થપ્પડ Atul Gala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

થપ્પડ

રીંકી ખુશ હતી કારણકે એના મનગમતા પાત્ર પ્રીશ સાથે એના લગ્ન થયા હતા.
મા બાપનો એકનો એક છોકરો મુંબઈ ના પવઈ જેવા પોશ એરિયા ના હાઈરાઈઝ બિલ્ડીંગ માં ટુ બેડ નો ભવ્ય ફ્લેટ હતો.
ફ્લેટ ની બાલ્કની માંથી પવઈ તળાવ દેખાય અને પાછળ આરે કોલોની નું હરીયાળુ જંગલ અને ડુંગર નો વ્યુ આંખને ઠારતો.
લગ્ન પછી સાસરે આવી નવા વાતાવરણ માં થોડી મુંઝવણ માં રહેતી રીંકી ને સાસુ કુસુમ બેને સંભાળી લીધી અને દીકરી ની જેમ રાખતા, સસરા મનસુખ ભાઈ નામને સાર્થક કરે એવા મનથી સુખી કોઈ ખટપટ નહીં જીયો ઔર જીને દો માં માનતા એટલે રીંકી ધીરે ધીરે સેટ થઈ ગઈ.
એક રવિવારે કુસુમ બેન બોલ્યા તમે હનીમૂન નું એરેન્જમેન્ટ કરતા હતા તો જઈ આવો પછી અમારે પાલિતાણા જવું છે તો શાંતિ થી જતા આવીએ.
આમાં એમની ગણતરી દિકરા વહુ ને એકાંત આપવાનો હતો કે નવા નવા છે તો ભલે એન્જોય કરતા.
પ્રીશે પણ એજન્ટ ને કહી દશ દિવસ ની મલેશિયા ની હનીમૂન ટુર ફાઇનલ કરી.
બન્ને ટુર પર નીકળ્યા અને અહીંયા કુસુમ બેને પાલિતાણા નાં અતિથિગૃહ માં ફોન કરી પંદર દિવસ પછી એક મહિના માટે રૂમ બુક કરાવી, મનસુખ ભાઈ બોલ્યા એક મહિનો વધુ નથી ?
કુસુમ બેન બોલ્યા જરા સમજો આપણાં છોકરા નાં નવા નવા લગ્ન થયા છે જરા એમને પણ મોકળાશ મળે માટે પાલિતાણા નો પ્લાન બનાવ્યો છે.
મનસુખ ભાઈ બોલ્યા ઠીક છે મને આ બધા માં ખબર ન પડે, તું જે કરે એ બરોબર.
જોતજોતાંમા દશ દિવસ નીકળી ગયા પ્રીશ હનીમૂન ટુર પતાવી પાછો આવી ગયો એટલે કુસુમ બેન બોલ્યા પાંચ દિવસ પછી અમે પાલિતાણા જાત્રા એ જઈએ છીએ આજુબાજુ ના તીર્થ કરી મહીને પાછા આવશું.
રીંકી બોલી મમ્મી એક મહિનો તો બહુ થાય હું એકલી કેવી રીતે ઘર સંભાળી શકીશ ?
કુસુમ બેન બોલ્યા બેટા હવે બધુ તારે જ સંભાળવાનું છે ધીરે ધીરે બધું એડજસ્ટ થઈ જશે તું નકામું ટેન્શન ન લે.
પાંચ દિવસ પછી કુસુમ બેન અને મનસુખ ભાઈ પાલિતાણા માટે રવાના થયા અને અહીંયા નવપરણીત યુગલ એકલા થયા. એકલા પડવાનું થોડું કઠતું હતું પણ એકલતા મળી એનો આનંદ પણ હતો.
આમ તો રીંકી ઠરેલ હતી પણ સમય ક્યારેક ભાન ભુલાવી દે છે એમ રીંકી પર કોઈની રોકટોક ન્હોતી એટલે થોડી છુટ થઈ ગઈ અને સાંજે પ્રીશ ઘરે આવે એટલે બાહુપાશ માં જકડી લેતી અને ચુંબનો થી નવડાવી દેતા બોલતી ડાર્લિંગ આજે રસોઈ નો કંટાળો આવે છે જોમેટો પર ઓર્ડર કરી દે ને.
પ્રીશ પણ વધુ બોલ્યા વગર ઓર્ડર કરી દેતો આમ રીંકી ની આળસ વધતી જતી હતી. કુસુમ બેને આપેલી એકલતા નો લાભ લેવાને બદલે ગેરલાભ વધતો ગયો.
રોજ ની નવી ફરમાઈસ થવા લાગી ક્યારેક ફરવા ની તો ક્યારેક મુવી જોવાની અને પાછા ફરતા હોટેલ માં જમવાનું તો કેમ બાકી રહે.
પ્રીશે એક બે વાર વિરોધ કર્યો પણ રીંકી બોલતી મમ્મી પપ્પા આવશે પછી ક્યાં આ બધુ થવાનું છે એટલે હમણાં મોકો છે તો મજા કરી લઇએ.
પ્રીશ બોલતો એકવાર આદત પડી જશે પછી કામ કરવું ભારે પડશે અને ક્યારેક ના સાંભળવુ પડશે ત્યારે તકલીફ થશે પણ રીંકી પર એની કોઈ અસર ન થઈ એના બદલે શુક્રવારે રિલીઝ થતી નવી મુવી "થપ્પડ" ની ફરમાઈસ આવી પડી.
થોડી રકઝક બાદ ધાર્યુ ધણિ નું નહીં પણ ધણિયાણી નું થયું અને શનિવાર ની છેલ્લા શોની ટીકીટ બુક થઈ.
મુવી ની સ્ટોરી કાંઈક આવી હતી હીરો એ પોતાના પ્રમોશન ની પાર્ટી આપી હતી એમાં એની કંપની ને મોટા મોટા ઓફિસર્સ હતા એની વચ્ચે હીરોઇન બે ત્રણ વાર હીરો ને ડિસ્ટર્બ કરે છે અને ગુસ્સામાં હીરો હીરોઇન ને બધાની હાજરી માં થપ્પડ મારી દે છે.
બસ હીરોઇન એ અપમાન લાગે છે અને છુટાછેડા નો કેસ કરે છે. હીરો અને બધાએ ઘણું સમજાવ્યુ કે ગુસ્સા માં ક્યારેક ભૂલ થઈ જાય પણ હીરોઇન મક્કમ હોય છે અને નમતું ન જોખી પોતાના નિર્ણય પર અડગ રહે છે.
મુવી જોઈ બન્ને ઘરે આવે છે અને પ્રીશ બોલ્યો આટલી અમથી વાત માં છુટાછેડા ન અપાય પણ રીંકીએ એની વાત વચ્ચેથી કાપતા બોલી હીરોઇન એ જે કર્યુ એ બરાબર છે આવી રીતે કોઈએ અપમાન સહન ન કરવું જોઈએ અને હીરોઇન ની તરફેણ કરી બોલી દરેક થપ્પડ નો ફેંસલો આવી રિતેજ થવો જોઈએ તોજ પુરુષ કંટ્રોલ માં રહેશે, આવા અપમાન માફી ને લાયક નથી આમ થોડી રકઝક પછી રીંકી એ પ્રીશ ને બાહુપાશ માં લીધો અને બન્ને એકબીજા માં ઓગળી ગયા અને ચર્ચા પર પડદો પડી ગયો.
કુસુમ બેન આવતીકાલે આવવાના હતા એટલે એ આવે પહેલા રીંકી ની ફરમાઈસો વધતી ગઈ.
એ સાંજે પ્રીશ ઘરે આવ્યો ત્યારે કંપની ની એક ડીલ અટકેલી હતી એના ટેન્શન માં હતો એવામાં રીંકી આવી અને પ્રીશ ને બાહુપાશ માં જકડી બોલી ડાર્લિંગ આજે બીચ પર જઈએ, પ્રીશ સંયમ રાખી બોલ્યો આજે નહીં મારું માથુ દુઃખે છે જરા કડક ચા બનાવી આપ. આટલુ સાંભળતા જ રીંકી ગુસ્સાથી બોલી મારી તો જરાય પડી નથી બસ કંપની ના કામનો બોજો ઘરે લઈ આવો અને ભોગવવાનું મારે.
પ્રીશ બોલ્યો મેં તને ક્યારેય ના પાડી છે ? આજે તબિયત નથી એટલે ના પાડી એમાં આટલો ગુસ્સો ?
જા ક્યાંય નથી જવુ તારાથી થાય એ કરી લે.
ના સાંભળવા ની આદત ભુલી ગયેલી રીંકી તો એકદમ લાલચોળ થઈ ગઈ અને આવેશ માં આવી પ્રીશ ને જોરદાર થપ્પડ મારી દીધી.
પ્રીશ અવાચક થઈ ગયો અને રીંકી ને પણ પોતાની ભૂલ સમજાઈ પણ હવે શું ? થવાનું હતુ એ થઈ ગયું અને એના અંજામ ની પણ ખબર હતી કારણકે એની નજર ની સામે પોતે જ કરેલી દલીલ દેખાવા લાગી કે આવા અપમાન માફી ને લાયક નથી.
પ્રીશ ગુસ્સાથી બોલ્યો જલ્દી થી તારી બેગ ભર અને આ ઘરમાંથી નીકળી જા.
રીંકી તોય હિમ્મત કરી બોલી સોરી મને માફ કરી દે આવેશ માં આવી મેં ન કરવાનું કરી દીધું, મારે આવું ન્હોતુ કરવું જોઇતું.
પ્રીશ બોલ્યો મેં તને પહેલા પણ સમજાવી હતી કે આ રોજ રોજ ની ફરમાઈસો સારી નથી પણ તને તો બસ મજા જ કરવી હતી હવે તો એક જ ઉપાય છે છુટાછેડા અને આ સલાહ પણ તારી જ હતી ને કે આવા અપમાન માફી ને લાયક નથી માટે દલીલ ન કર અને તારા ઘરે જવાની તૈયારી કર.
રીંકી ને સમજમાં ન્હોતું આવતુ કે શું કરવું, ન છુટકે પોતાની સૂટકેસ ભરી ઘરની બહાર નીકળી આશાભરી નજરે પ્રીશ તરફ જોયું પણ ચહેરા પર કોઈપણ ભાવ વગર પ્રીશ એના જવાની રાહ જોતો હતો, ગેટ સુધી મુકી જવાની ઔપચારિકતા પણ ન દાખવી અને દરવાજો બંધ કરી દીધો.
બીજા દિવસે વહેલી સવારે રીંકીએ પ્રીશ ને ફોન કર્યો કે રાત વિતતા એનો ગુસ્સો ઓગળી ગયો હશે અને મને માફ કરશે.
પરંતુ એની ધારણા ખોટી પડી, પ્રીશે ફોન કટ કરી નાખ્યો અને એનો નંબર બ્લોક કરી દીધો.
આજે કુસુમ બેન આવવાના હતા એટલે પ્રીશ એમની રાહ જોતો બેઠો હતો એવામાં એ લોકો આવ્યા અને પ્રીશ પર નજર પડતા જ કુસુમ બેન ને અંદાજ આવી ગયો કે કાંઈક ગડબડ છે. અંદર આવી રીંકી ને બૂમ પાડી પણ રીંકી હોય તો આવે ને.
આખરે એ પ્રીશ પાસે બેઠા અને પુછ્યુ બેટા બધુ બરાબર છે ને ?
પ્રીશ રડી પડ્યો અને બધી હકીકત જણાવી સાંભળી કુસુમ બેન અને મનસુખ ભાઈ હેબતાઈ ગયા અને બોલ્યા અમે તમને એકલતા આપવા બહાર ગયા એનું આવું પરીણામ આવશે એવી ખબર હોત તો અમે ન જાત.
મનસુખ ભાઈ બોલ્યા બેટા હવે શું વિચાર્યુ છે ?
પ્રીશ બોલ્યો પપ્પા રીંકી સારી છોકરી છે આવેશ માં આવી આ વર્તન કર્યુ છે પણ ભવિષ્ય માં એને ધ્યાન રહે એટલે એને થોડો ઝટકો આપવો જરૂરી હતો, એટલે એને અહેસાસ થવા દો કે આવેશ માં ધણાં ખોટા વ્યવહાર થઈ જતા હોય છે બધાની સજા આપવાની ન હોય.
કુસુમ બેન બોલ્યા વાહ દિકરા તે તો અમારા સંસ્કાર ઊજાળ્યા, તારાથી આજ અપેક્ષા હતી.
પ્રીશ બોલ્યો મમ્મી હું હમણાંજ રીંકી ને લઈ આવું, શું ખબર એક રાતમાં એની શું હાલત થઈ હશે.
મનસુખ ભાઈ બોલ્યા એવી કોઈ જરૂર નથી.
પ્રીશ બોલ્યો પપ્પા તમે તો ક્યારેય આવી માથાકૂટ માં નથી પડ્યા અને આજે કેમ મને રોકો છો.
કુસુમ બેન બોલ્યા તારા પપ્પા બરોબર બોલે છે તારે રીંકી ને તેડવા જવાની જરાય જરૂર નથી.
પ્રીશ બોલ્યો મમ્મી તમે પણ આવી વાત કરો છો ?
હમણાં તો બોલ્યા રીંકી ને માફ કરી અમારા સંસ્કાર ઊજાળ્યા છે ને હવે તમે જ એને લઈ આવવાની ના પાડો છો ?
કુસુમ બેને આંખો કાઢી બોલ્યા અમે કીધુ ને તને જવાની જરૂર નથી અને બૂમ પાડી રીંકી અંદર આવ.
અને ચમત્કાર થયો હોય એમ રીંકી ઘરની અંદર દાખલ થઈ, પ્રીશ તો જોતો જ રહી ગયો અને બોલ્યો મમ્મી આ કઈ રીતે શક્ય છે મને સમજ નથી પડતી કે આ શું ચાલી રહ્યુ છે.
કુસુમ બેન બોલ્યા શાંત થા તારા કરતા રીંકી હોશિયાર નીકળી, તું બાઘા ની જેમ ઘરે બેસી રહ્યો અને રીંકી અમને મળવા એરપોર્ટ પર આવી અને માફી માંગી બધી હકીકત જણાવી, મેં તરત કીધુ પ્રીશ ગુસ્સા માં હશે પણ આવું જલદ પગલું ન ભરી શકે મને મારા સંસ્કાર પર ભરોસો છે. અને એને સાથે તેડી આવ્યા.
પ્રીશે રીંકી તરફ જોયુ અને મમ્મી પપ્પા ની હાજરી ભુલી એને ગળે લગાડી લીધી.

~ અતુલ ગાલા (AT) કાંદીવલી ઈસ્ટ, મુંબઈ.