deepjyoti books and stories free download online pdf in Gujarati

દિપજ્યોતિ

શહેર થી દૂર એક કોલોની માં બેઠા મકાન ની હારમાળ માંથી એક મકાન માં પ્રવીણ ભાડે થી રહેતો સાથે પત્ની સરલા અને છોકરો દિપ એમ નાનો પરિવાર ,દિપ કોલેજ માં સાયન્સ ભણતો અને પત્ની ઘર સંભાળતી.
ઘર થી થોડેક દૂર ફેક્ટરી માં નોકરી કરતા પ્રવીણ ની આવક આમતો ઓછી પણ ઘરરખ્ખુ પત્ની ના કારણે નભી જતું અને દિપ પણ ઘરની પરિસ્થિતિ પ્રમાણે ઘણું જતું કરી સમય સંભાળી લેતો, આમ એકંદરે સંતોષી પરિવાર.
પ્રવીણ ની ઈચ્છા આ કોલોની માં જ મકાન વેચાતું લેવાનું હતુ પણ આ આવક માં શક્ય નહોતું કેમકે આવક માંથી ઘર ખર્ચ, મકાન ભાડુ,કોલેજ ખર્ચ, વીમા પોલીસી બધુ બાદ થતાં હાથમાં કાંઈ બચતુ નહોતુ.
આમને આમ દિવસો નીકળતા જતા હતા,દિવાળી ના દિવસ હતા દુકાળ માં અધિક માસ ની જેમ એક રોકેટ પ્રવીણ ના ઘર ની બાલ્કની માંથી અંદર આવી ફાટ્યું અને જોતજોતામાં આગ ની લપકારો એ ઘરને કબજા માં લઈ લીધું પ્રવીણ અને સરલા નીચે બેઠકખંડ માં જ હતા દિપ ઊપર નાં ફ્લોર પર વાંચતો હતો.
પ્રવીણે ઊપર જવાની કોશિષ કરી પણ આગ ની જ્વાળા અને ધુમાડા માં શક્ય નહોતુ.
આખરે ના છુટકે બન્ને જણ ઘર ની બહાર ભાગ્યા,પડોશી એ ફાયરબ્રિગેડ નં ફોન કરી દીધો હતો પણ દિવાળી રજા અને કોલોની શહેરથી દૂર હોવાથી એ લોકો આવતા આવતા ત્રણ/ચાર કલાક લાગી ગયા અને આગે આખા ઘરને ભસ્મીભૂત કરી નાખ્યું.
ઉપર નાં ઓરડા ની તો હાલત ખરાબ હતી રાખનાં ઢગલા સીવાય કાંઈ જ દેખાતું નહોતુ સૌથી ખરાબ સમાચાર કે દિપ પણ રુમ માં દેખાયો નહીં,દિપનો પલંગ જે હવે રાખનો ઢગલો થઈ ગયો હતો એની સાથે દિપ પણ જાણે ભળી ગયો હોય એમ લાગતું હતું.
પ્રવીણ ના માથે તો જાણે આભ તુટી પડ્યુ એનુ મન માનવા તૈયાર નહોતુ કે એનો વહાલસોયા દિકરા ને છેલ્લી વખત જોઈ પણ ન શકે, સરલા તો એક જ વાત પર અટકી હતી કે દિપ ને ગોતો એ આવી રીતે જઈ જ ના શકે.
અચાનક આવી પડેલ આફતે પ્રવીણ ને રસ્તા પર લાવી દીધા કપડા, ધરવખરી કાંઈ જ બચ્યું નહોતુ, એ રાત તો પડોશી એ સાચવી લીધા બીજા દિવસે પ્રવીણે દુઃખ ને મનમાં દબાવી જીંદગી ની નવી શરૂઆત માટે ઝઝૂમવા લાગ્યો.
નસીબ સારા કે એક ખાલી મકાન બાજુની ગલી માંજ હતું અને એ મકાન માલિક પણ ખુબજ સારા સ્વભાવ ના હતા એમણે પ્રવીણ ને કીધું દિકરા ખુશી થી તું મારા મકાન માં રહે અને ભાડાની ચિંતા ના કરતો તારૂ બધુ સેટ થઈ જાય પછી આપી દેજે, ઊપરથી કપડા અને ઘરવખરી માટે પૈસા પણ આપ્યા.
