ચીઝ વિશેની માહિતી Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ચીઝ વિશેની માહિતી

લેખ:- ચીઝ વિશેની માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


કેમ છો મિત્રો?

પીઝા પર નાખેલું ચીઝ હોય કે ઘરમાં પડેલ નાનકડો ચીઝ કયૂબ - ઘરનાં નાનાં મોટાં સૌ કોઈને ચીઝ જોતાં જ મોંમાં પાણી આવી જાય છે. ચીઝ એક વૈશ્વિક ઉત્પાદન છે. દુનિયાનાં મોટા ભાગના દેશોમાં ચીઝ વપરાય છે. જાણીએ થોડું નાનાં મોટાં સૌ કોઈનાં માનીતા ચીઝ વિશે. જ્યારે આ લિખિત ભાષા અસ્તિત્વમાં પણ ન હતી ત્યારથી ચીઝનું અસ્તિત્વ છે.

પોલેન્ડમાં મળી આવેલા સૌથી જુના ચીઝનાં અવશેષો લગભગ 7500 વર્ષો જૂનાં છે. લગભગ 4000 વર્ષ પહેલાં મિસરની કબરમાં મળી આવેલ ચીઝ તે સમયે ચીઝનાં અસ્તિત્વની સાબિતી આપે છે. ચીઝનાં જાણકારોના મત મુજબ સુવાના અડધો કલાક પહેલાં જો ચીઝ ખાવામાં આવે તો ઊંઘ ઝડપથી અને સરસ આવે છે.

વર્ષ 2005માં કરવામાં આવેલ એક અભ્યાસ મુજબ ચીઝમાં ટ્રીપ્ટોફેન નામનું એમિનો એસિડ હોય છે જે તણાવ દૂર કરવામાં મદદ કરે છે અને ઊંઘ આવવામાં મદદરૂપ બને છે. તમને જાણીને નવાઈ લાગશે કે આપણને જો કોઈ ચીઝનાં પ્રકાર વિશે કંઈક પૂછે તો આપણે બે ચાર નામથી વધુ કહી શકતા નથી, જ્યારે હકીકત એ છે કે આખી દુનિયામાં ચીઝ કુલ 2000 પ્રકારે અસ્તિત્વ ધરાવે છે.

મહારાણી વિક્ટોરિયા(1819 - 1901)ને તો આપણે સૌ જાણીએ જ છીએ. આ મહારાણીને તેમનાં લગ્નમાં ભેટ તરીકે ચેડડર ચીઝનું એક આખું પૈડું મળ્યું હતું, જેનું વજન આશરે 1000 પાઉન્ડથી પણ વધુ હતું.

અત્યાર સુધીમાં સૌથી મોટું અને સૌથી ભારે ચીઝ કેનેડાનાં એક ચીઝ બનાવનારે બનાવ્યું હતું. આ ચીઝ 32ફૂટ લાંબું અને 57,518 પાઉન્ડ વજનનું ચેડડર ચીઝ હતું. આ ચીઝ બનાવવા માટે 5,40,000 પાઉન્ડ દૂધનો ઉપયોગ થયો હતો.

ચીઝ વિવિધ પ્રાણીઓનાં દૂધમાંથી બનાવવામાં આવે છે. ભારતમાં ચીઝ મોટા ભાગે ગાય અને ભેંસના દૂધમાંથી બનાવવામાં આવે છે,જ્યારે અન્ય દેશોમાં તે બકરી કે ઊંટડીનાં દૂધમાંથી બનાવવામાં આવે છે. તેની ગુણવત્તાને લઈને વિશ્વભરમાં સ્પર્ધાઓ પણ યોજાય છે.

હાલમાં જ ચીનની સોચાઉ યુનિવર્સીટીનાં રિસર્ચમાં સાબિત થયું કે રોજ ચાલીસ ગ્રામ જેટલું ચીઝ ખાવાથી હ્રદયને લગતી બિમારીનું જોખમ 14% અને સ્ટ્રોકનું જોખમ 10% ઘટાડે છે. યુરોપિયન જનરલ ઑફ ન્યુટ્રીશનમાં પ્રકાશિત રિપોર્ટ અને અભ્યાસકર્તાઓનાં કહેવા મુજબ જ્યારે લીલા શાકભાજી અને ફળોની સાથે ચીઝ લેવામાં આવે છે ત્યારે શરીરમાં સારા કોલેસ્ટેરોલનું પ્રમાણ વધે છે અને ખરાબ કોલેસ્ટેરોલનું પ્રમાણ ઘટવા માંડે છે.

ચીઝમાં આવેલો ખાસ પ્રકારનો એસિડ રક્તવાહિનીઓને બ્લોક થતી અટકાવે છે. એક સંશોધન મુજબ ચીઝમાં ફેટની સાથે સાથે પ્રોટીન, વિટામિન્સ, મિનરલ્સ અને કેલ્શિયમ જેવા પોષક તત્ત્વો હોય છે જે શરીરની તંદુરસ્તી જાળવવામાં મદદરૂપ બને છે.

ચીઝમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફરસ પૂરતાં પ્રમાણમાં હોવાથી હાડકાં મજબૂત બને છે અને સાંધાના દુઃખાવા તેમજ દાંતને લગતાં રોગો ઓછાં થાય છે. WHOનાં જણાવ્યા મુજબ 50 વર્ષથી વધુની વય ધરાવતાં લોકોએ દિવસમાં ઓછામાં ઓછું 400 થી 500 મિલીગ્રામ કેલ્શિયમ લેવું જોઈએ. ચીઝમાં પૂરતાં પ્રમાણમાં કેલ્શિયમ અને વિટામિન ડી હોય છે.

ચીઝમાં ડાયટ્રી ફાયબર વધારે પ્રમાણમાં હોવાથી ખોરાક પચાવવામાં મદદરૂપ બને છે.

તાજેતરમાં થયેલ સંશોધન મુજબ ચીઝમાં કેન્સર થવાનાં કારણો ઓછાં કરવાની ક્ષમતા રહેલી છે. પેટનું કેન્સર, કોલોન કેન્સર અને બ્રેસ્ટ કેન્સરની સારવારમાં અસરકારક સાબિત થયેલ છે.

ચીઝમાં ભરપૂર માત્રામાં રહેલ ઓમેગા 3 ફેટી એસિડ ડાયાબિટીસ સામે લડત આપે છે. નિષ્ણાતોના કહેવા મુજબ તેઓ ડાયાબિટીસનાં દર્દીઓને પોતાનાં ભોજનમાં ચીઝ વાપરવાનું કહે છે. ચીઝની ખાસિયત એ છે કે તે બંને પ્રકારનાં ડાયાબિટીસમાં કામ લાગે છે.

ચીઝ દૂધમાંથી બનતું હોવાથી તેમાં દૂધના પણ કેટલાંક ગુણ આવી જાય છે, જેમ કે શક્તિ - એનર્જી. શરીરમાં તાત્કાલિક એનર્જી જોઈતી હોય તો ચીઝ ખાવું જોઈએ.

જે લોકો મેદસ્વિતા ધરાવે છે તે લોકોએ ચીઝ ન ખાવું જોઈએ અથવા તો નહિવત પ્રમાણમાં ખાવું જોઈએ. ચીઝમાં સંતૃપ્ત ચરબી આવેલ હોવાને કારણે તે યોગ્ય પ્રમાણમાં શરીરમાં જાય તો જ તે સ્વાસ્થ્યવર્ધક છે, નહીં તો નુકસાન કરે છે.

ચીઝનુ નિયમિત સેવન કરવાથી શરીરનું રોગપ્રતિકારક તંત્ર મજબૂત બને છે. ચીઝમાં રહેલ પ્રોબાયોટીક બેક્ટેરિયા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. ગૌડા પ્રકારનું ચીઝ આંતરડા માટે વધુ લાભદાયક છે.

ચીઝમાં માઈક્રો બેક્ટેરિયા હોય છે, જે આંતરડાને સ્વસ્થ રાખે છે. ચીઝ મેટાબૉલીક રેટને વધારી પાચનની સમસ્યાઓ દૂર કરે છે. ચીઝમાં રહેલ વિટામિન બી 12 અને બેક્ટેરિયા પાચનતંત્રને સ્વસ્થ રાખે છે. તે શરીરને ભરપૂર ઉર્જા આપે છે. ચીઝમાં રહેલ ઓમેગા 3 અને ઓમેગા 6 એમિનો એસિડ મગજ માટે લાભપ્રદ છે.

ઈન્ટરનેટના વિવિધ વેબપેજની મદદથી લેખ તૈયાર કરેલ હોવાથી ભૂલચૂક નજરઅંદાજ કરવા વિનંતી.
- સ્નેહલ જાની