Self-realization books and stories free download online pdf in Gujarati

આત્મ સાક્ષાત્કાર

પુસ્તક પરિચય
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની
પુસ્તકનું નામ:- આત્મ સાક્ષાત્કાર
કુલ પાનાં:- 56
મૂલ્ય:- રૂપિયા દસ.
લેખક:- જ્ઞાની પુરુષ શ્રી દાદા ભગવાન
સંકલન:- પૂજ્ય શ્રી દિપકભાઈજી

નમસ્તે મિત્રો.
આજે હું તમારી સમક્ષ ઉપસ્થિત છું મેં વાંચેલ અને મને પસંદ પડેલ એક પુસ્તક વિશેની માહિતી સાથે. આ પુસ્તક મને પસંદ પડ્યું એટલે વિચાર્યું કે મારે આનાં વિશે બીજાને માહિતગાર કરવા જોઈએ. કદાચ કોઈનાં જીવનમાં કંઈક પરિવર્તન આવે.

મિત્રો, આપણે જોઈ જ રહ્યાં છીએ કે રોજબરોજ જીવનમાં કેટલા બધા ફેરફારો થાય છે. આજે મનુષ્ય જ એકબીજાનો દુશ્મન બન્યો છે, ત્યારે સૌથી પહેલી જરૂરિયાત છે પોતાને ઓળખવાની અને બીજાને સમજવાની.

આ પુસ્તકમાં એ જણાવ્યું છે કે મનુષ્ય જીવનનો ધ્યેય શું હોઈ શકે? આનાં જવાબમાં દાદા ભગવાન કહે છે કે જેવું આપણે મેળવવું હોય તેવું પહેલાં આપવું પડે. સુખ માટે સુખ, દુઃખ માટે દુઃખ - જે આપ્યું હોય તે જ મળે.
જીવનમાં ધ્યેય બે પ્રકારના હોય શકે - સાંસારિક અને આત્યંતિક, એટલે કે જીવન એવું જીવવું કે બીજા કોઈને આપણાં થકી ત્રાસ ઊભો ન થાય. આપણને જો કોઈ સંન્યાસીનો સંગ મળે તો થોડો સત્સંગ કરી લેવો. શું ખબર કદાચ મોક્ષનો માર્ગ મળી જાય!

બીજું એ સમજાવ્યું છે કે મોક્ષ એટલે શું? મોક્ષ બે સ્ટેજમાં મળે છે. સંસારની તમામ માયાથી તમે પર થઈ જાઓ, કોઈ પણ દુઃખ તમને દુઃખી ન કરી શકે, ત્યારે સાંસારિક મોક્ષ, અને દેહ છૂટે ત્યારે કોઈ પણ વાતનો અફસોસ ન રહી જાય તે આત્યંતિક મોક્ષ.

આ ઉપરાંત આ પુસ્તકમાં વર્ણવેલા અન્ય મુદ્દાઓ ટૂંકમાં રજુ કરું છું:-
1. આત્મજ્ઞાનથી શાશ્વત સુખની પ્રાપ્તિ:- જે કાયમી હોય છે.
2. સુખ અને દુઃખ:- સંપૂર્ણપણે આપણી વિચારધારા પર આધાર રાખે છે.
3. સનાતન સુખની શોધ:- આ પામવા માટે આત્માનું વિજ્ઞાન સમજવું જરુરી છે.
4. I and My:- હું અને મારું, આ બંને અલગ શબ્દો છે. જ્યારે 'મારું' જીવનમાંથી દૂર થાય છે ત્યારે જ 'હું' ને પામી શકાય છે.
5. વ્રત, તપ અને નિયમ કેટલા જરુરી છે જીવનને સુધારવા માટે?
6. તપથી મુક્તિ મળે કે નહીં?
7. મોક્ષ શેનાથી મળે? મંત્રજાપ વડે કે જ્ઞાનમાર્ગથી?
8. મોક્ષનો સરળ ઉપાય એટલે કે હું કોણ છું - એની ખબર હોવી.
9. જરુર કોની પડે? ગુરુની કે જ્ઞાનીની?
10. જ્ઞાન કોણ આપી શકે? જે જ્ઞાની છે તે કે જેણે આત્મ સાક્ષાત્કાર કર્યો છે તે?
11 આત્માનુભૂતિ કેવી રીતે થાય?
12. સંત અને જ્ઞાનીની વ્યાખ્યા.
13. જ્ઞાની પુરુષની ઓળખાણ શ્રીમદ્દ રાજચંદ્રજી દ્વારા
14. મોક્ષ મેળવવાના બે માર્ગ:- ક્રમિક અને અક્રમ.
15. સંતની કૃપા દ્રષ્ટિ દ્વારા મોક્ષનો દ્વાર શોધવો.
16. આજ્ઞા મુજબ આચરણ કરી આત્મજ્ઞાન મેળવવું.
17. કોઈ પણ કાર્ય કરવા કે કોઈ આજ્ઞા અનુસરવા દ્દઢ નિશ્ચય જરુરી છે.
18. આજ્ઞા પાળો એટલે સાચો પુરુષાર્થ શરુ થાય.
19. જ્ઞાનરૂપી બીજ જે રોપાયું એ જ આત્માનો પ્રકાશ છે.
20. અનુભવ, લક્ષ અને પ્રતીતિ દ્વારા આત્માનુભવ કરી શકાય છે.
21. જીવનમાં ઊભા થતા ગૂંચવાડાઓ માટે સત્સંગની આવશ્યકતા છે.
22. જ્ઞાન લીધા પછી 'હું શુદ્ધ આત્મા છું' એવો અનુભવ થવો જરૂરી છે.
23. દરેક જગ્યાએ adjustment કરવું, પછી ઘરમાં હોઈએ કે બહાર.
24. એકબીજા સાથે શારિરીક કે માનસિક કે વૈચારિક અથડામણ ટાળો.
25. દરેક જગ્યાએ કોમન સેન્સ વાપરીને કામ કરો. થોડા વ્યવહારુ બનો.
26. જે બન્યું તે કુદરતની ઈચ્છા સમજી સ્વીકારી લેવું અને પરિસ્થિતી સુધારવાનો પ્રયત્ન કરવો.

ઉપરોક્ત તમામ મુદ્દાઓ આ પુસ્તકમાં ખૂબ જ સરસ રીતે વર્ણવેલા છે.

મારા મતે આ પુસ્તક બધાએ એટલાં માટે વાંચવું જોઈએ કે જેથી પોતાની આત્મશુદ્ધિ કરી શકાય. મન, કર્મ અને વચનથી પવિત્ર થઈ જવાય. લોકો સાથે કેવો વ્યવહાર કરવો, ઘરનાં સભ્યો સાથે કેવી રીતે વર્તન કરવું અને જમાના પ્રમાણે કેવી રીતે પોતાનામાં ફેરફાર લાવવો એ દાદા ભગવાન અને એમનાં ભક્ત સાથેના વાર્તાલાપ દ્વારા ખૂબ જ સુંદર રીતે સમજાવેલ છે.

મારુ એવું માનવું છે કે એક વાર આ પુસ્તક ચોક્ક્સ વાંચવું જોઈએ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED