મન : સંબંધ મિત્રતા નો - 74 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 24

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 24શિર્ષક:- હાહાકારલેખક:- શ્રી સ...

  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 74




થોડા દિવસ પછી ભાવિન એ ફોન કર્યો નિયા ને. નિયા નોવેલ વાંચતી હતી અને ભાવિન નો ફોન જોઈને એક મસ્ત સ્માઈલ આવી ગઈ એના ફેસ પર.

" હાઈ "

" હાઈ કેમ છે ?"ભાવિન એ પૂછ્યું.

" મસ્ત "

" કોઈ વાર તો યાદ કરી લે મને " ભાવિન બોલ્યો.

" કેમ ?"

" કઈ નઈ "

નિયા એ સાંભળી ને હસવા લાગી.

" મને ખબર છે તને નઈ ગમતું બધા ની જેમ પંચાત કરવી" ભાવિન બોલ્યો.

" વોટ "

" એકાઉન્ટ વેરીફાઈ છે તો તું સેલિબ્રિટી થાય. એટલે તારી પાસે ફોન કરવાનો ટાઈમ ના હોય ને. તારા બધા ફેન ને જવાબ આપવાના હોય " ભાવિન બોલ્યો.

" ખુશ છે કે પછી કઈ બીજું સમજાતું નથી " નિયા એ કહ્યું.

" ખુશ તો છું. તે ફોન કર્યો એના બીજા દિવસ થી " ભાવિન એ કહ્યું.

" વોટ ?"

" કઈ નઈ. આ તો આજે તારા ફેન ની કૉમેન્ટ્સ જોઈ એટલે યાદ આવ્યું કે તને ફોન કરી લવ " ભાવિન બોલ્યો.

" બાકી તું ફોન નઈ કરવાનો હતો ? " નિયા એ પૂછ્યું.

" ના વિચાર તો નઈ હતો ફોન કરવાનો " ભાવિન આજે નિયા ને હેરાન કરવાના મૂડ મા હતો.

નિયા એ હા કહી પછી આજે પહેલી વાત ફોન કર્યો હતો પણ જે રીતે વાત ની શરૂઆત થઈ એ પરથી લાગતું નથી કે પેલી વાર વાત કરતા હોય.

" સારું તો મૂકું ફોન "

" અરે પણ હું મસ્તી કરતો હતો. ખોટું લાગ્યું તને ?"

" હા બોવ જ લાગ્યું "

" વાંધો નહિ. આઈસ ક્રીમ ખાઈ લેજે કાલે "

" આમાં આઈસ ક્રીમ ક્યાં વચ્ચે થી આવ્યો " નિયા બોલી.

" સારું આઈસ ક્રીમ નહિ. પણ કાલે જ તને યાદ કરી હતી"

" કેમ ?"

" પેન કેક ખાવા ગયેલો એટલે " ભાવિન ખુશ થતા બોલ્યો.

" હમ "

" શું થયું ?" ભાવિન એ પૂછ્યું.

" કઈ નઈ " નિયા એ નોર્મલ રીતે કહ્યું.

" તો ખાલી હમ. એક પણ મસાલા વગર " ભાવિન એ કહ્યું.

" મસાલો ? "

" Without એની " બોલતા બોલતા ભાવિન અટકી ગયો.

" શું થયું ?"

" કઈ નઈ. જો આગળ બોલીશ તો તું બ્લોક ના કરી દે તો"

" ના કઈ નઈ કરું "

" કેમ ?"

" અરે ... "

ભાવિન હસતો હતો. નિયા ને થોડો ગુસ્સો આવ્યો પણ એ ગુસ્સો તો કરવાની હતી નઈ.

" શું કરે તું ?"

" કઈ નઈ કૉમેન્ટ્સ જોતી હતી "

" શેની ? "

" આજે પોસ્ટ કર્યુ એની "

" શું પણ ?"

" કઈ નઈ "

" મને ખબર છે #unknown ની કૉમેન્ટ્સ જોતી હસે. રાઈટ ?"

" હા પણ તને કેમની ખબર ?"

" મે હમણાં કૉમેન્ટ્સ જોઇ એટલે મને થયું ફોન કરી લવ "

" ઓકે. પણ મે તો તને લિંક નઈ મોકલી તો પછી તને કેમની ખબર ... " નિયા આગળ બોલે એ પેલા,

" નિયા કોઈ ના ઇન્સ્તા પર લિંક છે ખબર છે તને "

" હા મારા મા જ છે. પણ તું મારા ઈન્સ્તા પર નથી "

" લિંક ઓપન થઈ ગઈ. તારા બધાં રાઝ ખબર પડી જશે હવે" મસ્તી કરતા ભાવિન બોલ્યો.

" હા હા... કઈ પણ "

" ના ... એટલે હા... પણ તું એ તો કહે કોના માટે લખ્યું છે ?"

" શું ?"

" #Unknown "

" એમજ જ માઇન્ડ માં આવ્યું એ લખ્યું છે. બાકી કોઈ ને લાગુ પડતું હોય તો ખબર નઈ " નિયા બોલી.

કેમકે નિયા એ જે વિચારી ને થોડા સમય પહેલા જ #unknown એની પ્રતિલિપિ આઇડી પર પોસ્ટ કર્યું હતું એના થોડા સમય પછી જ એની અને ભાવિન ની મુલાકાત થઈ હતી. અને ભાવિન ને એ લખેલું પણ લાગુ પડતું હતું. બધુ નહિ પણ અમુક અમુક.

" એવું કોણ છે ?"

" છે એક ભાવિન જરીવાલા " નિયા એ કહ્યું.

" હું નઈ ઓળખતો. કોઈ વાર મલાવજે તારા હીરો સાથે " ભાવિન ને લાગ્યું કોઈ બીજો હસે ભાવિન.

" હા પણ પછી તને જલન થસે તો ?" નિયા સાચે માં એનો કોઈ રીયલ હીરો હોય એમ બોલી.

" નઈ થાય "

" સારું તો હું એક લિંક મોકલું છું. વોટ્સ અપ પર. એના પર ક્લિક કરજે એની આઈડી છે ઈન્સ્ટાગ્રામ ની. "

" ઓકે લિંક મોકલ તો. હું પણ જોવ કોણ હીરો છે " ભાવિન ને તો નિયા બોલતી એ પરથી એવું જ લાગ્યુ કે સાચે માં એને કોઈ ગમતું હસે એની આઇડી મોકલશે.

" પણ એની આઇડી લોક છે એટલે તું રિકવેસ્ત મોકલજે તો જ તને એના બધા ફોટા જ જૉવા મળશે " નિયા બોલી.

" બધા ફોટો નઈ જોવા મારે "

" તો પ્રોફાઈલ પિક જોઇ લેજે. મસ્ત છે એક દમ. બરફ આજું બાજુ છે અને વચ્ચે એ ઊભેલો છે. "

" બોવ બધું નોટીસ કરે છે તું તો " ભાવિન ને થોડી જલન થઈ કેમકે નિયા જે પરથી વાત કરતી હતી એ પરથી એને એવું લાગ્યું કે નિયા ની લાઈફ મા કોઈ છે.

" કરવું તો પડે. પણ બોવ નઈ. ખાલી એક જ વાર ઓપન કરી ને જોયું છે "

નિયા એ લિંક મોકલી.
ભાવિન લિંક ઓપન કરતો હતો પણ એના દિલ ની ધડકનો થોડી વધી ગઈ હતી. ભાવિન ને પણ ખબર ના પડી આ થાય છે શું.

ભાવિન એ લિંક ઓપન કરી તો એના જ એકાઉન્ટ ની લિંક હતી. ભાવિન ખુશ થયો પણ કઈ બોલી ના શકયો.

" લિંક જોઈ કે નઈ " ભાવિન કઈ ના બોલ્યો એટલે નિયા એ કહ્યું.

" હા જોઈ "

" તો બોલતી બંધ કેમ થઈ ગઈ. જલન થાય છે કે પછી બીજું કંઈ ? "

" મારી જ આઇડી જોઈ ને કેમ જલન થાવ " ભાવિન ખુશ થતાં બોલ્યો.

" તારી આઇડી છે સાચે ?"

" હા સાચે "

" તો આટલો શોક કેમ્ છે ?" નિયા એ પૂછ્યું.

" મને સાચે માં લાગ્યું તો કોઈ હસે જે તને ગમતો હસે અને એના માટે તે લખ્યું હસે. "

" બીજું કંઈ ?"

" તે હાર્ટ બીટ હાઈ કરી દીધી મારી સાચે માં " ભાવિન એ કહ્યું. એ એટલો ખુશ હતો કે જેની કોઈ હદ નહિ.

" તો જીવે છે કેમનો ? એટેક નઈ આવ્યો ને "

" ના હવે આમ ના બોલ. હજી જીવવાનું છે મારે "

" કેટલું ?" નિયા એ પૂછ્યું.

" આમ કોણ પૂછે ?"

" નિયા સુરતી "

" પણ હવે તો નિયા સુરતી જરીવાલા થઈ જસે ને ?" ભાવિન એ પૂછ્યું.

" ખબર નઈ "

" સાચે ?"

" હા. "

" ઓકે. થોડું વધારે પૂછી લીધું "

નિયા ચુપ રહી.

" શું થયું ?"

" કઈ નઈ "

" તો ચુપ કેમ છે ?"

" ના હું કંઇ ચુપ નથી "

" સાચે " ભાવિન ને લાગતું હતું કે નિયા ચુપ થઈ ગઈ અચાનક એટલે કઈક તો થયું જ હસે એને.

" હા "

" ચોકોલેટ ના સમ ?"

" વોટ " નિયા એના વિચારો માથી બહાર આવી.

" ચોકોલેટ ના સમ ખાઈ ને બોલ કઈ નઈ થયું " ભાવિન ને ખબર હતી નિયા ચોકોલેટ લવર હતી એટલે એના સમ તો જૂઠા નઈ ખાય.

" ના એ નઈ "

" કેમ ?"

" કઈ નઈ સૂઈ જા. ગુડ નાઈટ " નિયા નો અવાજ અચાનક જ બદલાઈ ગયો.

" નિયા "

" હમ "

" શું થયું ?" ભાવિન એ પૂછ્યું.

" કઈ નઈ "

" બોલી દે સાચું હું કોઈ ને નઈ કહેવા "

" ના એવી કોઈ વાત નથી "

" તો તું અચાનક ચુપ કેમ થઈ ગઈ . કઈ વાત યાદ આવી ગઈ ?"

" હમ "

" શું ? હું ફોર્સ તો ના કરી શકું " ભાવિન આગળ બોલે એ પેલા નિયા બોલી.

" દાદી. મારા દાદી ને મારા કરતાં પણ વધારે રાહ હતી મારાં હીરો ને મળવાની. મીનિયન ને જોઈ ને એ વાત યાદ આવી ગઈ. "

" ઓહ્ અચ્છા. એટલે એ મિનિયન તારા દાદી એ આપ્યું છે ?"

" હા "

" યુગ એ કહ્યું હતું. મીનિયન નું. મને એમ કે કોઈ ફ્રેન્ડ એ આપ્યું હસે "

નિયા ના ફેસ પર એક મસ્ત સ્માઈલ આવી ગઈ.

" બોવ સ્માઈલ ના કર. કોઈ નું દિલ આવી જસે " નિયા ના અવાજ પર થી જ ભાવિન એ અંદાજો લગાવી લીધો કે નિયા સ્માઈલ કરે છે.

" હું કઈ હસતી નથી "

" બરાબર. હું જ હસતો હતો નઈ " ભાવિન મસ્તી માં બોલ્યો.

" તને ખબર મને ક્યાં થી ખબર હોય. "

" ઓહ્ અચ્છા "

" હમ "

" તું પહેલે થી જ આવી છે કે પછી હમણાં થી ?" ભાવિન એ પૂછ્યું.

" કહેવા શું માંગે છે તું ?"

" આટલી હોટ કેમ્ છે પણ તું ?"

" વોટ " ગુસ્સા માં બોલી નિયા.

" ગુસ્સો કેમ આવે છે તને ? ગરમ કેમ થાય છે આટલી એમ " ભાવિન એ કહ્યું.

" કઈ ગુસ્સો નઈ આવતો "

" સારું "

" ઓકે "

" ઓકે તો કાલે મળીયે "

" કેમ ? કાલે કઈ છે " નિયા એ પૂછ્યું.

" ના કાલે વાત કરીએ એમ "

" ઓહ્ નો " નિયા બોલી ગઈ.

" શું થયું ? "

" ના કઈ નઈ. ઓકે "

" કઈ સમજ પડે એમ બોલ ને યાર " ભાવિન એ કહ્યું.

" એટલે તું દરરોજ ફોન કરશે એટલે મે ઓહ્ નો કીધું. "

" એટલે ખુશ થઈ ને કે પછી... "

" તું કેમ સમજે નઈ " નિયા નોર્મલી જે રીતે બોલતી હોય છે એમ બોલ.

" તો તું સમજાવી દે "

" વેરી ફની "

" સાચે માં કહું છું તો કે વેરી ફની. " ભાવિન સિરિયસ થતા બોલ્યો.

નિયા શું જવાબ આપવો એ વિચારતી હતી.

ત્યાં ભાવિન બોલ્યો,

" તું ફ્રી ક્યારે હોય ?"

" કેમ મળવા આવવાનો છે તું ? " નિયા બોલી.

આ છોકરી સવાલ નો જવાબ નઈ સવાલ નો સવાલ કરે છે. ભાવિન મન માં બોલ્યો .

" ના "

" તો "

" હું ફોન કરી શકું ને એમ " ભાવિન એ કહ્યું.

" રાતે નવ પછી દસ પહેલા " નિયા બોલી.

" તું દસ વાગે સૂઈ જાય છે ?" ભાવિક શોક થતા બોલ્યો.

" હા "

" સાચે ?"

" ના. કોઈ વાર બાર પણ વાગી જાય અને કોઈ વાર બે "

" ઓહ્ અચ્છા. તો મારે જગાડવી હોય તો "

" ટ્રાય કરી જોજે જાગી જાવ તો " નિયા મસ્તી માં બોલી.

" સારું. ગુડ નાઈટ "

" હા "

" ડોન્ટ વરી. કાલે ફોન નઈ કરું " ભાવિન હસતા હસતા બોલ્યો.

" કેમ ?" નિયા જાણે એના ફોન ની રાહ જોવાની હોય એમ બોલી.

" દરરોજ ફોન કરવાનો મને નઈ ગમતો "

" સેમ ટુ યુ "

" સાચે ?"

" હા મને દરરોજ ફોન કરવાનો. શું કરે છે ? ખાધું કે નઈ ? આ કર્યું કે નઈ. એ બધું પૂછવાનું મને નઈ ગમતું. "

" સેમ નિયા. મને પણ એ ખાલી ટાઈમ પાસ જેવું લાગે છે."

" સરસ "

" પણ એક વાત કહું ?"

" બોલ "

" પેલું પાછું બોલ તો "

" શું ?"

" શું કરે છે ? ખાધું કે નઈ ? આ કર્યું કે નઈ. એ વાળી લાઈન " ભાવિન એ કહ્યું.

" કેમ ? "

" મસ્ત રીતે બોલી છે. મઝા આવી ગઈ. રેડિયો માં ચાલે એમ છે તું.

હાઈ આઇ એમ નિયા
પછી કહેજે આ લવ નો ફંડા મને સમજ મા નઈ આવતો યાર...

આ શું દરરોજ નું
શું કરે છે ? ખાધું કે નઈ ? આ કર્યું કે નઈ " ભાવિન એ રીતે બોલતો હતો કે જાણે કોઈ ને મસ્તી મા કહેતો હતો.

નિયા ને આ સાંભળી ને એટલું હસું આવતું હતું કે એ રોકી ના શકી.

" અબે તું તો જોરદાર બોલે છે "

પણ નિયા નો હસવાનો અવાજ સાંભળી ને એના મમ્મી એ કહ્યું

" પાગલ થઇ ગઇ છે તું ? એકલી એકલી કેમ આટલું જોર મા હસે છે ?"

" કઈ નઈ મમ્મી તમે સૂઈ જાવ. જોક્સ સંભાળ્યો એટલે "

" સારું સૂઈ જા "

નિયા એ દરવાજો બંધ કર્યો પણ ભાવિન નું હજી હસવાનું ચાલું હતું.

" બાકી જોરદાર બોલ્યો. રેકોર્ડ કરી લેવાનું હતું " નિયા હસવાનું રોકતા બોલી.

" હા મારે પણ તારું રેકોર્ડ કરવાનું હતું. પણ કઈ નઈ લાઈવ માં સાંભળી લઈશ " ભાવિન એ રીતે બોલ્યો કે થોડા દિવસ માં એ નિયા ને મળવાનો હોય.

" તું સુરત આવે છે ?" નિયા એ ખુશ થતા પૂછ્યું.

" ના આવવાનો હોઈશ ત્યારે કહેવા તને "

" ઓકે "

" આરજે નિયા તમારો અવાજ રીયલ માં સાંભળવાનો મોકો ક્યારે મળશે ?" ભાવિન એ મસ્તી મા પૂછ્યું.

" આ શું આરજે ?"

" રેડિયો માં કામ કરે એને આરજે કહેવાય ને એ "

" તો એના માટે સુરત આવવું પડશે " નિયા એ કહ્યું.

" આવીશ જલ્દી " ભાવિન બોલ્યો પણ નિયા કઈ ના બોલી એટલે ,

" નેક્સ્ટ વીક ફરવા જવા છું. આવવું છે ?" ભાવિન એ પૂછ્યું.

" હમણાં તો જઈ ને આવ્યો ને તું મેઘાલય ?"

" હમણાં ક્યાં. મહિનો થવા આવ્યો. એટલું દૂર નઈ જવાનો. ખાલી બે દિવસ. લાવાસા "

" ફરી આવ તો "

" હા તે જોયું છે ?"

" યેસ "

" ગ્રેટ "

" ફ્રેન્ડ સાથે ગયેલી " નિયા એ કહ્યું.

" ગુડ "

" તું એકલો જાય છે ?"

" ના. નીરવ અને બીજા ફ્રેન્ડ "

" ઓકે "

નિયા ને એ પણ નઈ ખબર હતી નીરવ કોણ છે. પણ એને કઈ પૂછ્યું નહિ.

" ઈન્સ્ટાગ્રામ પર રેકવેસ્ત એક્સેપટ કરજે "

" વિચારીશ "

" સારું. ગુડ નાઈટ "

" ગુડ નાઈટ "

આજે પહેલી વખત વાત કરી હતી એમની નક્કી થયા પછી પણ એ બંને ની વાત સાંભળી ને લાગતું નઈ હતું કે લોકો પહેલી વાર વાત કરતા હોય.

ભાવિન ખુશ હતો એટલી જ નિયા પણ ખુશ હતી. પણ બંને ની એક વાત સરખી હતી કે એ લોકો ખુશી બહાર બધા ની જેમ જાહેર નઈ કરતા હતા. ના કે એક બીજા ને મળ્યા પછી એમની લાઈફ મા કઈ ચેન્જ કર્યા હતા.

બંને એ લોકો મળ્યા એ પહેલાં જેમ બિન્દાસ જીવતા એમ જ જીવતા હા અમુક વાર એમની વોટ્સ એપ પર વાત થઈ જતી. પણ હજી સુધી ખાલી એક જ વાર એમની ફોન પર વાત થઈ હતી.

થોડા દિવસ પછી

આજે ભાવિન એ બોવ ટાઈમ પછી અને આમ તો બીજી વાર જ નિયા ને કૉલ કર્યો હતો.

નિયા અને ભાવિન વાત કરતા હતા ત્યારે ભાવિન એ અચાનક પૂછ્યું.
" તને કોઈ દિવસ તો એવું નઈ લાગતું કે હું દરરોજ ફોન કરું તને "

" વોટ ?"

" બધા માં વોટ વોટ ના કર યાર " ભાવિન એ કહ્યું.

" કેમ ?"

" કઈ નઈ " ભાવિન એ કહ્યું.

" ના બોલ ને "

" ના "

" હવે મારે પણ નઈ બોલવું " નિયા એ કહ્યું.

" કેમ ? બોલતાં નઈ આવડતું ?" ભાવિન એ મસ્તી મા પૂછ્યું .

" ના "

" કઈ નઈ. લખતા તો સારું આવડે છે ને તને તો મેસેજ કરી દેજે "

" નઈ કરીશ હું ... "

" શું નઈ કરે ? બોલ તો " ભાવિન મસ્તી 😛 માં બોલ્યો.

" મેસેજ નઈ કરીશ. ફોન નઈ કરીશ " નિયા બોલી.

" ઓહ્ તો તું વિડિયો કૉલ કરીશ એમ ને. સારું વાંધો નહિ"

" ભાવિન.... " નિયા જોર થી બોલી.

" આટલું જોર થી મારું નામ ના બોલ. આંટી આવી ને પૂછશે પછી શું થયું નિયા. અને પછી નિયા કહેશે કઈ નઈ મમ્મી " ભાવિન નિયા ને હેરાન કરતા બોલ્યો.

" બોવ સારું "

" હજી જોર મા બોલ ને એક વાર " ભાવિન બોલ્યો.

" શું ?"

" મારુ નામ "

" ના નઈ બોલવું મારે "

" સારું જ્યારે મળીયે ત્યારે બોલી દેજે " ભાવિન એ કહ્યું.

" હમ "

" ત્યારે તો બોલતી બંધ થઈ જશે ને તારી ?" ભાવિન એ પૂછ્યું.

" હમ.. ખબર નઈ "

" કેમ એવું ?" ભાવિન એ પૂછ્યું.

" તને બોલવાનો મોકો આપવો પડે ને ?" નિયા એ સામે ભાવિન ને સવાલ કર્યો.

" ઓહ્ એવું તો પછી મારું નામ કેમ ખડુસ રાખ્યું છે "

" મે કયારે કીધું એવું કઈ "

" તે નઈ કીધું પણ મને ખબર છે "

" કઈ પણ બોલે છે તું " નિયા બોલી.

" ના રિયા એ કહ્યું હતું મને "

" આ રિયા પણ છે ને " નિયા મન માં બોલવાની હતી પણ થોડું જોર મા બોલી ગઈ.

" શું થયું ?"

" કંઈ નઇ " નિયા બનાવતી ગુસ્સા માં બોલી.

" ઓકે"

" રિયા એ બીજું શું કીધું છે મારું ?"

" ના કઈ નઈ કીધું "

" સાચું બોલ " નિયા એ પૂછ્યું.

" હા મે એને કંઈ પૂછ્યું જ નથી "

" હા નઈ તારી પાસે ટાઈમ ના હોય ને " નિયા ભાવિન ને મસ્તી માં બોલી.

" પોતાની પાસે બોવ હોય એમ બોલે છે "

" હા તો તારા કરતાં વધારે જ છે " નિયા બોલી.

" હા તો કાલે બાર વાગ્યે ફોન કરીશ રાતે "

" કેમ ?"

" મારી મરજી "

" ઓ મિસ્ટર ... " નિયા બોલતા બોલતા અટકી ગઈ.

" શું ?"

" કઈ નઈ "

" ના બોલ ને પણ " ભાવિન નિયા ને હેરાન કરતા બોલ્યો.

" કઈ નઈ "

" મને એવું લાગે છે તને આ કઈ નઈ બોલવાનું બોવ ગમતું છે"

" એ બસ... " નિયા બોલી.

" શું કઈ નઈ ?" ભાવિન હેરાન કરતા બોલ્યો.

" ભાવિન " નિયા ચિડાઈ ને બોલી.

" હા મને ખબર પડી ગઈ તને મારું નામ બોવ ગમે છે પણ તું આમ બોલ્યા ના કર "

" મને બોવ નીંદ આવે છે ગુડ નાઈટ " નિયા એ કહ્યું.

" સારું સારું હું કઇ નઈ બોલીશ નહિ "

"પાક્કું ને ?" નિયા એ થોડું સિરિયસ થઈ ને પૂછ્યું.

" હા " ભાવિન આગળ બોલે એ પહેલા એણે કીધું,

" એક મિનિટ સેમ નો ફોન આવે છે કોનફ્રેન્સ કૉલ કરીએ ?"

" કોણ સેમ ?" નિયા ને ખબર નઈ હતી ભાવિન કોની વાત કરે છે.

" ઓહ સોરી મે તો કહ્યું જ નઈ તને "

" શું પણ ?"

" મારી ફ્રેન્ડ છે મતલબ કે બેસ્ટ ફ્રેન્ડ "

" ઓહ અચ્છા " નિયા એ કહ્યું.

ભાવિન એનું અને સેમ ની દોસ્તી નું કહેતો હતો ત્યારે નિયા ને આદિ ની યાદ આવી ગઈ. કેમકે એમની ફ્રેન્ડ શિપ પણ એવી જ હતી.

" નિયા ?" ભાવિન એ બે વાર કહ્યું પણ નિયા નું ધ્યાન કઈક બીજી જ દુનિયા માં જતું રહ્યું હતું.

પાંચ મિનિટ પછી પણ નિયા એ કઈ જવાબ ના આપ્યો એટલે ભાવિન એ ફોન કટ કરી ને પાછો કર્યો.

" હા બોલ " નિયા ફોન ઉપાડતાં બોલી.

" ક્યાં ખોવાઈ ગયેલા મેડમ ?"

" કઈ નઈ " પણ નિયા નો અવાજ પહેલા કરતા ધીમો થઈ ગયો હતો.

શું થયું હસે નિયા ને ?

નિયા ક્યાં વિચારો મા ખોવાઈ ગઈ હસે અચાનક ?