આજે રવિવાર હતો. નિયા હજી ઊઠી નઈ હતી.
એના મમ્મી એ બધું કામ પતાવી ને જમવાનું પણ બનાવી દીધું હતું. પણ નિયા મેડમ તો હજી એના સપનાં ના રાજ કુમાર ને મળવા ગયા હતા. મતલબ કે હજી સૂતી જ હતી.
અગિયાર વાગ્યે,
" નિયા ઊઠ હવે. બોવ સૂતી "
" હા પાંચ મિનિટ "
પાંચ ની પંદર મિનિટ થઈ ત્યારે નિયા ઊઠી.
થોડી ફ્રેશ થઈ ને ટીવી જોતી હતી ત્યાં એના પપ્પા એ કહ્યું,
" ચાલો જમવા "
" પપ્પા હજી બાર વાગ્યા છે. અત્યાર થી શું છે ?"
" બેટા બે વાગ્યા ની ટ્રેન છે. અમદાવાદ જવાનું છે. એટલે "
" સરસ. તમે જાવ એટ્લે હું સૂઈ જાવ "
" એ કુંભકરણ જમવા બેસ પેલા " નિયા ના મમ્મી થોડું ગુસ્સા મા બોલ્યા.
એટલે ચુપ ચાપ નિયા એ જમી લીધું. જમી ને કામ પતાવી ને એ ટીવી જોતી હતી ત્યાં એના મમ્મી એ કહ્યું
" નિયા નાહવા જા તો. તું બોવ આળસુ થઈ ગઈ છે આજ કાલ "
" જઈશ હમણાં "
" ક્યારે ?"
" તમે જાવ ને એટલે લોક મારી ને પછી શાંતિ થી નાહિશ "
" કલાક ના કરીશ "
" મમ્મી તમારે જવાનું છે કે નઈ "
" હા જઈએ જ છે "
થોડી વાર પછી,
એના મમ્મી પપ્પા જતા હતા ત્યારે એના મમ્મી એ કહ્યું,
" નિયા ખાઈ લેજે જય શ્રી કૃષ્ણ"
" જય શ્રી કૃષ્ણ. પોહચી ને ફોન કરજો "
" હા "
નિયા થોડી વાર ટાઈમ પાસ કર્યા પછી નહાવા ગઈ.
ત્રણ વાગે,
એ ફુલ અવાજ મા ટીવી જોતી હતી. કોઈ એને ગમતી મુવી આવતી હતી. એનો ફોન એના રૂમ માં પડ્યો હતો એટલે કોઈ નો ફોન આવે તો પણ ના સંભળાય.
કઈક યાદ આવતા નિયા ફોન લેવા ગઇ.
ફોન જોયો તો ભાવિન ના 2 મિસ કોલ, અને બોવ બધા હાઈ ના મેસેજ હતા.
નિયા ના માઈન્ડ માં થોડી સેકન્ડ માટે તો બોવ બધા વિચાર આવી ગયા પણ એને એ બધા વિચારો છોડીને ભાવિન ને ફોન કર્યો.
" હાઈ " ભાવિન ફોન ઉંચકતા બોલ્યો.
" હાઈ . કેમ ફોન કર્યો હતો તે ?" નિયા એ પૂછ્યું.
" હવે ફોન પણ કોઈ કારણ હોય ત્યારે કરવાનો નિયા ?"
" ના પણ "
" ઓકે ઓકે. ચિલ " ભાવિન બોલ્યો.
ચિલ બોલ્યો ભાવિન જ્યારે ત્યારે નિયા આદિ ચિલ બોલતો એ યાદ આવી ગયું. એટલે નિયા સ્માઈલ કરી.
" આમ તું એકલી એકલી વાત કરે તો હું શું કરું. એક કામ કરું વિડિયો કૉલ કરું એટલે મને પણ થોડી ખબર પડે "
" એ.... ના.... " નિયા થોડુ જોર મા બોલી.
" કેમ ? તું બહાર છે ?"
" ના પણ "
" કામ માં છે ?"
" ના "
" તો ?"
" વિડિયો કૉલ કરવાનો મને નઈ ગમતો. એ કોણ ફોન પકડી ને બેસી રહે " નિયા બોલી.
નિયા ની આ વાત સાંભળી ને ભાવિન થી હસવાનું રોકાયું નહિ.
" એ હસે છે કેમ ?"
" તું બોલી એવી રીતે કે હસવાનું રોકાયું નહિ " ભાવિન બોલ્યો.
" હા તો યાર. બોવ કંટાળો આવે "
" પિલો હસે ને ?"
" શું બોલે છે તું ?"
" તું વિડિયો કૉલ કર . બાય "
નિયા એ થોડી વાર તો વિચાર્યું કે વિડિયો કોલ કરવો કે નહિ. આ વિચારવામાં દસ પંદર મિનિટ બગાડી. ત્યાં ભાવિન નો વિડિયો કોલ આવ્યો.
નિયા ટીવી બંધ કરી ને એના રૂમ માં ગઈ અને વિડિયો કોલ ઉપાડ્યો.
" વિચારતી હતી વિડિયો કોલ ઉપાડવો કે નઈ ?" ભાવિન એ પૂછ્યું.
" હા "
" ઓહ "
" બોવ ના વિચાર તું ?"
" ઓકે "
" કેમ આટલી શાંતી લાગે છે ઘરે ? " ભાવિન એ પૂછ્યું.
" કોઈ નથી હું એકલી જ છું "
" ઓહ્..... " ભાવિન રીએકશન આપતા બોલ્યો.
" પતી ગયું ?"
" મે શું કર્યું ?"
" આ ઓહ્ "
" કઈ નઈ. જમી લીધું ?" ભાવિન એ પૂછ્યું.
" ના રે. તારી યાદ માં જમ્યુ નથી "
" એ બસ. જમી લીધું હસે "
" હા તો કેમ પૂછે છે ?"
" ખાલી ફોરમાલીટી માટે "
" તો આ વિડિયો કૉલ પણ એના માટે જ ને "
" ના એ એના માટે નથી "
" તો શેના માટે છે ? "
" બધી વસ્તુ ના કહેવાની હોય નિયા " ભાવિન બોલ્યો.
" મે ક્યાં બધી પૂછી ?"
" બસ નિયા તું હવે ના બોલ આગળ"
" સારું " નિયા મોહ પર આંગળી રાખતા બોલી.
" એટલે બોલ પણ આ ટોપિક પર નહિ. હું પછી કઈક બીજું વિચારીશ "
" ઓહ્ "
" હવે તું ઓહ કેહ છે એ કઈ નઈ "
" સારું નઈ કહેવા. પણ ઓહ્ બોલવાનું તારે એકલા એ એવું કોણે કીધું ?" નિયા એ પૂછ્યું.
" કોઈ એ નઈ. કોઈ એ નઈ કીધું મને "
" પણ એક ની એક વાત બે વાર કેમ બોલે છે ? "
" ચેક કરતો હતો તારું ધ્યાન અહીંયા જ છે ને કે બીજે ક્યાંક ?"
" બીજે ક્યાંક જ છે " નિયા બોલી.
" ચલ જૂઠી "
" અરે સાચે. હું એવું જ વિચારું છું કે તું ફોન ક્યારે મૂકશે "
" આજે તો મૂકું જ નહિ ફોન. એમ પણ મને કઈ કામ નથી"
" ક્યાં દિવસે કામ હોય છે ?" નિયા એ પૂછ્યું.
" દરરોજ હોય જ છે જોબ. આજે તો રજા છે "
" તારે રજા ના હોવી જોઈએ " નિયા બોલી.
" કેમ ? તને ફોન ના કરું એટલે ને ?"
" હા " નિયા હસતા હસતા બોલી.
" મુસ્કુરા ના ભી તુજી સે શિખા હે...
દિલ લગાને કા તુ હું તરીકા હે... " ભાવિન બોલ્યો.
નિયા કઈ બોલી જ નઈ એ ભાવિન ને જોવા માં જ વ્યસ્ત હતી. પછી બોલી,
" તું પહેલે થી જ આવો છે કે પછી... " આગળ બોલે નિયા એ પેલા ભાવિન બોલ્યો.
" બંદા જન્મ સે હી શરીફ હે "
" ઓહ્ સાચે ?"
" હા તને નઈ લાગતું ?"
" ના "
" કઈ નઈ સમજાઈ જશે થોડાં સમય માં " ભાવિન એ કહ્યું.
" જોઈએ એ તો "
" પણ મને એ સમજ હજી સુધી નથી પડી કે ભૌમિક ના મેરેજ માં લાસ્ટ માં તું ક્યાં ગાયબ થઈ ગઈ હતી. "
" ઓહ્... એટલે રિયા ના મેરેજ થી મારા પર નજર છે ?"
" અરે ના એવું નથી. પણ હા ત્યારે ધ્યાન તો ગયું જ હતું પણ કોઈ એ તો સામે પણ નઈ જોયુ હતું " ભાવિન બોલ્યો.
નિયા કઈ બોલતી નથી.
" આમ ચુપ ના રેહ તું. બોલતી જ સારી લાગે છે "
" બોવ નોટિસ કર્યું તે તો ? "
" હવે તો કરવું જ પડશે ને બીજો કોઈ રસ્તો છે મારી પાસે ?"
" રસ્તો ? "
" કઈ નઈ "
" બોલ ને શું કહે છે ?"
" મારો મતલબ એ હતો કે હવે એક ને જ સંભાળ વાની છે " ભાવિન એ કહ્યું.
" એટલે પહેલા બોવ બધા ને હેન્ડલ કરતો હતો" હસતા હસતા નિયા બોલી.
" ના રે... આમ ના બોલ સાવ "
" સારું "
" પણ તને વિડિયો કૉલ થી શું પ્રોબ્લેમ છે ?" ભાવિન એ પૂછ્યું.
" કઈ પ્રોબ્લેમ નથી "
" તો "
" કઈ નઈ "
" ઓકે હવે તો હું વિડિયો કૉલ જ કરું " ભાવિન મસ્તી માં બોલ્યો.
" ના યાર "
" કેમ ? તને તો કઈ પ્રોબ્લેમ નથી તો શું " ભાવિન બોલ્યો.
નિયા કઈ બોલી નઈ એટલે ભાવિન એ પાછું કહ્યું,
" તને આમ અક્રવવાની મઝા આવે છે "
" તું એક જ બાકી હતો ને આ બોલવામાં " નિયા બોલી.
" એટલે બધા તને હેરાન કરે છે ?"
" હા અને તું પણ... " નિયા આગળ બોલતા બોલતા અટકી ગઈ.
" શું થયું ? કેમ ચુપ થઈ ગઈ ?"
" કઈ નઈ "
" નિયા મને ખોટુ નઈ લાગે. બોલી દે તું ?" ભાવિન એ કહ્યું.
" હમ "
" શું કરે તારા જીજુ ?" ભાવિન નિયા ને અક્રવતાં બોલ્યો.
" શું ? કોણ ? "
" ભૌમિક શું કરે ?" ભાવિન બોલ્યો.
" જલસા એને શું હોય "
" મમ્મી એ એના મેરેજ ની વિડિયો જેટલી વાર જોઈ ને એટલી વાર તને યાદ કરી છે. અને તારો ડાન્સ જોરદાર હતો " ભાવિન બોલ્યો.
" બીજું કંઈ ?"
" ના બસ આજ માટે આટલું જ " ભાવિન એના વાળ સરખા કરતા બોલ્યો.
" વાળ બરાબર જ છે. "
" આ તો ખાલી ચેક કરતો હતો કે તું નોટિસ કરે છે કે નહિ" ભાવિન બોલ્યો.
" બીજું કંઈ ?"
" ના ના તારું ધ્યાન કઈક બીજે હોય તો ?" ભાવિન એ કહ્યું.
" બીજે ક્યાં હોવાનું ?"
" એ મને થોડી ખબર હોય તારું ધ્યાન ક્યાં છે એ "
" ભાવિન .... " નિયા થોડું જોર મા બોલી.
" ધીરે થી બોલ. આજુ બાજુ વાળા ને લાગશે છોકરી પાગલ થઈ ગઈ છે "
" તને હું પાગલ દેખાવ છું "
" ના બીજા ને કરી નાખે એમ છે " ભાવિન હસતા હસતા બોલ્યો.
" આ થોડું વધી ના ગયું ? " નિયાએ કહ્યું.
" ઓકે ઓકે "
નિયા એના વાળ સાથે રમતી હતી. એ જોઈ ને ભાવિન બોલ્યો
" મસ્ત જ લાગે છે અને વાળ પણ બરાબર જ છે "
નિયા આ સાંભળી ને ચુપ બેસી ગઈ.
" આજે ક્યાં જવાની ?"
" કેમ ?"
" રવિવાર છે ને એટલે "
" ક્યાંય નઈ આજે તો ઘરે જ છું "
" એ પણ એકલી " ભાવિન 😛 બોલ્યો.
" હમ " નિયા માસુમ જેવું મોઢું કરી ને બોલી.
" મને ખબર છે તું માસુમ છે. પ્રૂવ ના કર "
નિયા એ એક સ્માઈલ જ આપી કઈ કીધું નહિ.
" કેમ આજે ઓપન માઇક માં નઈ જવાનું ?" ભાવિન એ પૂછ્યું.
નિયા નો ફેવરિટ ટોપિક આવ્યો હોય એમ ખુશ થઈ ગઈ એ.
" ના આજે નથી "
" ઓકે બધા ઓપન માઇક માં જાય છે "
" ના. ખાલી કેફે આશિયાના માં જ. બાકી તો બીજા મા કોઈ ક જ વાર "
" હમમ. કેફે આશિયાના બોવ ગમતું લાગે છે "
" હા બોવ જ "
" મને ક્યારે લઈ જાય છે ?" ભાવિન એ પૂછ્યું.
પણ નિયા ને સમજ ના પડી કે ભાવિન કહેવા શું માંગે છે એટલે એને કીધું " ક્યાં ?"
" કેફે માં "
" ચાલો. મે ક્યાં ના પાડી " નિયા એની મસ્તી મા બોલી. પછી યાદ આવ્યું એને કે ભાવિન મુંબઈ છે એટલે એને કીધું,
" તું આવસે ત્યારે જઈશું "
" સ્યોર્. હું આજે જવાનો છું. બહાર બોવ દિવસ પછી પિત્ઝા ખાવા "
" બોવ દિવસ પછી કેમ ?"
" નઈ ખાધા કેટલા દિવસ થી પિત્ઝા "
" ઓહ્ એમ જી. પિત્ઝા સાથે ફાઇટ થઈ છે ?"
" ના હવે એની સાથે કેમની ફાઇટ થાય "
" થાય જ ને. તું એને મળવા ના ગયો હોય તો થઈ જાય ફાઇટ" નિયા બોલી.
ભાવિન હસવા લાગ્યો નિયા ની વાત સાંભળી ને. પછી કહ્યું,
" યુ આર સો ક્યુટ "
" હા એ તો છું જ હુ. "
" લાઈક યોર ફેવરિટ ચોકલેટ્સ "
" નો ચોકોલેટ ? " નિયા એ કહ્યું.
" કેમ ? તારી પણ એની સાથે ફાઇટ થઈ છે ?" ભાવિન એ પૂછ્યું.
" ના હવે "
" તો ?"
" કઈ નઈ "
" સારું એક સવાલ પૂછું ?" ભાવિન એ કહ્યું.
" એક નઈ જેટલા પૂછવા હોય એટલા પૂછ "
" સારું ચલ એક ગેમ રમીએ "
" વોટ ?"
" મતલબ કે એવી ગેમ નઈ જેવી તું સમજે છે"
" તો કેવી ?"
" સવાલ જવાબ વાળી ?"
" હે... એ કેવી ગેમ "
" અરે પેલી યુ ટ્યુબ પર નઈ હોતા વિડિયો. સામે વાળા ને કેટલું ઓળખે છે એ વાળી "
" મારી સામે વાળી સાથે સેટિંગ કરવું છે તારે ?" નિયા એ મસ્તી 😛 મા પૂછ્યું.
" નિયા... " ભાવિન થોડું મોટે થી બોલ્યો.
નિયા હસવા લાગી.
" ઓહ્ તું હસે પણ છે. આજે ખબર પડી મને " ભાવિન બોલ્યો.
અને એમ પણ નિયા ને આટલું હસતા ભાવિન એ પહેલી વાર જોઈ હતી.
" ખબર પડી ગઈ ને ?"
" હા તને સમજાઈ ગયું ને ?"
" શું ?" નિયા ને જાણે કઈ જ સમજ ના પડી હોય એમ બોલી.
" કઈ નઈ. રેપિડ ફાયર રમીએ "
" તારે યુ ટ્યુબ વિડિયો બનાવવાનો છે ?"
" ના કેમ "
" તો રેપિડ ફાયર " નિયા બોલી.
" તું છે ને બોવ ના વિચારીશ " ભાવિન બોલ્યો.
" સારું. પણ પાંચ મિનિટ રાહ જો "
" કેમ ? તૈયાર થવા જાય છે કે બીજું કંઈ ?" ભાવિન મસ્તી માં બોલ્યો.
" ચોકોલેટ લેવા. અને બીજું કંઈ મળે એ "
નિયા તો ફોન ત્યાં નો ત્યાં જ મૂકી ને જતી રહી. ભાવિન બોલ્યો,
" એકલી એકલી ના ખાઈ લઈશ "
ત્યાં તો નિયા આવી ગઈ. બે ત્રણ પેકેટ હતા એની પાસે અને બે ફાઈવ સ્ટાર.
" નિયા રાત સુધી તારે વિડિયો કૉલ ચાલુ રાખવાનો પ્લાન છે ?"
" ના કેમ ?"
" તો આટલું બધું. "
" અરે ચિપ્સ માં શું થવાનું " નિયા બોલી.
" એક મિનીટ. હું પણ કઈક લઈ આવ. " ભાવિન ગયો.
નિયા તો ચિપ્સ ખાતી હતી.
ત્યાં ભાવિન આવ્યો.
" ખાવાની. " ભાવિન સિલ્ક બતાવતા બોલ્યો.
" ના "
" કેમ્ ? ફાઇટ થઈ છે ?" ભાવિન બોલ્યો.
" હા "
" ઓહ્ તો હવે ? " ભાવિન થોડું ઓવર રિએક્ટ કરતા બોલ્યો.
" ખાઈ લે ને શાંતિ થી "
" હા તું પણ "
" એક મિનીટ " ભાવિન પાછો ગાયબ થઈ ગયો.
" હવે શું થયું ?"
" આ ચોકોલેટ ખાધી છે ?" ભાવિન ચોકોલેટ બતાવતા બોલ્યો.
" ના "
" ઓકે. આવીશ ત્યારે લેતો આવીશ "
" ક્યાં આવીશ ?"
" સુરત "
" કેમ ?"
" તને મળવા "
" ના ના. કઈ જરૂર નથી ખોટો તારો ટાઈમ બગડે " નિયા ચિપ્સ ખાતા ખાતા બોલી.
" આ વધી ગયું "
" શું ?"
" હું આવીશ. રજા મળે એટ્લે. તને મળવા "
" આ તને મળવા. એ કેમ થોડુ અલગ રીતે બોલ્યો ?" નિયા એ પૂછ્યું.
" એ હાઈ લાઈટ માં હતું એટલે "
" બરાબર "
" ચિપ્સ બોવ ભાવે છે તને ?" ભાવિન એ પૂછ્યું.
" હા બોવ જ "
બંને નો ફેવરિટ ટોપિક હતો ખાવાનો. એટલે વાત ક્યારે પતે એનુ તો કઈ નક્કી નઈ.
" અચ્છા " ચોકોલેટ ખાતા ખાતા ભાવિન બોલ્યો.
" એમાં પણ ક્રીમ એન્ડ ઓનીઓન અને સાથે કોલ્ડ ડ્રીંક મળી જાય તો મઝા આવી જાય " નિયા બોલી.
" ઓહ્ ડ્રીંક ? "
" અરે પેક મારીયે એ નહિ. કોક ખાલી " નિયા બોલી.
" હા સમજી ગયો. કોઈ દિવસ ટ્રાય કર્યું છે ?"
" શું ?"
" પેક વાળું ડ્રીંક ?"
" ના તે ?"
" ના પણ મનાલી ગયેલા ત્યારે થોડુક જ "
" હમમ... "
" તું આમ ના બોલ .ગલત વિચાર આવે "
" મે શું બોલી "
" હમમ એટલે તું કઈ બીજું સમજી એવું થાય ને ?"
" ના એવું કઈ નથી "
" તો સારું "
થોડી વાર ચિપ્સ અને ચોકોલેટ ની વાત ચાલતી હતી ત્યાં ભાવિન બોલ્યો,
" કેવી પ્લેસ પર ફરવા જવાનું ગમે ?"
" એક દમ શાંત. "
" ઓહ્ સેમ "
" તું તો બધે ફરી આવ્યો છે ને ?" નિયા એ પૂછ્યું.
" ના કોને કીધું આવું તને ?"
" તે તો કીધું હતું. આપડે ફર્સ્ટ ટાઈમ મળ્યા ત્યારે "
" બધે નઈ અમુક જગ્યા બાકી છે. ત્યાં કોઈ સ્પેશિયલ સાથે જવાનું છે "
" ઓહ જાવ તો જલ્દી "
" શું જાવ. એ સ્પેશિયલ વન સાથે હજી કોન્ટેક્ટ ઓછો છે" ભાવિન એ કહ્યું.
" કેમ ?"
" એ કેમનું સમજાવું તને?"
" એ મને થોડી ખબર હોય " નિયા બોલી.
" પણ એની સાથે વાત થાય છે પણ છે ને " ભાવિન આગલ બોલે એ પેલા નિયા એ કહ્યુ,
" શું ? "
" બોલવા તો દે પણ"
" ઓહ્ સોરી "
" ઓહ્ તું સોરી પણ બોલે છે ?" નિયા એ ગાળ આપી હોય એવા રીએકશન સાથે ભાવિન બોલ્યો.
" ના હા "
" ઓહ્ તું કન્ફૂસ પણ થાય છે" ભાવિન ને ખબર હતી નિયા ને આ ઓહ વાળા રીએકશન થી ગુસ્સો આવતો એટલે એ જાણી જોઈને એવું બોલતો.
" બસ ભાવિન "
" શું પણ? મે કઈ કીધું તને ?"
" ના તારા ભૂત એ કહ્યું " નિયા બોલી.
" અચ્છા ભૂત પરથી યાદ આવ્યું. તું હોરર મૂવી જોવે છે ?" ભાવિન એ પૂછ્યું.
" ના "
" કેમ ? બીક લાગે ?" ભાવિન એ પૂછ્યું.
" હમ " નિયા એક દમ માસુમ હોય એમ બોલી.
" હવે તો તને હોરર વિડિયો જ મોકલું " ભાવિન ખુશ થતા બોલ્યો.
" ના એ નઈ પ્લીઝ "
" પણ કેમ આટલી બીક લાગે છે તને ?" ભાવિન એ પૂછ્યું.
" લાગે છે તો લાગે છે હવે એમાં હું શું કરું "
" મઝા આવે ખબર તને બોવ જ " ભાવિન બોલ્યો.
" ભાવિન યાર બસ "
" આ યાર તુ જે બોલે છે ને એ ચોકોલેટ થી પણ સ્વીટ છે" ભાવિન એ કહ્યું.
" તને બોવ ખબર "
" ના બોવ નઈ થોડી થોડી જ ખબર છે. કેમકે તું મને ફોન જ નઈ કરતી " ભાવિન એ કહ્યું.
" એ શું હોય ? "
" મળીએ ને ત્યારે કહીશ તને "
" મને આજે ખબર પડી ચોકોલેટ સ્વીટ હોય. બાકી તો મને એવું લાગતું હતું એ સ્પાઇસી હોય " નિયા ચિપ્સ ખાતા ખાતા બોલી.
" ભૂલ માં બોલાઈ ગયું "
" બોવ જલ્દી હાર માની લીધી તે તો " નિયા ભાવિન નો ફેસ જોઈ ને બોલી.
" તારી પાસે ના જીતાય. બ્લૂ ટિક વાલા લોકો "
" બોલી લીધું "
" મસ્તી કરું છું. પણ તે પાર્ટી ના આપી "
" શેની ?"
" બ્લૂ ટિક ની "
" આવ સુરત "
" બોવ જલ્દી " ભાવિન એક મસ્ત સ્માઈલ કરતા કહ્યું.
" સાચે માં ?" નિયા ના રિએકશન કઈક અલગ હતા.
" તું દિલ થી યાદ કરતી હસે તો બોવ જલ્દી. અને જો યાદ નઈ કરતી હસે તો થોડું લેટ "
નિયા કઈ બોલી નઈ. કદાચ એ વિચારતી હતી કે હું શું કહું ભાવિન ને એ.
" ના વિચાર. જલ્દી આવીશ કદાચ "
" કદાચ ? એટલે ?"
" રજા મળશે એટલે "
" અચ્છા ઓકે " નિયા એ કહ્યું.
" પણ આ ટાઈમ મળીયે ત્યારે ટાઈમ લઈ ને આવજે "
" ઓહ્... કોક લેટ આવે એ કઈ નઈ " નિયા ને એ લોકો ની પહેલી મુલાકાત યાદ આવી ગઈ.
લેટ આવવાં વાળી વાત સાંભળી ને ભાવિન ને પણ પહેલી મુલાકાત યાદ આવી ગઈ.
" થઈ જાય એવુ કોઈ વાર "
" કોઈ વાર જ ને ?" નિયા એ પૂછ્યું.
" એ ફરી વાર મળીયે પછી તું જ નક્કી કરી ને કહેજે "
" થાય હવે પણ એમાં શું છે "
" દિલ તો ત્યાં જ આવી ગયેલું જ્યારે એક કલાક રાહ જોયા પછી પણ તે એક દમ શાંતિ થી હાઈ કીધું હતું."
" બીજું કંઈ "
" હમમ... ના " ભાવિન ને કઈક બોલવું હતું પન એ બોલી ના શક્યો.
" તને જોઈ ને એવું લાગે છે કઈક કહેવું છે "
" તને કેમની ખબર? " ભાવિન એ પૂછ્યું.
" બસ લાગ્યું એટલે પૂછ્યું "
" ફેસ જોઈ ને ખબર પડી જાય છે તને કે સામે વાળા ને કઈક કહેવું છે ?"
" ના "
" હા એવું જ છે "
" હસે મને નઈ ખબર " નિયા એ કહ્યું.
" એ દિવસે કેફે માં જેવી હતી ને એવી જ લાઈફ ટાઈમ રેજે " ભાવિન એ કહ્યું એક મસ્ત સ્માઈલ સાથે.
" કેમ ?"
" કેમકે એ નિયા બિન્દાસ હતી. સામે વાલો શું વિચારશે? એને કેવું લાગશે એવા કોઈ જ વિચાર એના મગજ માં નઈ હતા "
નિયા પાસે કઈ શબ્દ નઈ હતા હવે. ભાવિન આ બોલ્યો પછી.
" આ નિયા પણ સારી જ છે એટલે " ભાવિન બોલ્યો.
" કઈ સમજાય એવુ બોલ "
" વિડિયો કૉલ વાળી "
" ઓહ્ "
" સાચે કહું છું યાર "
" યાર ?" નિયા એ પૂછ્યું.
" કેમ યાર ના કહી શકાય તને ?"
" મે એવું નઈ કીધું તને "
" ઓકે પણ મે કીધું એનો જવાબ ના આપ્યો તે ?"
" ક્યો ?" નિયા એ પૂછ્યું.
" જે તું રીયલ માં છે ને એજ નિયા લાઈફ ટાઈમ માટે જોઈએ છે. નો ફિલ્ટર " ભાવિન એ કહ્યું.
" પણ બદલાવવું જરૂરી છે ને ?" નિયા એ પૂછ્યું.
" ના કઈ જ જરૂરી નથી."
" ઓકે "
" ખાલી ઓકે ?"
નિયા કંઇક બોલે એ પેલા કોઈ ડોર બેલ નો અવાજ આવ્યો.
" એક મિનીટ હું આવું " કહી ને નિયા જતી રહી.
ભાવિન નિયા નું જ કંઈક વિચારતો હતો.
આ બાજુ નિયા ની બાજુ વાળા આંટી આવ્યા હતા. એટલે નિયા એની સાથે વાત કરતી હતી.
" ક્યાં ગયા તારા મમ્મી ?" પેલા આંટી એ પૂછ્યું.
" બહાર ગયા છે બે દિવસ માટે "
" સારું. તો જમવાનું ?"
" હું બનાવી લઈશ. " નિયા એ કહ્યું.
" સરસ આજે શું બનાવવાની ?"
" નક્કી નઈ. મેગી ખાવાનું મન છે આજે તો " નિયા એ કહ્યું.
" ઓકે સારું તું કામ કર હું જાવ "
નિયા દરવાજો બંધ કરી ને એની રૂમ માં જતી રહી.
" મે કીધું હતું ને તને ધીમે થી બોલ. આજુ બાજુ વાળા ને લાગશે નિયા પાગલ થઇ ગઇ છે " ભાવિન મસ્તી માં બોલ્યો.
" બસ ભાવિન "
" મસ્તી કરું છું "
" હમ "
" તારે જવાનું નથી બહાર ?" નિયા એ પૂછ્યું.
" જવાનું છે ફ્રેન્ડ આવે એટલે પિત્ઝા ખાવા "ભાવિન એ કહ્યું.
" આ પિત્ઝા હાઈ લાઈટ માં હતું ને ?" નિયા એ પૂછ્યું.
" યેસ સમજી ગઈ તું "
" યો "
બંને થોડી વારમાં આમ જ મસ્તી મઝાક વાળી વાત કરતા હતા.
" હું રેડી થઈ જાવ પછી કૉલ કરું "
" ના "
" હા એમ પન તું એકલી જ છે આજે "
" તો શું ?"
" હું કૉલ કરું હમણાં "
" ઓકે "
અડધો કલાક પછી,
ભાવિન ને બહાર જવાનું હતું એટલે એ રેડી થઈ ગયો. હજી એનો ફ્રેન્ડ આવ્યો નઈ હતો એટલે નિયા ને વિડિયો કૉલ કર્યો.
" ચલ નિયા પિત્ઝા ખાવા "
" ના "
" કેમ ?"
" નઈ આવવું "
" ઓકે "
પછી પાછા એ બંને કઈક વાત કરતા હતા ત્યાં ભાવિન નો ફ્રેન્ડ આવ્યો એટલે ભાવિન એ કહ્યું ,
" ચલ બાય પછી વાત કરીએ "
" ફાઇટ ના કરીશ પિત્ઝા સાથે " નિયા બોલી.
આ સાંભળી ને ભાવિન ના ફેસ પર મસ્ત સ્માઈલ આવી ગઈ.
નિયા ટીવી જોતી હતી. ઘરે કોઈ હતું નહિ એટલે એને હેરાન પણ ના કરે. એટલે શાંતિ થી એ ટીવી જોતી હતી.
આઠ વાગ્યે
નિયા મેગી બનાવ એવું વિચારતી હતી ત્યાં ડોર બેલ વાગી.
" તમારું પાર્સલ " વોચમેન બોલ્યો.
" મે તો કઈ મંગાવ્યું નથી " નિયા બોલી.
" પણ અહીંયા નામ નિયા સુરતી અને ફ્લેટ નંબર પણ આજ લખ્યો છે " વોચમેન એ કહ્યું.
" કોને મોકલાવ્યું ?"
" કોઈ છોકરો આપવા આવ્યો હતો "
" કોણ હસે ?"
" નામ લખ્યું છે આમાં " વોચમેન બોક્સ ની ઉપર ચિઠ્ઠી હતી એ આપતા બોલ્યો.
" ભાવિન ?" નિયા નામ જોતા બોલી.
વોચમેન બોક્સ આપી ને જતો રહ્યો.
નિયા એ ચિઠ્ઠી જોઇ. એમાં નિયા સુરતી એના ઘર નું એડ્રેસ હતું. અને નીચે લાસ્ટ માં લખ્યુ હતું. ફોર ચોકોલેટ લવર.
નિયા એ બોક્સ ઓપન કર્યું.
" પિત્ઝા " નિયા જોતા બોલી.
અને બોક્સ ની ઉપર એક સિલ્ક હતી. જે નિયા ની ફેવરિટ હતી.
નિયા એ કઈ પણ વિચાર્યા વગર ભાવિન ને ફોન કર્યો.
" આટલી જલ્દી મારી યાદ આવી ગઈ તને ?" ભાવિન મસ્તી માં બોલ્યો.
" ના. કોઈ એ અપાવી દીધી "
" એટલે તું યાદ નઈ કરતી? " ભાવિન એ પૂછ્યું.
" તું બોલવા દઈશ મને ?"
" હા બોલ "
" આ શું છે ?"
" શું ?"
" પિત્ઝા અને સિલ્ક "
" હા તો એનું શું છે ?" ભાવિન એ પૂછ્યું.
" કેમ મોકલ્યું ?"
" મારી મરજી. હું પિત્ઝા ખાવ અને તું મેગી ખાય એ ના ચાલે "
" પણ ભાવિન ?"
" નિયા ખાઈ લે. મોડા કૉલ કરું. ઘરે જઈને "
" કેમ ફાઇટ થઈ છે એટલે મનાવવાની છે એને ?" નિયા એ પૂછ્યું.
" કોને ?"
" પિત્ઝા સાથે તારી ફાઇટ "
" નિયા તું ખાઈ લે હું ઘરે જઈ ને કૉલ કરું " ભાવિન એ કહ્યું.
નિયા ટીવી જોતા જોતા પિત્ઝા ખાતી હતી. પછી કામ પતાવી એ કોઈ ડાયરી શોધતી હતી.
અડધા કલાક પછી એને ડાયરી મળી જે એ શોધતી હતી.
ડાયરી તો મળી ગઈ હતી. પણ એટલી બધી ડાયરી ભેગી કરી હતી અને નિયા ને બોવ બધી ડાયરી માથી અત્યારે એક ડાયરી શોધવાની હતી.
ડાયરી માં થોડું લખ્યુ અને પછી એ મૂકવા જતી હતી ત્યાં એને કઈક યાદ આવતા એને પહેલું પેજ વાંચ્યું.
પેજ વાંચી ને નિયા ની સ્માઈલ કઈક અલગ જ હતી.
#અનનોન જે એને કોલેજ માં લાસ્ટ સેમ માં લખ્યું હતું. એના હીરો માટે. અને ભાવિન મળ્યા પછી બીજી વાર આજે એને આ ડાયરી ખોલી ને એમાં કઈક લખ્યુ હતું.
નિયા એ આગળ જે લખ્યું હતું એ વાંચી ને ખુશ હતી. પછી એને એની જે રોજ લખતી એ ડાયરી માં લખ્યું,
" આજે બોવ ખુશ છું. કેમકે થોડા વર્ષ પહેલાં જે વ્યક્તિ માટે ડાયરી માં લખ્યું હતું એ અત્યારે મળી ગયું છે. કદાચ જે લખ્યુ હતું એને જોયા વગર એના થી પણ બેટર છે ભાવિન "
નિયા ને લખવું હતું બોવ બધું પણ નિયા એની આ ખુશી ને લખવા નઈ માંગતી હતી અને કોઈ ને કહેવા પણ નઈ. એ ની ખુશી ને બોવ જલ્દી જ નઝર લાગી છે એટલે જ કદાચ એ કોઈ ને કહેવા નઈ માંગતી હોય.
દસ વાગ્યે,
ભાવિન નો ફોન આવ્યો.
" હાઈ "
" હાઈ "
" આટલી બધી ખુશી ?"
" વોટ ?" નિયા ને સમજાયું નઈ ભાવિન શું પુછે છે એટલે એને પૂછ્યું.
" વિડિયો કૉલ કરું એક મિનીટ "
નિયા આગળ કઈ બોલે એ પેલા ભાવિન એ ફોન કટ કરી નાખ્યો અને વિડિયો કૉલ કર્યો.
" હા હવે બોલ "
" શું ?"
" એ તને ખબર " ભાવિન એ કહ્યું.
નિયા કઈ બોલી નહિ. હજી એ પેલી ડાયરી અનનોન માં ખોવાયેલી હતી.
" કોના ખ્યાલો માં ખોવાયેલી છે તું ?" ભાવિન એ પૂછ્યું.
" ના ... કઈ નઈ "
" કુછ તો હુઆ હૈ,
કુછ હો ગયા હે ..." ભાવિન બોલ્યો.
" નો ભાવિન. "
" એવું નથી ?"
" ના "
" તો શું છે ?"
" કઈ નઈ " નિયા એ કહ્યું.
પછી પિત્ઝા ની વાત નિકળી એટલે એની વાત કરતા હતા.
વાત કરતા કરતા અગિયાર વાગી ગયા એટલે નિયા એ કહ્યું,
" હવે સૂઈ જા "
" હજી અગિયાર વાગ્યા છે "
" તો તું જાગ " નિયા બોલી.
" હમ. પણ ... "
" શું ?"
" કઈ નઈ ગુડ નાઈટ "
" હમ "
" શું હમ ?
ગુડ નાઈટ તો બોલ " ભાવિન એ કહ્યું.
" કઈ નઈ બાય "
" પેલા ગુડ નાઈટ બોલ "
" હું નઈ બોલું ?"
" કેમ ? "
" ગુડ નાઈટ સૂઈ જા "
" હમ " ભાવિન નિયા ની કોપી કરતા બોલ્યો.
નિયા કઈ બોલી નઈ એટલે એને કહ્યું,
" હમણાં ભૂત આવસે સૂઈ જા"
" ભાવિન " નિયા બોલી.
" ચલ બાય કાલે કૉલ કરું " ભાવિન ને ખબર હતી નિયા આગળ શું બોલશે એટલે એને ફોન મૂકી દીધો.
નિયા કંઈ પણ વિચાર્યા વગર સૂઈ ગઈ.
આ બાજુ ભાવિન નિયા નું ઈન્સ્ટાગ્રામ આઇડી પર નિયા ના પિક જોતો હતો. અને થોડી વાર પછી એ પણ સૂઇ ગયો.
નિયા જેટલું ભાવિન ને યાદ નઈ કરતી હોય એટલી નિયા ભાવિન ને યાદ આવતી.
ભાવિન એ એમની અમુક વોટ્સ એપ પર થયેલી વાતો પણ સ્ટાર 🌟 કરી ને રાખી હતી કે એ મેસેજ જોઈ ને નિયા નો હસતો ચહેરો ભાવિન ની સામે આવી જતો.
નિયા હવે ભાવિન ની સામે બોલતા ડરતી નહિ. બિન્દાસ બોલી દેતી. પણ હજી સુધી મળવાનું પોસીબલ થયું નઈ હતું.
ભાવિન અને નિયા બંને એક બીજા ને મળવાની રાહ જોતા હતા.
શું થશે આગળ ?