ફલોર પર હતી. એ મનમાં સંવેદનાના મોજાને કાબુ કરતી અને ચેમ્બર પાસે પહોચી.
એણે ડોર ખોલીને પૂછ્યું મેં આઇ કમીંગ ? સ્તવને કોમ્પ્યુટરમાંથી ચહેરો હટાવીને સ્તુતિને સામે જોયું અને એને જોતોજ રહ્યો એણે કહ્યું પ્લીઝ કમ ઇન અને એની નજર હટતી નહોતી.
સ્તવનને થયું મેં આને ક્યાંક જોઇ છે પણ રીકોલ નહોતું થતું... સ્તુતિ પણ સ્તવનની સામે જોઇને નવાઇથી બોલી આપણે મળ્યાં છીએ પહેલાં ?
સ્તવને કહ્યું મને પણ એવુંજ લાગ્યું પણ મને કંઇ યાદ નથી આવતું... સ્તુતિ સ્તવનની સામે બેસી ગઇ પછી એણે વાત ચાલુ કરી... સર મારી નવી એપોઇન્ટમેન્ટ છે અને તમારી ઇન્સ્ટ્રક્શન પ્રમાણે પ્રોજેક્ટ અને રીપોર્ટ બનાવવાનાં છે.
સ્તવને કહ્યું હાં મને જાણ છે. પણ તમે ક્યાં રહો છો ? જ્યપુરનાં છો ? તમે કદી રાણકપુર આવ્યાં છો ? સ્તુતિએ કહ્યું હું જયપુરનીજ છું અને રાણકપુર નથી આવી પણ એનાંથી આગળ પાલી ભણી છું અને કુંબલગઢ સુધી ગઇ છું. સર તમે જપુરનાંજ છો.
સ્તવને કહ્યું તું સર સરના કરીશ મારુ નામ સ્તવન છે અને હું જયપુર જોબ માટે આવેલો અહીં મારાં અંકલ રહે છે. હું રાણકપુરનો છું હું પણ પાલી ભણતો હતો અને કુંબલગઢ મારું પ્રિય સ્થળ છે.
સ્તુતિએ કહ્યું ઓહ. તો કદાચ ક્યાંક ક્રોસ થયા હોઇશું મને સ્મરણ નથી થતું કે હું તમને...
સ્તવને કહ્યું કંઇક એવું છે કે જે એવું એહસાસ કરાવે છે કે આપણે મળ્યાં હોઇશું. એની વે હું તને આપણાં કામ વિશે સમજાવી દઊં... એમ કહીને એણે એનું કામ સોફ્ટવેર વિગેરેની માહિતી આવી પ્રોજેક્ટ અંગે સમજાવ્યું.
સ્તવને જાણે એટલાં ટુંકાણમાં સમજાવી દીધું. એનું મન સંવેદના કંઇક બીજુજ ખેંચપણ અનુભવતું હતું સ્તુતિ પણ કંઇક એવીજ સ્થિતિમાં હતી.
સ્તવને કહ્યું આજે આટલું ઘણું છે બાકી હું તમને આ ફાઇલમાં બધાં પેપર્સ અને રીપોર્ટસ આપું છું એનો અભ્યાસ કરી લે જે પછી આગળ વાત કરશું.
સ્તવને પૂછ્યું તું શું પીશ ? સ્તુતિએ કહ્યું કંઇ નહીં સર ઇટ્સ ઓ.કે. સ્તવને કહ્યું મારે પણ પીવાનો સમય થઇ ગયો છે શું લઇશ ?
સ્તુતિ કહ્યું હું કોફી લઇશ. સ્તવને કહ્યું ઓ કે મારી પણ ફેવરીટ છે. મને કોફી ફલેવર ખૂબ ગમે થોડી કડવી પણ સ્વાદ પ્રિય છે. અને એણે ઇન્ટરકોમથી બે કોફી મંગાવી.
સ્તુતિ પેપર્સ જોવાનાં બહાને પણ એની નજર સ્તવન તરફ વારે ઘડીએ જતી હતી. સ્તવન પણ કોમ્પ્યુટરમાં જોતો પણ વારે વારે સ્તુતિ તરફ નજર કરી લેતો હતો.
કોફી આવી ગઇ. બંન્ને જણાં કોફીની સીપ મારી રહેલાં સાથે સાથે એકબીજાની તરફ જોઇ લેતાં વારેવારે નજર એક થઇ જતી હતી અને સ્તુતિ થરથરાઇ જતી હતી. કોફી પુરી કર્યા પછી સ્તુતિએ કહ્યું સર હવે હું અભ્યાસ કરીને તમને જણાવીશ અને રીપોર્ટ તૈયાર થયે તમને રૂબરૂ આપી જઇશ જેથી એમાં ભૂલ હોય તો સમજી શકું હું આજે તૈયાર કરી કાલે બતાવી દઇશ.
સ્તવને કહ્યું ઓકે.. બટ હું કાલથી ત્રણ દિવસ ફરી લીવ પર છું મારાં અંગેજમેન્ટ છે ધૂળેટીનાં દિવસે એટલે મળી નહીં શકાય.
