લવ બાઇટ્સ - પ્રકરણ-40 Dakshesh Inamdar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લવ બાઇટ્સ - પ્રકરણ-40

લવ બાઇટ્સ
પ્રકરણ-40
સ્તુતિનાં જીવનનું એક વરવું દુઃખ આજે અઘોરીજીએ દૂર કરી દીધું હતું શેતાનને એનાં શરીર અને આત્માથી દૂર કરેલો ફરીથી એ સ્તુતિનો હેરાન ના કરે એવાં મંત્રોચ્ચાર કરી ભસ્મ લગાવી દીધી હતી. સ્તુતિનાં આગળનાં જીવનમાં હવે ભાગ્યમાં લખેલુ અને ગતજન્મનાં ઋણ પ્રમાણે થવાનું હતું.
સ્તુતિને માં મહાકાળીનાં દર્શન કરી ખોળો પાથરી પ્રાર્થના કરીને જવા કહ્યું અને પોતે પોતાનાં અંગત રૂમમાં આવી ગયાં. અઘોરીજી આંખો બંધ કરીને ધ્યાન કરવા બેઠાં પરંતુ એમનું મન ધ્યાનમાં પરોવાયુંજ નહીં એમને સ્તુતિ અને આશા બંન્નેનાં જીવનમાં આવનારાં તોફાન દેખાઇ રહેલાં ભાગ્યમાં આવું કેવું લખાવીને લાવી છે આ છોકરીઓ મનમાં ને મનમાં માં મહાકાળીનું સ્તવન કરવા લાગ્યાં.
************
સ્તવન એની ચેમ્બરમાં આવીને રેકર્ડ થયેલો એ અવાજ વારંવાર સાંભળવા લાગ્યો એનાં દીલમાં કોઇક અનોખી સંવેદના પ્રગટી રહી હતી એને સમજાતું નથી કે આ કોનો અવાજ છે ? કોણ એને આવી રીતે પોકારી રહ્યું છે ? આ મારાં જીવન સાથે કોઇ રીતે સંકળાયેલું છે કે કોઇ ત્રાહીત જીવનો અવાજ રેકર્ડ થયેલો છે ? એ આવાં વિચારોમાં હતો અને ત્યાં એનાં ટેબલ પરમાં ફોન રણક્યો એણે ઉપાડ્યો અને એનાં બોસ હતાં એમણે કહ્યું સ્તવન તું મારી ચેમ્બરમાં આવ હવે સાંજ થવા આવી કંપનીમાંથી કાર આવી ગઇ છે એ તને સુપરત કરવાની છે.
સ્તવન બીજું ભૂલી આનંદમાં આવી ગયો આજે એને એની સફળતાની ભેટ મળવાની હતી એ તુરંતજ એની ચેમ્બર છોડીને બોસ મી. ઓબરોય પાસે ગયો.
મી.ઓબરોયે કહ્યું આવ સ્તવન આવ મારી સાથે બંન્ને જણાં કંપનીમાં પાર્કીગમાં ગયાં ત્યાં સ્તવનનાં આર્શ્ચય સાથે એણે જોયું કંપનીનાં બીજા એનાં સહયોગી અને ડીરેક્ટર રતનસિંહ ખૂદ હાજર હતાં.
બધાંનાં તાળીઓનાં ગડગડાટ વચ્ચે રતનસિંહે સ્તવનને કારની ચાવી આપીને કોન્ગ્રેચ્યુલેશન્સ કીધાં. સ્તવન ખુશ થઇ ગયો એણે રતનસિંહજીને પગે લાગી આશીર્વાદ લીધાં. મી.ઓબરોયે પણ હસ્તધૂનન કરી અભિનંદન આપી એને મીઠાઇ ખવરાવી અને બધાં સ્ટાફ ક્લીગે એને અભિનંદન આપ્યાં.
મી.ઓબરોયે કહ્યું સ્તવન તું આમજ પ્રગતિ કરે અને કંપનીને પણ નવા નવા સંશોધન કરી નવી પ્રોડેક્ટ ઇન્ડ્રોડ્યુસ કર અમારી તને ખૂબ શુભકામનાં છે. આજે તું કાર લઇનેજ ઘરે જા તારી બાઇક ભલે અહીં રહી. અને બધાનાં હાસ્ય અને આનંદ સાથે સ્તવને કાર ખોલી અંદર બેઠો અને સેલ માર્યો સાથેજ ફરીથી બધાને તાળીઓથી વધાવી લીધો.
*************
કાર બહાર કાઢીને મુખ્ય રસ્તા પર લીધી અને એને વિચાર આવ્યો હું આશાને પણ બોલાવી લઊં આજનાં આનંદમાં એને સહભાગી બનાવું એણે તરતજ આશાને ફોન કર્યો. ... આશા આશ્રમથી પાછી ફરી હતી એવો સ્તવનનો ફોન આવ્યો એણે તરત ઉપાડ્યો અને કહ્યું હાય સ્તવન તું ઓફીસથી નીકળી ગયો ?
સ્તવને કહ્યું આશુ આજે આનંદનો દિવસ છે મને કંપનીમાંથી ન્યુ બ્રાન્ડ લેટેસ્ટ મોડલની કાર મળી છે. તું મારી ઓફીસ પાસે આવી જા આપણે સાથે મંદિર જઇ પછી ઘરે જઇએ. આશાએ કહ્યું અરે વાહ હાં તને કાર મળવાની હતી હું આવું જ છું પછી વિચાર કરીને કહ્યું હું મીહીકાબેનને ફોન કરીને કહુ છું તૈયાર થઇ જાય અને બંન્ને રીક્ષામાં ત્યાં પહોચીએ એમને પણ ખૂબ આનંદ થશે અને ગમશે.
સ્તવને કહ્યું હાં સાચી વાત છે એને લઇનેજ આવી જા. અને ફોન મૂક્યો. ત્યાં સુધી સ્તવન કારનું અંદરનું ઇન્ટીરીયર અને બધું જોતો હતો. લેટેસ્ટ ઇનબીલ્ટ ઓડીયો/વીડીયો સીસ્ટમ હતી એણે વિચાર્યુ મંદિર જઇને પછી આશાને ગમતી સીડી વગેરે ખરીદી લઇશું એણે ઓડીયો સીસ્ટમ ચાલુ કરી... એમાં સીડી નહોતી રેડીયો ચેક કર્યો અને ત્યાંજ એમાં ગીત ચાલુ થયું તુમ ના જાને કીસ જહાઁ મેં ખો ગયે.. સ્તવનને આર્શ્ચયે સાથે આધાત લાગ્યો. ગમતું ગીત હતું છતાં....એણે સ્ટેશન બદલ્યું અને ગીત બદલાઇ ગયું. એણે વિચાર્યું ઓહ આતો આકસ્મીકજ એ ગીત વાગ્યુ છે પણ ક્યાંથી ક્યાં કનેકશન થાય છે. એણે સીસ્ટમ બંધ કરી ત્યાં સામે એણે મીઠાઇની દુકાન જોઇ એણે ગાડીમાંથી ઉતરી ગાડી લોક કરીને ઘર માટે અને બધાનું મો મીઠું કરવા ઘેવર, પેડાં બરફી બધુ ખરીધ્યું. અને ત્યાંજ થોડીવારમાં મીહીકા અને આશા આવી ગયાં.. સ્તવનની એલોકો પર નજર પડી એણે હાથ કરીને કહ્યું આવુ છું.
મીહીકા અને આશા તો કાર જોઇને ખુશ થઇ ગયાં વાહ મસ્ત કાર છે અને સ્તવને મીહીકાનાં હાથમાં મીઠાઇનાં પેકેટની બેગ આપીને કહ્યું આ તમારાં બધાં માટે મીઠાઇ આશાએ તો કંઇ વિચાર્યા વિનાજ સ્તવનનાં ગાલે ચૂમી ભરીને કહ્યું કોન્ગ્રેચ્યુલેશન ડાર્લીંગ.. મીહીકા જોઈને હસી પડી અને સ્તવનને વળગીને કહ્યું ભાઇ કોન્ગ્રેચ્યુલેશન બસ આમજ તમારી પ્રગતિ ખૂબ થાય અને ખૂબ નામ કમાવ.
સ્તવને કહ્યું થેંક્યુ બંન્નેને એણે કાર ખોલી અને આશા આગળની સીટ પર મીહીકા પાછળ બેસી ગઇ. સ્તવને કહ્યું પહેલાંજ માઁ મહાકાળીનાં મંદિરે જઇને માંને થેંક્સ કહીને પ્રાર્થના કરીએ કે માં અમને સાચવજે ખૂબ આશીર્વાદ આપજો.
આશાને આશ્રમની મુલાકાત યાદ આવી ગઇ થોડી ઉદાસ થઇ ગઇ સ્તવને પૂછ્યું કેમ શું થયું ? કેમ ઉદાસ થઇ છે આશાએ કહ્યું અરે કંઇ નહીં અત્યારે ઉદાસી કેવી ? આતો તમારો વિરહજ લાગ્યા કરે એટલે.
સ્તવને કહ્યું હું તારાં સાથમાં તો છું અને આ મીઠાઇ ગુરુ અઘોરીનાથજી માટે છે અને બાકી મીઠાઇ માંને ઘરાવી ઘરે લઇ જઇશું. એમનાં આશીર્વાદ લઇશું.
મીહીકાએ કહ્યું ભલે ચાલો ખૂબ મોડું થાય પહેલાં મંદિર અને આશ્રમ પહોચી જઇએ. સ્તવને આશાની સામે જોઇ સ્માઇલ આપીને આશ્રમ તરફ કાર દોડાવી.
આશ્રમ પહોચી પહેલાં ત્રણે જણાં માં મહાકાળીનાં મંદિર જઇ ભેટ મૂકી મીઠાઇ ધરાવી આશીર્વાદ લઇને આશ્રમ તરફ ગયાં.
અઘોરીજીનાં સેવકે કહ્યું ગુરુજી ધ્યાનમાં છે થોડીવાર લાગશે. સ્તવને કહ્યું કંઇ નહીં અમે રાહ જોઇએ છીએ ત્યાંજ અઘોરીજીનો અવાજ આવ્યો એ લોકોને અંદર મોકલ. અને સેવકે કહ્યું તમે અંદર જઇ શકો છો.
સ્તવન, આશા અને મીહીકા ચંપલ-બુટ બધુ કાઢીને અંદર પ્રવેશ્યા અઘોરીજી શાંત નજર એમનાં આસન પર બેઠાં હતાં હવનકૂંડમાં ઘીમો અગ્નિ સળગી રહેલો આછો આછો ધુમાડો હતો કોઇક સુંગધી દ્રવ્યની સુવાસ આવી રહી હતી. અઘોરીજીએ પ્રથમ સ્તવન તરફ નજર કરી અને એમનાં ચહેરા પર હાસ્ય આવી ગયું પછી આશા અને મીહીકાને જોયાં બધાંને હાથથી આશિષ આપી બેસવાં કહ્યું.
સ્તવને મીઠાઇનું પેકેટ એમની પાસે મૂકી ચરણ સ્પર્શ કર્યા. આશા અને મીહીકા પણ સ્તવનને અનુસર્યા અને ચરણ સ્પર્શ કરી આશીર્વાદ લીધાં.
અઘોરીજીએ કહ્યું સ્તવન શું લાવ્યો છે ? મોં મીઠું કરાવવા આવ્યો છે ? તારી નવી કાર મેં જોઇ લીધી છે ખૂબ સરસ છે. પણ એમાં આ ત્રાગડના ફૂલ છે એ કાયમ અંદર રાખજે કહીને બાજુની થાળીમાંથી ફૂલને ભસ્મવાળી કરીને એનાં હાથમાં આપી આશીર્વાદ આપ્યાં.
પછી આશાની સામે જોઇને કહ્યું આ દીકરી ખૂબ ભાગ્યશાળી છે અને આગળ વધતાં કહ્યું કસોટીઓ આવે ગભરાશો નહીં આસ્થા અને પ્રેમ હમેશા સારાં પરિણામ આપે છે. સમય આવ્યે બધુ સમજાઇ જશે.
પછી સ્તવનની સામે જોઇને કહ્યું તારે બધુજ સંભાળવું પડશે. એક મ્યાનમાં બે તલવાર નથી રહેતી પરંતુ... કંઇ નહીં માઁ મહાકાળીએ જ્યારે જે લીલા કરવાની હશે એ કરશે પણ આસ્થા ખૂબજ મહત્વની છે એ ક્યારેય ઓછી ના થવા દેશો. દીકરી એટલે કે તારી બહેન સાથે આવી છે ખૂબ સુખી અને સંપન્ન થશે એમ કહીને એમણે આશા. મીહીકા અને સ્તવને ભસ્મનો ચાંલ્લો કર્યો પછી કહ્યું સ્તવન હવે તારો કસોટી કાળ આવશે પણ એમાં તારી આસ્થા અને પ્રેમ તાવ પર આવશે કહી ચૂપ થઇ ગયાં....
વધુ આવતા અંકે - પ્રકરણ -41