લવ બાઇટ્સ - પ્રકરણ-50 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • આળસુ સજ્જન

    આળસુ સજ્જન आलस्यं हि मनुष्याणां शरीरस्थो महान् रिपु:। नास्त्...

  • અશોક સુંદરી

    અશોક સુંદરી  ભગવાન શ્રી મહાદેવ વિશે આપણે સૌ જાણીએ છીએ. તથા ત...

  • વનવાસ

    વનવાસ- રાકેશ ઠક્કર          નિર્દેશક અનિલ શર્માની નાના પાટેક...

  • લખપત - એક ભૂલાએલો ઇતિહાસ

    લખપત - એક ભુલાયેલો ઇતિહાસતો મેં આગલા લેખ જણાવ્યું એમ કોટેશ્વ...

  • ફરે તે ફરફરે - 53

    ફરે તે ફરફરે - ૫૩   "બા,આ તો લખ ચોર્યાસીના ફેરા છે...તમ...

શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-50

લવ બાઇટ્સ
પ્રકરણ-50
સ્તવન આશા મયુરનાં ઘરે આવેલાં મીહીકાનાં ઘરમાં તથા સ્તવન વગેરેને તેડાવ્યા હતાં. સ્તવન આશા છેક સાંજ સુધી ઘરમાં વાતોજ કરતાં રહ્યાં. ઘરનાને ખૂબ આનંદ હતો કે છોકરાઓ એકબીજા માં ખૂબ હળીભળી ગયાં છે. ઇશ્વરે જોડી ખૂબ સરસ બનાવી છે વળી સ્તવનની પ્રગતિ ટૂંક સમયમાંજ આંખે ઉઠીને વળગે એવી હતી.
ભંવરી દેવીએ આજે એજ વાત કાઢી હતી કે અમે કાલે રાણકપુર જઇને પાછા આવીશું 2 દિવસ પછી હોલી-ધૂળેટી આવે છે છોકરાઓનો વિવાહ પ્રસંગ ઉકેલવાનો છે એની તૈયારી આમ તો થઇ ગઇ છે પણ એકવાર રાણકપુર જઇને તરતજ પાછા આવીએ.
આશા પણ ધૂળેટીનાં દિવસની રાહ જોઇ રહ હતી કે વિવાહ થઇ જાય પછી નિશ્ચિંત કંઈજ ગરબડ નહીં થાય. સ્તવને કહ્યું માં - પાપા હું તમને લોકોને ગામ લઇ જઇશ અને આપણે પાછા આવી જઇશું. મારે ગાડી મહાદેવને બતાવવી છે પૂજારીજીનાં આશીર્વાદ લેવાં છે.
સાંજનો સમય થઇ ગયો હતો. સૂર્ય અસ્તામાળે હતો માહોલ રંગીન થવા લાગ્યો હતો. મયુરનાં પિતાએ ખૂબ સારી તૈયારી કરી હતી નોકરચાકર રસોઇયા ઉભા પગે સેવામાં હતાં. બધાં એક સાથે વિશાળ બગીચામાં કરેલી વ્યવસ્થા પ્રમાણે બેઠાં હતાં. સ્તવન વાતો કરી રહ્યો હતો.
સ્તવને કહ્યું ધૂળેટીને બે દિવસ છે મેં આજે રજા લીધી હતી કાલે તો ઓફીસ જવું પડશે. મારે કામ છે પછી પરમ દિવસે ફરીથી લીવ લઇ લઇશ સીધી ત્રણ દિવસની વિવાહ છે એ મારાં સરને પણ મેં જણાવી દીધું છે એટલે વાંધો નથી કાલે કામ ખેંચી લઇશ.
આશા વચમાંજ ટહુકી એણે કહ્યું કંઇ નહીં કાલે કામ ખેંચી લેજો પછી ત્રણ ચાર દિવસની રજા મૂકજો. ભંવરી દેવીએ હસતાં હસતાં કહ્યું જુઓ વહુ દીકરી બોલી. અને બધાં એક સાથે હસી પડ્યાં.
રાજમલસિંહે કહ્યું હવે પાર્ટી તૈયારી કરો માહોલ બની ગયો છે. યુવરાજસિંહે કહ્યું તમે લોકો વાતો કરો અને મયુરને કહ્યું ચાકરને કહો આપણી તૈયારી કરે હવે તો વધારે રાહ જોવાય એવું નથી.
મયુરે કહ્યું બધુંજ તૈયાર છે. આપ હુકમ કરો એટલે હાજર કરું મયુરનાં પાપાએ કહ્યું હવે બધું મંગાવી લો. એટલે મહેફીલ ચાલુ થાય. મયુરે ચાકરને બધુ લાવવા કહ્યું.
વીણાબહેને કહ્યું હવે આ લોકો પાર્ટીમાં બેસસે આપણે હીંચકે બેસી વાતો કરીએ અને આપણાં માટે પણ બધુ મંગાવો એમ કહીને હસી પડ્યાં.
ચાકર કામે વળગ્યાં અને એક પછી એક ટ્રેમાં બધું ટેબલ પર ગોઠવવા માંડ્યાં. ઊંચી બ્રાન્ડની શરાબ-ગ્લાસ બ્રાન્ડેડ બીયરનાં ટીન, કાજુ,બદામ, ફરસાણ, સોડા, સોફ્ટડ્રીક- ગરમા ગરમ સ્ટાર્ટર એકપછી એક બધું આવવા માંડ્યું.
ચાકરે ગ્લાસમાં રેડીને બધાનાં પેગ બનાવીને આપવા માંડ્યાં. પહેલાં રાજમલસિંહ માણેકસિંહજી, યુવરાજસિંહ અને મયુરનાં પાપા બધાએ ગ્લાસ લીધાં. એમાં સોડા બરફ બધાની પસંદગી પ્રમાણે નાંખીને આપ્યાં.
રાજમલસિંહે કહ્યું સ્તવન અને મયુર તમે પણ તમારાં લઇ લો શરમાવો નહીં આજે તો બધાએ સાથેજ મહેફીલ જમાવવાની છે. સ્તવનને આષ્ચર્ય અને થોડો સંકોચ હતો પિતાજીને સામે સૌપ્રથમવાર લેતો હતો.
માણેકસિહજી સ્તવનનો સંકોચ સમજી ગયાં એમણે કહ્યું દીકરાં પ્રમાણમાં લેજો હવે તમે મોટાં થયાં છો યુવાન છો તમારાં પગ પર ઉભા છો તમને સલાહની જરૂર નથી.
બધાએ શરાબની લહેજત લેવાં માંડી માહોલ બરાબર જામ્યો હતો ત્યાં આશા અને મીહીકા ગરમ ગરમ સ્ટાર્ટમાં બનાવેલ કટલેસ-બટાટાવડા-ચીપ્સ અને બધુ લઇ આવ્યાં.
સ્તવને આશા સામે જોઇને કહ્યું ફ્રાય કાજુ અને શીંગ મને આપ મને ખૂબ પ્રિય છે. આશાએ આપવા નજીક જઇને પછી ધીમેથી કહ્યું કેમ આમાં મને ભાગ નહીં આપો ? તમારો ચઢેલો નશો મારી આંખમાં સમાઇ જશે. સ્તવને કહ્યું બસ હવે થોડાં દિવસ છે પછી આખો વખત પ્રેમના નશામાંજ રહીશું.
આશા મલકીને ત્યાંથી જતી રહી. મીહીકા મયુરને પણ બધુ આપીને કહેતી ગઇ બહુ ના પીતા પછી વાતો કરવાની છે વડીલોને બેસવા દેજો તમે અને ભાઇ ત્યાં આવી જજો.
બધાં વડીલો એમની વાર્તામાં મશગૂલ હતાં. થોડો વખત થયો અને રાજમલકાકાએ કહ્યું સ્તવન મને ખબર છે તું ખૂબ સરસ ગાય છે સરસ ગીત રજૂ કર બધાંએ એક સાથે વાત વધાવી લીધી અને સ્તવનને ગીત ગાવા કહ્યું.
સ્તવન ગીત ગાય છે એ જાણીને બધાંજ માં કાકી, માસી, આશા મહીકા બધાં ત્યાં આવી ગયાં. સ્તવને ડ્રીંક પુરુ કર્યું અને ખોંખારો ખાઇને ગળુ સાફ કરીને ગીત રજૂ કરવાની તૈયારી કરી.
સ્તવને ગીત ઉપાડ્યું... યે રાતે યૈ મૌસમ નદીકા કિનારા યે ચંચલ હવા.... કહાં દો દીલોને ના હોંગે જુદા....
આશા એકદમ ખુશ થઇ ગઇ એ પણ સાથે સાથે ગણગણવા લાગી.. યે ક્યાં બાત હૈ આજકી ચાંદની મેં... કેં હમ ખો ગયે પ્યારકી રાગીનીમે....
માહોલ એકદમ નશીલો થઇ ગયો.. સ્તવને આગળની ટૂંક ગાઇ સિતારરોકી મહેફીલમેં કંરકે ઇશારા કહાઁ અબ જો સારાં જહાઁ હૈ તુમ્હારા....
આશા અને સ્તવન એકબીજાની આંખમાં આંખ પરોવી રહેલાં. અને એણે આગળ ગાયું.
કસમ હૈ તુમ્હે તુમ અગર મુજસે રુઠે રહે સાંસ જબ તક યે બંધન ના ટૂટે...
તુમ્હે દીલ દીયા હૈ યે વાદા કીયા હૈ સનમ મૈં તુમ્હારી રહૂંગી સદા... આશાને થયું આ બધુજ હું ગાઇ રહી છું. ગીત પત્યુને બધાએ ઉભા થઇને તાળીઓનાં ગડગડાટથી સ્તવનને વધાવી લીધો.
મીહીકાએ કહ્યું ભાઇ ખૂબજ સરસ જોરદાર બીજુ ગાવને પ્લીઝ આમ તો કાન સાંભળતા ધરાતા નથી આશાએ પણ ફરમાઇશ કરી પ્લીઝ તમે હમેં તુમસે પ્યાર કિતના ગાઓને.. સ્તવન થોડીવાર જોઇ રહ્યો પછી એણે એકદમ શરૂ કર્યું દીલથી...
તુમ્હેં કોઇ ઔર દેખે તો જલતા હૈ દીલ
બડી મુશ્કેલો સે ભી સંભલતા હૈ દીલ
ક્યાં ક્યા જતન કરતે હૈ તુમ્હે ક્યા પતા ?
યે બેકરાર કીતના યે હમ નહીં જાનતે મગર
જી નહીં સકતે તુમ્હારે બીના હમેં તુમસે પ્યાર
કીતના હમ નહી જાનતે મગર જી નહીં સકતે
તુમ્હારે બીના... હમે તુમસે પ્યાર કીતના.....
આશા એક એક શબ્દ ગીતનાં જાણો ચાવી રહી હતી એની આંખો ભીંજાઇ આવી હતી એણે સ્તવનનાં ઇશારામાં કંઇક કહ્યું.. આ ગીત મારુ છે મારી સંવેદના છે મારો પ્રેમ છે. બધાની સામે કંઇ બોલાય એવું નહોતું પણ આંખો આંખોમાં જાણે બધુંજ કહી દીધું...
બધાંજ રસપૂર્વક સાંભળી રહેલાં મીહીકાનાં પણ હોઠ ફફડતાં હતાં મયુર પણ મીહીકાને અપલક નયને જોઇ રહેલો. આ ગીત પત્યું અને બધાએ તાળીઓથી વધાવી લીધું.
વીણાબહેને કહ્યું વાહ દીકરા ખૂબ સુંદર ગાયું છે. બધાને ખૂબ ગમેલું. પછી બધાએ પોતાનાં ગ્લાસ મૂક્યા જમવાની તૈયારીઓ ચાલી. નીત નવી વાનગીઓથી થાળ ભરેલાં બધાં ખૂબ આનંદથી જમ્યાં.
ભંવરીદેવીએ મયુર માટે લાવેલી જણસ સોનાનો દોરો મયુરને આપ્યો અને આશીર્વાદ આવ્યાં. બધાં વ્યવહાર પત્યાં અને મુખવાસ -પાન જમીને બધાં ઉભા થયાં. માણેકસિહજીએ કહ્યું ખૂબ આનંદ આવ્યો આપ સૌનો ખૂબજ આભાર અને ઘરે જવા માટે નીકળ્યાં સ્તવને આવતી કાલે સાંજે આશાને મળવા કીધું. અને ગાડીમાં બેસી ઘરે પાછા જવા નીકળી ગયાં.
***************
સ્તુતિ બીજા દિવસે વહેલી ઉઠી પરવારી ગઇ આજે સ્તવનને મળવાની ઉત્કંઠા હતી એ ઘરેથી ....
વધુ આવતા અંકે - પ્રકરણ -51