મન : સંબંધ મિત્રતા નો - 5 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

  • ભાગવત રહસ્ય - 109

    ભાગવત રહસ્ય-૧૦૯   જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમ...

  • ખજાનો - 76

    બધા એક સાથે જ બોલી ઉઠ્યા. દરેકના ચહેરા પર ગજબ નો આનંદ જોઈ, ડ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 5

બધાં ગોળ કરી ને બેસેલા હોય છે canteen માં.

માનિક બોલ્યો. બોટેલ તો નથી કોઈ ની પાસે હવે?

તેજસ બોલ્યો, "નિયા રમશે ને તું?"

નિયા હજી એના જ વિચાર માં ખોવાયેલી હતી. ત્યાં નિશાંત એ ચપટી વગાડી અને નિયા એકદમ ડરી ગઈ.

"હમમ ના..." નિયા હજી બોલતી હતી ત્યાં આદિત્ય બોલ્યો.

"નિયા કઈ હાર્ડ સવાલ નઈ હોય ચિંતા નાં કર"

બસ પછી નિયા એ હા પાડી રમવા માટે.

પછી બધા વિચારતા હતા બોટલ ક્યાં હસે. એમાં એ લોકો એ 10 મિનિટ બગડી. પછી નિયા બોલી,

"શું થયું?"

"બોટલ જોઈએ છે એટલે ક્યાં થી લાવવી.."હજી આગળ બોલે એ પેલા નિયા બોલી.

"છે મારી પાસે " નિયા બોટલ આપી ત્યારે મનન બોલ્યો,

"આટલા નાના બેગ માં ચોપડા આવી જાય?"

"હા" નિયા એ કીધું.

પછી આદિત્ય નિયમ સમજાવતાં બોલ્યો,
"કોઈ જૂઠું નઈ બોલે અને જે ડેર હોય એ પૂરી કરવી જ પડશે જો પૂરી નઈ થાય તો ત્યાં સુધી બીજા કોઈ તમારી સાથે બોલશે નહી. મંજૂર"

બધા એ હા પાડી અને મનન એ બોટલ ફેરવી. કદાચ નિયા ભગવાનને પ્રાર્થના કરતી હતી કે બચાવી લેજે🤞 અને ત્યાં જ બોટલ નિયા પાસે આવી ને ઉભી રહી ગઈ.

"બધા એક સાથે બોલ્યા ટ્રુથ યા ડેર"

નિયા વિચારતી હતી શું કરું. ટ્રુથ કહીશ તો પણ પછી જો આવશે તો ડેર પૂરી કરવી પડશે એના કરતા પેલા ડેટ પૂરી કરો લેવ. "ડેર" નિયા બોલી.

બધા થોડા આશ્ચર્ય હતા.
"કેમ આમ જોવો છો"નિયા બોલી.

"ડેર પૂરી કરવી પડશે એટલે તે વિચારી લીધું છે ને" આદિત્ય બોલ્યો.

"હા" નિયા બોલી.

પેલા લોકો 5 મિનિટ થી કઈ વાત કરતા હતા પણ નિયા ને કંઇ ખબર પડતી નહી હતી.

ત્યાં જ નિશાંત બોલ્યો, "તારે આપડે કોઈ senior સાથે મેસેજ યા ફિર ફોન પર વાત કરવાની છે. જેની સાથે કરવી હોય એને."

નિયા એ થોડું વિચારી એક ફોન કર્યો. અને બોલી,
"હમણાં ડેર પૂરી કરી દેવા. બસ 5 મિનિટ રાહ જોવો યા આગળ સ્ટાર્ટ કરીએ."

"પણ તું ડેર તો પૂરી કર" માનિક થી રેહવાયું નહિ એટલે એ બોલ્યો.

"અરે કીધું તો, 5 મિનિટ રાહ જોવો. " નિયા બોલી.

"ઓકે ચાલો સ્ટાર્ટ કરીએ. નિયા તારી ડેર બાકી રહી." આદિત્ય બોલ્યો.

"હા ખબર છે મને" નિયા બોલી.

હવે બોટલ માનિક ની પાસે આવી ને ઉભી રહી. હજી કોઈ બોલે એ પેલા જ બોલ્યો એ કે,
"મારું તો બધું ખબર જ છે તમને તો પણ પૂછી લો કશુંક"

" તારા લાઈફ ની કોઈ એવી વાત જ અમને નાં ખબર હોય" મનન બોલ્યો.

"હા એમાં શું ટ્રુથ જેવું છે " માનિક બોલ્યો

"કંઇ નહિ ખાલી વાત છોકરી ની હોવી જોઈએ" તેજસ બોલ્યો.

"નાં એવું તો કંઇ નથી. એક હતી એનું તો તમને ખબર છે પણ હા એક નઈ ખબર" માનિક બોલ્યો.

"હે..." નિશાંત બોલ્યો.

"એક છોકરી હતી સ્કૂલ માં હતી પેલા. "

"ઓહ હતી કેમ અત્યારે શું થયું" નિયા બોલી.

"એટલે છે જ"માનિક બોલ્યો.

"અમારી વાત થતી મેસેજ પર પણ એક દિવસ એના ઘરે ગયેલો. પણ એ દિવસ એ એ ઘરે એકલી જ હતી બધા બાર ગયા હતા. હું અને એ એની ઉપર વાળી રૂમ માં બેસેલા હતા. એ ધીરે ધીરે મારી નજીક આવી ને મારો હાથ પકડી ને બેસી ગઈ."

"ઓહ હાવ રોમૅન્ટિક 🤩" આદિત્ય બોલ્યો.

"આગળ બોલું કે આવું જ કરવું છે" માનિક બોલ્યો.

" હા બોલ " આદિ એ કહ્યું

"બસ પછી એ હાથ પકડી ને બેસી રહી. થોડી વાર અમે વાતો કરી પછી એને મને ચીક કિસ કરી. અને મે એને આઇ લાઈક યુ કીધું. મે એના હાથ પર કિસ કરી. થોડી વાર અમારી મસ્તી ચાલી પછી એને મે I love you કહી દીધું. તો એને નાં પાડી કે હમણાં કંઇ નઈ આવું બધું. બસ આજ વાત છે. હજી વાત થાય કોક વાર"

"વાહ... આટલો જલદી love થાય??" નિયા બોલી.

" થઈ જાય કોક ને " આદિ બોલ્યો.

નિયા નાં ફેસ પર થોડો ગુસ્સો અને થોડી ચિંતા દેખાતી હતી. ત્યાં જ મનન એ પૂછ્યું,

"નિયા શું થયું."

" કંઇ નઈ પણ અજીબ લાગ્યું મને"

"મતલબ" તેજસ બોલ્યો.

"અરે આટલું જલ્દી કોઈ ની નજીક જવું એ બધું" નિયા બોલી.

"એતો જાણી જોઈ ને કંઇ નોતુ કર્યું. થઈ ગયેલું અને મને થોડી ગમી એટલે કહી દીધું મે" માનિક બોલ્યો.

"વાહ. મને નઈ ખબર હતી કે આવું પણ થાય એ" નિયા બોલી.

"જ્યારે લવ થશે ત્યારે ખબર પડી જસે તને" માનિક થોડો ગુસ્સા માં બોલ્યો.

"ચશ્મિસ 😎 ક્યાં ખોવાઈ ગઈ." નિશાંત એ પૂછ્યું.

"કંઇ યાદ આવી ગયું આ માનિક ની સ્ટોરી સાંભળી ને" નિયા બોલી.

"એટલે તને કોઈ ગમે છે ? કે પછી આવું કંઇક થયેલું?" મનન બોલ્યો.

"નાં હજી સુધી કોઈ ગમ્યું નથી. પણ એક ફ્રેન્ડ હતો કાર્તિક સ્કૂલ થી જોડે હતા. પણ જ્યારે કોલેજ સ્ટાર્ટ થઈ પછી એને મને કીધું એ love કરે છે પણ મે નાં પાડી. પછી એ મારા પર હક જમાવવા લાગ્યો. કોઈ ને કોઈ રીતે હેરાન કરતો." નિયા બોલી.

"હજી પણ હેરાન કરે છે?" આદિત્ય બોલ્યો.

" નાં નાં હવે કંઇ નઈ. એક દિવસ મે એને કંઇ દીધું હતું દોસ્ત છે બોયફ્રેન્ડ નહિ. તું આ બધુ બોજ જેવું લાગે છે પછી એને મને બ્લોક કરી દીધો. એ પછી કોઈ ની સાથે બોવ વાત નઈ કરતી." નિયા બોલી.

"તો કોઈ ફ્રેન્ડ નથી #close વાળું " તેજસ બોલ્યો.

"ફ્રેન્ડ તો બોવ બધા છે પણ ખાલી હાઈ હેલ્લો વાળા. છે અમુક થોડા ખાસ. " નિયા બોલી.

"ઓહ ખાસ એટલે lover ને?" માનિક બોલ્યો.

"ખાસ એટલે લવ હોય એ જરૂરી નથી . " નિયા બોલી.

"હા સાચી વાત છે તારી. બેસ્ટ ફ્રેન્ડ પણ ખાસ હોય છે અમુક નાં" આદિત્ય બોલ્યો.

પછી એ લોકો વાત કરતા હતા ત્યાંજ કોઈ પાછળ થી બોલ્યું.

"હાઈ નિયા, sorry "

"હાઈ" નિયા બોલી.

" સ્ટાફ રૂમ માં હતો એટલે મેસેજ કરી દીધો હમણાં ફોન કરું અને તું અહીંયા દેખાઇ ગઈ એટલે આવી ગયો. "

"ઓહ હાઈ તેજસ ભાઈ નિશું બેબી કેમ છે?"

"હાઈ તું આને કેમનો ઓળખે છે🤨" નિશાંત બોલ્યો.

"1st યેર ર્થી ઓળખું છું." નક્ષ બોલ્યો.

નક્ષ તેજસ અને નિશાંત સાથે વાત કરતો હતો ત્યાં કોઈ નિયા સામે આવી ને બોલ્યું.

"તેરી હસી 😊 ઓર તેરી આંખે👀 દેખ કર ,
ચલતી હુઇ સાંસે રૂકને લગી હે...
માં ઓર બહને કે અલાવા ભી,
નજરે કિસી ઓર કે સામને ઝુકને લગી હે..."

બધા આને જોઈ ને એકદમ આશ્ચર્ય હતા. નિયા માટે કોણ આ બોલ્યું હસે?

"ઓહ તમને ટાઈમ મળ્યો? શું કરે ભુમિ 🤣😅" નિયા બોલી.

"exam હતી યાર . ભૂમિ નું નામ નાં લઈશ તું. સુરત આવે છે ને?" ભૌમિક બોલ્યો.

" નાં નઈ આવવાની?"

"તો નક્ષ ને હેરાન કરવામાં હેલ્પ કોણ કરશે મને?" ભૌમિક બોલ્યો.

"ફોન કરી દેજે" નિયા એ કહ્યું.

" આ તો રહી ગયું. તે તારી ચોકલેટ🍫 " ભૌમિક એ બેગ માંથી એક dairy milk કાઢતાં બોલ્યો.

"કંઇ ખુશી માં. શું ભૂમિ એ..." હજી નિયા આગળ બોલે એ પેલા ભૌમિક બોલ્યો.

"કોઈ ભૂમિ એ હા નથી પાડી. મન થયું ચોકલેટ લવર ને 🍫 આપવાનું એટલે લઇ ને આવ્યો."

"ઓહ thank you." નિયા એ કીધું.

આ બાજુ પેલા લોકો જોતા હતા અને વિચારતા હતા કે આ કેમનો આને ચોકલેટ આપે?

"ચાલ નક્ષ જઈએ ટ્રેન પકડવાની છે" ભૌમિક બોલ્યો.

"હા બાય નિયા લે તારી બુક " બુક આપતા નક્ષ બોલ્યો.

"હા happy journey"

ભૌમિક અને નક્ષ ગયા પછી બધાં નિયા સામે એવી રીતે જોતાં હતાં કે નિયા એ કોઈ નું મર્ડર કરી નાખ્યું હોય.

"કેમ તમે લોકો આમ જોવો છો?" નિયા એ પૂછ્યું.

"તું આમ ડેર પૂરી કરીશ એવી ખબર નઈ હતી." માનિક બોલ્યો.

"એટલે?" નિયા ને કંઇ સમજાયું નહિ એટલે પૂછ્યું.

"તું આ લોકો ને કેમની ઓળખે છે?" મનન બોલ્યો.

"કોઈ દિવસ કીધું પણ નહિ તે તું આ લોકો ને ઓળખે છે?" માનિક બોલ્યો.

"કીધું નહિ એટલે? મારે શું જાહેર કરવાનું? આ મારા ફ્રેન્ડ છે એવું?" નિયા બોલી.

"નિયા એવું નથી તારી લાઈફ છે તારા ફ્રેન્ડ હોય. મૂક એ બધું પેલા તુ અમને એ કેહ કેમની મળી આ લોકો ને?" આદિત્ય શાંતિ થી બોલ્યો.

"હા કોઈ ફોર્સ નથી જો કેહવુ હોય તો કહી શકે." તેજસ બોલ્યો.

"શું ફોર્સ. એટલું તો કહી જ સકે?" મનિક ને બધા કરતાં વધારે રસ હતો વાત જાણવામાં.

"ઓકે. કોઈ વચ્ચે બોલતું નહિ હું બોલી દેવ પછી જે પૂછવું હોય એ પૂછી લેજો." નિયા એ કહ્યું

"હા ઓકે" આદિ બોલ્યો.

"સમજાય ગયું ને કોઈ એ વચ્ચે બોલવાનું નહિ" માનિક બોલ્યો.

"કોઈ નહિ તું જ પેહલા બોલશે" તેજસ એ કહ્યું

"1st સેમ માં જ્યારે દિવાળી વેકેશન પડવાનું હતું ત્યારે પર્સિસ 3 4 દિવસ પેહલા જતી રહી હતી. એટલે હું એકલી જવાની હતી મારું reservation થઈ ગયું હતું. પણ જ્યારે ટ્રેન આવી ત્યારે ભીડ હતી એટલે મેં અંદર ગઈ ત્યારે કોઈ મારી જગ્યા જ્યાં બૂક હતી ત્યાં કોઈ આન્ટી ત્યાં બેસેલા હતા. મે એમને કીધું આંટી મારી જગ્યા છે તો એ માન્યા નહિ. પછી મે કીધુ ટિકિટ બતાવો તો પેલા ગમે તેમ ગુસ્સા માં બોલ્યા પછી બતાવી. એમનો D 5 માં નંબર હતો અને બેઠા હતા D 2 માં મારી જગ્યા એ. પછી એ ગયા પછી મે બેસી ગઈ. મારી બાજુ માં એક છોકરો બેસેલો હતો એને કીધું "વાહ. શું ડેરિગ છે? મેં કીધું તો માન્યા નહિ. તારી આગળ કંઇ બોલ્યા નહિ. " બસ આમ થોડી વાત થઈ પછી એને નામ અને એ પૂછ્યું. પછી કોલેજ ની વાત નીકળી તો ખબર પડી એ પણ આજ કોલેજ માં આજ બ્રાન્ચ માં છે. આપડો senior પછી તો જવાનું પણ સાથે જ થતું." હજી નિયા આગળ બોલે ત્યાં

"વાહ ટ્રેન માં ફ્રેન્ડ મળી ગયો. સારું કેવાય. મને તો કોઈ નઈ મળતું. " માનિક બોલ્યો.

"જો મે કીધું હતું ને આજ બોલશે🤣😅" તેજસ બોલ્યો.

"પેલા એને પૂછ ટ્રેન માં બેસેલો છે એવું?" અત્યાર સુધી ચૂપ નિશાંત બોલ્યો.

"હે...?" નિયા નાં રીએકશન જોવા જેવા હતા. જેમ પેલી વાર વસ્તુ સાંભળી હોય.

"હા હજી કોઈ વાર ટ્રેન માં નઈ બેઠો." માનિક બોલ્યો.

"ખબર જ હતી. "

" નક્ષ ની તો ખબર પડી પણ ભૌમિક બોલે એ સમજ માં નઈ આવતું" માનિક બોલ્યો.

"કેમ સમજ માં નઈ આવતું."

"ભૌમિક ખબર છે ને રેંકર છે. અને ક્લાસ ની કોઈ છોકરી સાથે બોવ બોલતો નથી. કામ પૂરતું જ બોલે છે. અને કોઈ દિવસ મસ્તી પણ નથી કરતો જોયો." નિશાંત બોલ્યો.

"સાચે???" નિયા બોલી.

"એટલે શું?" મનન એ પૂછ્યું.

"ભૌમિક મસ્તી નથી કરતો એ?" નિયા એ બોલી.

"હા કોઈ દિવસ નહિ." તેજસ બોલ્યો.

નિયા હસતી હતી આ બધા બોલતા હતા એ સંભાળી ને.

"ઓય ચશમિશ 😎 કેમ આટલી હસે છે?" નિશાંત એ પૂછ્યું.

"ભૌમિક જેટલી મસ્તી કોઈ નઈ કરતું અને એના જેટલું ફ્લર્ટ પણ નહી" નિયા બોલી.

"તને કેમની ખબર? શું તું અને એ..." માનિક બોલ્યો.

"અરે શું તું અને એ... કેમ કોઈ ગર્લ અને બોય ફ્રેન્ડ નાં હોય શકે?" નિયા થોડી અકરાઈ ને બોલી.

"Chill bro" મનન બોલ્યો.

"હા પણ આ કરી રીતે બોલે છે એનો મતલબ " નિયા બોલતી હતી.

" નિયા ચિલ " તેજસ બોલ્યો.

" મારો કંઇ એવો મતલબ નથી પણ ભૌમિક તારી સાથે ફ્લર્ટ કરે એટલે એજ વિચાર આવે "

" સાચું જ કીધું હતું નક્ષ એ અહીંયા નાં લોકો આપડી જેવા નથી ફ્રી. એટલે અમે ક્લાસ માં બધા સાથે બોવ ઓછું બોલીએ છે. " નિયા બોલી.

આદિત્ય બોલ્યો, "મુકો એ બધું. ભૂખ લાગી છે. શું ખાશો? "

"મારો પફ નિયા તું?" તેજસ બોલ્યો.

"નાં કંઇ નહિ" નિયા બોલી.

"મોટાં માણસો આવું બધું નાં ખાય" માનિક બોલ્યો.

"ચિપ્સ લઇ આવજે" નિયા બોલી.

બધા ખાતાં હતાં અને મસ્તી કરતા હતા ત્યારે નિયા નું ધ્યાન ફોન માં જ હતું.

"જોવોને કેટલું બધું કામ હોય અમુક ને ... ફોન માં જ ધ્યાન હોય." આમ બોલતા માનિક એ ફોન ખેંચી લીધો નિયા નો.

નિયા બોલી, "BC ફોન પૂછ્યા વગર નહી લેવાનો." નિયા ફોન ખેંચતા બોલી.

નિયા થોડીક દૂર જઈને ફોન પર વાત કરતી હતી. ત્યાં માનિક થોડે દૂર ઊભો ઊભો સાંભળતો હતો એ નિયા જોઈ ગઈ.

નિયા બોલી, "જઇએ હવે"

નિયા વિચારતી હતી બોલી દેવ બધા ની સામે કે માનિક આમ પાછળ આવી ને વાત સાંભળતો હતો. પણ એવું પણ બને એ લોકો માનિક નું સાચું માનસે. નઈ કેવું નિયા ચૂપ રે શાંતિ થી.


બસ આમ એ લોકો ની ટ્રુથ અને ડેર આટલી જ ચાલી.
ચાલો જઈએ હવે.

માનિક બોલ્યો, "હું નિયા ને મુકતો જઇશ"

બધા ને બાય કહી ને એ લોકો જતા હતા ત્યારે રસ્તા માં માનિક બોલ્યો, "તું નક્ષ અને ભૌમિક ને આટલા ટાઈમ થી ઓળખતી હતી તો પણ કીધું નહિ. તું આમ વાત છૂપાવીશ એવું નઈ વિચાર્યું હતું."

"જો મારી લાઈફ છે તું વચ્ચે બોલે નહિ તો સારું રેહસે." નિયા બોલી.

" આવું ગયું, બાય "કહીંને નિયા ફટાફટ ઉપર જતી રહી.

નિયા નાં મગજ માં બોવ બધા વિચાર હતા પણ એ જઈ ને સૂઈ ગઈ.


રાતે 12 વાગે

પર્સિસ જોર થી બોલી, " નિયા લાઈટ કેમ બંધ થઈ ગઈ."

નિયા જઈ ને ડાયરેક્ટ અંદર ની રૂમ માં લઈ ગઈ અને બોલી,"happy birthday પર્સિસ"

પર્સિસ જોઈ ને બોવ ખુશ થઈ ગઈ.



ભૌમિક
નિયા નો senior
સુરતી છોકરો
નિયા નો ફ્રેડ
ગરબા લવર

નક્ષ
નિયા નો ફ્રેન્ડ
નિયા ની જેમ બુક ની પાછળ પાગલ





બીજું તો આગળ ખબર પડી જસે.

શું જોઈને પર્સિસ આટલી ખુશ થઈ હસે?

કેમ માનિક ને નિયા ની લાઈફ જાણવામાં રસ છે?

કેવી હસે એમની દોસ્તી?