LOVE BYTES - 39 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-39

લવ બાઇટ્સ
પ્રકરણ-39
આશા અઘોરીજીની પાસે આવી બધી વિતક કથા કહી રહી હતી.અઘોરીજીએ સ્પષ્ટ કહ્યું કે તમારાં વિવાહ નક્કી થઇ જાય તો એ પછી આપણે કોઇ વિધી કરી શકીએ પણ હમણાં. મારાં પણ હાથ બંધાયેલાં છે. અને... જે આત્મા સ્તવન સાથે બંધાયેલો છે એ ગત જન્મનું ઋણ, જેવું તેવું નથી કે વિધીથી નિવારણ લાવી દઊં.. પણ માં મહાકાળી શું કરવા માંગે છે એ તો એનેજ ખબર છે. હમણાં તું જા અને માં જે કરશે સારુંજ કરશે. તારી હિંમત અને પ્રેમ શું કરી શકે એ પણ ખબર પડી જશે. માત્ર વિધીથી થતું હોત તો મેં ક્યારનું કરી દીધું હોત પણ કોઇનું બાંધેલું અને અધુરુ ઋણ હું ના ચૂકવી શકું એ તો એ પાત્રએજ પુરુ કરવું પડે.
હાં હું તને મારી વર્ષોની સાધનાથી મંત્રેલી અને શક્તિશાળી ભસ્મ આપુ છું એનો ચાંલ્લો પેલાં છોકરાને કરજે તો ઘણી રાહત રહેશે. વેવિશાળ થઇ જાય પછી તું એને લઇને મારી પાસે આવજે. તને મારો સંદેશો સામેથી મળી જશે કે હવે વિધી કરી શકાશે પણ એક વાતનું ખાસ ધ્યાન રાખજે કે તારો પ્રેમ અને તેં રાખેલી ધીરજ, એ છોકરા પર રાખેલો વિશ્વાસ પવિત્ર અને સાચો હશે તોજ વિધીનું ફળ મળશે. બાકી બધુ મહાકાળી જોશે. અને જતાં પહેલાં મંદિરમાં માંમહાકાળીનાં દર્શન કરીને જજે. આજે તને પુરો જવાબ નથી આપી શક્યો એનું મને દુઃખ છે પણ વાસ્તવિકતા તારે સ્વિકારવી પડશે અને આ તારાં મનમાંજ રાખજે.
મને ખબર છે કે આ સ્તવનની સાથે જે શક્તિ છે એપણ નિવારણની રાહ જોઇને બેઠી છે.. હમણાં આટલુજ કહુ છું હવે તું જા. માઁ મહાકાળી સૌનું ભલુ કરશે.
આશા આંખમાં આંસુ સાથે અઘોરીજીની સામે જોઇ રહી એને દુઃખ હતું કે જે નિવારણની આશા લઇને આવી હતી એ અધૂરી રહી છે પણ એણે ધીરજ પચાવી અઘોરીજીને પગે લાગી અને આંસુ સારતી બહાર નીકળી ગઇ... એને નીકળતા સ્તુતિએ જોઇ રહી હતી અને આશાની આંખમાં આંસુ જોઇ આર્શ્ચય થયું દુઃખ પણ થયું.
આશા સડસડાટ આંસુ સાથે બહાર નીકળી ગઇ અને સેવકે કહ્યું બહેન હવે તમે જાવ બાપજી પાસે.. અને સ્તુતિ બાપજી પાસે ગઇ. અઘોરીજી રડતી આશાને જતાં જોઇ રહ્યાં અને કોઇ અગમ્ય આશા સાથે સ્તુતિને પોતાની પાસે આવતી જોઇ.
સ્તુતિ આવીને અઘોરીજીને પગે લાગી અને એણે આસન લીધું અને બાપજીની સામે બેઠી. અઘોરીજીએ એને પૂછ્યુ તારાં પાપા કેમ છે ? એકલી આવી છું ? પછી સ્તુતિની સામે જોઇ રહ્યાં. સ્તુતિની આંખમાં જોઇ રહ્યાં પછી એમણે બાજુમાં કોડીયામાં પડેલી ભસ્મ લઇને સ્તુતિનાં કપાળે લગાવી દીધી. ...
