પરીને મળેલ શીખ Tr. Mrs. Snehal Jani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • હું તારી યાદમાં 2 - (ભાગ-૪૩)

    હું ઓફિસમાં દાખલ થઈ ચૂક્યો હતો અને અચાનક મારા મોબાઈલમાં વંશિ...

  • Book Blueprint by IMTB

    કોઈપણ BOOK લખવા માટે જરૂરી બધાં પાસાંઆઈડિયા થી લઈને વાચકમાં...

  • એકાંત - 91

    "આપણાં છુટાછેડા થઈ જાય પછી હું બીજાં મેરેજ કરું કે ના કરું પ...

  • સ્નેહ ની ઝલક - 13

    શહેરની ભીડમાં ઘણી વાર માણસ સૌથી વધુ એકલો હોય છે. રસ્તાઓ પર લ...

  • THE GAME CHANGER - 1

    THE GAME CHANGERSHAKUNI: A TALE OF UNTOLD REVENGEઅધ્યાય ૧: ગ...

શ્રેણી
શેયર કરો

પરીને મળેલ શીખ

આજે સવારે નાનકડી પરી મમ્મીને રમકડાં અપાવવાનું કહી રહી હતી. પણ મમ્મીએ કહ્યું કે ઘરમાં ઘણાં બધાં રમકડાં છે, તેનાથી જ તારે રમવાનું છે. રડતી રડતી પરી પોતાનાં રૂમમાં ચાલી જાય છે. ત્યાં એની નાનકડી ખુરશી પર એ બેસી જાય છે. થોડા સમય પછી અચાનક જ અવાજ આવે છે, "પરી ઊભી થા, મને ખૂબ ભાર લાગે છે." પરી વિચાર કરવા લાગી કે' 'આ કોણ બોલે છે? અહીં તો હું એકલી જ છું."
પરી ઊભી થઈને આજુ બાજુ જુએ છે, પરંતુ કંઈ ન દેખાતા ફરીથી ખુરશી પર બેસી જાય છે. ફરીથી એ જ અવાજ આવે છે. ફરી પાછી પરી ઊભી થઈને શોધે છે કે કોણ બોલે છે. એ પાછી બેસવા જ જાય છે ને અવાજ આવે છે કે, "પરી હું તારી ખુરશી. તુ કેટલા બધા વર્ષોથી મારા પર બેસે છે. હવે હું ઘરડી થઈ. મારાથી તારો ભાર સહન થતો નથી. માટે તુ મારા પર નહીં બેસ." ખુરશીને આમ બોલતી જોઈને પરી ચોંકી ગઈ. પણ પછી એ બંનેની દોસ્તી થઈ ગઈ.
ધીમે ધીમે ઘરની બધી વસ્તુઓ સાથે એ વાત કરતી થઈ ગઈ. એ એની ઢીંગલી રમવા બેઠી તો ઢીંગલી પણ એની સાથે વાત કરવા માંડી. ઢીંગલીએ કહ્યું, "તુ બધાની સામે મારા કપડાં બદલે છે તે મને નથી ગમતું. જ્યારે રૂમમાં આપણે બે જ હોઈએ ને ત્યારે તારે મારા કપડાં બદલી દેવા. બધાંની સામે તુ મારી સાથે માત્ર રમવાનું જ રાખ." પરીએ સહમતિ દર્શાવી. પરી બોલ સાથે પણ વાત કરતી. એ પણ એને કહેતો કે બધાં એને બેટથી મારે છે ત્યારે એને ખૂબ જ વાગે છે, પરંતુ બધાનું મનોરંજન થતું હોવાથી એ કોઈને ના પાડતો નથી.
પરીનાં કપડાં મુકવા માટે એનાં મમ્મી પપ્પા એક નાનકડો કબાટ લાવ્યા હતા. આજે તો એ કબાટ પણ પરી સાથે વાત કરતો હતો. કબાટ: "પરી, તારી મમ્મી તારા કપડાં મારામાં મૂકે છે ને તે મને બહુ ગમે છે. કેવાં સરસ કપડાં છે તારા! ઉપરથી તેનાં પર અત્તર છાંટ્યું હોય છે. તારા કપડાંની સાથે હું પણ એકદમ સુગંધિત થઈ જાઉં છું. બસ, તારે પણ આ અત્તરની જેમ પોતાને સારા કર્મથી મહેકાવવાની છે. ક્યારેય કોઈ ખોટું કામ ન કરીશ."
એ જમવા કે નાસ્તો કરવા બેસે છે ત્યારે પણ એની બધી વસ્તુઓ સાથે વાતચીત ચાલુ જ હોય છે. થાળી કહે કહે છે કે, 'બધાં મારામાં ગરમ ગરમ ખાવાનું પીરસે છે, તે મને બહુ દાઝે છે, પણ તમારાં બધાનાં સ્વાસ્થ્યનો વિચાર કરીને હું કંઈ નથી બોલતી.' ચમચી કહે છે કે પહેલાં લોકો હાથથી ખાતાં હતાં તો મારો ઉપયોગ તો માત્ર વસ્તુઓ લેવા માટે જ થતો, ક્યારેક તો તે પણ નહીં. મને લોકો ગણતરીમાં લેતા ન હતાં, પરંતુ હવે જુઓ, મારા વગર કોઈને ચાલતું જ નથી. ખાસ કરીને નાનાં બાળકો અને આજની યુવા પેઢી તો હાથ વડે ખાવાનું જ ભૂલી ગઈ છે. હવે મારુ મહત્ત્વ વધી ગયું છે. પણ પરી, તુ તો હાથ વડે જ ખાજે. એ શરીર માટે પણ સારું છે.
પરી લખવા બેસે છે ત્યારે એની પેન્સિલ એને કહે છે:"તુ પણ યાદ રાખજે, સારા કામ કરવા માટે મારી જેમ થોડું છોલાવું પણ પડશે. ક્યારેક કોઈ રબર લાવીને જેમ મેં લખેલું ભૂંસી નાંખે છે તેમ કદાચ તારા કરેલ સારા કામને કોઈ પોતાના નામથી રજુ કરીને વાહ વાહ મેળવવાનો પ્રયત્ન કરશે, પણ હાર માનીશ નહીં. ભગવાન ઉપર ભરોસો રાખજે."
નોટ કહે છે: "જે રીતે હું તારી બધી બાબતો મારી પાસે સાચવી રાખું છું એ જ રીતે તું પણ કોઈ તારા પર ભરોસો કરીને પોતાની કોઈ વાત કહે તો તારી પાસે સાચવી રાખજે. બધાને કહીને એ વ્યક્તિની નિંદા ન કરીશ. મારુ કોઈ પાનું ખરાબ થશે તો તુ એને ફાડીને ફેંકી શકશે, પણ કોઈની સાથે સંબંધ ખરાબ થાય તો ફરીથી તેને બેઠો કરવો પડશે. એને તુ કાયમ માટે તોડી ન શકે."
પછી અચાનક જ પરીની મમ્મી આવે છે અને એને ઊઠાડે છે. પરી પોતાનાં સપનામાંથી બહાર આવે છે. પોતાને કંઈક અલગ નજરે જ જુએ છે. એનામાં અચાનક જ બદલાવ આવી જાય છે. હવે એ કોઈ વાતે જીદ કરતી નથી. જે પરી પોતાને ન ગમતું રમકડું તોડી નાખતી હતી તે હવે દરેક રમકડાં સાચવીને રમતી થઈ. હાથ વડે ખાતી થઈ પછી એને ખબર પડી કે ખાવાનું ઠંડું કે ગરમ કેવી રીતે નક્કી કરાય અને મોં દાઝવાથી બચાવી શકાય, કારણ કે ચમચીમાં તો ખબર પડતી જ ન હતી ખાવાનું ઠંડું છે કે ગરમ. એને સપનામાં બધાએ આપેલ સૂચનો અને માર્ગદર્શન એ અનુસરવા લાગે છે.
આમ, મિત્રો આપણે જો થોડું ધ્યાન આપીએ ને તો આપણી આસપાસ જ ઘણું બધું છે જે આપણને જીંદગી કેમ જીવવી અને માણવી તે શીખવે છે.