લવ બાઇટ્સ
પ્રકરણ-45
સ્તવન, આશા અને મયુર મીહીકા ઘરે પાછાં આવી રહેલાં બંન્ને કપલ એકમેકમનાં પ્રેમમાં ગળાડૂબ હતાં આશા સ્તવનને પૂછી રહેલી સ્તવન તમે મારાંજ છોને ? હું તમારી બાવરી છું. ધૂળેટીનો દિવસ નજીક આવી રહેલો અને આશાને દુવિધા અને આનંદ બંન્ને લાગણીઓ એક સાથે થઇ રહેલી બંન્ને કપલ એમની કારમાં ઘરે પહોચ્યાં બીજા દિવસે મયુરનાં ઘરે જમવા જવાનું હતું એનાં ઘરે પ્રથમવાર બધાં ભેગાં થવાનાં હતાં. ધૂળેટીનાં માંડ ત્રણ દિવસ બાકી રહેલાં અને કારમાં હજી બેઠેલાંજ ને સ્તવનનાં ફોનમાં રીંગ આવી સ્તવને ફોન ઉઠાવીને નંબર જોઇને કહ્યું અંકલ બસ ઘરેજ પહોચયા કાર પાર્કજ કરીએ છીએ એમ કહીને રાજમલકાકાને જવાબ આપ્યો.
બધાં ઘરમાં પ્રવેશ્યા અને ભંવરીદેવીએ કહ્યું તમને લોકોને ખૂબ મોડું થયું એટલે ચિંતા થઇ હતી સ્તવને કહ્યું માં થોડે દૂર ગયાં હતાં બધુ બરોબરજ છે. પણ... રાજમલ કાકાને આદેશો આવી ગયો કે આ લોકોએ ડ્રીંક લીધુ છે.
મયુરએ અગમચેતી વાપરીને ડોર પરથીજ કહ્યું બધાને નમસ્કાર ગુડનાઇટ મોડું થયુ છે હું ઘરે જવા નીકળી જઊં છું કાલે ઘરે મળીએ એમ કહીને છટકી ગયો એને ખબર હતી કે બીજા કોઇને નહીં પણ રાજમલ અંકલને ખબર પડી જવાની છે. ભંવરીદેવીએ કહ્યું પણ આશાને ઘરે મૂકીને આવવું જોઇએને કંઇ નહીં એ અહીં રોકાઇ જશે. ..
રાજમલ અંકલે કહ્યું મેં યુવરાજસિંહને ફોન કરી દીધો છે કે આશા અહીં રોકાશે લેટ થયુ છે. એટલે કાલે સાથેજ જઇશું બધાં, આશા મનમાં રાજીની રેડ થઇ ગઇ.
લલિતા માસીએ કહ્યું જાવ તમે લોકો ફ્રેશ થઇને સૂઇ જાવ હવે સવારે વાત કરીશું માણેકસિહજી તો કાયરના સૂઇ ગયાં. સ્તવને વધારે વાત કર્યા વિનાંજ એનાં રૂમમાં જતો રહ્યો.
ભંવરીદેવી અને લલિતાબહેને બધુ પરવારીને બધુ બંધ કરવા માંડ્યુ રાજમલસિંહ માણેકસિંહના રૂમમાં જતાં રહ્યો આશા લલિતામાસીને રૂમમાં ગઇ અને ફ્રેશ થઇ કપડાં બદલી લીધાં. મિહીકા પણ સાથે હતી એણે એનાં કપડાં આશાને આપ્યાં. લલિતામાસીએ કહ્યુ આશા મિહીકા તમે આગવનાં રૂમમાં ઉપલા મેડે સૂઇ જાવ અમે પણ સૂઇ જઇએ સવારે વહેલાં ઉઠીને પરવારવાનું છે મીહીકા અને આશા ખુશ થઇ ગયાં અને પહેલાં માળે જઇ સ્તવનની બાજુનાં રૂમમાં ગયાં.
સ્તવનરૂમમાં આવ્યો ફ્રેશ થયો અને કપડાં બદલ્યાં અને સાથે વધેલી બોટલ લાવેલો એ કાઢી અને રૂમનો દરવાજો બંધ કરીને એણે પેગ બનાવ્યો એ પેગ બનાવીને એનાં રૂમની બારી પાસે આવી બેઠો.
**************
સ્તુતિને લાગતું હતું કે અઘોરીજીને મળીને આવ્યા પછી એનું મન થોડું શાંત થયુ એને હૃદયમાં આનંદ થવા લાગ્યો હતો. એ મનમાં વિચારી રહી હતી કે બાપજીએ કહ્યું હતું કે હવે બધુ સારુજ થશે. તારાં જીવનમાંથી એક પીડાદાયક ક્ષણો મેં દૂર કરી છે મને કોઇ કાયમ સતાવતું હતું હવે એવો આભાસ કે એહસાસ નથી થતો મને ડરજ નથી લાગતો.
એણે એનાં ઘરે પાછાં આવીને એનાં પાપાને કહ્યું કે પાપા હું આજે અઘોરીજી પાસે ગઇ હતી એમણે મારી સાથે કોઇ એવી વિધી કરી અને હવે મને ખૂબજ સારુ લાગી રહ્યું છે.
પાપાએ પૂરી વિગત સાંભળ્યા પછી કહ્યું દીકરા તારી કોઇ પોસ્ટ આવી છે આ મેં ટેબલ પર મુકી છે તું જોઇ લેજે. અને બેટા મેં તુષારને આગળ ભણવા માટે બહાર મોકલવા વિચાર કર્યો છે ખબર નહીં એનું અહીં ભણવામાં ચિત્ત નથી ચોંટતું એ કહ્યા કરે છે મારે બહાર ભણવા જવુ છે.
પણ સ્તુતિ બેટા બે દિવસથી મને છાતીમાં ગભરામણ થઇ રહી છે મેં ડોક્ટરની દવા લીધી છે જવે સારુ લાગે છે.
સ્તુતિએ કહ્યું પણ તમે તો મને કશુંજ કહેતાજ નથી માં પણ કેટલી ચિંતા કરતી હશે ?
વામનરાવે કહ્યું મેં એને પણ કંઇ જણાવ્યુ નથી નાહક ચિંતા કરે. મને લાગે મને આ દર્દ શારીરીક નથી સ્તુતિ હું કાલે એક અગોચર શક્તિ ઉપર પ્રયોગ કરતો હતો એ પછીજ આવો અનુભવ થયો છે. મને ખબર ના પડી કે આવી સ્થિતિ કેમ ઉભી થઇ ? હું મારી ભક્તિ અને સાધનામાં ઘણો આગળ વધી ગયો છું એનાં કારણે પણ આવા અનુભવ સ્વાભાવીક છે મારે જે સિધ્ધી મેળવવી છે એમાં પાછા ફરવું શક્ય નથી હું એ સિધ્ધી મેળવીને ઝંપીશ.
સ્તુતિએ કહ્યું પાપા તમે કઇ સિધ્ધીની વાત કરો છે હું પણ અગોચર વિધામાં ઘણી આગળ વધી છું મને કહો તો મને એમાં આગળ સમજણ પડે અને ક્યાં સાવધાન થવાનું એ ખબર પડે.
વામનરાવે કહ્યું સાધક જો સાચો હોય તો એને કોઇ બાધક ના બનાવી શકે પણ આ ભક્તિમાં ઘણાં સાવચેતીથી આગળ વધવું પડે આવી અગોચર અગમ્ય શક્તિઓને સિધ્ધ કરવા ખૂબ મજબૂત મનોબળ જોઇએ અને દિકરા હું આપણાં પિતૃઓનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યો છું એમને હાજર કરી એમની પાસેથી જ્ઞાન અને નિવારણ શક્તિ મેળવવા માંગુ છું એનાંથી તારો ઉપાય કરવા માંગુ છું અને જાણવા માંગુ છું કે કઇ શક્તિઓ છે એ હકારતમ્ક કે નકારાત્મક કઇ છે ? જે તને પજવે છે...પણ તું કહે છે અઘોરનાથજી પાસે જઇને તેં નિવારણ કરાવી લીધું છે.
સ્તુતિ એકીટએ વામનરાવને જોઇને સાંભળી રહી હતી. એણે કહ્યું પાપા તમારી આસપાસ બન્ને જાતની શક્તિઓ ફરી રહી છે તમે સાવચેત રહેજો હવે મને પણ ઘણી બધી સમજણ પડે છે અને હું એનો એહસાસ કરી શકું છું તમે એમાં સાવધાની થી આગળ બધાજો પાપા સંભાળજો...એમ કહીને એ આવેલી પોસ્ટ લઇને એનાં રૂમમાં જતી રહી. રૂમમાં આવીને એણે પોસ્ટનું કવર ફાડી કાગળ બહાર કાઢ્યો અને
*************
સ્તવન બધાં સાથે હોટલમાં ડ્રીંક લઇને આવેલો. છતાં એને ઘરે આવીને પણ પીવાનું મન થયું એનો પોતાની જાત પર કાબૂજ નહોતો. એણે વધેલી બોટલ પોતાની સાથે લઇ આવેલો અને હવે રૂમમાં પેગ બનાવી બારી પાસે આવીને બેઠો.
સ્તવન આજે કંઇક અલગ મૂડમાં જ હતો એ સીપ લેતો લેતો પોતાનો ભૂતકાળ વાગોળી રહેલો એનું બાળપણ કિશોરવસ્થા.. કિશોરાવસ્થાથી એને કંઇક એહસાસ અને બેભાન થવું. ડર લાગવો કોઇકની કાયમની શોધ્... કોણ છે ? જે એને વારેવારે એહસાસ કરાવતું હતું ? એને થયુ કોઇક અગમ્ય એહસાસ કાયમ થતાં. આજે એને થયું શું આશાનો પ્રેમ મને ખેંચતો હતો ? પછી થયું ના આશાને હું ગમું છું આશા મને ગમે છે પણ આ ખેંચામ કોઇક અગમ્ય છે. એણે ફરીથી બીજી મોટી સીપ મારી અને એની આંખમાંથી ટપો ટપ આંસુ વરસવા માંડ્યુ એને થયું એને થતું ખેંચાણ કંઇક અગમ્ય છે એ સમજાતુ નથી એને કંઇક એવી લાગણી થઇ રહી હતી કે એને કોઇ ખોટ છે. કંઇક ખૂટે છે. આશાને આટલો પ્રેમ મળ્યાં પછી પણ એ ખેંચાણ પુરુ નથી થતું કંઇક છે કે મને અંદરને અંદર વલોવ્યા કરે છે મારી લાગણીઓને ઉશ્કેરે છે. કોણ છે ? કોણ છે ?
એ ઉભો થઇ ગયો બારીની બહાર જોઇ રહેલો કોઇ અગમ્ય અણસાર અનુભવી રહ્યો... એ કોઇક અગમ્ય લાગણીથી પણ ખેંચાઇ રહેલો....
**********
સ્તુતિ એનાં રૂમમાં પોસ્ટનું કવર લઇને ગઇ કવર તોડીને કાગળ કાઢ્યો અને એમાં એની નોકરી નક્કી થઇ ગઇ હતી. ઘરે બેઠાં ઓનલાઇન કામ કરવાનું વધુ સોંપવામાં આવે એ પ્રમાણે પ્રોજેક્ટ કરવાનાં હતાં એ ખૂબજ ખુશ થઇ ગઇ એને થયું ચલો કામ મળી ગયું એણે કાગળ જો પુરો વાંચ્યો એમાં કહેલુ Email થી પણ એપોઇન્ટમેન્ટ મોકલી છે. નીચે સહી કરનારનું નામ વાંચ્યુ ઓબેરોય..ત્યાં બહારથી ચીસ સંભળાઇ.
વધુ આવતા અંકે - પ્રકરણ -46