Joy books and stories free download online pdf in Gujarati

જોય ...

અરે જોય બેટા નાકેથી જરા અડધો લિટર દૂધ લઈ આવ ને,
ઓટલા પર બેઠા બેઠા કાંતા કાકી બોલ્યા.
એકેય સેકંડ ના વિલંબ વગર જોય હાજર અને બોલ્યો કાકી અબઘડી લઈ આવું.
મુંબઈ શબ્દ આવે એટલે સપના ની નગરી, નજર સામે ગગનચુંબી ઈમારતો,સમુદ્ર કિનારા,મોટા મોટા રસ્તા,શોપીંગ મોલ્સ આવે.
પણ આ હાઈરાઈઝ બિલ્ડીંગ માં બધા પોતપોતાના ઘર માં કેદ હોય, ઘણીવખત તો એકજ બિલ્ડીંગ માં રહેતા હોય પણ સામે મળે તો હાય હેલ્લો નો વ્યવહાર પણ નહીં.
આની સાથે સાથે મુંબઈ નું બીજુ પાસુ પણ છે, જીવન પળે પળે ધબકતું હોય એવી મુંબઈ ની ચાલ સીસ્ટમ છે, જેમ અમદાવાદ માં પોળ કલ્ચર છે એમ મુંબઈ માં ચાલ કલ્ચર છે.
આવોજ એક એરિયા એટલે મુંબઈ નો કાંદીવલી રામનગર એરિયા, ગુજરાતીઓ ની બહુમતિ, આમતો બધી બેઠી ચાલ માં દસ બાય વીશ ના રુમ હોય પણ ગેરકાયદેસર એક માળ ઉપર ચડાવી સારો એવો ખર્ચ કરી અંદર રાચરચીલું કરાવી બંગલા માં રહીએ છીએ એવા સંતોષ સાથે રહેતા.
ખાધે પીધે સુખી ઘરનાં, સંપ સારો હળીમળી ને રહેતા. બધા ઉત્સવો ધામધૂમથી ઊજવાય, કોઈના પણ ઘરમાં પ્રસંગ હોય તો બધા પોતાના ઘર નો પ્રસંગ સમજી ભાગ લે. નાના છોકરા તો હક્ક થી આજુબાજુ ના ઘરે જઈ જમી પણ આવે.
આવાજ એક રૂમ માં જોય એના મમ્મી પપ્પા સાથે રહે.
હવે તમને લાગશે જોય એટલે કોઈ ક્રિશ્ચિયન છોકરો હશે, પણ ના તમે ભૂલ કરો છો. એનું ઓરીજનલ નામ જય, જ્યારે પણ જુઓ હસતું મોઢું અને આનંદ માં રહે એટલે બધા એને જોય કહીને જ બોલાવે.
સ્વભાવે મીઠડો અને આવડત સારી એટલે બધાનું કામ કરી આપે, જાણે ભગવાન એના મોઢામાં ના શબ્દ મુકવાનું જ ભુલી ગયા હોય. દિવસ હોય કે રાત જય ને કોઈપણ કામ આપો એ થયા વગર ન રહે.
સવારની વહેલી કોલેજ એટલે બપોર સુધી ઘરે આવી જાય. પપ્પા સુરેશ ભાઈ નો પરચુરણ સામાન નો દુકાન સંભાળે મમ્મી સ્વાતિ બેન ઘરે થી સીલાઈ નું નાનુ મોટુ કામ કરે. આ રીતે એમની ગાડી સડસડાટ ચાલતી.
એમની બાજુની રૂમ માં હર્ષદ ભાઈ એમની પત્ની મીના અને છોકરા મેહૂલ સાથે રહેતા. મેહૂલ જય થી પાંચ વર્ષ મોટો અને એક કંપની માં જોબ કરતો અને ઉંમર લાયક હોવાથી છોકરી જોવાનું પણ ચાલૂ હતું.
મેહૂલ નાં મામા એ એમની બાજુમાં રહેતી લતા વિષે વાત કરી, સમાજ નાં અમુક ઓળખીતા ને લતા અને ઘર વિષે પુછપરછ કરી રિપોર્ટ સારા આવતા મિટિંગ ગોઠવાઈ અને બન્ને બાજુથી હા આવી.
ચાલ સીસ્ટમ માં લગ્ન એટલે બધાને પોતાનો પ્રસંગ હોય એમ સમજી આજુબાજુ વાળા કામે લાગી જાય અને આખા પ્રસંગ નો ભાર ઉંચકી લઈ રંગેચંગે પ્રસંગ પતાવે કે ઘરવાળા ને ખબર જ ન પડે અને આટલા ટેન્શન વાળુ કામ જાણે ચપટી વગાડતા થઈ જાય.
જય ની આગેવાની માં આવી રીતે જ મેહૂલ નો લગ્ન પ્રસંગ સરસ રીતે ઉજવાઈ ગયો અને લતા નું પરિવાર મા આગમન થઇ ગયું.
લતા દેખાવે સાધારણ પણ કામકાજ અને વ્યવહાર માં હોશિયાર, આવતાંવેત જ ઘર ની જવાબદારી ઉપાડી લીધી અને
એના મળતાવડા અને મજાકીયા સ્વભાવ થી જોતજોતાંમા આખા ચાલની લાડકી બની ગઈ.
મેહૂલ નાં મમ્મી-પપ્પા પણ નાના એવા ઘરમાં વહુ છોકરા ને મોકળાશ મળે એ વિચારી ગામ માં પોતાના પૈતૃક ઘરે શિફ્ટ થઈ ગયા હતા.
જય ઉંમર માં લતા થી નાનો પણ સ્વભાવ ની સામ્યતા ને લીધે વધુ હળીમળી ગયા, લતા હમેંશા જય ને તુંકારો દઈ બોલાવતી અને ચીડવતી કે જોય જલ્દી મારી માટે એક સરસ સહેલી લઈ આવ એટલે મને પણ કંપની રહે, જય શરમાઈ જતો પણ જવાબ આપવામાં પાછો ન પડે અને બોલતો ભાભી આ કોલેજ નું આ છેલ્લુ વર્ષ છે એ પતવા દો પછી તમને પણ પાછળ પાડી એવી છોકરી લઈ આવીશ. સાંભળી લતા પણ હસી પડતી અને જય ને વધુ ચીડવતી બોલતી જા જા મોઢું જોયુ છે અરીસા માં ? મારાથી સારી તો શું મારા જેવી મળવી પણ મુશ્કેલ છે. અને બન્ને હસી પડતા.
આમજ દિવસો પસાર થતા જોબ ને કારણે મેહૂલ લતા ને પુરતો સમય નહોતો આપી શકતો, આમેય મેહૂલ સ્વભાવે સાવ નીરસ ફિલ્મ કે હરવા ફરવા માં રસ નહીં એટલે લતા ને થોડું ખરાબ લાગતુ પણ પરિસ્થિતિ સમજી ચુપ રહેતી, કયારેક અનાયાસ જોય સાથે મેહૂલ ની સરખામણી થઈ જતી અને વિચારે ચડી જતી.
એક દિવસ લતા દાદરો ઊતરતા લપશી ને પગ મચકોડાઇ ગયો ઘરે કોઈ નહીં, જેમતેમ મોબાઇલ સુધી પહોંચી મેહૂલ ને ફોન કર્યો અને પરિસ્થિતિ સમજાવી, મેહૂલ બોલ્યો મારાથી અવાય એમ નથી બાજુમાં થી કોઈને બોલાવી લે.
લતા એ તરત જય ના ઘરે ફોન કર્યો જય ના મમ્મી દોડી ને આવ્યા, પગે સોજો આવી ગયો હતો ચાલી શકાય એમ ન્હોતું એમણે જય ને ફોન કરી વાત કરી, જય તરત કોલેજ થી રીક્ષા માં નીકળ્યો અને રસ્તામાં આવતા ફેમિલી ડોક્ટર ને સાથે લેતો આવ્યો. ચેકિંગ કરી ડોક્ટરે કીધું ફ્રેક્ચર જેવું નથી ખાલી મચકોડ છે પાટો બાંધી આપુ છું, બે દિવસ આરામ કરજો અને સમયસર દવા લેજો સારું થઈ જશે.