પ્રવીણ ને લાગ્યુ મકાન માલિક નાં રૂપ માં ભગવાન જ આવ્યા છે, બે દિવસ માં બધી ગોઠવણ થઈ ગઈ પહેલા કરતા પણ મકાન મોટું હતું, રહેવા માટે બન્ને ને નીચે ની જગ્યા જ પુરતી હતી ઉપરની જગ્યા ખાલી જ પડી રહેતી.
જોતજોતામાં છ મહિના નીકળી ગયા સમય બધુ ભુલાવી દે છે એ વાત અહીંયા પણ લાગુ પડી પ્રવીણ અને સરલા પણ હવે ધીરે ધીરે રૂટીન જીંદગી જીવવા લાગ્યા.
એક દિવસ મકાન માલિક ને બોલાવી પ્રવીણે કીધું દિપની LIC નો ચેક આવ્યો છે એટલે એની યાદમાં જો તમે રાજી હો તો આ મકાન અમે ખરીદવા માંગીએ છીએ. મકાન માલિક પણ તૈયાર થઈ ગયા અને બોલ્યા પણ એક શરત પર મકાન આપું,પ્રવીણ મનોમન ડરવા લાગ્યો શું ખબર શરત કેવી હશે ?
મકાન માલિક બોલ્યા બેટા મકાન ની ઉપરની રૂમ આમેય ખાલી હોય છે, મારા એક મિત્ર ડોક્ટર છે એમનો ઓળખીતો છોકરો છે એનું બાજુની કોલેજ માં એડમિશન થયુ છે ડોક્ટરી ભણે છે સાંજે પાર્ટ ટાઈમ એમની હોસ્પિટલ માં નોકરી કરે છે એને પેઈંગ ગેસ્ટ તરીકે જગ્યા જોઈએ છે તો એને ઉપરની રૂમ કાઢી આપ તને પણ થોડી આવક થઈ જશે અને સરલા ને ફાવતું હોય તો બે ટાઇમ ટિફિન કરી આપે તો એમાંથી પણ આવક ચાલૂ થઈ જાય.
શરત સાંભળી પ્રવીણ ની આંખમા આંસુ આવી ગયા અને મકાન માલિક ના પગમાં પડી ગયો.
બીજા જ દિવસે મકાન માલિક એક યુવાન સાથે પ્રવીણ નાં મકાને આવ્યા અને ઓળખ કરાવી આ દિપક છે જે ઉપર રૂમ માં રહેશે,દિપકે પ્રવીણ અને સરલા ને પગે લાગી આવતાંવેત એમના દિલ જીતી લીધા.દિપક ને જોઈ એમને દિપ યાદ આવી ગયો,દિપક ને ઉપરની રૂમ દેખાડી કીધુ ફ્રેશ થઈ નીચે આવી જા જમવાનું તૈયાર છે.
નીચે આવી દિપક જમવા બેઠો,ડાબા હાથે જમતો જોઈ સરલા થી બોલી જવાયુ દિપ પણ ડાબોડી જ હતો તારી જેમ જ,દિપક બોલ્યો મને તમે દિપ જ સમજો અને દિપ કહીને જ બોલાવજો.
પ્રવીણ અને સરલા ને તો જાણે સાચેજ દિપ આવી ગયો હોય એવી લાગણી થઈ આવી.
દિપક નો નવી કોલેજ નો પહેલો દિવસ જીન્સ, ટીશર્ટ, સ્પોર્ટસ શુ,ગોગલ્સ માં એ કોઈ ફિલ્મ નો હીરો લાગતો હતો અને મીલનસાર સ્વભાવ ને લીધે પહેલા દિવસ થી જ દિપક બધાના ફેવરીટ લીસ્ટ માં આવી ગયો, એટલામાં સ્કુટી પર એક છોકરી આવી બધાની નજર ત્યાં ચોટી ગઈ દિપકે સાથેના છોકરાઓ ને પુછ્યુ શું થયુ ? કેમ બધા ચુપ થઈ ગયા ? એક છોકરો બોલ્યો જો દિપજ્યોતિ આવી કોલેજની ટોપર અને સુંદરતા ની રાણી બન્ને ચીજ ભાગ્યેજ ભેગી થાય એમાંની એક એટલે આ.
દિપક બોલ્યો બહુ વિચિત્ર નામ છે દિપજ્યોતિ,સાંભળી બધા ગ્રુપ વાળા હસવા લાગ્યા અને બોલ્યા એનું નામ જ્યોતિ છે પણ અમારી કોલેજ નો એક છોકરો હતો દિપ જે છ મહિના પહેલા લાગેલી આગમાં હોમાઈ ગયો, ભણવામાં ટોપર પણ સાવ લલ્લુ આ જ્યોતિ પર બધા મરતા અને જ્યોતિ એના પર મરતી એ વાત પણ સમજી ન શક્યો એટલે બધા એને દિપજ્યોતિ કહે છે, પછી તો બધા દિપને કેવી રીતે મુર્ખ બનાવતા એ સંભળાવવાની જાણે સ્પર્ધા લાગી દિપક ચુપચાપ સાંભળતો રહ્યો.
દિપક કોલેજથી હોસ્પિટલ ગયો અને રાત્રે ઘરે આવતાં જ
સરલા એ પુછ્યું આજે શું ખાઈસ બેટા ? બપોર થી કાંઈ ખાધું નહોતુ એટલે દિપક બોલ્યો પરોઠા અને પનીર ની ભાજી બનાવી આપો સાંભળી સરલા ને દિપ યાદ આવી ગયો એને પણ પુછો શું ખાઈસ એટલે આ જ જવાબ હોય.
દિપક ને આવે એક મહિનો પુરો થવામાં હતો, વાતે વાતે સરલા ને દિપક માં દિપ દેખાતો અને એ બેચેન બની જતી પ્રવીણ ને આ વાતનો ખ્યાલ હતો પણ સમય સાથે બધુ સારુ થશે વિચારી ચુપ રહેતો.
રાત્રે જમી પરવારી પ્રવીણ સરલા એકલા પડ્યા એટલે સરલાએ કીધુ હવે મારાથી આ સહન થતું નથી દિપક ની હાજરી મારા માટે ઉપાધિ થતી જાય છે.પ્રવીણે કીધુ તો શું કરીશું ?
સરલા બોલી રૂમ ખાલી કરાવી દઇએ બીજો કોઈ પેઈંગ ગેસ્ટ ગોતી લઈશું.
આ વાતનો અમલ બીજા દિવસે સવારનાં જ થઈ ગયો દિપક ને રૂમ ખાલી કરવા નોટીસ આપી દીધી,દિપક હેરાન થઈ ગયો આવું કેમ કર્યુ પણ એણે જાતને સંભાળી કીધું હું રાતના આવીને વાત કરૂં.
રાત્રે પ્રવીણ અને સરલા જમી દિપક ની રાહ જોતા હતા એટલામાં દિપક આવ્યો હાથમાં મીઠાઇ નું બોક્સ હતુ એ બોલ્યો તમે બન્ને ઉપર આવો મારે કાંઈક વાત કરવી છે,આજે જમવું નથી.
બધા ઉપર ગયા એટલે દિપક બોલ્યો હું કહુ છું એ ધ્યાનપૂર્વક સાંભળજો, સરલા વિચારવા લાગી એવુ તો શું હશે લાગે છે અહીંયા રહેવા માટે કાલાવાલા કરશે પણ મેં તો નક્કી જ કર્યુ છે એને રહેવા ન દેવો.
દિપક ઊભો થઈ મીઠાઈ નો બોક્સ ખોલી બોલ્યો પહેલા મોઢું મીઠું કરો પછી વાત, પ્રવીણ બોલ્યો હજી તો પરીક્ષા બાકી છે રિઝલ્ટ નથી આવ્યુ તો મીઠાઈ શેની ?
દિપક બોલ્યો કહું છું હું એજ મુદ્દા પર આવુ છું અને બોલવાનું ચાલૂ કર્યુ આજથી છ મહિના પહેલા તમારા ઘરમાં આગ લાગી અને બધુ ભસ્મીભૂત થયું એમા તમારો એકનો એક વહાલસોયો દિકરા ને પણ આગ ભરખી ગઈ, પણ ધણીવાર ન ધારેલુ થતું હોય છે.
અને દિપકે ધડાકો કર્યો કે તમારો દિપ જીવતો છે,
સાંભળી પ્રવીણ અને સરલા પહેલા તો દીગમુઢ થઈ ગયા અને પછી સરલા ની કમાન અચાનક છટકી ને બોલી તું શું બોલી રહ્યો ભાન છે શું કામ અમારી મજાક ઉડાડે છે.
દિપક બોલ્યો હું મજાક નથી કરતો અને એને હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું.
હવે પ્રવીણ ની પણ છટકી અને બોલ્યો તું શું કહેવા માંગે છે સાફ સાફ કહે આવી રીતે ગુંચવાડા ન કર.
દિપક બોલ્યો મમ્મી-પપ્પા હું જ તમારો દિકરો દિપ અને ઘરમાં એકદમ સોપો પડી ગયો ન ચાહવા છતા બન્ને ના મોં સીવાઈ ગયા.
દિપક આગળ બોલ્યો તે દિવસે આગ લાગી હું સુઈ ગયો હતો આગની ખબર પડી ત્યારે ધણું મોડું થઈ ચુક્યું હતુ પલંગ પરથી ઉઠ્યો ત્યારે ચારે તરફ આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ હતી, હું જેમતેમ કોશિષ કરી પાછળની બાલ્કની તરફ ભાગ્યો અને નીચે કુદયો પણ પડદા નો એક ટુકડો મારા ગળાની ફરતે વીંટળાઈ ગયો અને મારો આખો ચહેરો આગથી બળી ગયો, મને કાંઈ દેખાતુ નહોતું પણ અંદાજ આવ્યો કે હું બહુ નીચે નથી પટકાયો અને બેહોશ થઈ ગયો.
જ્યારે હોશ આવ્યુ ત્યારે ઘરમાં રોક્કળ ના અવાજ સંભળાયા અને ખબર પડી બધાએ મને ગોતવાની કોશિષ કરી છવટે મને મૃત માની લીધો હતો, પણ બાલ્કની અને છજ્જા વચ્ચેના ગેપમાં એવો ફસાયો કે કોઈને દેખાયો નહીં.
આવી સ્થિતી માં પણ મને એક વિચાર આવ્યો બધાએ મને મૃત સમજી લીધો છે તો થોડો સમય છુપાઈ ને બધા મારા વિશે કેવા વિચાર રાખે છે એ જાણી લઉં.
તમે બધા મેન ગેટ પર હતા ત્યારે નીચે ઉતરી પાછળનાં રસ્તે બહાર નીકળ્યો મારી હાલત ખરાબ હતી સરખું દેખાતુ નહોતું તો પણ મેન રોડ પર આવ્યો અને બ્રેક ની ચીચીયારી સંભળાઈ એક કારે મને ઠોકર મારી ઊભી રહી હું દૂર ફંગોળાઈ ગયો અને પાછો બેહોશ થઈ ગયો.
જ્યારે હોશ આવ્યા ત્યારે હોસ્પિટલ માં હતો સામે ડોક્ટર ઉભા હતા અને ઈશારાથી પુછ્યં કેમ લાગે છે ? મેં બોલવાની કોશિષ કરી પણ એમ કરવા જતા અસહ્ય વેદનાથી ચીસ પડાઈ ગઈ ડોક્ટરે કીધુ હમણાં કાંઈ બોલવાની કોશિષ ના કરતો હું તને બધુ કહું છું.
ડોક્ટર બોલ્યા ગઈકાલે એક પેશન્ટ નો ઈમર્જન્સી ફોન આવ્યો એ એટેન્ડ કરવાની ઘાઈમાં હતો અને તું અચાનક મારી કારની અડફેટે આવી ગયો તારો આખો ચહેરો બળેલો હતો તારી સ્થિતી જોઈ તને કારમાં નાખી મારી આ હોસ્પિટલે લઇ આવ્યો. તારો ચહેરો જોઈ શકવાની સ્થિતિ માં નહોતો એટલે શહેર નાં પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ને અરજન્ટ બોલાવી તારા ચહેરાની પ્લાસ્ટિક સર્જરી કરાવી છે.
ચાર દિવસ પછી મોઢાનો પાટો કાઢયો થોડુ સારુ લાગતા મેં પણ એમને મારી આપવીતી કહી સાંભળી પહેલા તો બહુ ગુસ્સે થયા કે તું તારા વિશે બધા શું વિચારે છે એ જાણવા આવી રમત રમ્યો કે તારો જીવ જોખમ માં નાખી દીધો. આવી હાલત માં તુ ભાગ્યો અને સારા નસીબ થી મારા હાથમાં આવ્યો અને બચી ગયો. પણ એક શરતે માફી આપવા તૈયાર થયા કે જેમ બને એમ જલ્દી તારી ઓળખ કોઈને નહીં તો તારા મા-બાપને આપી દેજે.
આમ એ ડોક્ટર મારી જીંદગી માં દેવદૂત થઈ ને આવ્યા બે મહીના દરમ્યાન મારી ટોટલ બાર સર્જરી થઈ ને મને આ નવું રૂપ મળ્યુ ધીરેધીરે રીકવર થઈ હું એમની હોસ્પિટલ માં મદદ કરવા લાગ્યો એમણે જ મને કોલેજ માં એડમિશન અને જાણીજોઈ તમારી પાસે રહેવાની સગવડ કરાવી આપી.
હું પણ મારી ઓળખ જલ્દી થી તમને આપવાનો જ હતો પણ મને એમ કે હું MBBS ની પરીક્ષા પાસ કરી તમને ડબલ સરપ્રાઇઝ આપું પણ તમારી સ્થિતી જોઈ મારે આજે જ આ ભેદ ખોલવો પડ્યો.અને મારી આ ભૂલ માટે તમે કહો એ સજા ભોગવવા તૈયાર છું.
હવે બોલવાનો વારો પ્રવીણ નો હતો તારી આ નાદાની કેટલી ભારી પડી શકે એનો તે વિચાર જ ન કર્યો ?
અને દુનિયાની સાથે સાથે અમારી પણ પરીક્ષા લઈ લીધી ?
સૌથી મોટી વાત આ તારી LIC પૈસા પણ પાસ થઈ ગયા એનું શું અણહક્ક નાં પૈસા મને ન જોઈએ.
સરલા તો આ બધુ સાંભળી એકદમ પથ્થર નાં પુતળા જેવી થઈ ગઈ હતી.
દિપ બોલ્યો પપ્પા મને મારી ભૂલ સમજાઈ ગઈ છે ને હું પ્રાયશ્ચીત કરવા તૈયાર છું, હું જે રમત રમ્યો એને સંકેલવા થોડો સમય આપો અને મારા પર વિશ્વાસ રાખો મારી ઓળખ જાહેર ન કરતાં.
પ્રવીણ બોલ્યો મન તો થાય છે કે તને પોલીસ ને હવાલે કરી દઉં અને આ કિસ્સો ખતમ કરૂં પણ એ વખતે જ જાણે હોશમાં આવી હોય એમ પ્રવીણ સામે કરગરતી સરલા બોલી સાંભળો, આટલુ કહે છે તો એક મોકો આપો આખરે એકનો એક દિકરો છે આપણો હવે પછી કંઈ ભૂલ કરે તો તમે જેમ કહો એ કબૂલ.
ના છુટકે પ્રવીણે પણ સરલા ની વાત માનવી પડી અને દિપ ને છ મહિના નો ટાઈમ આપ્યો.
