LOVE BYTES - 47 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-47

લવ બાઇટ્સ
પ્રકરણ-47
સ્તવનનાં રૂમમાં આશા આવી ગઇ હતી એ સ્તવનને વળગી ગઇ બંન્ને જણાં એકમેકનાં હોઠને ચૂમી રહ્યાં હતાં ખૂબજ પ્રેમ કરી રહેલાં અચાનક સ્તનને હોઠ પર દાહ બળવા માંડી એણે આશાને કહ્યું આશા મને ન સમજાય એવી અકળામણ થાય છે એમ કહી એને અળગી કરી દીધી. આશાને એનાં પ્રેમનું અપમાન જેવું લાગ્યું આશાથી બોલી પડાયું કે આતો હદ થાય છે તમે બિમાર છો મારાં પ્રેમથી પણ તમે... એમ બોલતાં ઉભી થઇ ગઇ તમે એકલાંજ રહો અને તમારાં આવાં એહસાસમાં તડપ્યા કરો એમ કહીને રૂમ છોડી ગઇ..
સ્તવન એને ડઘાઇને સાંભળતો જતી જોઇ રહ્યો સ્તવન ખૂબ ડીસ્ટર્બ થઇ ગયો એણે એંનાં વાળ પકડીને ખેંચ્યા એને તાણ આવી રહી હતી કોઇ અગમ્ય ગુસ્સો આવી રહેલો કંઇક ન સમજાય એવી તડપ હતી એની આંખમાંથી આંસુ ટપકી રહ્યાં એ પથારીમાં આળોટવા માંડ્યો એનાંથી જે આગમ્ય પીડા હતી એ સહેવાઇ નહોતી રહી...
આશા સ્તવનને છોડીને એનાં રૂમમાં જતી રહી એણે જોયું મીહીકા ઘસઘસાટ ઊંઘી રહી છે એની આંખમાં ઊંઘ નહોતી એને આક્રોશ આવી ગયો હતો એ થોડીવાર બેડમાં બેસી રહી. થોડી શાંત થયા પછી વિચાર્યુ મેં ઠીક નથી કર્યુ સત્વનને હરપળ સાથ આપવાનું વચન આપ્યું છે મારાથી આવુ કેવી રીતે થયું ? એની પીડા છે અકળામણ છે એવામાં મેં એને એકલો મૂકી દીધો ? એને મારાં માટે શું વિચાર આવશે ? ના ના મારે આવું ના કરવું જોઇએ એને અત્યારે મારીજ ખાસ જરૂર છે મારે ભૂલ સુધારવી જોઇએ એમ વિચારી પાછી દબાતાં પગલે સ્તવનનાં રૂમમાં આવી એણે જોયું સ્તવન ધુસ્કે ને ધુસ્કે રડી રહ્યો છે એનાંથી એની પીડા સહન નથી થઇ રહી.
આશાથી પણ સ્તવનની પીડા નાં જોવાઇ એ સ્તવન પાસે જઇને બોલી સ્તવુ આઇ એમ સોરી મારે તને એકલો ના મૂકવો જોઇએ પણ મને પણ ખરાબ લાગેલું તને હું આટલો પ્રેમ કરુ અને....
સ્તવને આશાને પોતાની તરફ ખેંચી લીધી અને આશાની છાતીમાં માથું નાંખીને પ્રેમ કરવા માંડ્યો આશાએ સ્તવનનાં માથે ચહેરા પર બધે હાથ ફેરવવા માંડ્યો અને મારાં સ્તવુ કહીને બધે ચૂમવા માંડી. મારાં સ્તવું સોરી હું તને ક્યારેય એકલો નહીં મૂકુ. આઇ એમ સોરી મને માફ કર સ્તવને એને બાહોમાં લીધી અને આશાનાં ચહેરા હોઠ ગળામાં છાતીમાં બધે ચૂમવા માંડ્યો.
થોડો વખત બંન્ને જણાં એકબીજાને ખૂબ પ્રેમ કરતાં રહ્યાં પછી સ્તવને કહ્યું મારી આશુ મારી પણ ભૂલ હતી આઇએણ સોરી આશાએ કહ્યું બસ હવે તારે માફી નહીં માંગવાની તું ઓલરેડી પીડામાં હતો તમે એ ગંદો એહસાસ હતો મારે તને એકલો ના મૂકવો જોઇએ.
સ્તવન પ્રેમમાં ઉશ્કેરાયેલો હતો એણે કહ્યું મન ખૂબ પ્રેમ કર મને એકલો ના મૂકીશ મને તારી પળ પળ જરૂર છે મને કોઇ બીજો એહસાસજ ના થવો જોઇએ મને તારામાં સમાવી લે હું તને મારામાં ...... એમ કહેતો આશાને બેડ પર સૂવરાવી એ એને બાહોમાં લઇ ને પ્રેમ કરવા લાગ્યો.
આશાએ કહ્યું એય તોફાની આમ અચાનક કેમ આટલો પ્રેમ ઉભરાયો છે ? બે દિવસ પછી વિવાહજ છે પછી કોઇ મર્યાદા આપણને નહીં નડે કારણ કે પછી તો વૈશાખી પૂનમે લગ્ન છે. એ વખતે તને હું સંપૂર્ણ સમર્પિત થઇ જઇશ કોઇ સંકોચ કે મર્યાદા નઙીં નડે બે આત્મા બે દેહ એક જ થઇ જશે.
સ્તવને ઉતેજનામાં કહ્યું એ દિવસો મને હવે ખૂબ ડર લાગે છે આજે જ એકબીજામાં પરોવાઇ જઇએ આવીજા.
આશાએ કહ્યું એય મારાં નટખટ થોડો કાબૂ કર હું ફક્ત તારીજ છું પણ થોડી આમમ્યા વધારે પ્રેમ કરાવે છે. હું તને આટલો તો પ્રેમ કરુ છું આખા ઘરમાં બધાં જ ઘસઘસાટ ઊંઘે છે અડધી રાત વીતી ગઇ છે ચાલ હું સરસ સૂવરાવું છું તું નિશ્ચિંત થઇને સૂઇ જા પછી હું મારાં રૂમમાં જઊ મીહીકાબેન ઉઠી જશે તો પંચાત થશે એમને થશે મારાં માં કોઇ સંસ્કાર કે આમન્યાજ નથી ચલ સૂઇજા પછી હું જઊં એમ કહી ચૂમી લીધો.
*************
બીજા દિવેસ સવારે આશા વહેલી ઉઠી ગઇ અને નીચે લલિતા માસી પાસે જઇને બોલી માસી હું ઘરે જઊં છું મારે તૈયાર થવાનું અમે પછી મયુરનાં ઘરે જવાનું છે. લલીતામાસી એ કહ્યું તને સ્તવન મૂકી જશે.
આશાએ કહ્યું ના માસી એ હજી ઊંઘતા લાગે છે હું ઓટોમાં જતી રહુ છું ત્યાં ભંવરી દેવી ન્હાઇને આવ્યા એમણે કહ્યું આશા દીકરા તું એકલી જઇશ ? સ્તવન હજી નથી ઉઠ્યો ? આશાએ શરમાતા કહ્યું મને ખબર નથી પણ એમનો રૂમ બંધ છે કદાચ સૂતા લાગે છે. એમને ઉઠાડવાની જરૂર નથી હું ઓટોમાં ઘરે પહોચી જઇશ.
એટલામાં મીહીકા ઉઠીને આવી એણે કહ્યું ઓહ આશાભાભી તમે જાવ છો ? આશાએ કહ્યું તમે લોકો પરવારીને મયુરનાં ઘરે આવો હું ઘરે જઇને પાપા મંમી સાથે મયુરનાં ઘરે પહોચી જઇશ. એમ કહીને આશા ઘરેથી નીકળી ગઇ.
રાજમલકાકા અને માણેકસિહજી તૈયાર થઇનેજ આવ્યા અને લલિતામાસી એ કહ્યું આશા એનાં ઘરે ગઇ છે સ્તવન ઉઠે પછી ચા નાસ્તો કરી પરવારીને આપણે મયુરનાં ઘરે જવા નીકળીશું.
ભંવરીદેવીએ મીહીકાને કહ્યું બેટા જાવ તમે તૈયાર થઇ જાવ અને મેં જે સાડી કાઢી રાખી છે એ પહેરીને આવ. મીહીકા શરમાતી તૈયાર થવા જતી રહી.
માણેકસિહજી એ કહ્યું સ્તવન હજી ઉઠ્યો નથી ? રાજમલસિહે કહ્યુ ઉઠશે શું ઉતાવળ છે ? જુવાન લોહી છે રાત્રે મોડું થયું હતું એ લોકોને સૂવાદો ત્યાં સુધીમાં આપણે બધી તૈયારી કરી લઇએ.
થોડીવાર પછી સ્તવન ઉઠીને આવ્યો એણે કહ્યું માઁ ચા બનાવો.. પછી આમતેમ જોઇને પૂછ્યું માં આશા ક્યાં છે ? એ ક્યાંય દેખાતી નથી.
ભંવરીદેવીએ હસતાં હસતાં કહ્યું ઉઠીને તરત આશા યાદ આવી ? એતો વહેલી ઉઠીને ક્યારની ઓટોમાં એનાં ઘરે જવા નીકળી ગઇ તું ચા પીને ન્હાઇ ધોઇ તૈયારી થઇ જા પછી મયુરનાં ઘરે જવાનું છે એ સીધી ત્યાં આવશે.
*************
સ્તુતિ સવારે ઉઠી આળસ મરડીને આંખો ખોલી ને રાત્રીનો એહસાસ યાદ આવી ગયો એ થયું આવું મને કેમ થાય છે ? કોણ છે એ પાત્ર જે મને આમ સૂક્ષ્મ રીતે યાદ આવે છે. પ્રેમ થી પજવે છે મને પણ એની તડપ છે મિલન માટે તરસું છું કાલે તો મારું અંગ અંગ એને મળવા પ્રેમ કરવા તરસતું હતું. આમ મારાં એનાં માટેનં એહસાસ પ્રબળ થવા લાગ્યાં છે ચોક્કસ હવે વાસ્તવિક મિલન નજીક લાગે છે એમ વિચારી ચહેરાં પર આનંદ અને હાસ્ય આવી ગયું...
એ ઉઠી ન્હાઇધોઇ પરવારીને બહાર આવી અને જોયુ પાપા ધ્યાનમાં બેઠાં છે એને ખબર હતી કે પાપા અગોચર વિધાની કોઇ સિધ્ધિ મેળવવા ખૂબ મહેનત કરી રહ્યાં છે એ તુષારનાં રૂમમાં ગઇ તુષાર કાનમાં ઇયર ફોન નાંખીને મ્યુઝીક સાંભળી રહેલો. સ્તુતિએ એની પાસે જઇને કહ્યું ભાઇ શુ વાત છે સવાર સવારમાં મ્યુઝીક ? તારે વાંચવાનું કે ભણવાનું નથી ?
ત્યાં માં આવીને ચા નાં બે કપ આપી ગઇ અને બોલી તમે ભાઇબહેન ચા પીલો. પછી બોલ્યાં સ્તુતિ તને નવી નોકરી મળી ગઇ ? ઘરે બેઠાંજ કરવાની ? કેવું સારુ ?
સ્તુતિએ કહ્યું માં તમને કોણે કહ્યું ? હજી મેં પાપાને પણ... તારાં પાપાએ જ કહ્યું એમને ખબર પડી છે હવે એ નાની નાની મનની વાતો સમજી જાય છે જાણે ત્રિકાળજ્ઞાન.. એમ કહીને હસવા લાગ્યાં.
સ્તુતિને આશ્ચર્ય થયું પછી મનમાં બોલી એમને સિધ્ધી હાથ લાગી ગઇ લાગે છે મારે પૂછવું પડશે એમને.
ત્યાં વામનરાવ ધ્યાન પુરુ કરીને બહાર આવ્યા એમણે કહ્યું મને જાણ છે તારી નોકરી લાગી ગઇ છે સરસ કંપની છે તને ખૂબ જાણવા શીખવા મળશે અને સાથે સાથે કંઇક અગમ્ય પણ થવાનું એવું લાગે છે પણ જે હશે એ સારુંજ હશે તારાં માટે એમ કહીને ચૂપ થઇ ગયાં.
સ્તુતિને થયું પાપાને મારાં રાત્રીનાં એહસાસ પણ...
વધુ આવતા અંકે - પ્રકરણ -48

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED