Odkhan books and stories free download online pdf in Gujarati

ઓળખાણ

કોચીન એરપોર્ટ થી ગુજરાત મુંબઈ નાં ૧૫ કપલ ને લઈ લક્ઝરી વોલ્વો ટુરિસ્ટ બસ હનીમૂન ટુર માટે મુન્નાર ગીરીમથક તરફ સરકી રહી હતી.
વરસાદ નાં ડર ને કારણે બધા હાય હેલ્લો ની ઔપચારિકતા કર્યા વગર ફટાફટ બસ માં ગોઠવાઈ ગયા હતા.
શહેર ના ભીડભાડ વાળા રસ્તા પર ટ્રાફિક માંથી હળવે હળવે માર્ગ કાઢી બસ હવે મોકળાશ વાળા રસ્તા પર આવી ગઈ હતી.
ચોતરફ હરિયાળી ,ઊંચા નાળિયેર નાં વૃક્ષો,ખળખળ વહેતી નદીઓ સફર ને આહ્લાદક બનાવી રહી હતી.
રસ્તા કિનારે સારી હોટેલ જોઈ બસ ઊભી રહી, સાથે આવેલ ગાઇડે ઘોષણા કરી કે આગળ ઘાટ ચાલૂ થશે અને રસ્તા સાંકડા હોવાથી બસ વચ્ચે ઊભી નહીં રહે,જેને ફ્રેશ થવું હોય એના માટે ૧૦ મિનિટ નો હોલ્ટ છે.
મુંબઈ થી આવેલ પંક્તિ એ એના હમસફર પીનાકીન ને પુછ્યું આવવું છે ?
નકાર સાંભળી પંક્તિ કચવાતા મને એકલી ઊતરી, વોશરુમ ની બહાર લાઇન માં અમદાવાદ થી આવેલ પણ મુળ મુંબઈ ની પંક્તિ એ રાશી ને સ્માઈલ આપ્યું અને એકબીજા ના નામ ની આપલે સાથે પાંચ મિનિટ માં જ બન્ને વચ્ચે સારી એવી ઓળખાણ થઈ ગઈ.
રાશી મુંબઈ મુલુંડ માં રહે છે સાંભળી પંક્તિ બોલી ઊઠી મારું પિયર પણ મુલુંડ માં જ છે અને રાશી નું સાસરીયું અને પંક્તિ નું પિયર આજુબાજુ ની બિલ્ડીંગ માંજ નીકળ્યાં.
બસ માં બન્ને ની સીટ દૂર દૂર હતી એટલે પોતપોતાના પતિ થી નિરાંતે ઓળખાણ કરશું કહી પોતપોતાની સીટ પર ગોઠવાઈ ગઈ.
ઘાટ ચાલૂ થઈ ગયો હતો સર્પાકાર રસ્તા પર સરકતી બસ ઊંચાઇ પર ચઢાણ કરી રહી હતી, બહાર નજર પહોંચે ત્યાં સુધી હરિયાળી અને અંદર એરકંડીશન્ડ ની ઠંડક બધાને ઘેન ચઢાવી રહી હતી.
સાત કલાક ની મુસાફરી પછી જ્યારે હોટેલ આવી ત્યારે સૂર્યદેવ ની વિદાય સાથે અંધારા ઊતરી આવ્યા હતાં,લાંબી મુસાફરી ના થાક ને કારણે બધાં સીધા એમને એલોટ થયેલ રુમ માં પુરાઈ સુઈ ગયાં.
સવાર પડતા બ્રેકફાસ્ટ માટે બધા ભેગા થયા, રાશી એના હમસફર સુકેતુ સાથે આવી હતી એની નજર પંક્તિ ને શોધી રહી હતી બીજીતરફ પંક્તિ પણ રાશી ને મળવા ઉત્સુક હતી.
પંક્તિ અને પીનાકીન બ્રેકફાસ્ટ ની ડીશ લઈ ડાઈનીંગ ટેબલ પર બેસવાની જગ્યા ગોતતા હતા એટલા માં રાશી એ બુમ પાડી પંક્તિ ને બોલાવી અહીંયા આવ તારી માટે જગ્યા રાખી છે.
પંક્તિ ત્યાં પહોંચી અને પીનાકીન ની ઓળખ આપી,રાશી બોલી બેસો સુકેતુ આવે જ છે.
નાસ્તા માં મશગુલ પંક્તિ ને રાશી એ ડિસ્ટર્બ કરી કીધું મીટ માય હસબન્ડ સુકેતુ પંક્તિ હાય બોલવા નજર ઉપર કરી પણ એના મોઢાં માથી શબ્દ નીકળવાને બદલે જોરદાર ઠસકો આવ્યો આ સુકેતુ અહીંયા ક્યાંથી ?
હમણાં જ ઉલ્ટી થઈ જશે એમ એ વોશબેશીન તરફ ભાગી પીનાકીન પણ એની પાછળ ગયો,રાશી ને ખબર જ નહોતી પડતી કે આ શું થયું એ પ્રષનાર્થ ચહેરે સુકેતુ ને જોવા લાગી
સુકેતુ પણ ખભા ઉલાળી મને શું ખબર નો ઈશારો કરી નાસ્તો કરવા લાગ્યો.
નાસ્તો કરી બધા બસમાં ગોઠવાયા અને મુન્નાર ના પ્રખ્યાત એરવીકુલમ નેશનલ પાર્ક તરફ પ્રવાસ રવાના થયા.
મુન્નાર દરિયાઈ સપાટી થી લગભગ ૫૦૦૦ ફૂટ ઊંચે ત્યાંથી પણ ૧૦૦૦ ફૂટ ઊંચે જવાનું હતું,સર્પાકાર રસ્તા ચારેતરફ નજર નાંખો ત્યાં સુધી ચા નાં બગીચા જાણે ધરતી એ લીલીછમ ચાદર ઓઢી હોય જોઈ આંખો સાથે મન ને પણ ઠંડક પહોંચી રહી હતી ,પણ પંક્તિ ને શાંતી ક્યાં નશીબ હતી સરકતી બસ ના દરેક વળાંક સાથે એ ભૂતકાળ માં સરકતી જાતી હતી.
સોમૈયા કોલેજ,ક્લાસરૂમ, કેમ્પસ,કેન્ટીન બધું યાદ આવવા લાગ્યુ સાથે સાથે યાદ આવ્યો સુકેતુ,
કોલેજ માં એક અલ્લડ અને બિંદાસ યુવતિ તરીકે પ્રખ્યાત પંક્તિ અને બેફિકર પોતાની જ મસ્તી માં રાચતો સુકેતુ, સ્વભાવ માં કોઈ મેળ નહીં પણ એ ઉંમર જ એવી હતી કે બન્ને એકબીજા તરફ આકર્ષાયા અને પછી તો કોલેજ બંક કરી ગાર્ડન, મુવી,રેસ્ટોરન્ટ અને વાત આગળ વધે એ પહેલા પંક્તિ ના ઘરે ખબર પડી પહેલા પ્રેમ,સમજાવટ થી વાત થઈ પછી ધમકી એ પણ કામ ન આવી એટલે ઇમોશનલ પતા ખોલી પંક્તિ ને મજબૂર કરી મુંબઈ થી દૂર અમદાવાદ એમના જ સમાજ નાં છોકરા પીનાકીન સાથે લગ્ન કરી સાસરે વળાવી દેવાઈ.
પંક્તિ ને સુકેતુ ની યાદો ચેનથી રહેવા નોતી દેતી અને સુકેતુ વગર જીંદગી કેવી રીતે નીકળશે એ વિચારે પોતાના નસીબ ને કોશતી દિવસો કાઢી રહી હતી.
પીનાકીન પણ ઘરની યાદ આવતી હશે એ વીચારે પંક્તિ ની ઉદાસી થી ચીંતીત હતો અને એને ખુશ રાખવા બનતા પ્રયત્નો કરતો અને એજ હેતુથી કેરેલા ટુર નો પ્રોગ્રામ બનાવ્યો.
અહીંયા સુકેતુ પણ એમના ઓળખીતા ની છોકરી રાશી સાથે લગ્ન કરી સંસાર ચાલૂ કરી દીધો અને પૈસાદાર સસરા નાં પૈસે કેરેલા ટુર માં જોઈન્ટ થયો હતો.
પણ સમયનું ચક્કર પણ જોરદાર હોય છે હજી તો બન્ને પ્રેમી પંખીડા ને છુટા પડ્યે ત્રણ મહિના જ થયા હતા ને એમને પાછા આમને-સામને કરાવી દીધા.
બસ એરવીકુલમ નેશનલ પાર્ક ના પાર્કિંગ માં ઊભી રહી અહીંયા થી સરકારી બસ માં હજી ઊંચાઇ તરફ જવાનું હતું.
પંક્તિ અતીત માંથી વર્તમાન માં આવી પીનાકીન સાથે બીજી બસ માં ગોઠવાઈ, કહે છે ને તમે જેનાથી ભાગવાની કોશિષ કરો એ તમારો પીછો ન છોડે, બસ બરાબર આગળ ની સીટ પર સુકેતૂ અને રાશી આવીને બેઠા.
રાશી જેવી બારી પાસે બેસવા ગઈ કે સુકેતુ બોલ્યો મને બારી પાસે બેસવું છે. રાશી ચુપચાપ બાજુ માં ખસી જગ્યા કરી આપી .
બધા પોતાના હમસફર સાથે વાતો કરતા બહાર કુદરતી નજારા જોવાનો આનંદ સાથે ગુટરગૂં કરી લેતા હતા.
ચોતરફ ચા નાં બગીચા અને ઘણીવખત તો ધુમ્મસ ની એવી ચાદર છવાઈ જતી અને ગીત યાદ આવી જાતું "આજ મૈ ઉપર આસમાં નીચે"
રાશી પણ સુકેતુ સાથે વાતચીત કરવા કોશીષ પણ સુકેતુ બારી માંથી દેખાતા ચાય નાં બગીચા અને કુદરતી દ્રશ્યો ને કેમેરા માં કેદ કરવા વ્યસ્ત હતો એ તકનો લાભ લઈ પંક્તિ રાશી સાથે વાતચીત કરવા લાગી.
હળવા આંચકા સાથે બસ ઊભી રહી અને ગાઈડે કીધું હવે બધાએ બસ માંથી ઉતરી આગળ પદયાત્રા કરવાની હતી.લગભગ બે કિલોમીટર નું ચઢાણ છે જેને જેટલું ફાવે એટલું રખડી ત્યાંની ખાસિયત એવા જંગલી બકરા (નીલગીરી તાહર) જોઈ એક કલાક માં પાછું બસ પાસે આવવું.બધા નીચે ઊતરવા લાગ્યા. પંક્તિ અને પીનાકીન આગળ હતાં રાશી અને સુકેતુ પાછળ એવામાં અચાનક રાશીનો પગ મચકોડાઇ ગયો,ચાલવું મુશ્કેલ લાગતું હતું સુકેતુ નો મૂડ ખરાબ થઇ ગયો અને બોલ્યો તને અત્યારે જ પડવું હતું આ પોઈન્ટ જોવું મારા માટે જરુરી છે.
રાશી બોલી મેં પણ જાણીજોઇને આ નથી કર્યુ તને આજળ જવું હોય તો જા હું અહીં બાંકડા પર બેઠી છું,અને સુકેતુ ત્યાંથી ચાલ્યો ગયો.
અડધો કલાક માં પંક્તિ અને પીનાકીન પાછા આવ્યા અને જોયું રાશી એકલી બેઠી છે,પંક્તિ ઝડપથી એની પાસે જઈ પૂછયુ તું ઉપર ન આવી,સુકેતુ ક્યાં?
રાશી એ પોતાની પરિસ્થિતિ સમજાવી પંક્તિ બાજુમાં બેઠી પર્સ માંથી પેઈન રીલીવર સ્પ્રે કાઢી રાશી ના પગ પર લગાડ્યું અને પીનાકીન ને કેન્ટીન માંથી ખાવાનું લેવા મોકલ્યો.
એકલી પડતા જ પંક્તિ એ પુછયુ આવી હાલત માં સુકેતુ તને છોડીને જાય જ કેવી રીતે ? રાશી બોલી એનો સ્વભાવ જ એવો છે એકદમ બેફિકર પોતાને સારુ લાગે કરવું,આમ બધી રીતે સારો પણ પોતાના મનનું જ કરે.
રાશી એકદમ એ દિવસ યાદ આવી ગયો લગ્ન પછી તરત માં વસ્ત્રાપુર માં આવેલ સિનેપોલીસ થીએટર માં એના ફેવરીટ સ્ટાર સલમાન નું નવું મુવી રિલીઝ થયું હતું એને ખાસ જોવું હતુ પણ પીનાકીન ને એનાથી ચીડ, પણ પંક્તિ નું મન રાખવા એ મુવી જોવા તૈયાર થયો.
પીનાકીને સુકેતુ ને આવતા જોયો એટલે એના માટે પણ ગરમાગરમ સેન્ડવીચ અને કોફી લઈ આવ્યો સુકેતુ આવી બધા સાથે બેઠો અને બોલ્યો મજા આવી ગઈ આવો નજારો તો નસીબદાર ને જ મળે,રાશી ને કેમ છે એ પૂછવાનું ભૂલી પોતાની વાત જ કરતો રહ્યો.રાશી ને એનાથી કોઈ ફરીયાદ નથી એ એને એડજસ્ટ કરી ચુકી હતી,અને બધા પાછા હોટેલ પર આવ્યા.
જોતજોતામાં આઠ દિવસ ક્યાં પસાર થયા એ ખબર જ ન પડી આટલા દિવસ માં પંક્તિ ને સુકેતુ ના બેફિકર સ્વભાવ નાં ઘણાં અનુભવ થવા લાગ્યા.એને ખબર પડવા લાગી કે કોલેજ માં જે થયું એ જુવાની નું આકર્ષણ જ હતું,સુકેતુ ની ખરી "ઓળખાણ" હવે થવા લાગી હતી,એને ઘણાં પ્રસંગ યાદ આવવા લાગ્યા કે સુકેતુ નો આવો સ્વભાવ પહેલેથી જ આવો હતો પણ આંખ પર ત્યારે પ્યાર મહોબત નાં ચશ્મા ચડેલા હતા એટલે એની બેફિકરાઈ પણ ગમતી હતી પણ હવે વ્યવહાર માં ન ચાલે.
પંક્તિ મનોમન રાશી ને વંદન કરવા લાગી કે એણે આ બધુ નભાવી લીધું હું હોત તો કદાચ આ સહન ન કરી શકી હોત, સાથેસાથે ભગવાન અને માતાપિતા નો આભાર માની રહી હતી કે એમના લીધે એને પીનાકીન જેવો કેરીંગ હસબન્ડ મળ્યો.
પ્લેન અમદાવાદ ના સરદાર પટેલ એરપોર્ટ પર લેન્ડ થઈ ગયું હતું પંક્તિ નું અલ્લડપણ પાછુ આવી ગયુ હતું પીનાકીન નાં હાથમાં હાથ નાખી ચાલી રહી હતી.પીનાકીન પણ આ ચમત્કાર કેવી રીતે થયો એ સમજવાની મથામણ કરવાને બદલે પંક્તિ માં આવેલ બદલાવ ને એન્જોય કરતો રહ્યો.
અમદાવાદ ના સેટેલાઇટ વિસ્તાર માં આવેલ આલીશાન બંગલા માં આજે પંક્તિ તન ની સાથે મનથી પણ પીનાકીન માં સમાઈ ગઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED