મન : સંબંધ મિત્રતા નો - 75 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 75



પાંચ મિનિટ પછી પણ નિયા એ કઈ જવાબ ના આપ્યો એટલે ભાવિન એ ફોન કટ કરી ને પાછો કર્યો.

" હા બોલ " નિયા ફોન ઉપાડતાં બોલી.

" ક્યાં ખોવાઈ ગયેલા મેડમ ?"

" કઈ નઈ " પણ નિયા નો અવાજ પહેલા કરતા ધીમો થઈ ગયો હતો.

" નિયા " ભાવિન બોવ પ્યાર થી બોલ્યો.

" હમ બોલ "

" તને કોઈ ની યાદ આવી ગઈ ?"

" યેસ " નિયા એ કહ્યું.

" કોની તારા ફ્રેન્ડસ ની ?" ભાવિન એ નિયા ના ઈન્સ્ટાગ્રામ પર આદિ લોકો ના પિક જોયા હતા.

" હા "

" તો કૉલ કરી લે "

" ના કાલે કરી લઈશ " નિયા એ કહ્યું.

" ઓકે. ચલ આજે મારી ફ્રેન્ડ સાથે મલાવું. "

" સેમ સાથે ?" નિયા એ પૂછ્યું.

" યેસ. એનું સાચું નામ સમીક્ષા છે પણ બધા એને સેમ કહે છે" ભાવિન એ કહ્યું.

" ઓહ્ ઓકે "

ભાવિન એ પછી સેમ ને કૉલ કર્યો.

આજે નિયા ભાવિન ની ફ્રેન્ડ સાથે પહેલી વાર વાત કરતી હતી. થોડી વાર તો એને બોવ અલગ લાગ્યું શું બોલવું એ વિચારતી હતી.

ત્યારે સેમ એ કહ્યું,
" નિયા વિચાર નઈ બિન્દાસ બોલ "

" હમ "

" બાકી આ ભાવિન તો કોઈ ને બોલવા જ નઈ દે. એનું બક બક ચાલુ જ હસે "

" મે ક્યારે એટલું બધું બોલ્યો ?" ભાવિન એ પૂછ્યું.

" એ નઈ બોલતો બોવ " નિયા એ કહ્યું.

" નિયા શાંતિ રાખ. થોડા મહિના પછી તું કહેશે ભાવિન ને હવે બસ કર બોલવાનું " ભાવિન ની ફ્રેન્ડ એ કહ્યું

" બસ તું ઈજ્જત ના કાઢ " ભાવિન બોલ્યો.

" જોયું નિયા આ છોકરો જેટલો શાંત લાગે છે એટલો નથી બોવ જ હરામી છે "

" તારા કરતાં તો શાંત જ છું " ભાવિન બોલ્યો.

" જાને કૂતરા ખબર એતો કેટલો શાંત છે એ "

" મને પણ ખબર છે બિલાડી " ભાવિન સેમ ને હેરાન કરતા બોલ્યો.

થોડી વાર ભાવિન અને સેમ નો આવો મસ્તી વાળો ઝઘડો ચાલ્યો. નિયા હસતી હતી આ લોકો નો ઝગડો સાંભળી ને. પણ એ ચુપ હતી.

થોડી વાર પછી સેમ એ કહ્યું,
" ભાવિન ક્યારે પાર્ટી આપે છે ?"

" તારે સુરત આવવું પડશે " ભાવિન એ કહ્યું.

" ના. તું અને નિયા ગાંધીનગર આવજો " સેમ બોલી.

" કેમ ગાંધીનગર ?" નિયા ને કઈ સમજ ના પડી એટલે પૂછ્યું.

" મારા ઘરે "

" એના સાસરે. મેરેજ થઈ ગયા છે એના " ભાવિન એ કહ્યું.

" અચ્છા "

" ભાવિન દરરોજ યાદ તો કરે છે ને તું નિયા ને ?"

" હા કોઈ કોઈ વખત " ભાવિન એ કહ્યું.

" તો ફોન ?" સેમ એ પૂછ્યું.

" કોઈક વાર "

" કેમ હવે તારી પાસે એના માટે પણ ટાઈમ નથી. અમને ફોન નથી કરતો એ તો સમજ્યા પણ એને તો કર બુદ્ધિ વગર ના " સેમ ગુસ્સા માં બોલી.

" હા મારી માં બીજું કઇ કહેવું છે ?" ભાવિન એ પૂછ્યું.

" તું એને મળવા તો જાય છે ને ?"

" હું મુંબઈ છું સેમ. અને એ સુરત હજી સુધી એક જ વાર મળ્યા છે " ભાવિન એ કહ્યું.

" તો વાત તો કરાય ભાવિન ફોન પર. એટલો પણ વ્યસ્ત નથી હોતો તું"

" હા સારું બીજું કંઈ કહેવું છે ?"

" ના . નિયા આ બોવ હેરાન કરે તો કહી દેજે મને "

" હું એને હેરાન નથી કરતો " ભાવિન એ કહ્યું.

" નિયા ને પૂછ્યું. તું નિયા છે ?"

" કોઈ ઈજ્જત જ નથી મારી તો " ભાવિન બોલ્યો.

" ચાલો બાય. એન્જોય યોર ડે " કહી ને સેમ એ ફોન મૂકી દીધો.

નિયા ને હસવાનું આવતું હતું એટ્લે એ હજી પણ હસી રહી હતી.

ભાવિન એ કહ્યું,
" જોયું કેટલી હરામી છે મારી ફ્રેન્ડ "

" હા. પણ ફ્રેન્ડ વગર મઝા નથી " નિયા એ કહ્યું.

" તારા ફ્રેન્ડ છે આવા ?"

" હા બોવ બધા "

" મને પણ કેજે તારા ફ્રેન્ડ નું "

" હા સ્યોર પણ આજે નહિ "નિયા એ કહ્યું.

" કેમ ?"

" મને નીંદ આવે છે હવે "

" ઓકે ઓકે સૂઈ જા. ગુડ નાઈટ "

" ગુડ નાઈટ " નિયા એ કહ્યું.

" ટેક કેર "

" પોતાની રાખો પછી મને કેજો "

" હું મારી તો રાખું જ છું. પણ થોડા ટાઈમ તારે તારું ધ્યાન રાખવું પડશે બાકી પછી તો હું છું જ "

" ગુડ નાઈટ " નિયા મસ્ત સ્માઈલ સાથે બોલી. એ આગળ કઈ બોલવા નઈ માંગતી હતી.

કેમકે એને ખબર હતી જો એ કઈક આગળ બોલશે તો વાત પાછી આગળ ચાલશે અને એને નીંદ પણ આવતી હતી એટલે.

બીજે દિવસે સવારે,

નિયા સવારે નાસ્તો કરતી હતી. ત્યારે એના મમ્મી એ પૂછ્યું,
" શું કરે જમાઈ ?"

" એ કોણ ?" નિયા નું ધ્યાન નાસ્તો કરવા માં હતું એટલે એને ખબર ના પડી.

" ભાવિન શું કરે ?"

" જલસા "

" વાત તો થાય છે ને ?"

" હમ કાલે જ આવ્યો હતો ફોન "

" પછી ?" પ્રિયંકા બેન ને જાણવું હતું નિયા શું કહે છે એ.

" પછી કઈ નઈ મમ્મી "

" ક્યારે આવે છે સુરત ભાવિન ?" નિયા ના પપ્પા એ પૂછ્યું.

" નક્કી નઈ "

" સારું સારું "

" નિયા એને શું જમવામાં ભાવે છે ?" પ્રિયંકા બેન એ પૂછ્યું.

" મને શું ખબર "

" એટલી તો ખબર હોવી જોઈએ ને નિયા તને "

" મમ્મી મને લેટ થાય છે હું જવ ?"

" હા "

નિયા જતી હતી ત્યારે પ્રિયંકા બેન એ પૂછ્યું,
" ભાવિન ને મેગી તો ભાવે છે ને ?"

" કેમ આમ પૂછો છો મમ્મી "

" તું અઠવાડિયા માં બે વાર તો મેગી ખાય છે. તો એને ભાવતું હોય તો સારું ને "

" ચાલો મમ્મી બાય. જય શ્રી કૃષ્ણ"

નિયા ના મમ્મી ભાવિન ના નામ થી અમુક વાર હેરાન કરી દેતા. જોબ પર પણ અમુક વાર નિયા વિચારો માં ખોવાઈ જતી ત્યારે પલક પણ ભાવિન નું નામ કહી ને હેરાન કરતી.

ભાવિન ને પણ એનો ફ્રેન્ડ નીરવ નિયા નું નામ દઈ ને હેરાન કરતો. અને જ્યારે લંચ બ્રેક માં પણ ભાવિન અમુક વાર નિયા ને મેસેજ કરતો ત્યારે ભાવિન ને બોવ હેરાન કરતો નીરવ.

નિયા અને ભાવિન ની વોટ્સ એપ પર તો દરરોજ વાત થઈ પણ ફોન પર અઠવાડિયા મા એક વાર વાત થતી. કેમકે નિયા દસ વાગ્યા માં તો સૂઈ જતી અમુક વાર.

થોડા દિવસ પછી,

નિયા જમી ને નોવેલ વાંચતી હતી ત્યાં આદિ નો ફોન આવ્યો.

" મોહતરમા હવે તો યાદ પણ નઈ કરતા "

" એવું કઈ નથી " નિયા એ કહ્યું.

" તો કેવું છે ?"

" કઈ નઈ "

" હિરો ના સપના જોવા માથી બહાર આવે તો અમારા જેવા ને યાદ કરે ને "

" હું કોઈ ના સપનાં નઈ જોતી " નિયા બોલી.

" બેસી રેહ. ભાવિન ને યાદ કરતી હસે અને આમ બોલે છે"

" કોઈ યાદ નઈ કરતું એને "

" કેમ ઝગડો થયો છે ?" આદિ એ પૂછ્યું.

" ના "

" તો શું થયું છે ? "

" કઈ નઈ થયું. અને તને ભાવિન બોવ યાદ આવે છે " નિયા બોલી.

" અમારા જીજુ ને યાદ તો કરવા પડે ને " આદિત્ય મસ્તી 😝 મા બોલ્યો.

" સારું કર્યા કર બાય " નિયા ફોન મૂકવા જ જતી હતી ત્યાં આદિ બોલ્યો,

" આમ ના કર "

" તો શું કરું ?"

" કેહ ને કેવી ચાલે છે લવ સ્ટોરી " આદિ એ પૂછ્યું.

" હા..હા .. લવ નઈ થયો હજી પણ સ્ટોરી આગળ વધે છે " નિયા એ કહ્યું .

" કઈ સમજાય એવું બોલ "

નિયા એ એની અને ભાવિન ની થયેલી વાત કહેતી હતી.
એટલે આદિ એ કહ્યું

" નિયા કેટલી વાત કરે છે તું એની સાથે ?"

" વોટ ? શું બોલે છે તું ?" નિયા ને સમજ ના પડી એટલે એને કહ્યું.

" મતલબ કે દરરોજ એક વાર તો વાત થતી હસે ને" આદિત્ય એ પૂછ્યું .

" ના એવું કઈ નક્કી ના હોય."

" તો શેનું નક્કી હોય " મસ્તી માં આદિ બોલ્યો.

" કઈ નઈ "

" ના બોલ ને હવે આવું શું કરે " આદિ મસ્તી કરતા બોલ્યો.

" એ કૉલ કરે ત્યારે "

" અને તું ?"

" હું જ્યારે ફોન કરું ત્યારે એ કામ માં જ હોય "

" એટલે તું ફોન કરતી જ નઈ હોય ને ?"

" ના "

" બિચારા ના શું થશે મને અત્યાર થી એની ચિંતા થાય છે" આદિ એ કહ્યું.

" એ કઈ બિચારો નથી "

" એવું તને લાગે છે નિયા " આદિ એ કહ્યું.

" બાય મને નીંદ આવે છે " નિયા એ કહ્યું.

" સારું ભાવિન ને યાદ નઈ કરું "

" ગુડ "

એ બંને થોડી વાત કરતા હતા ત્યારે નિયા એ કહ્યું,

" હવે બધું બદલાઈ જશે ને ?"

" શું ?"

" બધા ની દોસ્તી "

" નિયા બધા ની તો નઈ ખબર પણ મન ની દોસ્તી ચેન્જ નઈ થાય એનો વિશ્વાસ છે મને " આદિ એ કહ્યું.

" હમ "

નિયા એની અને ભાવિન ની અમુક વાત કહેતી હતી પછી આદિ એ કહ્યું,

" તું ભાવિન ની વાત કરે છે એ પર થી મને લાગી રહ્યું છે કે એ તારા ડ્રીમ બોય જેવો જ છે "

" મને પણ " નિયા ખુશ થતા બોલી.

" એટલે એવો જ છે "

" કદાચ. પણ એ ડ્રીમ બોય જેવો હોય કે નઈ હોય પણ એ જ હસે કોઈ ચેન્જ નઈ થાય "

" ગમી ગયો છે ?"

" એવું જ કઈક પણ... " નિયા આગળ બોલતા અટકી ગઈ.

" શું પણ ?"

" કઈ નઈ "

" આદિ ને ના કહીશ. મિયાન ને તો કહી શકે ને ?"

" યાર મને અમુક વાર એવું લાગે છે બોવ જલ્દી જલ્દી આ બધું થઈ રહ્યું છે "

" નિયા તું એવું બધું વિચારવાનું બંધ કરી દે "

" હમ. પણ યાર અમુક વાર એની સામે બોલતા બીક લાગે છે ખબર નઈ કેમ "

" કેમ કઈ તો કારણ હસે ને ?" આદિ નિયા ને ઓળખતો હતો એ પર થી એટલું તો કહી શકાય કે કારણ વગર નિયા આમ ના બોલે.

" ના. પણ બોવ વિચારી ને બોલવું પડે છે. અમુક વાર મસ્તી માં બોલી જવાય છે "

" તો પ્રોબ્લેમ શું છે યાર બોલ ને બિન્દાસ "

" ભાવિન પણ એમ જ કહે છે તું વિચારી ને ના બોલ અને તે દિવસે મને તમારા લોકો ની યાદ આવી ગયેલી ત્યારે એને કીધું હતું ફોન કરી લે "

" તો કેમ ના કર્યો ?" આદિ એ પૂછ્યું.

" અગિયાર વાગી ગયા હતા એટલે "

" નિયા તું ટાઈમ જોઈ ને ફોન કરતી ક્યાર થી થઈ ગઈ" આદિ એ કહ્યું. કેમકે મન ની દોસ્તી મા ટાઈમ જોઈ ને ફોન કરવાનું આવતું જ નઈ હતું.

" ખબર નઈ "

" તું ભાવિન ની સામે પહેલી વખત મળ્યા હતા ને ત્યારે જેવી રીતે ગઈ હતી એમ જ બોલ "

" ટ્રાય કરીશ "

" બિન્દાસ એનો ફોન લઈ ને ચેક કરતી હતી ને એમ " આદિ હસતા હસતા બોલ્યો.

" હું એનો ફૉન ચેક નઈ કરતી હતી "

" અરે... એટલે જોતી હતી એમ "

" હમ "

થોડી વાર પછી કઈક વાત ચાલતી હતી ત્યારે નિયા એ પૂછ્યું,

" તારે હવે ભાભી સર્ચ ના કરવી જોઈએ ?"

" પ્રોબ્લેમ છે સિંગલ છું એમાં ?" આદિ એ પૂછ્યું.

" ના પ્રોબ્લેમ તો નથી પણ હવે છોકરો મોટો થઈ ગયો છે "

" એ હા... બીજું કંઈ "

"ના "

" મમ્મી શોધે જ છે "

" ઓહ ગ્રેટ "

" એ વાત છોડ. તું ક્યારે આવે છે ?" આદિ એ વાત બદલાતા કહ્યું.

" ક્યાં ?"

" મિયાન ને મળવા "

" મારે એને નઈ મળવું "

" તો વાંધો નહિ આદિ ને મળવા આવજે " આદિ એ કહ્યું.

" જોઈએ " હસતા હસતા નિયા બોલી.

" આ સારું. મિયાન ને નઈ મળવું અને આદિ ને મળવું છે "

" હા "

" મેરેજ ક્યારે છે હવે ?"

" વાર છે હજી " નિયા એ કહ્યું.

" કેટલી ?"

" દોઢ વર્ષ થી વધારે "

" વાહ.. ત્યાં સુધી જલસા એમ ને "

" શેના જલસા "

" કઈ નઈ " આદિ એ કહ્યું.

" ના કહે મને "

" નઈ સમજાય તને સૂઈ જા "

" હુહ... "

" ભાવિન ને મેસેજ કરવો પડશે મારે " આદિ મસ્તી મા બોલ્યો.

" કેમ ?"

" તું ઇગનોર કરે છે એટલે "

" કઈ નઈ કામ ભાવિન ને મેસેજ કરવાની "

" કેમ ? "

" એમજ. એને હેરાન કરવાની ક્યાં જરૂર છે "

" જીજુ છે અમારા. હક છે મારો"

" ગુડ નાઈટ. મને બોવ જ નીંદ આવે છે હવે "

" ભાવિન ની યાદ આવે છે કહી દે ને "

" ના "

" હા કહી દે આવે છે યાદ "

" બોવ નઈ થોડી " નિયા ભાવિન ને યાદ કરતા બોલી.

" આવે છે ને એ મહત્વ નું છે. વધારે આવે છે કે થોડી એ મહત્વ નું નથી "

" હમ "

" કાલે ફોન કરી લેજે એને "

" હા "

" ગુડ નાઈટ " કહી ને આદિ એ ફોન મૂક્યો.


નિયા હવે ખુશ રહેતી હતી. છેલ્લે ક્યારે રડી હસે એ કદાચ એને પણ નઈ ખબર હોય. આદિ એટલે કે મિયાન સાથે અઠવાડિયા મા એક વાર તો વાત થઈ જતી.

ભાવિન સાથે પણ હવે થોડી વાત વધારે થતી હતી પહેલા કરતા. મેસેજ પર ક્યારેક થતી તો ક્યારેક કૉલ પર.

એક વાર નિયા એ એને યારાના લખી હતી એનું કીધું હતું.

થોડા દિવસ પછી ભાવિન એ ફોન કર્યો નિયા ને ત્યારે એને યારાના વાંચી લીધી હતી.

પહેલા તો થોડી વાત કરી પછી પુછ્યુ,

" નિયા વિવેક કોણ છે ?"

" કેમ આમ પૂછે છે ?"

" કોણ છે એ ?"

" યારા ના વાંચી તે ?" નિયા એ પૂછ્યું.

" હા "

" માનિક હતો અમારા ક્લાસ માં " પણ આ બોલતા નિયા નો અવાજ ધીમો થઈ ગયો.

" નિયા ચલ આજે તું મને તારા ફ્રેન્ડ વિશે કહે " પહેલી વાર ભાવિન એ કઈક કહેવાનું કીધું હતું.

નિયા એ કહ્યું,

" સાચે તારે સાંભળવું છે ?"

" હા "

" પણ બોવ લોંગ સ્ટોરી છે "

" તો આજે શનિવાર છે એટલે લેટ થઈ જશે તો ઊઠવામાં કઈ પ્રોબ્લેમ નથી "

" ઓકે "

" તો બોલ "

" હજી વિચારી લે એક વાર "

" મારે સાંભળવી છે "

નિયા એ એની કોલેજ લાઇફ કહેવાની સ્ટાર્ટ કરી. આદિ સાથે ની પહેલી મુલાકાત , એ લોકો નું ગ્રુપ કેવી રીતે બન્યું એ બધું કહ્યું, પછી માનિક નિયા ને જે બોલ્યો હતો એ પણ.

પણ જ્યારે માનિક નું નામ આવતું ત્યારે નિયા નો અવાજ થોડો ધીમો થઈ જતો એ વાત ભાવિન એ નોટિસ કરી પણ કઈ કહ્યું નહિ.

આદિ અને તેજસ સુરત આવેલા, આદિ અને નિશાંત આવેલા સુરત ત્યાર મસ્તી, એ પછી જ્યારે માનિક સાથે ઝગડો થયો હતો એ વાત કીધી. પણ એ બોલી પછી નિયા ચુપ થઇ ગઇ.

એટલે ભાવિન એ કહ્યું,

" નિયા કદાચ જે થાય છે એ સારા માટે જ થાય જ છે. કોઈ ત્યારે જ આપડી લાઈફ માથી જાય છે જ્યારે એ વ્યક્તિ આપડા માટે બરાબર ના હોય."

" હવે તો ટ્વીસ્ટ છે " નિયા ખુશ થતા બોલી.

આમ અચાનક નિયા ને ખુશ જોઈ ને ભાવિન ને વિડિયો કૉલ કરવાનું મન થઈ ગયું. કેમકે એને નિયા ની સ્માઈલ જોવી હતી. પણ એને કહ્યું નહિ.

" કેમ એવું તો શું થયું ?"

" સાંભળ તું "

નિયા કોઈ સ્ટોરી ટેલર હોય એમ સ્ટોરી કહેતી હતી. અને એ એવી રીતે બોલતી હતી કે ભાવિન પણ નિયા સ્ટોરી બોલતી હતી એ ફીલ થતું હતું.

પછી નિયા એ આદિ, નિશાંત, તેજસ અને મનન ની વાત કહી બધી. આદિ માથી મિયાન બનવાની સફર. મન ની વાતો, મસ્તી, મઝાક બધું જ.

ભાવિન એ આ પણ નોટિસ કર્યું કે જ્યારે મન ની વાત એટલે કે આદિ અને નિયા ની વાત આવતી ત્યારે એ કહેતા નિયા ના ફેસ ની સ્માઈલ. ભલે એ લોકો ફોન પર વાત કરતા હતા અત્યારે. વિડિયો કૉલ ચાલુ નઈ હતો તો પણ ભાવિન નિયા ના અવાજ પર થી વિચારી રહ્યો હતો કે નિયા ની સ્માઈલ કેટલી મસ્ત હસે અત્યારે એ.

આદિ સાથે આઈસ ક્રીમ ટાઈમ પર થયેલી મસ્તી, એ લોકો દીવ ગયેલા એ , આદિ સાથે કરેલી લાવાસા અને ડેલહાઉસી વાળી ટ્રીપ. પોલો ફોરેસ્ટ ની ટ્રીપ.

છેલ્લા એક કલાક થી નિયા નોન સ્ટોપ બોલી રહી હતી અને પછી ચુપ થઇ ગઇ એટલે ભાવિન એ પૂછ્યું,

" શું થયું ?"

" પાણી તો પીવા દે ક્યાર ની બોલું છું "

" ઓકે "

પાંચ મિનિટ પછી ભાવિન એ પૂછ્યું

"આદિ કોણ છે તો?" ભાવિન એ પૂછ્યું.

" બેસ્ટ ફ્રેન્ડ"

" અને મિયાન ?"

" બેસ્ટ ફ્રેન્ડ અને ટ્રાવેલ પાર્ટનર "

" તો હેસ ટેગ મન શું છે ?" ભાવિન ને કઈ સમજ મા આવી ગયેલું પણ નિયા શું કહે છે એ જાણવું હતું એને.

" દોસ્તી "

" નિયા મને કઈ સમજ મા નઈ આવતું સમજ પડે એમ બોલ ને ?"

" આટલું તો સરખું બોલી સમજ પડે એવું " નિયા એ કહ્યું પણ એ હસી રહી હતી.

" આદિત્ય ની રેક્વેસ્ત આવી હતી ઇન્સ્ટા પર એજ ને ?"

" મને શું ખબર ક્યાં આદિત્ય એ તને રેક્વેસ્ટ મોકલી છે એ ?"

" તારા પોસ્ટ કરેલા પિક માં જે આદિ છે એજ છે "

" હા"

" એ બંને એક જ છે આદિ અને મિયાન "

" હા " નિયા ચિડાઈ ને બોલી.

" સોરી સોરી. મસ્તી કરતો હતો મને ખબર પડી ગયેલી મન ની સ્ટોરી મા જ કે મિયાન અને આદિ એક છે "

" આમ કોણ કરે ?"

" સોરી યાર "

" ઓકે "

થોડી વાર વાત કરી પછી ભાવિન એ કહ્યું,

" એક વાત કહું ?"

" હા બોલ "

" મન ની દોસ્તી ના તોડીસ "

" કેમ ?"

" મારી બેસ્ટ ફ્રેન્ડ સેમ. મારી પાસે એ એક જ બેસ્ટ ફ્રેન્ડ છે. એમ કદાચ આદિ પાસે પણ તું એક જ છે એની બેસ્ટ ફ્રેન્ડ અને ટ્રાવેલ પાર્ટનર "

" કદાચ નઈ "

" તો "

" મન એક જ છે "

" ઓકે "

થોડી વાર વાત કરી પછી સૂઈ ગયા બંને.


બે મહિના પછી,

જુલાઈ મહિનો પતવા આવ્યો હતો અને ઓગસ્ટ હવે સ્ટાર્ટ થવાનો હતો.

આજે શનિવાર હતો નિયા આજે લેટ સુધી જાગવાનો પ્લાન બનાવતી હતી. નોવેલ કઈ વાંચવી એ વિચારતી હતી. કે પછી મુવી જોવી.

ભાવિન એના ફ્રેન્ડ સાથે બહાર ગયેલો એટલે આજે એની સાથે વાત તો થવાની નઈ હતી.

નિયા શું કરું એમ વિચારતી હતી ત્યાં એના મમ્મી એ કહ્યુ,

" નિયા બે દિવસ અમે અમદાવાદ જઈએ છીએ ?"

" હા મને ખબર છે મમ્મી "

" તો ધ્યાન રાખજે "

" હા સારું "

" જમી લેજે. નઈ તો ભાવિન ને ફોન કરવો પડશે મારે "

" મમ્મી ભાવિન ક્યાં થી વચ્ચે આવ્યો "

" તું જમે નઈ તો શું કરવું "

" જમી જ લવ છું મમ્મી "

" હા સારું "

થોડી વાર ટીવી જોયું પછી નિયા ડાયરી લખવા બેઠી અને લખતા લખતા ક્યારે સૂઈ ગઇ એ નિયા ને પણ ખબર ના રહી.




ભાવિન અને નિયા ની બીજી મુલાકાત ક્યારે થસે ?

આદિ અને નિયા ની દોસ્તી આવી જ રહેશે કે બદલાઈ જશે ?