સૂર્ય-કિરણ Atul Gala દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સૂર્ય-કિરણ

મુંબઈ ના અતિ ધનાઢ્ય વિસ્તાર મલબાર હિલ પર આવેલ સૂર્ય- કિરણ બંગલા માં લક્ઝુરીયસ મર્સીડીઝ ગાડી પ્રવેશી સીક્યુરીટી ગાર્ડે મેન ગેટ બંધ કર્યો, કાર પોર્ચ માં ઉભી રહી ડ્રાઇવરq કાર નો દરવાજો ખોલી સાઈડ માં ઊભો રહ્યો.
કારમાંથી આધેડ ઉંમર ના સૂર્યકાંત વોરા ઊતરે છે,
ઉમર પચાસ વર્ષ પણ લાગે પાંત્રીસ ના.
પગ માં મોંઘા ગુશી ના બ્રાન્ડેડ શૂઝ, હાથ માં રાડો ની લીમીટેડ એડીસન વોચ, રેબેન ના ગોગલ્સ, ચેનલ નં.5 નું ફ્રેન્ચ પરફ્યુમ સૂર્યકાંત વોરા ની ધનાઢ્યતા ની ચાડી ખાતા હતાં.
બધાની કિંમત ગણો તો લગભગ એક મધ્યમ વર્ગ ની આખી જીંદગી નીકળી જાય.
વર્ષો પહેલા એમના બાપુજી ગુજરાત થી પહેરેલે કપડે નશીબ અજમાવવા માયાનગરી મુંબઈ ની વાટ પકડી, ભણેલ નહીં પણ ગણેલ અને મહેનતી એમાં પાછો નશીબ નો સાથ મળતા આખા ભારત માંથી માલસામાન મંગાવી વેપાર કરવા લાગ્યા.
સૂર્યકાંત ને હજી બે ચાર વર્ષ લગ્ન ની ઈચ્છા નહોતી પણ બાપુજી કહેતા હવે હું કેટલા દિવસ? તારી બા ક્યારની મને ઉપર એની પાસે બોલાવે છે એવી જીદ આગળ એનું કાંઈ ન ચાલ્યું અને એક સારુ ખાનદાની ઘર જોઈ બાપુજી એ વીશી માં પ્રવેશેલ સૂર્યકાંત ને કિરણ સાથે પરણાવી લગામ નાખી દીધી અને સાચેજ અનંત ની વાટ પકડી સ્વર્ગે સિધાવી ગયા.
કિરણ ના પગલા સૂર્યકાંત માટે શુકનવંતા નીવડ્યા અને એક મોટા એક્સપોર્ટ ના સોદા માં અઢળક નફો થયો અને જગ્યા વેંચી મલબાર હિલ પર ભવ્ય બંગલો લીધો.
બીજા વર્ષે તો ઘરે પારણું બંધાયુ ને દિકરા નો જન્મ થયો નામ રાખ્યુ તેજ.
આજે બાવીસ વર્ષે તેજ-કિરણ કંપની નો ઇમ્પોર્ટ એક્સપોર્ટ નો મોટો ધંધો,પૈસાની રેલમછેલ હતી
ટટ્ટાર ચાલે સૂર્યકાંત બંગલા માં પ્રવેશે છે, બંગલાની અંદર પણ એમની જાહોજલાલી ઊડી ને આંખે વળગતી હતી.
અડધા શૂઝ ઘુસી જાય એવા મખમલી ઈરાની ગાલીચા, ઇટાલિયન માર્બલ, છત ઉપર ફ્રાન્સ ના ઝુમર તથા દેશ વિદેશ ની એન્ટીક વસ્તુઓથી શુશોભીત ડ્રોઇંગ રૂમ બન્ને તરફ ઉપર જવા માટે પગથિયા પર ગોલ્ડ પ્લેટેડ રેલીંગ.
સૂર્યકાંત ને અંદર પ્રવેશતા જોઈ કિરણ બેન સામે આવ્યા અને બન્ને જણ સોફા પર બેઠા, નોકર પાણી નો ગ્લાસ ટીપોય પર મુકી ને ચાલ્યો ગયો પાણી પી સૂર્યકાંતે પુછ્યું કેમ ચાલે છે આપણાં કુંવર નું ? છણકો કરતા કિરણ બેન બોલ્યા તમને તો ધંધા માંથી ફુરસદ જ ક્યાં છે એનું ધ્યાન રાખવાનું આખો દિવસ ઓફિસ અને ફોરેન ટુર થી નવરા પડો તો ઘર ની ખબર પડે ને.
હવે તમારા કુંવર નું કોલેજ માં છેલ્લુ વર્ષ છે એના પછી શું એનું કાંઈ વિચાર્યુ છે?
સૂર્યકાંત પણ આ મીઠા ગુસ્સાથી હસી પડ્યા અને બોલ્યા તું છે ને પછી મને શું ચિંતા અને કિરણ બેન ની નજીક આવી હાથ પકડી બીજા હાથની આંગળી પોતના હોઠ પર રાખી ઇશારો કર્યો, કિરણ બેન બોલ્યા હવે તો સખણા રહો કોઈ જોઈ જશે તો શું વિચારશે છોકરો પરણવા જેવો થયો અને તમને હજી મસ્તી સુજે છે કહી હાથ છોડાવી રસોડા તરફ જઈ મહારાજ ને સાંજ ના ડિનર ની સુચના આપવા લાગ્યા.
સૂર્યકાંત પણ પગથિયા ચડી પોતાના બેડરૂમ માં જઈ ઠંડા પાણી નો શાવર લઈ ફ્રેશ થયા અને બાજુ માં એમના દિકરા તેજ ની રૂમ પર ટકોરા મારી અંદર પ્રવેશ્યા, તેજ લેપટોપ લઈ ને ભણતો હતો સૂર્યકાંત ને જોઈ બોલ્યો અરે ડેડ તમે આજે ભૂલા પડ્યા તમારો રૂમ તો બાજુમાં છે, સૂર્યકાંત દિકરા ની મજાક ન સમજે એટલા નાદાન તો ન્હોતા હસીને બોલ્યા દિકરા હવે તો ભુલવા ની ઉંમર થઈ તું ફટાફટ ધંધો સંભાળ એટલે હું અને કિરણ ગામ ભેગા થઈ જઈએ.
તેજ બોલ્યો શું ડેડી આવુ બોલો છો હજી તમારી વાત કાઢી એ તો છોકરીઓ ની લાઈન લાગી જાય અને બન્ને ખડખડાટ હસવા લાગ્યા.
ત્યાં જ કિરણ બેન ની એન્ટ્રી થઈ ને બોલ્યા હવે જમવા ચાલો ધણાં દિવસ પછી બધા સાથે છીએ તો સાથે જમીએ પછી આરામથી વાતો કરતા રહેજો આમેય કાલે રવિવાર છે.
હોમ મિનિસ્ટર નો હુકમ માન્યે જ છુટકો બધા ડાઈનીંગ ટેબલ પર ભેગા થયા જમતા જમતા આડીઅવળી વાતચીત ચાલૂ હતી.
જમીને નોકર ને કામ બતાડી બધા ઉપર મિટિંગ રુમ માં ભેગા થયા. સૂર્યકાંતે તેજ ને પુછયું કેમ ચાલે છે કોલેજ ?
તેજ બોલ્યો સારી ચાલે છે બે મહિના પછી ફાઇનલ એક્ઝામ છે અને પછી રિઝલ્ટ.
સૂર્યકાંત બોલ્યા સારી વાત છે બે મહિના મહેનત કર પછી વેકેશન માં ઓફિસ જોઈન્ટ કરી લે તારા માટે કાલ થી જ અલગ કેબીન નું કામ ચાલૂ કરાવી દઈએ કહી બધા છૂટા પડ્યા.
બીજા જ દિવસે તેજ-કિરણ કંપની ની મરીન ડ્રાઇવ પર બહુમાળી સી ફેસીંગ બિલ્ડીંગ જે કોઈ ફિલ્મ ના સેટ ને ટક્કર મારે એવી સુવિધા થી સજ્જ હતી જેમા કોન્ફરન્સ રુમ, મીની થિયેટર, પાર્ટી હોલ સામેલ હતાં, મુંબઇ ના નંબર વન આર્કિટેક્ટ ઝુનઝુનવાલા ઓફિસે આવી ગયા સૂર્યકાંતે કીધુ કેબીન એકદમ આધુનિક હોવી જોઈએ ખર્ચ ની ચીંતા નહીં કરતા.
સૂર્યકાંત ની કેબીન એની બાજુમાં પર્સનલ સેક્રેટરી રેખા ની કેબીન પછી વધતી જગ્યા માં કેબીન નું કામ ચાલૂ થઈ ગયું.
તેજ એક્ઝામ ની તૈયારી માં પડ્યો અને સૂર્યકાંત એમની સેક્રેટરી સાથે એક મહિના ની લાંબી બિઝનેસ ટુર પર નીકળી ગયા.
એક મહિના પછી સૂર્યકાંત પાછા આવ્યા ત્યાં સુધી તેજ ની કેબીન તૈયાર થઈ ગઈ હતી ઝુનઝુનવાલા એ આજની જનરેશન ને નજર માં રાખી ઇન્ટિરિયર,ટેબલ,ચેર,લેટેસ્ટ ટેક્નોલૉજી વાળુ લેપટોપ,દિવાલ પર 50" નું LCD ટેલિવિઝન વીથ હોમ થિયેટર, મીની ફ્રીઝ એવી બધી અફલાતૂન વ્યવસ્થા કરી દીધી હતી જોઈ સૂર્યકાંત ખુશ થઈ ગયા.
જોતજોતાંમા બે મહિના નીકળી ગયા તેજ ની એક્ઝામ પુરી થઈ રાત્રે સૂર્યકાંત બોલ્યા સવાર નાં મા દિકરા બન્ને તૈયાર રહેજો આવતીકાલે તારા ઓફિસે પ્રવેશ નીમીતે ગ્રાન્ડ પાર્ટી નું આયોજન કર્યુ છે.
તેજ બોલ્યો ડેડ રિઝલ્ટ તો આવી જવા દયો આટલી ઉતાવળ શું કામ?
સૂર્યકાંત બોલ્યા બેટા રિઝલ્ટ તો ઔપચારીક છે આપણી કંપની માં તને અનુભવ ની જરૂર છે એટલે રિઝલ્ટ ની બે મહિના રાહ જોવી ત્યાં સુધી ઓફિસ અને આપણાં સ્ટાફ થી પરિચિત થઈશ. ગુડનાઈટ કરી બધા પોતપોતાના બેડરૂમ માં ગયા.
સવારે સૂર્યકાંતે તેજ નાં હાથ માં નવીનક્કોર ઓડી કાર ની ચાવી મુકી સરપ્રાઇઝ આપી જોઈ તેજ તો એકદમ ખુશ થઈ ગયો.
આજે કાર તારે ચલાવવાની છે કાલથી ડ્રાઇવર આવી જશે.
બધા ઓફિસે પહોંચ્યા ત્યાં તો જાણે કોઈના લગ્ન હોય એવી તૈયારીઓ ચાલતી હતી.
સૂર્યકાંત ની સેક્રેટરી રેખા બધે દેખરેખ રાખી રહી હતી, સૂર્યકાંતે રેખા ને બોલાવી તેજને ઓળખાણ કરાવી આ રેખા ભલે એ મારી સેક્રેટરક તરીકે છે પણ આપણાં ઘર ના સદસ્ય જેવી જ છે ક્યાંપણ મુંઝાય તો આ તને મદદ કરી શકે છે. તેજ ને મનમા થોડું
ખટક્યુ આપણે ત્યા કામ કરનાર ને ઘરનો સદસ્ય કહેવું વધુ પડતું લાગ્યુ.
ધીરેધીરે મહેમાનો આવવા શરૂ થયા, સૂર્યકાંત નો સ્વભાવ અને દેશ વિદેશ માં એમની શાખ ને લીધે એમનું ફ્રેન્ડ સર્કલ વિશાળ હતું એમા મુંબઈ શહેર નાં પોલીસ કમિશનર થી માંડી પોલીટીકલ પાર્ટી ના નેતાઓ, મોટી મોટી કંપનીઓ ના માલિક થી લઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રી ના હીરો હીરોઇન કોઇ બાકી ન્હોતું સાથે તેજ નો ફ્રેન્ડ સર્કલ.
તેજ તો આ બધુ જોઈ આભો જ થઈ ગયો, સૂર્યકાંત એને સ્ટેજ પર લઈ જઈ બધાને એનો પરિચય કરાવ્યો અને જાહેરાત કરી આ મારો એકનો એક પુત્ર તેજ આજથી ઓફિસ જોઈન્ટ કરી રહ્યો છે અને મારો ઉતરાધીકારી તરીકે કામ કરશે, આશા રાખું છું જેટલો સપોર્ટ મને કર્યો એટલો સપોર્ટ તેજ ને પણ કરશો, બધાને વિનંતી કરૂં છું પાર્ટી એન્જોય કરો.
હવે ગીર્દી હતી ફૂડ કાઉન્ટર પર ઇટાલિયન, મેક્સિકન, થાઈ જેવી વિદેશી વાનગી સાથે પંજાબી,સાઉથ ઈન્ડિયન, બંગાળી ડીશો ની ભરમાર શું ખાવું શું ન ખાવું નું કનફ્યુજન થતું હતું ઊપરથી ફ્રેશ જ્યુસ અને આઇસક્રીમ ની અગણીત વેરાયટી.
તેજ પણ બધાની વચ્ચે હતો અને સ્વભાવિક રીતે અબજો રુપિયા નો એકમાત્ર વારસદાર હતો એટલે આકર્ષણ નું કેન્દ્ર હતો, ગુલાબ ના ફૂલ ને ભમરા ઘેરી વળે એમ એની પાસે પર્સનલ ઓળખાણ કરવા બધા એને ઘેરી વળ્યા હતા સૂર્યકાંત ભાઈ એ એની મદદ માટે રેખા ને એની સાથે રહેવા ની સુચના આપી હતી.
રેખા પણ તેજ-કિરણ કંપની માં ત્રણ વર્ષ થી નોકરી કરતી હતી
ઉમર ફક્ત બાવીસ વર્ષ પણ સૂર્યકાંત ની ખાસ રહેમનજર અને પોતાની હોશિયારી થી કંપની માં ખાસી આગળ હતી અને સૂર્યકાંત ની વિશ્વાસુ ગણાતી અને પડછાયા ની જેમ સૂર્યકાંત ની આગળપાછળ રહેતી એને લીધે એ બધાને સારી રીતે ઓળખતી, એનો લાભ એ અત્યારે તેજ ને આપી રહી હતી.
એવામાં એક વ્યકિત એની સાથે ખુબજ સુંદર યુવતી સાથે તેજ પાસે આવી રેખા એ ઓળખ આપી તેજ સર આ આપણાં સિનિયર અકાંઉનટન્ટ પારેખ ભાઈ અને આ એમની ડોટર રોશની તેજ ની નજર રોશની પર અટકી ગઈ જોઈ રેખા એ ખોંખારો ખાધો અને તેજ શરમ થી આડું જોઈ ગયો.
રેખા એ તેજ ને આસ્તે થી કાનમાં કીધુ આ રોશની બરોબર નથી એનાથી જરા સંભાળી ને રહેજો, તેજ ને નવાઈ લાગી અને રેખા રોશની થી જેલસ થતી હોય એવું લાગ્યુ કારણકે બન્ને સરખા ઉમર ની લાગતી હતી અને મને એનાથી દૂર રાખવા આવુ બોલતી હોય એ શક્ય હતું.
વાતચીત અને ખાનપાન સાથે પાર્ટી પુરી થઇ એક પછી એક મહેમાન જવા લાગ્યા સૂર્યકાંતે રેખાને બધી વ્યવસ્થા માટે આભાર માન્યો અને કંપની ની કાર માં ડ્રાઇવર ને એના ઘરે મુકી આવવા કહ્યુ. તેજ ના મનમાંથી રોશની નીકળતી નહોતી.
બીજા દિવસે સવારે સૂર્યકાંત અને તેજ સાથે જ ઓફિસે આવ્યા અને તેજ ને એની કેબીન દેખાડી તથા કોઈ પણ કામ હોય તો રેખા ને કહેવા જણાવ્યું અને તારી ટ્રેઇનિંગ રેખા સંભાળશે, તેજ તો કેબીન ની સજાવટ જોઈ ખુશખુશાલ થઇ ગયો પણ રેખા ના અંડર માં કામ કરવાનું સુચન અયોગ્ય લાગ્યુ, અને અત્યારે કંઈ પણ બોલવું યોગ્ય ન લાગતા ચૂપ રહ્યો.
તેજ ધીરે ધીરે કામ સમજવા લાગ્યો અને પપ્પા સાથે સલાહ સુચન પણ કરવા લાગ્યો.
સૂર્યકાંત ને પણ વિશ્વાસ આવી ગયો કે તેજ બધુ સંભાળી લેશે અને એ બે દિવસ પછી ની બિઝનેસ ટુર ની તૈયારી કરવા લાગ્યા, તેજ ને ખબર પડી એ બોલ્યો ડેડ હું પણ આવીશ તમારી સાથે,
સૂર્યકાંત બોલ્યા હમણાં નહી તું અહી ઓફિસ સંભાળ હું અને રેખા જઈ આવશું.
તેજ ને ગુસ્સો તો બહુ આવ્યો બધા કામ માં બસ રેખા જ જોઈએ છે મારી તો વેલ્યુ જ નથી.
સૂર્યકાંત અને રેખા પંદર દિવસ બિઝનેસ ટુર પર નીકળી ગયા. તેજ ઓફિસ માં હતો એણે અકાંઉનટન્ટ પારેખ ને બોલાવી હિસાબ કીતાબ ની વાત કરી તો ખબર પડી રેખા કંપની ના ખર્ચે ખરીદેલ ઘર માં રહે છે અને એનો બધો ખર્ચ પણ કંપની જ કરે છે. પારેખ ને રોશની વિશે પુછયું કે શું કરે છે ?
પારેખ બોલ્યા રોશની નું ભણવાનું પુરૂ થઈ ગયુ છે એનું ફ્રેન્ડ સર્કલ ટીવી સીરિયલ ઇન્ડસ્ટ્રી માં છે એ દેખાવડી છે કોઈ રોલ મળી જાય તો કામ થઈ જાય એટલે ત્યાં સ્ટ્રગલ કરે છે.