સ્તુતિએ એવું સાંભળ્યું અને એને ના સમજાય એવી લાગણી થઇ આવી એનો ચહેરો પડી ગયો.
સ્તવને માર્ક કર્યું એણે પૂછીજ લીધું સ્તુતિ શું થયું ? કંઇ નહીં તને ત્રણ દિવસ મળે છે ત્યાં સુધીમાં તારે પણ ખાસી તૈયારી થઇ જશે. આજે મંગળવાર છે આપણે શનિવાર કે સોમવારે મળી શકાશે.
સ્તુતિની આંખમાં કંઇક ચમકારો થયો એણે કહ્યું તમારાં એંગેજમેન્ટ છે ? કોન્ગ્રેચ્યુલેશન્સ સર કંઇ નહીં તમે તમારો પ્રસંગ ઉકેલી લો પછી મળવાનુંજ છે ને..
સ્તવને કહ્યું હાં હાં ઘણાં સમયથી રાહ જોવાતી હતી અને બધી તૈયારીઓ થઇ ગઇ છે કાલે હું મારાં પેરેન્ટસ સાથે મારાં ગામ રાણકપુર જવાનો છે. મને ખબર નથી કે હું તને કેમ આવું બહુ કહું છું મારાંથી કહેવાઇજ જાય છે.
સ્તુતિએ કહ્યું તમારી જે જોડાવાની છે એ ભાગ્યશાળીનું નામ શું છે ? વાંધો નથીને મારાથી પૂછાઇ ગયું.
સ્તવને હસતાં હસતાં કહ્યું નો નો ઇટ્સ ઓકે એનું નામ આશા છે ખૂબ સુંદર અને પ્રેમાળ છે.
સ્તુતિએ કહ્યું વાહ સુંદર નામ છે એવીજ સુંદર હશે. પછી એ ચૂપ થઇ ગઇ બંન્ને જણાં થોડીવાર એમજ બેસી રહ્યાં. પછી સ્તુતિએ કહ્યું એકવાત પૂછું ? સ્તવને કહ્યું શ્યોર... સ્તુતિએ કહ્યું વાંધો ના હોય તો એમનો ફોટો હોય તો બતાવોને મને જીજ્ઞાસા થઇ આવી છે. સ્તવને પોતાનાં મોબાઇલમાં આશાનાં અને એનાં જે ફોટાં હતાં એ બતાવ્યાં.....
આશાનો ફોટો જોઇને સ્તુતિ એકદમજ બોલી પડી કે આમને તો હું મળી છું. આઇ મીન મેં જોયા છે અઘોરનાથજીનાં આશ્રમમાં ભેટો થયેલો પછી માં મહાકાળી નાં મંદિરમાં પણ જોયા છે.
સ્તવન આષ્ચર્યથી જોઇ રહ્યો પછી બોલ્યો હાં અમે ત્યાં જઇએ છીએ બાબાનાં આશીર્વાદ લેવાં અને માઁ નાં દર્શન કરી ચરણોમાં સમર્પિત થવા માટે....
સ્તુતિએ કહ્યું ના ના પણ હું જ્યારે એમને મળી આઇ મીન ત્યારે તમે નહોતાં એ એકલાજ આવેલાં. અઘોરીજી પાસે પણ એ એકલાં ગયાં હતાં.
સ્તવને કહ્યું ઓહ એ એકલી હતી ? આમતો અમે સાથે ગયેલા એ એકલી ગઇ હોય મને જાણ નથી બાય ધ વે તમે..... તું અઘોરીજી પાસે જાય છે ?
સ્તુતિએ કહ્યું હાં હું જઊં છું મારાં પિતા પણ એમને સારી રીતે જાણે છે. મને આ અગમ્ય અગોચર વિશ્વ એની વિદ્યામાં રસ છે હું એનો અભ્યાસ કરું છું.
સ્તવન તો સાંભળીજ રહ્યો પછી પૂછ્યુ તમને એ વિદ્યામાં રસ છે ? અભ્યાસ કરે છે ? વાહ એમાં કોઇ અગમ્ય અણસારા શેનો છે એનો ખ્યાલ આવે ?
સ્તુતિએ કહ્યું હાં ચોક્કસજ આવે પણ હું હમણાં ભણી રહી છું ક્યારેક સમય મળે ચર્ચા કરીશું. સ્તવને કહ્યું હમ્મ મને પણ રસ છે અને એક પ્રોબ્લેમ પણ સોલ્વ કરવાનો છે મારે...
સ્તવનની નજર અચાનક સ્તુતિનાં ગળા પરનાં નિશાન પર પડી એ સ્તુતિને પૂછ્યાં વિના ના રહી શક્યો એણે સ્તુતિને પૂછ્યું તમને ગળે લાખું છે ? શેનાં નિશાન છે ?
અને સ્તુતિની આંખમાંથી આંસુ ઘસી આવ્યાં એણે સ્તવનનો હાથ...
વધુ આવતા અંકે - પ્રકરણ -52