લવ બાઇટ્સ
પ્રકરણ-46
સ્તુતિને નવી નોકરી મળી ગઇ હતી. Email પર પણ એપોઇન્ટમેન્ટ લેટર મોકલવામાં આવેલો. ઘરેબેઠાં Online કામ કરવાનું હતું કોમ્પ્યુટર કોર્સ કરેલો કામ લાગવાનો હતો. નીચે મી. ઓબેરોયની સહી હતી એને ખૂબજ આનંદ થયો ત્યાં બહારથી ચીસ સાંભળાઇ એણે તરતજ રૂમનું બારણું ખોલ્યું અને બહાર જોયું કોઇ નહોતું માં-પાપાનો રૂમ પણ શાંત હતો તેઓ સૂતા હતાં. એનો ભાઇ તુષાર પણ સૂઇ રહેલો એને થયું આટલી રાત્રે આટલી નજીકથી કોની ચીસ સંભળાઇ ? એ બાધા જેવી બની ગઇ. આનંદ અને ઉલ્લસમાં પણ જાણે ડર લાગી ગયો.
એને થયું મારો ભ્રમ હશે. એમ વિચારી રૂમમાં પાછી આવી અને લેપટોપ ચાલુ કરીને Email ચેક કર્યા એમાં પણ એપોઇન્ટમેન્ટ લેટર આવી ગયો હતો સેલેરી પણ હેન્ડસમ હતી માસિક 25 હજાર એને થયું આ બધી માઁ મહાકાળીની કૃપા અને અઘોરીજીનાં આશીર્વાદ છે. એણે લેપટોપ બંધ કર્યું અને હાથ પગ ધોઇ સુવા માટે બેડ પર આડીપડી.
સ્તુતિની આંખમાં ઊંઘ નહોતી એ વિચાર વંટોળે ચઢી હતી કાલે સવારે માં પાપાને આનંદનાં સમાચાર આપીશ. એણે આજે એપોઇન્ટમેન્ટ રીસીવ કરીને કન્ફરમેશન નો મેઇલ કરી દીધો છે. કાલથી કામ પણ શરૂ થશે અને સર સાથે ફોન પર વાત પણ કરી લઇશ.
સ્તુતિએનાં વિચારોમાં છે. અને અચાનક એને ગળાનાં ભાગમાં જ્યાં બાઇટ્સનાં નિશાન હતાં ત્યાં મીઠી ચળ આવવા લાગી એણે ત્યાં હળવેકથી હાથ ફેરવવો ચાલુ કર્યો એને આનંદ આવી રહેલો એનામાં ઉત્તેજના આવી રહી હતી એનાં કુંવારા ભૂખ્યા હોઠ જાણે ચૂમવા માટે તૈયાર હોય એવી અવસ્થામાં ખેંચાઇને ઉભા થઇ ગયાં હતાં. એની આંખો બંધ અને ચૂંબન લેવા માટે આતૂર થઇ ગઇ હતી. એનાં હોઠમાં ભીનાશ ફરી વળી અને તડપતાં હોઠ વધુ ઉત્તેજીત થઇ રહેલાં એનામાં કોઇ ઇચ્છાઓનો દાવાનળ સળગી રહેલાં....
સ્તુતિ બેડ પર જાણે ઉંચકાઇ ગઈ એનાં હોઠ કોઇને આહવાન આપી રહેલાં. એનો હાથ ઊંચા અને પહોળા થઇ ગયાં જાણે કોઇને બાંહોમાં પરોવવાનો હોય કોઇ પ્રેમ એને વળગી જશે અને એ એ અપાર પ્રેમ કરી લેશે. ઉછળતી ઉત્તેજનાં એનાં શ્વાસ લાંબા લાંબા થવા લાંગ્યા એ કોઇને બોલાવી રહી હતી એની છાતીનાં પયોધરો ઊંચા નીચાં થઇ રહેલાં એ મિલન માટે બેબાકળી થઇ રહી હતી પણ તડપ સિવાય એને બીજો કોઇ એહસાસ નહોતો એ તડપતી હતી પણ કોઇ બાહોમાં વીંટળાયુ નહીં એનાં શ્વાસ શાંત થયા ધબકારની ગતિ ધીમી થતી ગઇ એની આંખોમાં તડપનાં આંસુ ઘસી આવ્યા એનાં ઝખમ વધારે મીઠી ચળ આપી રહેલાં એણે એનાં બંન્ને હાથ એનાં ચહેરાં પર મૂકી દીધાં અને ધૂસ્કે ને ધૂસ્કે રડી પડી અને સ્વગત બોલી ઉઠી કોણ છો તમે ? કેમ તડપાવો છો ? પ્રેમનો એહસાસ કરાવી ક્યાં સંતાઇ જાવ છો ? તમારી વરસોથી રાહ જોઇ રહી છું હવે તો આવો આ મીઠાં ઝખમ આપીને શું સાબિત કરવા માંગો છો ? આમ કહીને ફરી રડી ઉઠી...
****************
સ્તવન પણ કોઇ અગોચર શક્તિ તરફ ખેંચાઇ રહેલો એને થયું કોઇ મને પોકારે છે મને યાદ કરે છે મારી જન્મ પછીની બધી વેદનાઓએ મને કોઇ મીઠો એહસાસ કરાવ્યો છે કોણ છો તમે ? શા માટે મને ઇજન આપીન છૂપાઇ જાવ છો ? આવો તમે મારી બાહોમાં આવી જાઓ મને સુખ આનંદ અને તૃપ્તિ આપો મને પણ તમારાં વિના ચેન નથી મને આવાં મીઠાં વિરહનાં દુઃખથી મુક્તિ આપો... આમ સ્તવન પણ સ્વગત બોલી રહેલો. એની આંખમાંથી પણ ચોધાર આંસુ વહી રહેલાં એને ખુદને ખબર નહોતી કે એની કોની સાથે વાત થાય છે ? કોણ છે એ મીઠું વ્હાલું પાત્ર ?
સ્તવનનો આ સ્વગત થઇ રહેલો બબડાટ બાજુનાં રૂમમાં ઊંઘવાનો પ્રયત્ન કરી રહેલી આશાને સંભળાયો એણે મીહીકા તરફ નજર કરી પણ એતો ઘસઘસાટ ઊંઘી રહેલી એ પણ એનાં મીઠાં સ્વપનમાં હતી.
આશા હળવેથી ઉભી થઇ એને એં રૂમમાંથી બહાર નીકળીને સ્તવનનાં રૂમનાં દરવાજે આવી સ્તવનનો સ્વગત થતો બબડાટ સાંભળી રહેલી એણે સ્તવનનાં રૂમમાં દરવાજાને હળવો ધક્કો માર્યો અને અવાજના થાય એમ એ રૂમમાં સરકી ગઇ.
સ્તવનની આંખમાં આંસુ હતાં એને કોઇક તડપ હતી એણે સ્તવનની સામે જોયું સ્તવન આશાને જોઇને જરાય વિચલિત ના થયો એણે આશાને કહ્યું આશા મને કોઇ અગમ્ય એહસાસ થાય છે કોઇક ખેંચાણ અનુભવાય છે. આશાને અંદર અંદર ગભરાટ થયો એને થયું સ્તવનને ચોક્કસ પેલો એટેક છે. એણે સ્તવનને બાહોમાં ભરી દીધો અને બોલી તમને હોયજ ને એહસાસ હું બાજુનાં રૂમમાં સૂતી સૂતી તમારાંજ વિચારોમાં હતી એકજ દિવાલ વચ્ચે છે અને બંન્ને જણાં જુદા જુદા સૂઇ ગયેલા ઉપરથી તમે હજી ડ્રિન્ક કરો છો. એણે બાજુમાં પડેલા ગ્લાસ જોયો.
એણે કહ્યું હોટલમાં આટલુ પીધાં પછી પણ તમને સંતોષ નહોતો ? એણે બાકી રહેલું ડ્રીંક સ્તવનને પીવરાવી દીધું અને વળગીને બોલી હું તમારી પાસેજ છું તમે ડ્રીંક લીધા પછી વધારે ડીસ્ટર્બ થાવ છો લાગણીશીલ થાવ છો કેમ એકલા એકલા ડ્રીંક ફરીથી પીધું ?
આ પહેલાં પણ બીયર પીધાં પછી તમે... ? સ્તવન ઉતેજનાં અને નશામાં આશાને વળગી ગયો અને એને પ્રેમ કરવા માંડ્યો. આશાએ કહ્યું હવે એકદમ શું થયું ? ઉભાં રહો દરવાજો લોક કરવા દો બાજુનાં રૂમમાં મીહીકાબેન એકલાંજ સૂતા છે.
એમ કહી ઉભા થઇ દરવાજો લોક કર્યો અને એ સ્તવનને આખી વીંટળાઇ ગઇ. સ્તવન અને આશા એકમેકમાં પરોવાઇને એકબીજાને ચૂમવા લાગ્યાં.....
સ્તુતિ પણ તડપતી હતી એ એનાં અગોચર વિશ્વમાં પહોચી ગઇ હતી એને અચાનકજ ખૂબ બળતરા થવા લાગી એનાં હોટ સંકોચાવા લાગ્યા એનાંથી બોલી પડ્યુ તમે ક્યાં છો ? મને એકલી મૂકીને તમે કોની પાસે છો. આહવાન આમંત્રણ મને આપી તમે બીજા કોને પ્રેમ કરો છો ? મારાથી આવું સાંખી નહીં શકાય તમે મારાં છો મારી પાસે આવો આમ અગમ્ય પ્રેમ અને વિરહ-તડપની રમતનાં રમો.. એની આંખો પહોળી થઇ ગઇ એમાં ઇર્ષ્યા અને ગુસ્સાનાં અંગારા જાણે ચમકવા લાગ્યાં તમને મેં પ્રેમ કર્યો છે મારાં સિવાય તમે કોઇનાં ના થઇ શકો... તમે આવી જાવ એમ બોલતાં બોલતાં ફરીથી રડી ઉઠી એનાં પગની આંટીઓ વળી ગઇ હાથની મૂઠીઓ સખ્ત થઇ ગઇ અને એનાંથી બોલી જવાયું મારુ આ કુંવારુ તન મારું પ્રેમાળ મન તમારાં સિવાય કોઇ સાથે હળવું નહી થાય તમને મારાં પ્રેમની આણ છે.. એમ બોલતાં એ ઉભી થઇ ગઇ....
*************
સ્તવનને આશા વીંટળાઇ ગઇ હતી બંન્ને જણાં હોઠથી હોઠ પરોવીને ચુંબન લઇ રહેલાં અને સ્તવનનાં હોઠમાં જાણે દાહ ઉપડી એણે આશાનાં હોઠ પરથી હોઠ લઇ લીંધા આશાને અળગી કરી દીધી અને સ્તવને કહ્યું આશા મને નાં સમજાય એવી અકળામણ થાય છે પ્લીઝ મને એકલો મૂકી દે. મને કંઇજ ગમી નથી રહ્યું આશાતો આ સાંભળીને ડઘાઇ ગઇ એની આંખમાંથી આંસુ નીકળી ગયાં. પ્રેમનું જાણે અપમાન થયું એ ઉભી થઇ ગઇ અને સ્તવને કહ્યું તમારો ઇલાજ મારી પાસે નથી એવું લાગે છે. તમને બીજી કોઇ કામનાં અને કામણ થતાં હોય એવું લાગે છે. તમને હું એકલા મૂકુ છું જઊં છું સૂવા ... તમે સૂઇ જાવ અથવા એમ તડપતાં રહો... આં કંઇક વધારેજ થઇ રહ્યું છે એમ કહીને આશા એનાં રૂમમાં જતી રહી સ્તવન અવાચક બની એને જતી જોઇ રહ્યો.....
વધુ આવતા અંકે - પ્રકરણ -47