મન : સંબંધ મિત્રતા નો - 7 Siddhi Mistry દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 163

    ભાગવત રહસ્ય- ૧૬૩   ઘરમાં કોઈ મોટો મહેમાન આવ્યો હોય તો –તેની...

  • રેડ સુરત - 5

    2024, મે 18, પીપલોદ, સુરત સાંજના 07:00 કલાકે પીપલોદના કારગિલ...

  • ફરે તે ફરફરે - 60

    ફરે તે ફરફરે - ૬૦   વહેલી સવારે  અલરોસાની હોટેલમા...

  • સોલમેટસ - 5

    આગળના ભાગમાં તમે જોયું કે રુશી આરવને અદિતિની ડાયરી આપે છે. એ...

  • આ મોબાઇલે તો ભારે કરી!

         જેના વગર આપણો દિવસ પૂરો નથી થતો અને જે આપણી આંખોથી થોડો...

શ્રેણી
શેયર કરો

મન : સંબંધ મિત્રતા નો - 7

"તમે મને યાદ કર્યા આજે સૂરજ કંઇ બાજુ ઊગ્યો હતો" નિયા ફોન ઉપાડતાં જ બોલી.

"સોના વિડિયો કૉલ કરીએ પ્લીઝ આજે નાં નઈ કહેતી. નેટ ઓન કર."

નિયા નેટ ઓન કરી ને બેસી હતી.

"સોના કેમ છે? અમારી યાદ આવે છે તને કોઈ વાર?"

"જાનું દી યાદ તો આવે છે પણ ભૂલી જાવ ફોન કરવાની" નિયા બોલી.

"અરે સોના બેટા કેમ છે? ક્યારે આવે છે ઘરે"

"મઝા માં છું ફોઈ. તમે કેમ છો. હવે તો આવીશ ને સગાઈ માં"

"હા જલ્દી આવજે. ધ્યાન રાખજે તારું "

"સોના તારા ગાલ ખેંચવાનું મન થયું છે. જો કેટલા મસ્ત થયા છે રસગુલ્લા જેવા." ખુશી બોલી.

"તું મારી સોના ને નજર નાં લગાવીશ. " જાનવી બોલી.

" હા બોવ સારું સોના ની બોવ ચિંતા એ બધું મુકો હવે. સગાઈ જો પ્લાન કરો." ખુશી વાત બદલતા બોલી.

"શું પ્લાન. Congratulations જાનું" નિયા બોલી.

"ડાન્સ કરવાનો છે ને?" ખુશી બોલી.

ડાન્સ સંભાળી ને જ નિયા ની સ્માઈલ ગાયબ થઈ ગઈ. થોડી ટેન્સેન માં આવી ગઈ.

"શું થયું સોના?" જાનવી બોલી.

"કંઇ નઈ દી"

"નિયા ડાન્સ નાં લીધે ને " જાનવી બોલી.

"હા દીદી"

"સોના આ ક્યાં બાર સ્ટેજ પર કરવાનો છે અને બધા ફેમિલી વાળા તો હસે. તો કેમ?" ખુશી બોલી.

"પણ પપ્પા" નિયા બોલી.

"મામા મામી કંઇ નહિ કે ચિંતા નાં કર." જાનવી બોલી.

"સારું"

"સોના તું ક્યારે આવશે 2 દિવસ પેલા તો આવવું જ પડશે તારે." ખુશી બોલી.

"હા આવી જવા મારી માં. બીજું કંઈ "

"નાં બેટા" ખુશી હસતા હસતા બોલી.

બસ આમ થોડી વાર સુધી એ લોકો ની મસ્તી અને પ્લાનિંગ ચાલે છે સગાઈ ની. પછી એ બંને નિયા ને ગુડ નાઈટ કંઇ ને ફોન મૂકે છે.

નિયા બહાર થી તો બોવ ખુશ હતી પણ અંદર થી કંઇ છુપાવવી હતી. પણ શું?

નિયા ને સૂવાની ટ્રાય કરી પણ નીંદ નઈ આવતી હતી એને એની બુક ખોલી ને લખવાનું શરૂ કર્યું.

"ભગવાન બધા કેહ છે તમે બધા નાં પ્રોબ્લેમ દૂર કરો છો. તો પછી મારી સાથે જ આવું કેમ થાય છે.

હા હું ખુશ છું પણ મને જે ગમે છે એ કેમ કરવા નઈ મળતું."

બસ નિયા એ આમ લખવાનું સ્ટાર્ટ કર્યું.

નિયા ડાન્સ માટે પાગલ હતી. એની જાન ડાન્સ હતી એમ બોલો તો પણ ચાલે. નિયા નાં મમ્મી પપ્પા ને ડાન્સ થી નફરત હતી. એ નિયા ને એવું જ કહેતા,

"બેટા તું ભણવામાં ધ્યાન આપ. આ માં તારું ભવિષ્ય છે. ડાન્સ માં કંઇ નઈ થવાનું. "

નિયા અમુક વાર કંટાળી જતી આ બધું સંભાળી ને. પણ એ કંઇ બોલતી નહિ કેમકે એ એનાં મમ્મી પપ્પા ની એક ની એક હતી.

પણ નિયા એના દાદી ને બધું કેહતી. દાદી ને ખબર હતી નિયા ને શું ગમે છે. પણ એ કંઇ નાં કરી શકતા.

નિયા નાં મમ્મી પપ્પા ને છોકરી સ્ટેજ પર ડાન્સ કરે એ નઈ ગમતું હતું. નિયા લખતી એ પણ નાં ગમતું. નિયા ને કેટલી વાર બોલતા, "તું આમાં કેમ ટાઈમ બગાડે છે આમાં કંઈ નઈ થવાનું તારું."

એના મમ્મી પપ્પા ની ખુશી માટે નિયા એ એના બધા સપનાં છોડી દીધા હતા. નિયા ને ભણવાનું ગમતું પણ એની સાથે એને બીજું કંઈ કરવું હતું.

નિયા અમુક વાર ગુસ્સે થઈ જતી જ્યારે એના મમ્મી એને કેતા આટલા જ માર્ક્સ આવ્યા. ભણે છે કે ટાઇમપાસ કરે છે. નિયા આમ કશું ધ્યાન માં નાં લેતી પણ અમુક વાર એનાં થી સહન નાં થતું.

ખુશી અને જાનવી નિયા નાં ફોઈ ની છોકરી. નિયા ને બોવ સપોર્ટ કરતા એ લોકો. અને રેશમા ફોઈ પણ નિયા ને એમની છોકરી હોય એવી જ રીતે સાચવતાં.

નિયા લખતાં લખતાં સૂઈ ગઈ.

બીજે દિવસે સવારે,

નિયા 8 વાગ્યા હસે ત્યાં તો ઊઠી ગઈ. ફ્રેશ થઈ ને એનું બોર્નવિટા અને નાસ્તો કરી ને સોંગ સાંભળતી હતી.
ત્યાં ફોન આવ્યો.


માનિક બોલ્યો, "આજે રજા છે તો મૂવી જોવા જવું છે."

"કોણ કોણ"

"આપડે બધાં" માનિક એ કહ્યું.

"નાં તમે જઈ આવો" નિયા બોલી.

"કેમ તારે શું કામ છે." માનિક બોલ્યો.

"નઈ આવવું. " નિયા આટલું કહી ને ફોન મૂકી દે છે.

થોડી વાર પછી પાછો માનિક ફોન કરી ને આજ પૂછે છે.

"ચાલ ને શું ભાવ ખાય છે. " માનિક બોલ્યો.

"મારી મરજી નથી આવવું મારે"

"સાંજે ગઈ તું. બાય " આટલુું કહી ને માનિક એ ફોન મૂકી દીધો.


નિયા ઈન્સ્ટાગ્રામ પર નક્ષ સાથે વાત કરતી હતી. ત્યારે એને પૂછ્યું, "આ આઇડી તારા ફ્રેન્ડ ની છે ને સ્ક્રીન શોટ મોકલ્યો એ ?"

"નિયા એ સ્ક્રીન શોટ જોયો. માનિક ની request હતી."

થોડી વાર પછી આજ સ્ક્રીન શોટ ભૌમિક એ મોલ્યો.

નિયા એ કીધું હા ક્લાસ માં છે. જસ્ટ ફ્રેન્ડ છે.

પછી તો આખો દિવસ નિયા કાર્ડ બનાવવા માં લાગી હતી. અને બપોરે જમી ને સૂઈ ગઈ હતી.

સાંજે પૂજા દીદી સાથે ચાલવા ગઈ ત્યારે માનિક નો ફોન આવ્યો હતો પણ નિયા એ પછી કરું એમ કરી ને મૂકી દીધો.

રાતે જમી ને ઘરે વાત કર્યા પછી નિયા એ ફોન કર્યો માનિક ને,

ફોન ઉપાડતા જ માનિક બોલ્યો. "તમે ફ્રી થાય એમ ને"

"હા કંઇ કામ હતું ફોન કેમ કર્યો હતો." નિયા એ પૂછ્યું.

"મૂવી મસ્ત હતી. અમે કેટલી મસ્તી કરી. આવી હોય તો મઝા આવે. "

"સારું "

"અમારી જોડે જ નાં આવાય ને?" માનિક બોલ્યો.

"એટલે" નિયા ને ન સમજતાં એને પૂછ્યું.

"એટલે દેખાય આવ્યું આજે શાંત પાણી ઊંડા હોય એમ."

"કંઇ સમજાય એવું બોલ ને ?" નિયા બોલી.

"આજે જોયા ફોટો તારા નક્ષ અને ભૌમિક સાથે નાં. એ લોકો સાથે ફરવા જવાય છે અને અમારી સાથે નઈ."

"એવું કંઇ નથી."

"દેખાઇ આવ્યું. તે કોઈ દિવસ કીધું એ લોકો તારા ફ્રેન્ડ છે એવું " માનિક બોલ્યો.

"મારી લાઈફ છે જેને ફ્રેન્ડ બનવા હોય એને બનાવું તને એમ પ્રોબ્લેમ છે. " નિયા બોલી.

"હા તારી લાઈફ છે અમે ફ્રેન્ડ છે તો જસ્ટ કેવાય. એવું કહું છું બીજું કંઈ નઈ કીધું. "

"ઓકે"

" નક્ષ અને ભૌમિક નાં ઈન્સ્ટાગ્રામ પર તમારા 3 નાં અમુક સ્ટોરી માં પિક છે."

"તો" નિયા બોલી.

"તું તો કોઈ દિવસ એમના પિક નઈ મૂકતી " માનિક બોલ્યો.

"મારે નાં મૂકવા હોય તો નાં મૂકું."

"પણ શોક લાગ્યો પિક જોઈ ને. તું આવી હસે ?? એવું નઈ વિચાર્યું હતું." માનિક બોલ્યો.

"આવી હસે એટલે? શું બોલવા માંગે છે તું?" નિયા થોડી ગુસ્સા માં બોલી .

"1 સેમ થી આપડી થોડી વાત થાય છે. તે કોઈ દિવસ મને કીધું નથી એ લોકો તારા ફ્રેન્ડ છે એવું. નાં કીધું તારી મરજી
પણ આવી રીતે જૂઠું નાં બોલાઈ." માનિક બોલ્યો.

"શું જૂઠું બોલી હું." નિયા થોડી રડવા જેવી થઈ ગયેલી. પણ કંઇ નાં થયું હોય એમ બોલી.

" તું એમ કેહ છે કોઈ બેસ્ટ ફ્રેન્ડ નથી. તો આ લોકો શું છે." માનિક બોલ્યો.

"અમારા 3 નું ગ્રૂપ છે અમે ખાલી મસ્તી કરીએ છે. કોઈ કોઈ ની વાત માં દખલ નથી કરતું. અને તે પિક જોયા એ એ બંને ની બર્થડે પર નાં હતા. જો તારા મગજ માં કંઇ બીજું ચાલતુ હોય તો બંધ કરી દેજે કેમકે એ લોકો ફ્રેન્ડ છે મારા." નિયા બોલી.

"એ તો બોયફ્રેન્ડ હોય તો મને શું ખબર " માનિક બોલ્યો.

"Wtf " નિયા ને ગુસ્સો આવતો હતો પણ એ કંટ્રોલ રાખતી હતી પણ એનાથી બોલાઈ ગયું.

"ઓહ છોકરી થઈ ને આવું બોલે છે તું." માનિક બોલ્યો.

"બોલતી નથી તારા જેવા આજ સાંભળ વાને લાયક હોય છે. કોઈ નું ખબર ના હોય તો નાં બોલે તો સારું ."

"ઓહ તને બોવ " હજી કંઇ આગળ બોલે એ પેહલા જ નિયા બોલી

"મારી લાઈફ છે એમાં તું વધારે મગજ મારી નાં કરે તો સારું." આટલું કહી ને નિયા એ ફોન મૂકી દીધો.


એ પછી સૂઈ ગઈ પણ વિચારતી હતી.
કેમ લોકો કોઈ ને સાથે જોવે તો કંઇક હસે એજ સમજે છે?
નિયા ને માનિક નાં સવાલ નો ગુસ્સો આવ્યો હતો. કેમકે નિયા ને નઈ ગમતું હતું આવું કોઈ બોલે એ.
નિયા વિચારતા વિચારતા સૂઈ ગઈ.



નિયા જાનવી ની સગાઈ માં ડાન્સ કરશે?

કેમ માનિક ને નિયા ની લાઈફ માં રસ છે?

શું ભૌમિક અને નક્ષ સાથે ની દોસ્તી તૂટી જસે નિયા નાં નવા ગ્રૂપ નાં લીધે?