બીજા દિવસે દિપ કોલેજ ગયો હવે એને બધી ખબર પડી ગઈ હતી કે કોણ એની સાથે છે કોણ એની સામે એણે એ બધા સાથે ઉઠબેસ બંધ કરી જે એની સામે દિપ ની બુરાઈ કરતાં હતા, અને મોકો જોઈ એના સાથે MBBS કરતી જ્યોતિ ને બાજુની રેસ્ટોરન્ટ માં લઈ ગયો એની સામે દિલ ખોલી બધી કબૂલાત કરી અને માફી માંગી સાથે એ પણ કબૂલાત કરી કે આની પહેલા પણ હું તને ચાહતો હતો પણ ડર લાગતો હતો કે તારો પ્રતિભાવ કેવો હશે, દિપક નાં રૂપ માં ખબર પડી કે તું પણ મને લાઇક કરતી હતી હવે આજે હું તારો સાથ જીંદગીભર માટે માંગુ છું અને તું મને સાથ આપી મારા પપ્પાને આપેલ વચન નિભાવવા મદદ કર પણ કોઈને મારી ઓળખ આપવી નહીં.
જ્યોતિ ને તો વિશ્વાસ જ નહોતો આવતો ક્યાં જુનો દિપ અને આત્મવિશ્વાસ થી ભરેલો નવો દિપ, સજળ આંખે એણે દિપ ના હાથ પર હાથ મુકી એના પ્રસ્તાવ ને મંજુરી આપી દીધી.
મોકો જોઈ એક દિવસ દિપક જ્યોતિ ને ઘરે લઈ જઈ મમ્મી-પપ્પા થી ઓળખ કરાવી અને હકીકત જણાવી એમના આશીર્વાદ પણ લઈ લીધા.
એવીજ રીતે એક દિવસ જ્યોતિ પણ દિપ ને પોતાનાં ઘરે લઈ ગઈ ને મમ્મી-પપ્પા સાથે ઓળખ કરાવી એમના આશીર્વાદ લઈ લીધા.
જ્યોતિ ના મળેલ સાથથી દિપ ને નવી શક્તિ મળી અને એના સપનાં ની મંજિલ નજર સામે દેખાવા લાગી બન્ને સાથે મળી ફાઈનલ પરીક્ષા ની મન લગાવી તૈયારી કરવા લાગ્યા.
આજે રિઝલ્ટ હતું અપેક્ષા પ્રમાણે દિપ અને જ્યોતિ ટોપર હતા અને જલ્દી બન્ને ડોક્ટર બની જવાના હતા, ત્યાંથી સીધા ઘરે જઈ ભવિષ્ય ના તૈયારી ની ચર્ચા કરવાની હતી.
ચારે જણ ભેગા થયા, દિપ બોલ્યો પપ્પા તમારા આપેલ છ મહિના પુરા થાય છે અને વચન પ્રમાણે મારી ભવિષ્ય ની યોજના ની રૂપરેખા સંભળાવું એ પહેલા એક વિનંતી કે દિપક નો ભેદ કાયમ માટે આપણાં ચાર સીવાય કોઈને જણાવવું નહીં,
અમારા લગ્ન સાદાઈ થી થશે એના બચેલા પૈસાથી અમાંરુ ક્લિનિક ચાલૂ કરીશું, સવારની પ્રેક્ટિસ માંથી થતી આવક નો પચાસ ટકા ભાગ ગરીબો નાં કલ્યાણ માટે વાપરીશું એ રીતે મને મળેલ LIC ના અણહક્ક ના પૈસા નો હિસાબ વ્યાજ સાથે સમાજ ને પાછો આપશું અને સાંજ ની પ્રેક્ટિસ ગરીબો માટે ફ્રી હશે. અને રવિવાર નાં આજુબાજુ નાના ગામડાંઓ જ્યાં ડોક્ટર ની હાજરી નથી ત્યાં સેવા આપવી.
આ વાત સાંભળી પ્રવીણ અને સરલા ગદગદ થઈ ગયા અને દિકરા એ વચન પાળી બતાવ્યું એ જોઈ એમની છાતી ગર્વ થી ફૂલી ગઈ.
આજે દિપ અને જ્યોતિ ની જીંદગી નો ખાસ દિવસ હતો, ખુશી નાં બે અવસર એકસાથે એમની રાહ જોઈ રહ્યા હતા એકતો એ લોકો સવાર નાં સાદાઈ થી કોર્ટ મેરેજ અને સાંજે એમની ક્લિનિક "દિપજ્યોતિ" નો શુભારંભ કરી રહ્યા હતા.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED