લવ બાઇટ્સ
પ્રકરણ-41
સ્તવન આશા અને મીહીકાને લઇને નવી મળેલી કાર અઘોરીજી અને માઁ મહાકાળીનાં સમર્પિત કરવા આશીર્વાદ લેવા માટે આશ્રમ મંદિર ગયાં હતાં. અઘોરીજીએ એમનાં સૂક્ષ્મ છતાં પ્રભાવી ચક્ષુથી ત્રિકાળજ્ઞાનથી બધુ જોયું સમજી ગયેલાં. આશા-મીહીકા અને સ્તવનને આશીર્વાદ આપ્યાં હતાં.
ત્રણે જણાં અઘોરીજીનાં ચરણમાં આવેલાં એટલે અઘોરીજીએ આશીર્વાદની સાથે સાથે જયાં સાવચેતી રાખવાની હતી ચોક્કતા એટલે કે સાવધાન રહેવાનું હતું એનાં માટે પણ એ લોકોને ચેતવ્યાં હતાં સાથે સાથે આશા અને ધીરજ રાખવા કહ્યું હતું અંતે તમારાં ઋણ અને કર્મ પ્રમાણે ફળ મળવાનું છે એમ કહ્યું હતું.
અઘોરનાથજીએ કહ્યું બસ સાવધાની પૂર્વક તમારું કર્મ કરો માઁ મહાકાળી બધુ સારુ કરશે એમ કહીને બધાને વિદાય આપી.
સ્તવન આશા અને મીહીકા બાબાનાં આશીર્વાદ લઇને આશ્રમની બહાર આવ્યા અને પોતાની કારમાં બેઠા. ત્યાં સુધી બધા મૌનજ રહ્યાં. કાર સ્ટાર્ટ કરીને સ્તવને મૂડ બદલવા કહ્યું આશા હવે સીધા ઘરેજ જઇએ ઘરે બધાં રાહ જોતાં હશે. આપણાં ધૂળેટીનાં દિવસે વિવાહ છે કાલે મીહીકાનાં સાસરે જવાનુ છે પછી માં પાપા રાણકપુર જતાં રહેશે.
સ્તવને એક સાથે આવનાર દિવસોનો ચિતાર આપી દીધો. આશાએ કહ્યું હાં પહેલાં ઘરે જઇએ પણ પછી કારમાં રાત્રે આંટો મારવા બહાર નીકળીશું મયુરને પણ લઇને ક્યાંક જઇશું સ્તવન શું કહો છો ?
સ્તવને કહ્યું ચોક્કસ પહેલાં ઘરે તો પહોચીને કારને જોઇને બધાં ખૂબ ખુશ થશે. અને આશા અને મીહીકા બંન્ને એક સાથે બોલ્યાં હાં હાં ચલો ઘરે.
ઘરે પહોચતાં રસ્તામાં આશાએ કહ્યું સ્તવન અઘોરીજીને શું સાવચેતી રાખવા કહ્યું છે ? ક્યો હજી કસોટી કાળ બાકી છે ? એક મ્યાનમાં બે તલવાર ? આ બધાં વાક્યો મને સમજાયા નથી દીલમાં ઊંડે ઊંડે ડર પણ લાગે છે અને ધૂળેટી નજીક આવે છે એનો અપાર આનંદ પણ છે.
મીહીકાએ સ્તવન પહેલાંજ બોલી ઉઠી. ભાભી કંઇ ચિંતા ના કરો બધુ સારું જ થશે. આપણે કોઇને કોઇ રીતે દુઃખ પહોચાડ્યું નથી.... નથી કોઇ ખોટાં કામ કર્યા. માં બધુ સાચવી લેશે. હું તમારાંજ સાથમાં છું ભાઇ તમારુજ ધ્યાન રાખશે એમાં કોઇ શંકા નથી.
સ્તવન બંન્ને જણની વાતો સાંભળી રહેલો એણે કહ્યું આશા આપણને ઇશ્વરે મિલાવ્યા છે પછી શેની ચિંતા કે ડર ? જે સામે આવશે જોઇ લઇશું એકબીજાનાં સાથમાં છીએ બસ નિશ્ચિંત થઇજા.
આમ વાતો કરતાં કરતાં ઘરે પહોંચ્યાં અને ઘરે પહોચ્યાં ત્યાંજ મીહીકાનાં ફોન પર મયુરનો ફોન આવ્યો. સ્તવને મીહીકા સામે જોયું પછી કહ્યું શું કહે છે ? મયુર ?
મહીકાએ મુયર સાથે વાત કરી બધી વાતમાં હકારમાં સૂર પૂરાવીને ફોન મૂક્યો. પછી બોલી મયુર હમણાં અહી આવવાજ નીકળ્યો છે હમણાંજ આવી પહોચશે રસ્તામાંજ છે એને કંઇક વાત કરવી છે એનાં મંમી પપ્પાનો ઘરે ફોન આવી ગયો છે.
આશાએ હસતાં હસતાં કહ્યું વાહ ચલો સારુ થયું એમ કહી બધાં કારની બહાર નીકળ્યાં ત્યાંજ જોયુ કે બધાંજ બહાર એમની રાહ જોઇનેજ ઉભા હતાં.
માં-પાપા લલીતા કાકી - રાજમલકાકા સીધાં કાર પાસે આવી ગયાં. બધાં નવી કાર જોઇને ખૂબ ખુશ થયાં. ભંવરીદેવીએ કહ્યું દીકરા કાર તો ખૂબ સરસ છે સ્વપ્ન પણ નહોતાં જોયાં એવું વાસ્તવિક બની રહ્યુ છે એમની આંખમાં આનંદનાં આંસુ આવી ગયાં. લલીતામાસી અને રાજમલભાઇએ વધાઇ આપી આશીર્વાદ આપ્યાં બધાએ કાર અંદર અને બહારથી બધી રીતે જોઇને આનંદીત થઇ ગયાં. ભંવરીદેવીએ કહ્યું આશા તારી સાથે સંબંધની વાતજ થઇ છે અને સ્તવનને સફળતા મળી રહી છે તારાં પગલા ઘરમાં પડશે તો કેવાં સુખ સગવડ અને આનંદ મળશે એનીજ કલ્પના કરવી રહી.
પછી આગળ વધી કહ્યું દીકરી આશા આ પૂજાની થાળી દીવો બધુ તૈયાર રાખી છે તારાં હાથેજ નવી મોટરની પૂજા કરીને વધાવી લે. .
આશા શરમાતાં બોલી આતો એમની મહેનત અને બુધ્ધિનું ફળે છે. મને એનો યશ ના હોય એમ કહીને પૂજાની થાળી લઇ કારને ચાંદલા કર્યા ફૂલ ચઢાવ્યાં અને પછી હાર બાંધીને પ્રાર્થના કરી કે સ્તવનને જીવનમાં સદાય ખૂબ સફળતા મળે એમ કહી સાથે લાવેલી મીઠાઇ બધાને આપી. બધી ક્રિયા પતાવી બધાં ઘરમાં ગયાં...
સ્તવને કહ્યું માં હમણાં મયુર પણ આવે છે પછી.. ત્યાંજ રાજમલભાઇએ કહ્યું હાં મયુરનાં પાપાનો ફોન હતો આપણે કાલે એમના ઘરે જવાનું છે ત્યાંજ જમવાનું છે. આપણે પહેલીવાર છોકરીનાં સાસરે જવાનાં છીએ એટલે હું અને માણેકસિહજી મયુરને આપવાને માટે જણંસ સોનાનો દોરો લઇ આવ્યા છીએ. પહેલીવાર ખાલી હાથે ન જવાય.
સ્તવને કહ્યું સારુ થયું... એણે માણેકસિહજીને પગે લાગીને આશીર્વાદ લીધા અને એમનાં હાથમાં કારની ચાવી આપી. માણેકસિહજી ખૂબ ખુશ થયાં આશીર્વાદ આપીને કહ્યું સ્તવન આ મહાદેવ અને માઁ ની પ્રસાદી છે ખૂબ ખુશ રહો અને સુખી થાવ.
સ્તવને કહ્યું માં.. કાકી અમે ચાર જણાં અત્યારે નવી કારમાં બહાર જવાનું વિચારીએ છીએ અને બહારજ જમીને આવીશું મયુર હમણાં આવીજ પહોચશે.
ભંવરીદેવી એ કહ્યું ભલે દીકરા... તમે ચારે જણ સાથેજ જઇ આવો તમને ખુશ અને આનંદમાં જોઇને હૈયુ આનંદ પામે છે સંતોષ થાય છે.
ત્યાંજ મયુર પણ એની કારમાં આવી ગયો. આવીને એણે બધાં વડીલોનાં આશીર્વાદ લીધાં નવી કાર જોઇને સ્તવનને અભિનંદન આપતાં કહ્યું જીજાજી કાર તો નવી પણ એકદમ લેટેસ્ટ મોડલ છે અત્યારે આનું તો વેઇટીંગ અને ઓન બોલાય છે. ખૂબ સરસ કાર છે.
સ્તવને થેંક્સ કહ્યું અને પછી બોલ્યો આપણે ચારે જણાં બહાર ફરવા નીકળીએ અને બહારજ જમીને આવીશું હું ફ્રેશ થઇ કપડા ચેઇન્જ કરું ત્યાં સુધી તમે ચા નાસ્તો કરો.
સ્તવન એનાં રૂમમાં ફ્રેશ થઇ કપડાં બદલવા ગયો અને આશા વડીલોને વાતમાં પરોવાયેલા જોઇ મીહીકાને ઇશારા માં સમજાવીને સ્તવનનાં રૂમમાં ગઇ.
સ્તવન બાથરૂમમાંથી ફ્રેશ થઇને બહાર નીકળ્યો અને આશાને રૂમમાં આવતી જોઇ. આશા સ્તવનને વળગીજ ગઇ અને બોલી કોન્ગ્રેચ્યુલેશન માય લવ... આઇ એમ સો હેપી. તમારી સફળતા જોઇને રોબ આવે છે.
સ્તવને બારણું ઠારુ વાસી દીધું અને આશાનાં હોઠ પર હોઠ મૂકી દીધાં. બંન્ને જણાએ ચૂસ્ત ચુંબન લીધું આશા ક્યાંયચ સુધી મધુર રસ પીતી સ્તવનને વળગી રહી. આશાની આંખમાં આંસુ ઘસી આવેલાં સતવને એની આંખમાં આંસુ જોઇ પૂછ્યું એય આશુ કેમ આમ આંસુ ?
આશાએ કહ્યું આ આનંદનાં આંસુ છે અને .. અગમ્ય ડર છે કે કંઇ કોઇ વિઘન તો નહીં આવે ને ? અઘોરીજીનાં શબ્દો મનને ડરાવે છે.
સ્તવને આશાનાં ગાલ ચૂમી આંસુ લૂછીને કહ્યું મારી આશા સ્તવન ફક્ત તારો છે ગમે તે સ્થિતિ સંજોગો સામે આવી સ્તવન તારો તું મારીજ છે. કોઇ ચિંતા ના કર તારો સ્તવન ભાગ્ય, કાળ, સંજોગ બધાની સામે લડી લેશે બસ તારોજ થઇને રહીશ.
આશા સ્તવનને સાંભળીને જોરથી વળગી ગઇ અને સ્તવનનાં ગુલાબી હોઠ ચૂસી હળવું. બચકું ભરે લીધું સ્તવનથી ઓહ બોલાઇ ગયુ એય વાંદરી કરડે છે કેમ ? કોઇ જોઇ સાંભળી જશે તો ?
આશાએ કહ્યું વધારે આનંદમાં દાંત ભરાવી દીધાં તારાં-હોઠની મધુર રસ બહુ મીઠો લાગ્યો અને હસવા માંડી. પછી આશાએ કહ્યું સ્તવુ આપણી કારમાં આપણે બે અને મીહીકાબેન અને મયુર એમની કારમાં આવે એવું ગોઠવજે પ્લીઝ થોડી પ્રાઇવસી મળે એવું કરજે તો આજે ખૂબ પ્રેમ કરી શકાય આવી પળ વારે વારે નથી મળતી તો તક ઝડપી લેજે.
સ્તવન હસતો, હસ્તો આશાને જોઇ રહ્યો અને બારણું ખુલ્યું
વધુ આવતા અંકે - પ્રકરણ -42