ચાલ સીસ્ટમ માં એક મુશીબત પાણી ની હોય સવારનાં બે-ત્રણ કલાક પાણી નો ચોક્કસ સમય હોય ત્યારે ભરી લેવું પડે અને એ સમય એટલે માણસો નો કામે જવાનો,છોકરાઓ ની સ્કૂલ, રસોઈ,કપડા બધુ એક સાથે હોય એટલે કોઈને એક મિનિટ ની પણ ફુરસદ ન હોય એવામા લતા ખાટલે પડી, મેહૂલ જો રજા લે તો નોકરી માંથી કાઢી નાખવાનો ડર, બે ચાર દિવસ માટે સાસૂ સસરા ને ગામડે થી બોલાવી હેરાન ન કરાય એટલે સંકટમોચન તરીકે બધાને જય ની યાદ આવે અને જય પણ એમાંથી પાછીપાની કરે એવો નહોતો, એણે ચાર દિવસ કોલેજ થી રજા લઈ લતા ની બધી જવાબદારી લઈ લીધી સવારે પાણી નો ટાઈમ સાચવી મેહૂલ માટે ટિફિન, વોશિંગ મશીન માં કપડા ધોવા થી લઈ લતા ને સમયસર દવા આપવી, પરિણામ સ્વરૂપ ત્રણ જ દિવસ માં લતા પાછી ઊભી થઈ ગઈ પણ એના મનમાં જય પ્રત્યે માન થઈ આવ્યું અને મન ના ખુણે અજાણતા એક કુંપણ ફુટી.
જય ની ફાઇનલ એક્ઝામ આવી અને એની તૈયારી માં પડી ગયો દિવસ રાત મહેનત ના પરિણામે પેપર સારા ગયા, હવે રિઝલ્ટ ન આવે ત્યાં સુધી પપ્પા સાથે દુકાને મદદ કરતો.
આજે રિઝલ્ટ નો દિવસ હતો વરસાદ ની સિઝન ચાલુ થઈ ગઈ હતી, મુંબઈ ના વરસાદ નો કોઈ ભરોસો ન હોય મુશળાધાર વરસે તો બધું બંધ કરાવી દે.
આજે પણ વરસાદ પણ ચાલૂ થઈ ગયો હતો, જય કોલેજ જઈ રિઝલ્ટ લઈ આવ્યો એ ફર્સ્ટ ક્લાસ માર્ક સાથે પાસ થઈ ગયો, જય પણ પેંડા લઈ આવ્યો હતો અને બધાને ખુશખબર આપી મોઢું મીઠુ કરાવતો હતો ચાલ માં ઉત્સવ જેવું વાતાવરણ હતું,
વરસાદ નો જોર વધતો જતો હતો, જય લતા ના ઘરે ગયો તો ખબર પડી વરસાદ ને લીધે ટ્રેન બંધ થઈ જતા મેહૂલ ઓફિસ માં જ ફસાઈ ગયો છે અને આજે ઘરે નહીં આવી શકે.
જય લતાને મોઢું મીઠુ કરાવવા ગયો અને થોડીવાર માં લતા ના ઘર માં થી બૂમાબૂમ સંભળાઈ જય દોડતો ઘર ની બહાર નીકળતો હતો અને લતા ખુલ્લા વાળ અને અસ્તવ્યસ્ત કપડે રડતી રડતી બહાર આવી અને બોલી જય મારી એકલતા નો ફાયદો ઉપાડવા માંગતો હતો પણ હું બચી ગઈ.
લતા વાત આગળ વધારવા નતી માંગતી પણ એવામાં કોણ જાણે કોઈએ પોલીસ ને ફોન લગાડી દીધો, થોડીવાર માં પોલીસ આવી અને બધી વાત જાણી વધુ પુછપરછ માટે જય અને લતા ને પોલીસ સ્ટેશન લઈ ગઈ. લતા તો કલાક રહીને પાછી આવી ગઈ. જય બે દિવસ લોકઅપ માં આકરી પૂછપરછ થી ભાંગી પડી જયે આખરે કબૂલાક કરી કે વરસાદી માહોલ અને લતા ની એકલતા જોઈ મારી જાત પર હું સંયમ ન રાખી શક્યો અને મારી ભૂલ થઈ ગઈ અને ન કરવાનું થઈ ગયું. ચાલી ના બધા લોકો માનવા તૈયાર જ ન્હોતા કે જય આવું કામ કરી શકે પણ એણે કબૂલાત કરી લીધી એટલે માન્યે જ છુટકો.
જય ના મમ્મી પપ્પા પર તો જાણે વિજળી ત્રાટકી.
અપરાધ ની કબૂલાત અને એરિયા માં જય ની સારી વર્તણૂક ને ધ્યાન માં રાખી એને સાત ને બદલે ત્રણ વર્ષ જેલ ની સજા થઈ.
જય ની આવી વર્તણૂક થી એના પપ્પા સુરેશ ભાઈ અને મમ્મી એરિયા માં રહેવું યોગ્ય ન લાગતા ઘર દુકાન વેંચી કોઈને કીધા વગર કયાંક ચાલ્યા ગયા.
ત્રણ મહીના વીત્યા હશે ત્યારે ચાલ માં રહેતા કાંતા કાકી ની બહેન શાંતા બેન જે હૈદરાબાદ એમના પતિ અને છોકરી રચના સાથે રહેતા હતા એમની તબિયત બગડી એમના પતિ અને રચના નોકરી કરતી એટલે એમની સંભાળ રાખે એવું કોઈ ન્હોતુ માટે ત્યાં રોકાવા બોલાવી, કાંતા માસી પણ હવાફેર થઈ જશે વિચારી હૈદરાબાદ પહોંચી ગયા. કાંતા બેન ની માવજત થી શાંતા બેન ની તબિયત માં સારો એવો સુધારો થઈ ગયો અને હરવા ફરવા લાગ્યા.
એક દિવસ સાંજે શાંતા બેન બોલ્યા ચાલ બાજુની બિલ્ડીંગ માં રહેતા મારા બહેનપણી જયા પાસે જતા આવીએ, કાંતા બેન પણ આવ્યા ત્યારથી બહાર ન્હોતા નીકળ્યા એટલે એ પણ રાજી થઈ ઝટપટ તૈયાર થઈ ગયા.
ધીરે ધીરે ચાલતા બંન્ને બહેનો બાજુને બિલ્ડીંગ માં જયા બેન ના ઘરે પહોંચ્યા. બહારગામ વસતા લોકો પાસે મહેમાન આવે એટલે રાજી થઈ જાય કારણકે ત્યાં ઓળખીતા ઓછા એટલે વધુ આવજાવ ન હોય.
જયા બેન પણ શાંતા,કાંતા ને જોઈ ખૂશ થયા અને એકબીજાના ખબર અંતર પુછી જુની યાદોં માં ખોવાઈ ગયા, અચાનક જયા બેન ઊભા થયા ને બોલ્યા આ વાતો માં ને વાતો માં ચા પાણી પણ ભૂલી ગઈ, જયા બેને ચા બનાવવા મુકી અને હૈદરાબાદ નાં પ્રખ્યાત કરાચી બેકરી ના બીસ્કીટ કાઢવા ગયા જોયું તો ડબ્બો ખાલી, બહાર આવી દરવાજો ખોલી બાજુ નાં ફ્લેટ માં જઈ બોલ્યા આનંદ બેટા મહેમાન આવ્યા છે જરા નીચેથી બીસ્કીટ લઈ આવને, આનંદ બોલ્યો અબગડી લઈ આવું.
જયા બેન અંદર આવતા બોલ્યા હમણાંજ નવા પડોશી રહેવા આવ્યા છે બહુ સારા છે અને આનંદ ની વાત ન પુછો આપણો પડ્યો બોલ જીલી લે એવો છોકરો છે કહી ચા લેવા રસોડા માં ગયા.
સાંભળી કાંતા બેન ને જોય યાદ આવી ગયો એમનાથી નીસાસો નખાઈ ગયો.
બે મિનિટ માં આનંદ આવ્યો અને બોલ્યો જયા કાકી આ લો બિસ્કીટ. આનંદ ને જોઈ કાંતા કાકી ની આંખો પહોળી થઈ ગઈ અને બોલ્યા જોય તું ?
જય પણ કાંતા કાકી ને જોઈ એકદમ દીગમુઢ થઈ ગયો, જયા બેને પણ બધુ સાંભળ્યુ અને બોલ્યા તમે એક બીજા ને ઓળખો છો ?
કાંતા કાકી બોલ્યા જોય આ બધું શું છે તને તો ત્રણ વર્ષ ની જેલ છે ને ? તું છુટ્ટો કેમ ?
જયા બેન અચરજ થી બધુ સાંભળી રહ્યા એમને કાંઈ સમજ માં ન્હોતું આવતું.
જય ગલ્લા તલ્લા કરવા લાગ્યો પણ કાંતા કાકી કાંઈ સાભળવા ના મૂડ માં ન્હોતા અને બોલ્યા સાચુ બોલ તને મારા સમ, નહીંતર પોલીસ ને બોલાવું છું.
જય નાં આંખ માં પાણી આવી ગયા અને બોલ્યો એક મિનિટ હું મમ્મી પપ્પા ને બોલાવું પછી બધી વાત, કહી બાજુમાં થી મમ્મી પપ્પા ને બોલાવી લાવ્યો. સુરેશ ભાઈ અને સ્વાતિ બેન આવ્યા કાંતા કાકી ને જોઈ એ પણ હેરાન થઈ ગયા.
જય બધાને બેસવાનું કહી બોલ્યો કાંતા કાકી બધી વાત કરૂં પણ એક શરતે આ વાત આપણાં વચ્ચે જ રહેવી જોઈએ બહાર ન જાય અને એ ત્રણ મહિના પહેલા શું થયું એ કહેવા લાગ્યો.
કાંતા કાકી એ દિવસે હું પેંડા લઈ લતા ભાભી પાસે ગયો ત્યાંજ વીજળી નો જોરદાર કડાકો થતા લતા ભાભી ડરી ગયા અને મને વળગી પડ્યા અને પોતાને કંટ્રોલ ન કરી શક્યા અને મારી પાસે અણછાજતી માંગણી કરી, હું એકદમ ડરી ગયો એમને છોડાવી બહાર જવા લાગ્યો હવે લતા ભાભી ને ડર લાગ્યો કે હું બધાને આ વાત કહી દઈશ એટલે પોતાને બચાવવા મારા પર ખોટો આળ નાખી બૂમાબૂમ કરી નાખી. અમને તપાસ માટે પોલીસ પકડી ગઈ.
પોલીસ સ્ટેશન આવી લતા ભાભી રોઈ પડ્યા અને બોલ્યા જોય મને બચાવી લે, જો આ વાત બધાને ખબર પડશે તો હું ક્યાંય ની નહીં રહું મને ખબર છે મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે.
સમય અને પરિસ્થિતિ ને સાચવી ન શકી અને બહેકી ગઈ મને માફ કર.
મેં પણ પોલીસ ને પરિસ્થિતિ સમજાવી અને લતા ભાભી એવા નથી, સમય જ એવો હતો કે ભલભલાથી ભૂલ થઈ જાય. મેં કીધુ તમે જાહેર કરજો કે જય સામેથી ગુનો કબૂલ કરે છે, હું મારું ફોડી લઈશ પણ લતા ભાભી નું નામ ન આવવું જોઈએ નહીંતર નાહક સમાજ માં બદનામ થશે એમના છુટાછેડા થઈ જશે.
ભલે હું પુરુષ છું પણ સમાજ ના માનસિકતા મને ખબર છે કે પુરુષ કાંઈપણ કરે લોકો ભુલી જાય છે પણ સ્ત્રી જરાક પણ ભૂલ કરે તો એનાં માથાપર જીંદગીભર ચાલૂ સ્ત્રીનું લેબલ લાગી જાય.
અમારા નસીબ થી પોલીસ ઇન્સ્પેક્ટર નાં મનમાં રામ વસ્યા અને અમારી વાત સાંભળી અને સમજી અમારા પ્લાન પ્રમાણે મને અપરાધી જાહેર કરી લતા ભાભી ને નિર્દોષ છોડી.
મારા મામા હૈદરાબાદ રહે છે એમની સાથે વાત કરી અમે બધા અહીંયા શિફ્ટ થઈ ગયા અને બધુ બરોબર ચાલતું હતું ને તમારી અચાનક મુલાકાત થઈ ગઈ, હું તમને હાથ જોડી વિનંતી કરૂં છું આ વાત બહાર ન જાય નહીંતર લતા ભાભી ની જીંદગી બરબાદ થઈ જશે.
આંખ માં ખુશી ના આંસુ સાથે કાંતા કાકી એ જય ને ગળે લગાડી લીધો અને બોલ્યા બેટા તે સમાજ ની પરવા કર્યા વગર બધા આરોપ તારા માથે લઈ લીધા, પોતે બદનામી વહોરી બીજા ની ઈજ્જત બચાવી છે, મને તો ખાત્રી હતી મારો જોય આવું કામ કરે જ નહીં પણ એ વખત ના હાલાત અને તારી કબૂલાત મને ચૂપ રહેવા મજબૂર કરી દીધી, પણ તારો આ બીજા માટે આપેલ ભોગ વ્યર્થ નહીં જાય કુદરત તને આનો બદલો જરૂર આપશે કહી આશીર્વાદ આપ્યા અને આ વાત ક્યારેય બહાર નહીં જાય એની ખાત્રી આપી ત્યાંથી વિદાય લીધી.
ઘરે પાછા આવી જમી પરવારી બધા વાતો કરતા બેઠા હતા અને કાંતા કાકી એ જય ની વાત રચના અને બનેવી ને કહી સંભળાવી સાથે સાથે દરખાસ્ત મુકી આપણી રચના ઉંમર લાયક છે દેખાવડી છે અને જય પણ બધી રીતે એને મેચ થાય છે એના જેવો છોકરો દિવો લઈ ને ગોતશો તો પણ નહીં જડે માટે મારૂ માનો તો હું સુરેશ ભાઈ સાથે વાત ચલાવું. શાંતા બેને તો જય ને જોયો ત્યારથી એમનાં મનમાં વસી ગયો હતો એટલે એમણે પણ વાત વધાવી લીધી અને આગળ વધવા કહ્યુ.
બીજા જ દિવસે કાંતા બેને સુરેશ ભાઈ ના ઘરે જઈ વાત કરી અને રચના ની ખાત્રી આપી જય સાથે સાંજની મિટિંગ ગોઠવી.
સાંજે જય અને રચના હૈદરાબાદ ની ઓળખ સમાન હુસેન સાગર તળાવ પાસે આવેલ લુમ્બીની ગાર્ડન માં મિટિંગ ગોઠવે છે અને ખુલ્લા મને વાત કરી પોતાના વડીલો ની વાત ને સહમતી ની મહોર મારે છે.
અઠવાડીયા ની અંદર જ જરાય હોહા કર્યા વગર જય અને રચના ના લગ્ન લેવાય છે અને સુખદ સંભારણા લઈ કાંતા કાકી મુંબઈ પાછા ફર્યા.

~ અતુલ ગાલા (AT), કાંદિવલી,મુંબઈ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED