બસ આમ એ લોકો નું રીડિંગ વેકેશન ચાલતુ હોય છે. નિયા કોન્ફરન્સ કૉલ પર વાંચી ને બાર બાલ્કની માં ઉભેલી હોય છે. ત્યાં કોક જોર થી બૂમ પડે છે. નિયા.....
"પર્સિસ શું થયું?" નિયા ચિંતા માં રૂમ માં જાય છે.
"નિયા તને ખબર છે કાલે ઈન્સ્ટાગ્રામ પર પિક પોસ્ટ કર્યો હતો એમાં 250 લાઈક આવી છે" પર્સિસ ખુશ થતાં બોલી.
"Nice"
"નીયા શું થયુ છે તું કંઇ વિચારતી હોય એવું લાગે છે?"
પર્સિસ એ પૂછ્યું.
"નાં કંઇ નઈ" આટલુું બોલી ને નિયા બાર જતી રેહ છે.
પર્સિસ વિચારે છે નિયા આમ તો ખુશ છે પણ એના મગજ માં તો કંઇ ચાલે છે. કોઈ એને હેરાન તો નઈ કરતું હોય ને?
પછી જાતે જ માથા માં ટપલી મારી ને બોલે છે નાં એવું કંઇ નથી. ચાલ હું નિયા ને પૂછું. આવું વિચારી પર્સિસ બાર જાય છે.
"નિયા મને સિસ્ટર માને છે તો મને નઈ કેહ?" પર્સિસ બાલ્કની માં ઉભેલી નિયા પાસે જઈને બોલી.
"કંઇ નઈ તું વાંચ શાંતિ થી"
"નિયા તુ બોલે નહીં તો મને વાંચવાં મા પણ મન નઈ થાય. પ્લીઝ બોલી દે. ચાલ આપડે ગાર્ડન માં જઇએ ચાલવા. પછી આવી ને મને નઈ આવડતુ એ શિખવાડી દેજે"
"સારું"
નિયા અને પર્સિસ ગાર્ડન માં ચાલતા ચાલતા થાકી જાય છે પછી ત્યાં બાકડા પર બેસે છે.
થોડી વાર સુધી કોઈ કશું નથી બોલતું પછી નિયા કેહ છે.
"પર્સિસ કેમ બધા ને આપડા present કરતાં past માં વધારે interest હોય છે."
"નિયા શું થયું મને કંઇ સમજાય એવું બોલ"
"તને ખબર છે ને ગ્રૂપ સ્ટડી વાળું " નિયા બોલી.
"હા તે કીધું હતું."
"આજે પતી પછી આદિત્ય જતો રહયો અને મેં ફોન મુકી દીધો. પછી પાછો માનિકનો ફોન આવ્યો. પેહલા આમ તેમ વાત કરી. મે કઈ પૂછ્યું નઈ હતું તો પણ એ બધું કહેતો હતો પછી મે કીધું સારું . તો કે તમે સુરત કયા રહો? તુ એક્લી જ છે. આવાં બધા પેલાં મેરેજ લિસ્ટ વાળા સવાલ ..." નિયા બોલી.
"અરે પાગલ. એ તને ફ્રેન્ડ માનતો હસે એટલે કેતો હસે. બોવ નાં વિચાર ચાલ જઈએ હવે"
થોડા સમય પછી
"યાર આજે તો જમવામાં મઝા આવી ગઈ." પર્સિસ બોલી.
"હા એટલે સૂઈ નઈ જવાનું. ચાલ ચોપડા ખોલ હવે."
નિયા પર્સિસ ને શીખવાડતી હતી. 11.30 થયા હસે. ત્યાં પર્સિસ બોલી.
"નિયા સાડા અગિયાર થઇ ગયા. કેટલુ બાકી છે."
"એક લાસ્ટ પછી આ subject પૂરો"
"ઓહ તે તો મને 3 કલાક માં એક આખો subject શિખવાડી દીધો. બધા શીખવાડી દેજે એટલે બોવ વાંચવું નાં પડે."
"હોંશિયારી બસ. "
"🤣😅🤣😅" પર્સિસ નિયા ને જોઈ ને હસે છે.
" કેમ હસે છે તું 🤨" નિયા એ પૂછ્યું.
"તને જોઈ ને. ભણવા માટે અને મને શીખવાડવા માટે આટલો સમય બગાડ્યા. અને તારો ફેસ જો."
"કેમ"
"વાળ સરખા નથી. ફેસ પર બોલપેન નાં લીટા પડ્યા છે"
"અત્યારે કોન જોવાનું ચાલે હવે."
"🤣😅 બોવ સારું"
પછી બંને મસ્તી કરતા કરતા સુઈ ગયા.
બીજે દીવસે સવાર માં છ વાગ્યા માં નિયા બાલ્કની માં બેસી ને વાંચતી હતી.
કેમના આઠ વાગી ગયા ખબર ના પડી.
નિયા પોતાની જાત સાથે વાત કરતી હતી.
"વાહ. આજે તો સારું વાંચી લીધું તે. આ ટાઈમ એક્ઝામ મસ્ત જાય અને results પણ મસ્ત આવે એટલે ઘરે કોઈ ને બોલવાનો મોકો નાં પડે. હમણાં પેલા લોકો નો ફોન આવશે. ચાલ ત્યાં સુધી માં ખાઈ લેવ. પેલી ને બી ઉઠાડી દેવ."
નિયા રૂમ માં જઈ ને પર્સિસ નો બ્લેંકેત ખેચી લે છે.
"નિયા સૂવા દે મને. હજી વાર છે 3 દિવસ ની એક્ઝામ ની." પર્સિસ સૂતા સૂતા બોલી.
"મે નોતું કીધું રાતે 2 વાગ્યા સુધી જાગવાનું. "
પર્સિસ અચાનક ઊભી થઈ ને બોલી. "તને કેમનો ખબર."
"પડી ગઈ મે તો એમજ બોલી હતી 😅🤣" નિયા બોલી.
બંને નાસ્તો કરતાં હતાં ત્યારે પર્સિસ બોલી. 3 વષૅ પૂરા થશે હવે એમને.
"હે.. શુ?" નિયા બોલી.
"મારા અને જેનિસ ને મલે"
"ઓહ કોંગો 🥳"
"હા thank you"
"તમારી લવ સ્ટોરી તો કે કોક વાર મને 😝" નિયા બોલી.
"સેની સ્ટોરી ફ્રેન્ડ છે મારો" પર્સિસ થોડી અચકાય ને બોલી.
"પર્સિસ બોલ ને હવે સાચું"
"નિયા યાર તું..."
"હા મને ખબર છે બોવ ખરાબ છું."
"હા લવ સ્ટોરી છે પછી કહીશ. અત્યારે વાંચીએ."
"હા"
પર્સિસ થોડી વાર જેનિસ જોડે વાત કર્યા પછી વાંચવાં બેસી. અને નિયા તો ખબર નઈ કેમ આજે ફોન ચાલુ થયો ત્યાર ની હસતી હતી.
" સમજાયું. તમને " માનિક બોલ્યો.
"હા " આદિ અને નિયા એક સાથે બોલ્યો.
થોડી વાર આમ ભણવાનું ચાલતુ હતું 2 ચેપટેર પત્યા ત્યારે માનિક બોલ્યો " તમે કંઇ રીતે મળ્યા?"
"કોણ તમે" નિયા એ પૂછ્યું.
"આદિત્ય અને મિષા "
"કંઇ નઈ. પેલા વાત થતી હતી as a friend. પછી મેં એક વાર પૂછ્યું હતું. થોડા દિવસ પછી એની હા આવી હતી " આદિ બોલ્યો.
"શુું પુછ્યું હતું." માનિક બોલ્યો.
"જે પૂછ્યું હોય એ તને બોવ પંચાત " નિયા બોલી.
"હા સાચી વાત" આદિ એ કહ્યું.
"તું તો નિયા ની સાઈડ જ લે હંમેશાં " માનિક બોલ્યો.
"જે સાચું હોય એની સાઈડ લેવાની"
બસ આમ આવી રીતે મસ્તી માં એમની સ્ટડી ચાલતી હતી.
આમ ને આમ એમનું રીડિંગ વેકેશન પતી ગયું. અને એક્ઝામ શરુ થઈ ગઈ. કાલે છેલ્લું પેપર હતું. EEM નું હતું એટલે નિયા ને બોવ ચિંતા નઈ હતી. અને પર્સિસ ને પણ નિયા એ સમજાવેલું એટલે એને પણ બોવ ચિંતા નઈ હતી. આજે એક્ઝામ આપી ને આવી ને એ બંને શાંતિ થી વાતો કરતા હતા જમી ને. ત્યાં પર્સિસ બોલી.
"નિયા કાલે રાતે શું થયું હતું?"
"કંઇ નઈ"
"તો કેમ રાતે વારે વારે મોઢું ધોવા જતી હતી મને કંઇ સમજ નાં પડી એમાં"
"કંઇ નઈ યાર એમજ"
"નિયા બોલ ને હવે."
"મને કાલે પેપર પત્યા પાછી માથું દુખતું હતું. સાંજ સુધી બરાબર હતું પણ નવ વાગ્યા પછી બોવ વધારે દુખવા લાગ્યું. કોઈ મને માથા માં મારતું હોય એવું લાગે. અને હું સૂવાની કોશીશ કરું તો વધારે દુખવા લાગ્યું. એટલે મેં રાતે નાહવા ગયેલી. એટલે થોડુું સારું લાગ્યું. અને હવે સૂઈ જઇશ એટલે સારું લાગશે." નિયા બોલી.
"પાગલ કેવાય ને આટલુું બધું થાય તો?" પર્સિસ બોલી.
"આવું મને થાય છે મહિના માં એક વાર. આદત છે મને આની"
"એટલે " પર્સિસ થોડી ચિંતા માં બોલી.
"વિટામિન વધી જાય યા ઓછા થઈ જાય તો આવું થાય ક્યારેક 😊"
"નિયા તું આટલું સીધી રીતે કેમનું બોલી શકે? કંઇ વધારે થાય તો?"
"ડોક્ટર એ જ કીધું છે અમુક ઉંમર સુધી આવું થશે પછી બંધ થઈ જસે એની જાતે. "
લપર્સિસ ની આંખો માં પાણી આવી ગયા.
"ઓય રડે છે કેમ ? " નિયા બોલી.
"મને થોડી સર્દી થઈ હોય તો પણ આખા ઘર ને માથે લઈ લવ છું. અને તે દિવસ તાવ આવ્યો હતો તો જેનીશ ને આખી રાત સુવા નઈ દીધો હતો અને તને પણ જગાડી હતી. તું આખી રાત સૂતી નથી તો પણ મને ખબર ના પડી" પર્સિસ બોલી.
"અરે એમાં શું. મને કોઈ ને હેરાન કરવાનું નાં ગમે. દવા છે મારી જોડે. જો કઈ વધારે થાય તો કંઇ દેટ તને" નિયા બોલી.
"તું માણસ જ છે ને? "
"હા કોઈ સક🤨" નિયા બોલી.
"નાં, હું જેટલી વાર ઘરે થી કોઈ નો ફોન આવે તો મને યાદ આવી જાય છે અને જો વીડિયો કૉલ આવ્યો હોય તો રડવાનું પણ આવી જાય. અને તું?"
"શું હું?" નિયા બોલી.
"તારે ઘરે વાત કરતી હોય તો એવું લાગે જાણે લવર સાથે વાત કરે છે. તને આમ કોઈ ચિંતા નઈ બધું કહી દે છે તું. "
"એમાં શું ચિંતા "
"હા એ પણ છે" પર્સિસ બોલી.
"યુપ"
"નિયા તું તારી દાદી ને બધું કહે છે તો તને એમ નઈ કેતા આવું નાં કર આ કર? આવું બધું?"પર્સિસ એ પૂછ્યું.
"નાં ફ્રેન્ડ હોય એવાં જ છે. મે એમને બધું કેવ. શું ગમે શું નઈ એ બધું એ પણ મને બધું કેહ"
"વાહ "
પછી નિયા એના અને દાદી નાં ફોટોસ બતાવે છે.
"વાહ નિયા તારા દાદી તો તારી સાથે નાં snap પણ છે."
"હા આ જો અમે ડુમસ ગયેલા એના." નિયા બોલી.
" ઓહ દાદી ગોગલ્સ મા"
"હિરોઈન છે એ 😉" નિયા બોલી.
ચાલ નિયા 5 વગાડી દીધા તારા. સૂઈ જા હવે. હું જેનીશ સાથે કાલ ની પ્લાનિંગ કરું.
હા
રાતે જમ્યાં પછી.
"નિયા મને એક વાર પાછું સમજાય દે એટલે સૂઈ જાવ હું"
"હા "
નિયા પર્સિસ ને સમજાવતી હોય છે ત્યારે માનિક નો ફોન આવ્યો ગ્રૂપ સ્ટડી માટે.
"નિયા જા તું કાલે સમજાય દેજે."
"એક જ બાકી છે પછી જાવ."
"હા બોલ" નિયા ફોન ઉપાડતા બોલી.
"વાંચવાનું નથી? " માનિક બોલ્યો.
"હા કરું ફોન 10 મિનિટ માં"
નિયા પછી પર્સિસ ને જે બાકી હતું એ સમજાય દીધી. પછી કૉલ કર્યો માનિક ને.
એ લોકો ની ગ્રૂપ સ્ટડી પત્યું પછી માનિક બોલ્યો.
"કાલે એક્ઝામ પતે પછી જઈએ કંઇક ખાવાં"
"કેમ" નિયા બોલી.
"ખાલી " આદિત્ય બોલ્યો.
"જોઈએ કાલ ની વાત કાલે".
બીજે દિવસ સવારે
"નિયા મને આ subject નથી ગમતો" પર્સિસ બોલી.
"ટાઈમ બગાડ્યા વગર ની વાંચ" નિયા બોલી.
"યાર કાંટાળો આવે છે કેટલું વાંચવાનું."
"સૂઈ જા." નિયા બોલી.
"નિયા ખબર છે તને કાલે શું છે એ?" પર્સિસ એ પૂછ્યું.
"Saturday" નિયા બોલી.
"એ તો મને પણ ખબર છે બીજું શુ છે?"
"એ નઈ ખબર " નિયા બોલી.
સારું. તુ વાંચ હું કંઇક કરું.
"પર્સિસ તું 1 કલાક થી તૈયાર થાય છે એક્ઝામ છે ફેશન શો નથી" નિયા બોલી.
"અરે એક્ઝામ પછી બાર જવાનું છે એટલે"
"સારું."
"ચાલ હવે ટાઈમ થઇ ગયો છે"
"હા"
નિયા હજી એક્ઝામ ની વાર હતી. એટલે ફોન માં ટાઇમપાસ કરતી હતી. બધા વાંચવામાં અને કોને શું કર્યું એમાં વ્યસ્ત હતા.
નિયા એ આદિત્ય અને માનિક વાલા ગ્રૂપ નું નામ ચેન્જ કરી ને મન કરી દીધું.
પછી તો એ એક્ઝામ આપવા જતી રહી.
"નિયા બધા બાર આવી ગયા અને તું શું લખતી હતી." પર્સિસ બોલી એક્ઝામ પત્યા પછી.
"પેપર જ લખવાનું હોય ને લવ લેટર થોડી લખવાનો હોય" નિયા બોલી.
ત્યાં જ માનિક આવ્યો"બાર આદી રાહ જોવે છે જા હું આવું."
હજી નિયા કંઇ જવાબ આપે એ પેલા જ પર્સિસ બોલી "નિયા હું જાવ મોડું થાય છે મને. તું પીજી કેમની જસે પણ?"
"તું જા જતી રેવા મે તો"
"ઓકે" જલ્દી જલ્દી પર્સિસ જતી રહી.
નિયા વિચારતી હતી માનિક બોલ્યો "આદિ બાર રાહ જોવે છે પણ ક્યાં હસે" ત્યાં જ આદિ નો ફોન આવ્યો.
"ક્યાં રહી ગઈ. મેઈન ગેટ પાસે આવ"
નિયા ત્યાં ગઈ પણ આદિત્ય સાથે બીજા અમુક છોકરા ઉભા હતા એટલે નિયા વિચારતી હતી આદિ ને કેમનું બોલાવ.
"બોવ લખ્યું નિયા તે તો" આદિ બોલ્યો.
"હા"
"આ મારા ફ્રેન્ડ છે ઓળખે છે?" આદિત્ય બોલ્યો.
"હા ક્લાસ માં છે આપડા " નિયા બોલી
"ઓહ નામ ખબર છે ને " પાછળ થી આવી ને માનિક બોલ્યો.
" નિશાંત એક જ ખબર છે" નિયા બોલી.
નિશાંત કોલર ઉચો કરી ને બતાવતો હતો ત્યાં આદિ બોલ્યો.
"એ submission ટાઈમ પર assignment માટે ફોન કરે એટલે ને?"
નિશાંત એ આદિ ને પાછળ થી મારી ને કીધું." બોલાઈ ગયું"
"નાં લેબ માં છે અમારી batch માં એટલે"
"ઓહ ઓકે. આ મનન છે અને આ તેજસ"
નિયા હાઈ કેવા હાથ આગળ કરતી હતી ત્યાં માનિક બોલ્યો "તેજસ નઈ જાડું ભાઈ છે"
નિયા ને થોડો ગુસ્સો આવ્યો કેમકે એને કોઈ વચ્ચે બોલે એ નઈ ગમતું પણ બધા હતા એટલે કંઇ નઈ કીધું અને ખાલી બોલી" તને પૂછ્યું?"
બધા હસતા હતા ત્યાં જ મનન એ હાથ આગળ કર્યો અને બોલ્યો.
"હાઈ , મનન પટેલ"
"હાઈ" નિયા આટલું બોલી અને આદિ ની સામે જોયું
કેમકે જ્યારે પેલી વાર આદિત્ય ને મળી હતી અને નામ કીધું હતું ત્યારે આદિત્ય એ પૂછ્યું હતું અટક નથી તો કેમ કીધી. એ યાદ આવ્યું એટલે પછી બંને હસ્યા.
ત્યાં આદિત્ય બોલ્યો. "આ પ્રોફેશનલ છોકરો છે એટલે એવું બોલ્યો.
"મારું નામ તો ખબર જ હસે" તેજસ બોલ્યો.
"નાં " નિયા બોલી.
"તેજસ પણ પણ બધાં જાડું કેહ છે."
આમ આજે નિયા આદિ અને માનિક નાં ફ્રેન્ડ ને પણ મળી.
આદિ બોલો" ચાલો કંઇક કરીએ. બોટલ ફેરવીએ?"
બધા એ હા પાડી. ત્યાં માનિક બોલ્યો,"એ શું હોય?"
"ટ્રુથ એન્ડ ડેર "નિયા બોલી.
"તને બોવ ખબર "માનિક બોલ્યો.
ચાલો તો. પણ નિયા તો કંઇ બીજું જ વિચારતી હતી.
"નિયા ચાલ મઝા આવશે" આદિ બોલ્યો.
"નાં તમે જાવ. હું જાવ પીજી" શું પીજી જાવ આવવાનું જ છે .
"હા હમણાં ભાભી બોલી ને ગયા નિયા ને કોઈ મૂકી જજો પીજી" નિશાંત બોલ્યો.
"કોણ?" નિયા એ પૂછ્યું.
"તારી ફ્રેન્ડ પર્સિસ" તેજસ બોલ્યો.
"ચાલ હવે તો આવવું જ પડશે " માનિક બોલ્યો.
હજી નિયા ની ઈચ્છા નઈ હતી પણ આદિ બોલ્યો"ફ્રેન્ડ માને છે ને તો ચાલ"
"આમ બ્લેક મેલ નાં કરાય" નિયા બોલી.
પછી બધા canteen જાય છે.
કોનો ફોન આવ્યો હતો તે દિવસ પર જેના લીધે નિયા ખુશ હતી?
શુું નીયા ટ્રુથ એન્ડ ડેર રમશે?
કાલે શું હસે?
નિયા એ ગ્રૂપ નું નામ મન કેમ રાખ્યુ હસે?