સ્તુતિએ કહ્યું પાપા.. પાપા...મનમાં છે અને અને પછી તરતજ એની આંખો ચકળવકળ થવા માંડી એની આંખમાં ક્રોધ આવ્યો એણે રાડ પાડીને કહ્યું એય તું આ શું કરે છે ? મને ભસ્મ કેમ લગાવી ? એની આંખોનાં ડોળા કાઢીને અઘોરીજી સામે જોવા લાગી ? તારાં મંત્ર તંત્ર મારી પાસે નહીં ચાલે ? તારે શું કવું છે મારું ? બોલ તારામાં શક્તિ છે મને વશ કરવાની ? બોલ કેમ બોલતો નથી બામટા... મારાંમાં ઘણી શક્તિ છે એમ કહીને ઉભી થઇ ગઇ એનાં વાળ છૂટ્ટા થઇ ગયાં અને એકદમ વિકરાળ સ્વરૂપ થઇ ગયું.
અઘોરીજી ઉભા થઇ ગયાં એમની આંખો મોટી થઇ ગઇ આંખમાંથી અંગારા મારવા માંડ્યાં એમણે ત્રાડ પાડીને કહ્યું આ છોકરીને છોડ નહીંતર તારો નાશ કરી નોતરા શા માટે એને વિતાડે છે નીકળ તારે શું જોઇએ છે ? એ પોતે જન્મથી પીડાઇ રહી છે એ ઘા આપ્યા એટલાં ઓછા છે ? એમ કહી આંખો બંધ કરીને મંત્ર ભણવા માંડ્યા અઘોરીનાં રૂમનાં દરવાજા બંધ થઇ ગયાં અને એકદમ અંધારૂ છવાઇ ગયું અઘોરીજી મોટે મોટેથી મંત્ર ભણવા માંડ્યા અને હાથમાં રાખેલી ભસ્મ ફરીથી સ્તુતિનાં માથા પર નાખી અને ત્રાટક કર્યું.
સ્તુતિ ધમપછાડા કરવા માંડી અચાનક એણે રડવાનું ચાલુ કર્યું મને છોડ નીકળ તું કોણ છે ? અઘોરીજીએ સમય બગાડ્યા વિનાજ સ્તુતિનાં વાળ પકડ્યા અને એને ભોંય પર પછાડીને કહ્યું નીકળ સાલા આજે તારો છેલ્લો દિવસ છે આજે તને બહાર કાઢીને ઝંપીશ અને એમણે અંધારામાંજ હવામાં હાથ વીઝયાં અને મોટેથી મંત્રોચ્ચાર કર્યા. સ્તુતિ રાડો પાડવા માંડી એનો અવાજ ગૂંજવા લાગ્યો અઘોરીજીએ ખડખડાટ હસ્તાં કહ્યું હવે નીકળીશજ તું એમ કહીને જમીન પર પગ પછાડ્યા અને અચાનક રૂમમાં બારી દરવાજા ખૂલી ગયાં. સ્તુતિ ભોંય પર પડી હતી એ બેહોશ જેવી થઇ ગઇ. બહારની સેવકો દોડી આવ્યાં અઘોરીજીએ હાથમાં ઇશારાથી બધાને બહારજ રહેવા ત્રાડ પાડી અને પછી હાથમાં જળ લઇને સ્તુતિનાં ચહેરાં પર છાંટ્યું ક્યાંય સુધી સ્તુતિ ભોંય પર પડી રહી અને હવે એ હીબકા ભરતી હતી અને એ બેઠી થઇ ગઇ.
અઘોરજીએ એનાં કપાળે ફરીથી ભસ્મ લગાવીશ એને શાંત થવા કીધું. સ્તુતિ શાંત થઇ ગઇ હતી. અઘોરીજી એની સામે શાંતિથી જોઇ રહ્યાં હતાં. થોડીવાર શાંતિ પથરાઇ ગઇ. અઘોરીજીએ કહ્યું બેટા હવે શાંત થઇ જા તારાં એક પ્રશ્નનું નિવારણ થઇ ગયું છે હવે એ તને ત્રાસ નહીં આપે.
સ્તુતિએ હાથ જોડીને કહ્યું બાબા મને શું થયુ હતું ? મને શરીરમાં અસહ્ય પીડા થઇ રહી હતી પણ હવે શાંત છે. બાપજીએ કહ્યું કંઇ નહીં હવે સ્વસ્થ થા અને જો તારાં ગળાનાં દાગ... જો શાંત થઇ ગયાં ધીમે ધીમે સારુ થઇ જશે. આજેજ એ ઘડી સમય હતો તું યોગ્ય સમયે મારી પાસે આવી ગઇ. તને જે આત્મા સતાવી રહેલો એનાંથી તને મુક્ત કરી છે પણ તારે 3-4 દિવસ સાચવાનુ છે તેં મંત્રોચ્ચાર ભણવાનાં ચાલુ કર્યા છે એનો લાભ તને થયો છે માં મહાકાળીએ આજે તને મદદ કરી છે આ અગોચર વિજ્ઞાનનો જીવતો જાગતો પુરાવો તું ખુદ પોતેજ છે.
સ્તુતિએ બાબાજીમાં ચરણોમાં પડી જઇને ખૂબ આભાર માંગ્યો પછી પૂછ્યું બાબા એ પીડા શેની હતી કોણ હતું ?
અઘોરનાથજીએ કહ્યું હમણાં એને યાદ નથી કરવો એ ગયાં પણ તારે જાણવું છે તો હું તને જરૂરથી કહીશજ પણ જ્યારે તું સજોડે અહીં આવીશ ત્યારે કહીશ હજી તારાં જીવનમાં ઘણું બાકી છે તારે તારું ત્રણ ભોગવાનું બાકી છે એ તું પોતેજ કરીશ.. સમય ઘડી પળ પહેલાં કંઇ થતું નથી અને પછી પણ થતું નથી એ એનાં યોગ્ય સમયેજ થાય છે. મને એ નથી સમજાતું કે તમે બં ન્ને જીવ આજે એક સાથે એક ઋણાનુબંધ વાળા કેવી રીતે આવ્યાં ? પણ હમણાં એ વાત ઉકેલવી વહેલી છે સમય આવ્યે એ પણ થઇ જશે. હવે તું સ્વસ્થ છે નિશ્ચિંત થઇ જા હવે તારે શું કહેવું છે એ મને જણાવ.
સ્તુતિએ કહ્યું બાપજી હવે મને ઘણુ સારુ લાગે છે પણ હમણાં બે દિવસ પહેલાં મારાં અંતરમનમાં કોઇની પુકાર સંભળાઇ મારાં રુવેં રુવેં જાણે કોઇ યાદ તાજી થઇ હોય એવો અનુભવ થયો મને કોઇ ખેંચાણ થતું હતું મારો કોઇ સાથેનો પ્રેમ સંબંધ તાજો થઇ ગયો એને મેળવા હું આતુર હતી પણ એ અધુરુજ રહ્યું મને નથી સમજાતું કે મારી સાથે શું થઇ રહ્યું છે.
અઘોરનાથે આ સાંભળીને અટહાસ્ય કર્યુ અને બોલ્યા આ ઋણાંનુંબંધ હજી શું શું બતાવશે ? કોણ હારશે અને કોને તારશે એ માંજ જાણે.. હાં એટલુ ચોક્કસ કહુ છું હવે તારી પીડા હળવી થઇ જશે જીવનમાં સુખ આનંદ અને સફળતા તારાં ભાગ્યમાં છે જે તેં કામ હાથમાં લીધુ છે એ ચાલુ રાખજે સૌ સારા વાના થશે તારુ ઋણ તને કોઇ ચૂકવી દેશે પછી કાયમની શાંતિ.
સ્તુતિએ પૂછ્યું કોણ મારું ઋણ ચૂકવશે ? શું થશે ? કોને તારશે અને કોણ હારશે બાબા ?
અઘોરીજીએ કહ્યું સમય અને કાળ એનુ કામ કરે છે મારાંથી કોઇ શબ્દ એમ જ નહીં બોલાય તું તારાં ઘરે શાંતિથી જા આજે તારું ઘણું કામ થઇ ગયું અને માં મહાકાળી પાસે જઇને ખોળો પાથરીને પ્રાર્થના કરીને જજો..... સસ્તુ અને અઘોરીજી અંદર જતાં રહ્યાં.
વધુ આવતા અંકે - પ્રકરણ -40



બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED