મન : સંબંધ મિત્રતા નો - 8 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 8

નિયા હજી સૂતી હતી ત્યાં માનિક નો ફોન આવ્યો.

"હા બોલ કંઇ કામ હતું" નિયા નીંદ માં બોલી.

"કેમ એમનેમ ફોન ના કરાય" માનિક બોલ્યો.

"ઓકે પણ ટાઈમ જોઈ ને ફોન કરાય."

"ઓકે. આ કાર્ડ નું એકાઉન્ટ બનાવ્યું ને તે એ વેસ્ટ ઓફ ટાઈમ નઈ લાગતું"

"કેમ "

"કોણ આવું સાચવે. થોડા ટાઈમ માં તો ફાડી ને ફેંકી દે "

"હા સારું. બીજું કંઈ " નિયા બોલી.

"નાં "

"ઓકે બાય" નિયા કંઇ બોલે એ પેહલા ફોન મૂકી દીધો.

નિયા એ વિચાર્યું. હું માનિક ને કાર્ડ આપું એમ પણ એનો બર્થડે આવે છે ને તો. પછી ખબર પડી જશે એ સાચવે છે કે નહિ એની.


10 વાગે

"નિયા શું કર્યું તે ? હું તો ત્યાં કંટાળી ગઈ હતી." પર્સિસ આવતા ની સાથે બોલી.

"કાર્ડ બનાવ્યું. નોવેલ અને મૂવી"

"વાહ. મારું કાર્ડ બની ગયું." પર્સિસ કાર્ડ જોતા બોલી.

"હા"


થોડી વાર પછી

"લે નિયા તારી પેલી કમાઈ" પર્સિસ રૂપીસ આપતા બોલી.

"Thank you"

"નિયા ગ્રૂપ માં મેસેજ જોયો. નેકસ્ટ વિક Freshers પાર્ટી છે." પર્સિસ બોલી.

"ઓહ"

"ઓહ નઈ આ ટાઈમ મસ્ત રેડી થઈ ને ફોટો પડાવવા છે. મઝા આવશે."

"હમ"

"લે તને તો કંઇ ખુશી ના થઈ " પર્સિસ બોલી.

"હજી નેક્સટ વિક છે તું આજે હોય એમ કરે છે." નિયા બોલી.

"હા આ ટાઈમ તારે વનપિસ પેહરવાનું છે." પર્સિસ બોલી.

"કંઇ ખુશી માં ?"

"પાર્ટી છે. અને મેં તને હજી એમાં જોઈ નથી એટલે."

"ઓહ. મે કઈ નઈ પેહરવાની"

"કેમ" પર્સિસ એ પૂછ્યું.

"આપડા કોલેજ માં કેવાં છે અમુક ખબર છે ને? કોઈ દિવસ છોકરી ને જોઈ નાં હોય એમ જોવે?" નિયા બોલી.

"તો?"

" શું તો ? મને નઈ ગમતું. અને મમ્મી પપ્પા ને પણ નઈ ગમતું."

"એટલે તું બધું એ લોકો કેહ એમ કરશે? તો તારી લાઈફ ક્યારે જીવસે. એ લોકો તો બોલ્યા કરે. બોવ ધ્યાન માં નઈ લેવાનું"

"ઓકે"


થોડી વાર પછી નક્ષ નો ફોન આવે છે.

"નિયા તને ડાન્સ આવડે છે તો ડાન્સ પરફોર્મન્સ કર ને કોલેજ માં"

"નાં યાર મને બોવ બીક લાગે"

"પ્લીઝ એક વાર ટ્રાય કર. બીક દૂર થઈ જશે."

"હા નક્ષ તને શીખવાડી દેજે." ભૌમિક બોલ્યો.

"ઓહ તમે બંને કોન્ફરન્સ પર છો." નિયા બોલી.

"હા, નિયા can you dance with my best friend?" ભૌમિક બોલ્યો.

"પણ યાર" નિયા કંઇ બોલે એ પેહલા જ

"હા નિયા તું કરી શકે છે. કાલે કોલેજ પછી મળીયે. બાય" નક્ષ બોલ્યો.

"ઓય ક્યારે આવવાના" નિયા બોલી.

"કાલે સવારે? કેમ કઈ કામ છે?" ભૌમિક એ પૂછ્યું.

"હા મારા ઘરે થી નાસ્તો લાવવાનો હતો?" નિયા થોડી ડરતા ડરતા બોલી.

"અરે પાગલ ડરે છે કેમ એડ્રેસ અને નંબર મોકલ હું લઇ આવ જઈ ને" ભૌમિક બોલ્યો.

"ઓકે બાય"

નિયા ફોન મૂકી ને વિચારતી હતી.
ડાન્સ જાન છે મારી પણ મમ્મી પપ્પા?
હજી એ એજ વિચારતી હતી.


રાતે જમી ને નિયા અને પર્સિસ કરતાં હતાં. નિયા નાં ફોન માં રિંગ વાગતી હતી પણ ધ્યાન નઈ હતું. એ બંને એમની
મસ્તી માં જ મસ્ત હતા. ત્યાં પર્સિસ બોલી,

"નિયા ફોન આવે છે જો"

"હા મમ્મી બોલો" નિયા ફોન ઉપાડતાં બોલી.

"મમ્મી જ યાદ આવે પપ્પા નઈ."

"નાં પપ્પા તમે યાદ આવો જ છો."

"ખબર છે બેટા. ભૌમિક નાસ્તો લઇ ગયો છે. ઘરે આવ્યો હતો. બેટા તું એને કેમની ઓળખે?" નિયા નાં પપ્પા એ પૂછ્યું.

"પપ્પા કીધું હતું ને તમને ટ્રેન માં મળ્યો હતો એનો ફ્રેન્ડ અને senior છે. "

"હા પણ બીજી રીતે ઓળખે છે?"

" એટલે?" નિયા એ પૂછ્યું.

" યાદ છે આપડે ફેમિલી ફંકશન માં પેલા છોકરા એ સોંગ ગાયું હતું. તે પૂછ્યું હતું આવું કોણ છે? પેલી વાર જોયો?"

"હા મસ્ત અવાજ હતી એની" નિયા બોલી.

"હા એજ . પ્રિયાંક ભાઈ નો છોકરો છે એ"

"ઓહ પ્રિયાંક કાકા. પેલા પરમાર શુઝ વાળા."

"હા એજ. પરમાર હાઉસ વાળા. ઓળખે છે ને?"

"હા એમની છોકરી ડોક્ટર નું ભણે છે. એ છે કોન્ટેક્ટ માં."

"હા . ભૌમિક એનો ભાઈ છે." નિયા નાં પપ્પા બોલ્યા.

"હે... શું??? " નિયા બોલી.

"હા બેટા. ભૌમિક આવ્યો ત્યારે લાગ્યું કઈ જોયેલો છે. પછી એને પૂછ્યું તારા પપ્પા શું કરે છે? ત્યારે એને કીધું પરમાર શૂઝ છે એમનું. એટલે પછી વાત માથી વાત નીકળી એટલે ખબર પડી આ તો પ્રિયાંક ભાઈ નો છોકરો છે. "

"Omg" નિયા બોલી.

"શું થયું સોના " નિયા નાં પપ્પા બોલ્યા.

" એ ફ્રેન્ડ છે મારો એટલે. "

"હા કીધું એને મને. સારો છોકરો છે. સારું તને હેલ્પ કરે એવો છે. "

"હા બોવ સારો. પપ્પા કોલેજ માં Freshers પાર્ટી છે તો ડાન્સ માં..." હજી નિયા બોલે એ પેલા

"હા કરજે ને પણ. રેશમા કેહતી હતી. જાનું ની સગાઈ માં કંઇ ડાન્સ નું." નિયા નાં પપ્પા બોલ્યા.

"હા પણ હજી કંઇ નક્કી નઈ."

"કરજે. રેશમા ને ગમશે. કોલેજ માં પણ કરજે. પણ ધ્યાન રાખજે તારું."

"હા પપ્પા"

"સારું બેટા. સૂઈ જા હવે મૂકું." નિયા નાં પપ્પા બોલ્યા.


નિયા વિચારતી હતી પપ્પા કેમ આજે આટલા ખુશ હતા. અને ડાન્સ કરવાની પણ કીધાં વગર હા પાડી દીધી.

પછી નિયા એ એની ડાયરી માં લખ્યું પછી સૂઈ ગઈ.


બીજે દિવસે કોલેજ પત્યા પછી

"નિયા કેમ નાં આવી હજી" ભૌમિક બોલ્યો.

"હા એજ ને"

ત્યાં જ નિયા એ ક્લાસ માં ગઈ જ્યાં આ બે હતા.

"નામ દિયા ઓર સેતાન હાજીર" નક્ષ બોલ્યો.

"હા હું સેતાન અને તમે ?" નિયા બોલી.

"ઓહ તમે. આટલી બધી રેસ્પેક્ટ નાં આપ." ભૌમિક બોલ્યો.

પછી સોંગ અને ડાન્સ નક્કી કરી ને એ લોકો એ પ્રેક્ટિસ સ્ટાર્ટ કરી. ભૌમિક ત્યાં શાંતિ થી બેસી ને જોતો હતો.

એક કલાક પછી,
"નિયા તને થાક નઈ લાગ્યો?" નક્ષ પરસેવો લૂછતાં બોલ્યો.

"નાં "

"નક્ષ તને તો રેલા ઉતરી ગયા" ભૌમિક બોલ્યો.

"હા ભાઈ આને તો કેટલું જલ્દી આવડી ગયું. "

"ભાઈ હારી ગયો બોવ જલ્દી " ભૌમિક બોલ્યો.

"બસ લાસ્ટ ટાઈમ પ્રેક્ટિસ કરી લઈએ. તું વિડિયો ઉતાર એટલે કોઈ ગલતી હોય તો ખબર પડે." નક્ષ બોલ્યો.

બંને પ્રેક્ટિસ કરતા હતા અને ભૌમિક વિડિયો ઉતરતો હતો ત્યાં એ ક્લાસ માં કોઈ બે છોકરા અંદર આવ્યા પણ નિયા નું તો ધ્યાન ડાન્સ માં જ હતું. નક્ષ બોલ્યો, આવો ભાઈ. સોંગ પત્યું ને પ્રેક્ટિસ પણ.

"નિયા મસ્ત ડાન્સ કરે છે તું તો." નિશાંત બોલ્યો.

"હા મને તો ખબર નઈ હતી આપડા ક્લાસ ની છોકરી dancer પણ છે એ" તેજસ બોલ્યો.

"તમે લોકો અહીંયા?" નિયા બોલી.

"હા આની પ્રેક્ટિસ ચાલતી હતી. સોંગ ગાવાનો છે એની" નિશાંત બોલ્યો.

"ઓહ ક્યું સોંગ"

" ઈસ્ક વાલા લવ" ભૌમિક બોલ્યો.

"નાં હવે એ નઈ" તેજસ બોલ્યો.

"મસ્ત ડાન્સ હતો નિયા બાકી. ક્લાસ નાં ગ્રૂપ માં મેસેજ કરવો પડશે. રેડી ફોર પાર્ટી." નિશાંત બોલ્યો.

"Dancer છે, writter પણ છે" ભૌમિક બોલ્યો.

"ઓહ હા સાચી વાત ભાઈ " નક્ષ બોલ્યો.

"નિયા તો લાસ્ટ ટાઈમ ક્લાસ માં પૂછવા આવ્યા હતા ડાન્સ નું તો કેમ નાં તે કીધું નઈ હતું."

"હું કોઈ ને ઓળખતી નઈ હતી તો કેમનું કરું. અને..." હજી આગળ બોલે એ પેલા નક્ષ બોલ્યો,

" આ ટાઈમ પણ પરાણે હા પાડી છે."

"હા ચાલો મને ભૂખ લાગી છે" ભૌમિક બોલ્યો.

"હા મને પણ" તેજસ અને નિશાંત બંને બોલ્યા.

"ચાલો canteen"

બધા canteen માં બેસી ને વાત કરતા હતા. ત્યાં નાસ્તો આવી ગયો અને નિયા ની Tropicana પણ.

"તને ભૂખ નઈ લાગી" નક્ષ એ પૂછ્યું.

"નાં"

"માણસ છે ને મને અડધી કલાક માં તો રેલા આવી ગયેલા. " નક્ષ બોલ્યો.

" હું દરરોજ સવાર માં stretching કરું છું. એટલે"

"સાચે? આટલી પાતળી છે ને કેમ?" નક્ષ બોલ્યો.

"તારા જેવા હેરાન કરે ને તો મારવા ચાલે ને એટલે."

"કરાટે આવડે છે? " ભૌમિક બોલ્યો.

"હા"

એ ચાર જણ એવી રીતે જોતાં હતાં કે પેલી વાર સાંભળતા હોય એમ.

"આમ શું જોવો છો." નિયા બોલી.

"કંઇ નઈ . મારતી નહિ અમને " તેજસ બોલ્યો.

બસ આમ એ લોકો ત્યાં બેસી ને વાત કરતાં હતા ત્યારે નિશાંત બોલ્યો.

"નિયા એક વાત કહીશ."

"હા બોલ ને "

"તું ક્લાસ માં કેમ બોવ ઓછું બોલે છે. ડાન્સ મસ્ત આવડે છે તો લાસ્ટ ટાઇમ compitation હતી એમાં કેમ પાર્ટ નાં લીધો. અને આ બંને તારા ફ્રેન્ડ છે તો પછી કેમ કોઈ દિવસ નાં કીધું." નિશાંત બોલ્યો.


5 મિનિટ સુધી એક દમ શાંતિ હતી કોઈ કંઇ નાં બોલ્યું.
"હવે આનો જવાબ નિયા જ આપશે" નક્ષ બોલ્યો.



શું નિયા Freshers party માં ડાન્સ કરશે?

કેમ નિયા કોઈ ને કીધું નઈ હોય કે ભૌમિક અને નક્ષ એના ફ્રેન્ડ છે?

લાસ્ટ ટાઈમ નિયા એ પાર્ટ કેમ નઈ લીધો હોય?