વાતવાતમાં તેજે રોશની ના મોબાઈલ નંબર લઈ લીધા.
બીજા દિવસે રવિવાર હતો તેજે રોશની ને કોલ કર્યો અને સાંજે શું કરે છે પુછી પાંચ વાગે તાજ હોટલ પર મિટિંગ માટે પુછ્યું રોશની એ આજે એક પ્રોડ્યુસર સાથે સિરિયલ ની ચર્ચા કરવી છે પણ જોઉં કાંઈક આગળ પાછળ કરી એડજસ્ટ કરું છું આમ
થોડી આનાકાની કરી હા પાડી.
હકીકત માં તો રોશની ફ્રી જ હતી અને તેજ ને મળવા તલપાપડ હતી પણ ગરજ બતાવવા માંગતી નહોતી.
સાંજે પાંચ વાગે તેજ હોટેલ તાજ ના રેસ્ટોરન્ટ માં ટેબલ બુક કરાવી રોશની ની રાહ જોતો બેઠો હતો, રોશની પણ વધુ રાહ જોવડાવવાનાં મૂડ માં નહોતી અને પાંચ ઉપર પાંચ મિનિટે રેસ્ટોરન્ટ માં એન્ટ્રી કરી આમતેમ નજર કરી તેજ ને ગોતતી હતી ત્યાં જ તેજે હાથ હલાવી એનું ધ્યાન ખેંચ્યું પણ રોશની ને આવતી જોઈ પોતે જ બેધ્યાન થઇ ગયો.
શરીર ના બધા અંગ ઊભરી આવે એવા ચપોચપ જીન્સ ટોપ માં રોશની ને જોઈ જેની નજર પડતી એ બે મિનિટ ટીકીટીકી ને જોઈ લેતા, રોશની એ તેજ ની બાજુમાં બેસી હાય કર્યુ તંદ્રા માંથી જાગ્યો હોય એમ તેજ પણ હાય કરી પુછ્યું શું લઈસ ?
રોશની માદક અવાજ માં બોલી તમને જે પસંદ હોય એ.
તેજ મનોમન બોલ્યો મને તો તું પસંદ છે.
જાતને સંભાળી સેન્ડવીચ અને કોફી નો ઓર્ડર કર્યો અને કેમ છે,શું ચાલે છે ની ફોર્માલીટી વાતો ચાલી અને અચાનક તેજે રોશની નો હાથ પકડી બોલ્યો I LOVE YOU, રોશની પહેલા તો હેબતાઈ ગઈ એને તેજ ના ઈરાદા ની જાણ તો પહેલી મુલાકાત થી જ થઈ ગઈ હતી પણ આટલું જલ્દી આવુ થશે એનો અંદાજ નહોતો, એ બોલી આપણી વચ્ચે આ શક્ય નથી તમે મોટી કંપની ના માલિક તમારી સામે હું તો કોઈ ગણતરી માં નથી.
તેજ બોલ્યો હું અમીર ગરીબ ની વાતો માં માનતો નથી મને બસ તારો સાથ જોઈએ.
રોશની બોલી સૂર્યકાંત શેઠ આ માટે ક્યારેય તૈયાર નહીં થાય નાહક નો તું હેરાન થઈશ અને મને મારી ટેલિવિઝન પર કેરિયર બનાવી ફિલ્મ ઈન્ડસ્ટ્રી મા જગ્યા બનાવવી છે.
તેજ બોલ્યો મને બધુ મંજૂર છે, કોઈની પરવા નથી તું હા પાડતી હોય તો હું બધા સાથે લડી લેવા તૈયાર છું.
રોશની ને લાગ્યુ હવે તવો ગરમ છે હથોડો મારી દેવો જોઈએ અને એણે તેજ નો હાથ પકડી એના પ્રસ્તાવ ને મંજુરી આપી દીધી અને બન્ને બહાર નીકળ્યા તેજે એને ઓડી માં બેસાડી ઘરે ડ્રોપ કરી.
તેજ ખુશ હતો સ્વપ્ન સુંદરી જેવી રોશની હવે પોતાની હતી, અહીંયા રોશની ખુશ હતી મારી કેરિયર માટે મોટો ફાઈનાન્સર મળી ગયો.
બન્ને રોજ મળવા લાગ્યા અને આગળ ની જીંદગી ના રંગીન સપના જોવા લાગ્યા. આવી પરિસ્થિતિ મા દિવસો ક્યા નીકળી જાય ખબર જ ન પડે, એવામાં સૂર્યકાંત વિદેશ ટુર પતાવી પાછા આવી ગયા.
બીજા દિવસે ઓફિસ માં સૂર્યકાંતે ઈન્ટરકોમ કરી તેજ ને પોતાની કેબીન માં બોલાવ્યો તેજ આવ્યો ત્યારે પપ્પા અને રેખા કોઈ વાત પર તાળી આપી ખડખડાટ હસતા હતા, રેખાને જોઈ તેજ નું મગજ ફરવા લાગ્યું ત્યાં જ સૂર્યકાંતે રેખા ને ઇશારો કરી બહાર જવા કીધું અને તેજ તરફ ફરી બોલ્યા બેસ દિકરા, કંપની ના હાલચાલ પુછી કહ્યુ આ ટુર આપણાં માટે ફાયદાકારક રહી એક મોટો એક્સપોર્ટ નો ઓર્ડર મળ્યો છે, હરીફાઇ ગણી હતી પણ રેખા ની સુજબુજ થી આપણો નંબર લાગી ગયો.
બોલ કેમ ચાલે છે તારું ફાવે છે ને ઓફિસ માં ?
તેજ કાંઈ બોલ્યો નહી ફક્ત હકાર માં માથુ હલાવ્યુ એના મગજ માં પપ્પા ને રોશની ની વાત કેવી રીતે કરવી એની ગડમથલ ચાલતી હતી, સૂર્યકાંત વિચારતા હતા આટલા દિવસ એકલો ઓફિસ સંભાળી થાકી ગયો હશે એટલે ચુપ છે.
સૂર્યકાંત બોલ્યા જા બેટા આજે ઘરે જઈ આરામ કર રાતે આવી બીજી વાતો કરીએ.
તેજ ને પણ આ વાત ગમી ઓફિસ થી નીકળી રોશની ને ફોન કરી કીધું આજે રાતે પપ્પા સાથે આપણી વાત કરી ફાઈનલ કરવું છે હવે મારાથી રાહ નથી જોવાતી, રોશની પણ એવું જ ઈચ્છતી હતી જલ્દી બધુ પતે અને પૈસાને કારણે અટકતી એની ટીવી સીરિયલ ચાલૂ થાય.
રાતે સૂર્યકાંત ઘરે આવ્યા જમી કિરણ સાથે તેજ ના રુમ માં ગયા
તેજ નો ફોન ચાલૂ હતો મમ્મી પપ્પા ને જોઈ ફોન કટ કરી બોલ્યો સારુ થયું તમે બન્ને આવી ગયા મારે એક ખાસ વાત કરવી છે.
અને રોશની વિશે વાત કરી, સાંભળી સૂર્યકાંત તો થોડીવાર માટે હેબતાઈ ગયા પછી મોટી ત્રાડ નાખતા બોલ્યા એ શક્ય નથી, તેજ અને કિરણે સૂર્યકાંત નું આવું રોદ્ર રુપ પહેલીવાર જોયું પણ તેજ મક્કમ હતો બોલ્યો પપ્પા હું મારા નિર્ણય માં અફર છું તમે વચ્ચે નહીં આવતા.
સૂર્યકાંત થોડા ઢીલા પડ્યા અને બોલ્યા બેટા એ છોકરી ને હું સારી રીતે ઓળખું છું બેહદ મહત્વાકાંક્ષી છે એની નજર તારી દોલત પર છે એ તને સાચવી નહીં શકે.
જો હું પણ તારી મમ્મી સાથે પરણવા નહોતો માંગતો પણ એમની વિરુદ્ધ ન ગયો આજે હું કિરણ સાથે બેહદ ખુશ છું.
તેજ ના મગજ પર બસ રોશની સવાર હતી એના વિરુદ્ધ કાંઈ સાંભળવા તૈયાર નહોતો અને ગુસ્સા માં બોલ્યો પપ્પા તમારો જમાનો અલગ હતો તમારા માં એટલી ગટ્સ ન્હોતી કે તમે વિરોધ કરી શકો મને શિખામણ આપો છો અને તમારી છોકરી ની ઉંમર ની રેખા જોડે મજા કરો એ ચાલે.
સૂર્યકાંત આગ આગ થઈ ગયા બોલ્યા તારા મગજ માં આવી વાહીયાત વાત આવી ક્યાંથી ?
તું મારો છોકરો કહેવાને લાયક નથી નીકળી જા મારા ઘરમાંથી તારુ મોઢું બીજીવાર મને ન દેખાડીશ.
કિરણ બેન વચ્ચે પડ્યા અને બોલ્યા આપણો એકનો એક દિકરો ક્યા જશે શું કરશે જરા તો વિચાર કરો.
સૂર્યકાંત બોલ્યા એ વિચાર આ કપાતરે કરવાનો છે મારે નહીં.
હા એટલુ કરી શકુ બે દિવસ આપુ છું તારી વ્યવસ્થા કરી લેજે બોલી બહાર નીકળી ગયા.
તેજ વહેલી સવારે રોશની ને ફોન કરી તૈયાર રહેવા કીધુ, રોશની બોલી શું વાત છે ચીંતા મા લાગે છે.
તેજ બોલ્યો બધી વાત રૂબરૂ આવી ને કરું તું તારા ગેટ પાસે ઊભી રહેજે.
વહેલી સવાર એટલે રોડ ખાલી હતા પંદર મિનિટ માં તેજ રોશની ના ઘર નીચે પહોંચી ગયો રોશની પણ દસ મિનિટ માં નીચે આવી કારમાં બેસતાવેત પુછ્યું શું થયું આટલો અપસેટ દેખાય છે ?
તેજ કાંઈ ન બોલ્યો અને કાર સીધી મરીન ડ્રાઇવ લીધી ખાલી જગ્યા જોઈ પાર્કિંગ કરી દરિયા કિનારે પાળી પર બેસી ગયા.
તેજે રોશની નો હાથ પકડી ગઈરાતે પપ્પા સાથે થયેલી વાત કરી
રોશની નો ચહેરો તો જોવા જેવો થઈ ગયો આમ થાય તો પોતાની બધી ગણતરી ખોટી પડે એમ હતું, એણે પુછ્યું હવે શું ?
તેજ બોલ્યો જો પપ્પા નો ગુસ્સો વધુ નહીં ટકે, આપણે એક પ્લાન બનાવીએ આજે શનિવારે બધી તૈયારી કરી આવતીકાલે રવિવાર છે મંદિર મા લગ્ન કરી લઈએ અને સીધા આશિર્વાદ લેવા પપ્પા પાસે પહોંચી જઇએ મને વિશ્વાસ છે પપ્પા આપણને અપનાવી લેશે આખરે હું એમનો એકનો એક દિકરો છું. પછી ધામધૂમથી આપણે વીધીવત પરણી આપણો સંસાર ચાલૂ કરશું તું પણ તારા ઘરવાળા ને આજે જ આ વાત કરી દેજે.
રોશની ને તેજ ની વાત સાચી લાગી પણ અંદર થી તો ડરી રહી હતી અને હવે પાછીપાની કરાય એવું નહોંતુ એટલે એ સહમત થઈ ગઈ.
રોશની ને ઘરે ડ્રોપ કરી તેજ એના સર્કલ માંથી પોતાના ખાસ એવા બે-ચાર ફ્રેન્ડસ ને બોલાવી બધી વાત કરી અને આવતીકાલ ની તૈયારી શરૂ કરી દીધી.
મોડી રાતે ઘરે પહોંચ્યો ત્યારે કિરણ બેન એની રાહ જોઈ બેઠા હતા તેજ ને ડાઈનીંગ ટેબલ પર બેસાડી જમવાનું પીરસ્યુ અને એને સમજાવવાની કોશિષ કરવા લાગ્યા પણ તેજ ના મગજ પર તો રોશની એવી સવાર થઈ ગઈ હતી કે સાચી સલાહ પણ ઝેર લાગતી હતી, તેજ બોલ્યો મમ્મી હું રોશની ને નહીં છોડી શકું ભલે ઘર છોડવું પડે. અને આવતીકાલ ના પ્લાન ની કોઈ વાત ન કરી પોતાના રુમ માં ચાલ્યો ગયો.
બીજા દિવસે પણ સૂર્યકાંત ને મળ્યા વગર વહેલી સવારે તેજ ઘરેથી નીકળી ગયો.
રોશની પણ ઘરવાળા ને બધી વાત કરી ચુકી હતી, એના મમ્મી પપ્પા ને પણ ખબર હતી રોશની સામે આપણું કાંઈ ચાલવાનું નથી એટલે વધુ વિવાદ કર્યા વગર કમને રજા આપી દીધી.
એના ફ્રેન્ડસ ને મળી બધી તૈયારી વિશે ચર્ચા કરી, એક બ્રાહ્મણ દસ વાગે મહાલક્ષ્મી મંદિર પર આવી બધી વીધી કરાવવાનો હતો.
જોઈતી ચીજવસ્તુ લઈ તેજ એના ફ્રેન્ડસ સાથે રોશની ના ઘરે ગયો થનાર સાસુ સસરા ના આશીર્વાદ લઈ બધા મહાલક્ષ્મી મંદિરે પહોંચ્યા.
સારી એવી દક્ષિણા મળશે ની આશા માં બ્રાહ્મણ પણ સમય થી વહેલા હાજર થઈ ગયા હતા.
એકાદ કલાક માં વીધી પતાવી બન્ને જણે એકમેક ના ગળા માં વરમાળા નાખી પતિ પત્ની બની ગયા વડીલો ને પગે લાગી વરઘોડીયા નીકળ્યા સૂર્ય-કિરણ બંગલા તરફ.
રવિવાર ની સવાર સૂર્યકાંત માટે આમે મોડી હોય ઓફિસ જવાનું ન હોય એટલે બધે કામ શાંતિ થી પતાવતા આજે પણ ચા-નાસ્તો પતાવી ન્યુઝપેપર લઈ ને બેઠા અને કિરણ ને પુછ્યું શું ખબર તમારા કુંવર ના ?
કિરણ બેન કાંઈ બોલે એ પહેલા ડોરબેલ વાગી નોકરે આવી દરવાજો ખોલ્યો ને વરમાળા પહેરેલ તેજ,રોશની એ અંદર પ્રવેશ કર્યો જોઈ કિરણ બેન તો સોફા પર ફસડાઈ પડ્યા અને સૂર્યકાંત નો ચહેરા નો ગુસ્સો જોઈને લાગે એમની પાસે કોઇ હથિયાર હોત તો વિચાર કર્યા વગર વાપરી નાખત.
તે છતાં તેજ,રોશની નજદીક આવી પગે લાગવા ગયા પણ સૂર્યકાંત પાછળ હટી બોલ્યા જ્યાં છો ત્યાં જ રહેજો આગળ નહીં આવતા અને અત્યારે ને અત્યારે અહીંથી રવાના થાવ, પાછા આવવાની હિંમત ના કરતા નહીંતર મારા થી ન થવાનું થઈ જશે.
એટલા માં કિરણ બેન ઊભા થયા અને બોલ્યા તમે શાંત થાવ આપણે કોઈ રસ્તો કાઢીએ, સૂર્યકાંત બોલ્યા રસ્તો એક જ છે દરવાજો દેખાય છે ત્યાંથી બહાર નીકળવાનો બસ બીજો કોઈ રસ્તો નથી.
બધાનાં ધણા કાલાવાલા છતા સૂર્યકાંત એક ના બે ન જ થયા અને તેજ ની ધારણા ખોટી પડી રોશની તો હવે શું થશે ના વિચાર માત્ર થી ફફડી ઊઠી હતી ના છુટકે બન્ને ને ઘર છોડી જવુ પડ્યું, કિરણ બેન દરવાજા સુધી ગયા ને તેજ ને કીધું ચિંતા ન કર હું થોડા દિવસ માં એમને મનાવી લઇશ.
હવે રોશની ના ઘરે ગયા સિવાય છુટકો નહોતો એટલે બન્ને જણ ત્યાં પહોંચ્યા, પારેખ ભાઈ ને આશરો આપવા સિવાય છુટકો નહોતો એમનો તો કાળજા નો કટકો હતી રોશની.
બીજા દિવસે તેજ કામચલાઉ રહેવા ભાડે ઘર ગોતવા નીકળી પડ્યો એના પર્સનલ એકાઉન્ટ માં થોડા મહિના નીકળી જાય એટલી રકમ હતી એ વિચારતો હતો હમણાં ઓફિસ માં વ્યાપારીઓ સાથે સારી એવી ઓળખાણ થઈ છે અને એ કહેતા હતા તારી સાથે બિઝનેસ કરવામાં મજા આવશે એટલે બિઝનેસ માં વાંધો નહીં આવે અને પપ્પા ને દેખાડી દઇશ કે હું પણ કંઈ કમ નથી.
આખો દિવસ રખડ્યા પછી એક જગ્યા ગમી પણ સૂર્ય-કિરણ બંગલા ની તોલે તો ન જ આવે, પણ મજબૂરી માં બધુ ચલાવવું પડે એ વિચારે એ જગ્યા ફાઇનલ કરી અને તેજ-રોશની નો સંસાર ચાલૂ થયો.
તેજે બીજા દિવસ થી જ વ્યાપારી ઓ સાથે મિટિંગ ચાલૂ કરી દીધી પણ ઘર થી કાઢી નાખેલ છોકરા પર વિશ્વાસ કોણ કરે એટલે ચોખ્ખી ના તો નહોતા પાડતા પણ ગોળ ગોળ વાતો કરી એને વિદાય કરી દેતા. હવે તેજ ને વાસ્તવિકતા ની ખબર પડવા માંડી ત્યારે સૂર્યકાંત નાં છોકરા તરીકે માન હતું પોતાની વેલ્યૂ નહોતી.
આમને આમ થોડા મહિના નીકળી ગયા કાંઈ મેળ પડતો નહોતો અને બેંક બેલેન્સ પણ ઓછી થતી જતી હતી.
રોશની એ પણ સારી એવી રકમ પોતાની સિરિયલ ની તૈયારી માટે વાપરી નાખી હતી અને સિરિયલ અટકાવે તો એમા નાખેલ પૈસા પણ ડુબી જાય એમ હતું.
આમ રોશની ની હાલત તો એનાથી પણ ખરાબ થઈ ગઈ હતી, એને તેજ પ્રત્યે કોઈ લાગણી ન્હોતી પોતાની મહત્વકાંક્ષા સંતોષવા પૈસા માટે એની સીડી બનાવી રહી હતી.
એણે ધાર્યુ હતું એની ની કોઈ શક્યતા નજીક ના ભવિષ્ય માં દેખાતી ન્હોતી. અને એ મનોમન બીજી બાજી ગોઠવવા લાગી.
હવે પૈસા માટે બન્ને ના અવાર નવાર ઝઘડા થવા લાગ્યા ત્યારે તેજ ને પપ્પા એ કીધેલી વાત યાદ આવી પણ હવે ધણું મોડું થઈ ચુક્યું હતું.
એક દિવસ તેજ સવાર નાં ઊઠ્યો અને કીધું રોશની કોફી બનાવ થોડીવાર થઈ પણ કોઇ જવાબ ન આવતા તેજ ગુસ્સા માં ઊભો થયો અને જોસભેર રસોડા માં આવ્યો પણ એના આશ્ચર્ય વચ્ચે રોશની ત્યાં ન્હોતી એ આખુ ઘર ફરી વળ્યો પણ રોશની ક્યાંપણ ન દેખાણી, કોલ કરવા મોબાઇલ ઓન કર્યો જોયું તો રોશની નો મેસેજ દેખાયો લખ્યુ હતુ હવે તારી સાથે રહી મારા સપનાં પુરા થવાની શક્યતા દેખાતી નથી અને મારી સિરિયલ ના પાર્ટનર ની સારી ઓફર આવી છે સિરિયલ નો બધો ખર્ચ કરવા તૈયાર છે એકજ શરત છે હું તને છોડી એની સાથે લગ્ન કરી લઉં,
આપણાં લગ્ન હજી રજિસ્ટર નથી થયા એટલે કાનુની રીતે પણ હું તારાથી બંધાયેલી નથી, મને ભૂલી જજે બની શકે તો મને માફ કરી દેજે.
વાંચીને તેજ ને ચક્કર આવવા લાગ્યા અને બેડ પર ફસડાઈ પડ્યો કંઈ સુજતું નહોતું થોડીવાર પછી ઉઠી એના ફ્રેન્ડસ ને ફોન કરી અરજન્ટ ઘરે બોલાવ્યા.
કલાકેક માં તો બધા ત્યા હાજર હતા અને તેજ ની વાત સાંભળી દુઃખી થઈ ગયા અને હવે શું કરવું એની ચર્ચા કરતા હતા.
બધાની વાતચીત અને અભિપ્રાય અંતે એવા નિર્ણય પર આવ્યા કે આવતીકાલે ફાધર્સ ડે છે તો તેજ એના પપ્પા પાસે જઈ માફી માંગી લે આવા મોકાપર પપ્પા પણ માની જશે.
તેજ ને એકલો છોડવાનું જોખમ લેવા માંગતા નહોતા એટલે બધા ફ્રેન્ડસ ત્યાંજ રોકાઇ ગયા કે માનસિક તાણ માં કોઈ ખોટુ પગલુ ન ભરી લે.
બીજા દિવસે સવારે તેજ સૂર્ય- કિરણ પહોંચ્યો, પપ્પા ના પગે પડી ગયો અને બોલ્યો પપ્પા મારાથી મોટી ભૂલ થઈ ગઈ તમે મને સમજાવ્યો પણ મારી જ બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ હતી કે તમારી વાત ન માની, અને બનેલ બધી વાત વિગતવાર કરી, આજે ફાધર્સ ડે છે હું દિલ થી તમારી માફી માંગુ છું મને માફ કરો અને એક મોકો આપો હવેથી હું તમારું કહ્યુ બધુ માનીસ.
કિરણ બેન બોલ્યા છોકરો આટલુ કહે છે તો હવે માફ કરી દોને આમપણ છોરું કછોરું થાય માવતર કમાવતર ન થાય.
સૂર્યકાંત બોલ્યા તે દિવસે તેજ જ બોલ્યો હતો ને જમાનો બદલાઇ ગયો છે તો આજે હું પણ કહું છું જમાનો બદલાઇ ગયો છે આ કહેવત હવે લાગૂ ન પડે.
તેજ સાથે કિરણ બેન પણ સૂર્યકાંત ના પગે પડી ગયા અને બોલ્યા આટલા વર્ષ માં મે તમારી પાસે કાંઈ નથી માંગ્યું આજે પહેલી વાર માંગુ છું તેજ ને માટે નહીં મારી માટે તો માનો તેજ ને માફ કરી દો.
કિરણ બેન નાં કાલાવાલા સાંભળી સૂર્યકાંત થોડા પીગળ્યા અને બોલ્યા ઠીક છે પણ મારી એક શરત છે એ માને તોજ હું એને પાછો અપનાવું.
તેજ એક સેકંડ પણ વિચાર્યા વગર બોલ્યો પપ્પા મને તમારી બધી શરત મંજૂર છે.
સૂર્યકાંત બોલ્યા ઠીક છે હમણા હું બે દિવસ પુણે જાઉં છું આવી ને વાત કરશું.
બે દિવસ પછી સૂર્યકાંત પુણે થી પાછા આવ્યા અને તેજ,કિરણ ને કીધું મારી સાથે તમને ઓફિસ આવવું પડશે, બન્ને જણ સવાલ કરી શકે એવી સ્થિતી માં નહોતા એટલે ચૂપચાપ બધા ઓફિસ પહોંચી સૂર્યકાંત ની કેબીન માં બેઠા.
સૂર્યકાંત બોલ્યા તેજ તું એ દિવસે રેખા વિશે ગમેતેમ બોલ્યો પણ રેખા મારી દીકરી ના સ્થાને છે.
રેખાની મમ્મી ને એક છોકરાએ લગ્ન ની લાલચ આપી ફસાવી એનો ફાયદો ઉપાડ્યો અને જ્યારે ખબર પડી એ પ્રેગનન્ટ છે તો એને તરછોડી ભાગી ગયો એની શોધખોળ માં સમય નીકળી ગયો અને હવે એબોર્શન કરાય એવી પણ પરિસ્થિતિ ન્હોતી એટલે મેં એને સધિયારો આપ્યો અને કોઈ ને ખબર ન હોય એવી જગ્યાએ આશરો આપી ડિલીવરી કરાવી એ છોકરી આ રેખા એની જવાબદારી મેં લીધી એને ભણાવી ગણાવી બધી જરૂરિયાત પુરી કરી આપણી કંપની માં જોઈન્ટ કરી અને એણે એ જવાબદારી સારી રીતે સંભાળી એટલે દરેક કામ માં હું એને આગળ રાખું છું અને તે એનો ખોટો અર્થ લીધો.
એના મમ્મી એ મારી પાસે વચન લીધુ હતુ કે રેખા ની ઓળખ કોઈને આપવાની ન્હોતી એટલે હું કોઈ ને કહી શકતો નહોતો.
અને હું બે દિવસ બિઝનેસ માટે નહીં પણ રેખા ની મમ્મી ને મળવા જ ગયો હતો અને એક શર્તે રેખાની ઓળખ છતી કરવાની પરવાનગી લેતો આવ્યો છું અને એ શરત છે તેજ અને રેખા ના લગ્ન.
મારી પણ તારી સામે આજ શરત છે રેખાને અપનાવે તો હું તને માફ કરું.
પગ પાસે બોમ્બ ફાટ્યો હોય એમ તેજ અને કિરણ બેન તો બધિર બની ગયા, ધીરેધીરે જ્યારે કળ વળી ત્યારે કિરણ બેન બોલ્યા એ કેવી રીતે બને કોણ જાણે એનો બાપ કોણ હશે, કઈ જાતી નો હશે ?
સૂર્યકાંત બોલ્યા જો કિરણ માણસ જાતના હિસાબે નહીં પણ એની પરવરીશ થી ઓળખાય છે.
રેખા બધી રીતે ગુણવાન છે, હોશિયાર છે એ આપણાં ઘર ને સાચવી લે એવી છે.
તેજ તો કંઈ બોલી શકવાની સ્થિતી માં નહોતો આમેય એને રેખા નતી ગમતી એવું ન્હોતું પણ સૂર્યકાંત દર વખતે એને આગળ કરતા એટલે રેખા પર ખાર હતા પણ સાચી હકીકત સાંભળ્યા પછી એને રેખા પ્રત્યે માન થઈ આવ્યું.
કિરણ બેન હજી અવઢવ માં હતા અને પુછયું બધી વાત બરોબર પણ રેખા ની મરજી નું શું એ ના પાડે તો ?
સૂર્યકાંત હસીને બોલ્યા ગાંડી એને પુછ્યા વગર તો હું પાણી પણ નથી પીતો તો આ વાત એને પુછ્યા વગર કરું હવે આપણો કુંવર હા કે ના કહે એના પર આધાર છે બોલી તેજ તરફ પ્રશ્નાર્થ નજરે જોયું.
તેજ થોડો શરમાઈ ગયો અને પપ્પા ને પગે લાગી વાતને મંજુરી આપી દીધી.
સૂર્યકાંત પણ ઊભા થઈ તેજ ને છાતી સરસો ચાંપી લીધો અને ઈન્ટરકોમ કરી રેખાને કેબીન માં બોલાવી, રેખા અંદર આવી એટલે બોલ્યા કોન્ગ્રેચ્યુલેશન્સ બેટા લે મોઢું મીઠુ કર રેખા સમજી ગઈ અને ગાલ પર શરમ નાં સેરડા સાથે કિરણ બેન ને પગે લાગી.
સૂર્યકાંતે પણ તૈયારી રૂપે લાવેલ ટેબલ નાં ડ્રોઅર માંથી મીઠાઈ નો બોક્સ ખોલી બધાનાં મોઢા મીઠા કરાવ્યા અને બોલ્યા મને વિશ્વાસ હતો તમે બધા મને સાથ આપશો એટલે એક મહિના પછી નું મુહૂર્ત કઢાવી રેસકોર્સ ગ્રાઉન્ડ બૂક કરી લીધો છે
ઘરે આવી બ્રાહ્મણ ને બોલાવી મુહૂર્ત કઢાવ્યું બધી જવાબદારી ઈવેન્ટ મેનેજમેન્ટ ને સોંપી દેવાઈ છે.
બે દિવસ માં બધાને ફટાફટ ડીજીટલ આમંત્રણ પહોંચી ગયા,
એમ કરતા એ શુભદિવસ આવી પહોંચ્યો, દેશ વિદેશ ના મહેમાનો આવી પહોચ્યા હતા.
ધરતી પર સ્વર્ગ ઊતારી દીધું હોય એવા ડેકોરેશન અને ચકાચોંધ રોશની વચ્ચે સ્ટેજ પર રાહ જોઈ રહેલા તેજ પાસે પહોંચવાની ઉતાવળ માં રેખા નું બેલેન્સ ગયું અને પડવાની તૈયારી માં હતી ત્યાંજ મહેમાનો ની સરભરા કરી રહેલ એક મહિલા એ ચપળતાથી એને ટેકો આપી બચાવી લીધી, સૂર્યકાંત દોડતા ત્યાં આવ્યા અને બધુ હેમખેમ જોઈ સંતોષ નો શ્વાસ લીધો અને રેખાને કીધું બેટા આ આંટી એ તને પડતા બચાવી લીધી એને પગે લાગો. રેખા પણ કહ્યાગરી વહુ ની જેમ મહિલા ના પગે પડી.
મહિલા પણ એને આશિર્વાદ આપતા બોલી ખુશ રહો બેટા.
સૂર્યકાંતે મહિલા ને જોઈ ઇશારા માં કહી દીધું મેં મારું વચન પાળ્યુ અને તારી દિકરી ને તારા આશિર્વાદ અપાવી દીધા, મહિલા પણ સજળ આંખે સૂર્યકાંત નો આભાર માની ઝડપભેર ત્યાંથી નીકળી ગઇ.
રંગેચંગે આખો પ્રસંગ પાર પાડી બધા સૂર્ય-કિરણ બંગલા પર આવ્યા.
બીજાદિવસે સવાર નાં સૂર્ય એ સોના નાં કિરણ વિખેરી પરિવાર માટે એક નવું તેજ લાવી બધાના હાથ ની રેખા ચમકાવી રહ્યા હતા.
અતુલ ગાલા, કાંદિવલી, મુંબઇ