રાજા ગરુડ ઉત્સવ માં ડૂબેલા પોતાના સૈનિકો ને જરુખા પરથી જોઈ રહ્યા હતા. કલ્યાણપુર રાજ્ય ની એક સાહસિક અને મોટી જીત આજે તેમણે મળી હતી. કેટલા મહિનાઓ ના સંઘર્ષ અને યુદ્ધ ની ગમાં ગમી પછી આજે જીત નો સ્વાદ અને આં કિલ્લો રાજા ને મળ્યો હતો. જે ના પર કબ્જો રાજા નું એક માત્ર સપનું રહ્યું હતું. પરંતુ ગામ અને પ્રજા માં કોઈ હર્ષ ન હતો . લોકો તો જાણે ઘણા સમય પછી ની શાંતિ માં કઈ ખોવાય ગયા હતા.
સૈનિકો માં જીત નો માહોલ અલગ જ હતો. બધા નશામાં ધૂત બની જૂમી રહ્યા હતા , નાચ ગાન અને દાવત ની મજા માણી રહ્યા હતા. અને રાજા આં બધું જોઈ રહ્યા હતા. અચાનક રાજા એ પોતાના એક સામંત ને બોલાવ્યો અને ગામ અને પ્રજા માં પ્રસરેલી શાંતિ નું કારણ પૂછ્યું પરંતુ સામંત ચૂપ રહ્યા. રાજા એ તેમની સામે જોયું તો એક હીચક આવજે કહ્યું , હું જાણતો નથી મહારાજ પણ હા હું હમણા જ તમને જાણી ને કહું છું. કહી સામંત ચાલ્યા ગયા. પણ તેમણે કોઈ જાણકારી મળી નહિ.
. કલ્યાણપુર એક વિશાળ રાજ્ય અને તેમાં પણ વિશેષ હતા તેના રાજા વિરાટ. પ્રજા પ્રેમી અને વૈભવ તો જાણે આસપાસ ના કોઈ પણ રાજા માં ન હોય તેવો. શકિતશાળી અને પ્રતિભા તો એવી કે જાણે આસપાસ ના રાજા પણ તેને મિત્ર બનવા અને સંગતિ કરવા માંગતા હતા. વિનમ્ર અને પ્રજા ના હિત માટે રક્ષા કરનારા રાજા નું રાજ્ય કલ્યાણપુર સુખી હતું. પરંતુ રાજા ગરુડ તેના થી સાવ વિપરીત હતા.
હંમેશા મોટા વિસ્તાર ની આકાંક્ષા રાખનારા રાજા ગરુડ નાના નાના રાજ્યો ને અને ત્યાં ના રાજા ને પોતાના આધિપત્ય નીચે રાખવામાં સફળ રહ્યા હતાં પરંતુ કલ્યાણપુર માટે આં પૂરતું ન હતું. આ રાજ્ય પર જીત કે કબ્જો આમ સરળ ન હતો. એક વિશાળ સેના અને મહિનાઓ ની અડીખમ યુદ્ધ નીતિ પછી રાજા ગરુડ એ કપટ થી કલ્યાણપુર તો મેળવી લીધું પણ રાજા વિરાટ તેમના હાથ લાગ્યા ન હતા. એટલે કે રાજા વિરાટ રાજ્ય તો હાર્યા પણ પોતે હાર માની ન હતી.
આકરી જીત પછી રાજા ગરુડ ને હવે આંની કોઈ પરવા ન હતી. પદ અને સત્તા ના નશા માં ચકચૂર થઈ તેઓ જીત ના આનંદ માં હતા. જડપથી આં રાજ્ય ની સત્તા પોતાની નીચે રાખી અહી નો રાજપાટ પોતે પોતાના કોઈ સામંત ને સોંપી પાછા પોતાના વતન જવા ઈચ્છતા હતા.
બીજે દિવસે રાજા દરબારમાં આવ્યા અને પોતાના ખાસ મંત્રી ને રાજપાટ સોંપ્યું . પણ તે મંત્રી હાથ જોડી ક્ષમા માંગતો ઊભો રહ્યો અને પોતે નહિ સંભાળી શકે કહી બેસી ગયો. આવું બીજા મંત્રીઓ એ પણ કર્યું . બધા મૌન હતા .મંત્રી મંડળ નો ડર જોઈ રાજા હવે ગુસ્સે થયા હતા. પણ આની પાછળ નું કારણ સમજાતું ન હતું.રાજાએ આનું કારણ જાણવા પોતાના ખાસ વજીર ને બોલાવ્યા અને આનું રહસ્ય જાણવાનો નો હુકમ આપ્યો.
બીજે દિવસે રાજા તેમના આરામ ગૃહમાં હતા ત્યાં તેમનો વજીર જાણકારી સાથે હાજર થયો અને રાજાને પોતાની સાથે થોડી વાર માટે બહાર ચાલવા માટે કહ્યું રાજાએ આશ્ચર્ય સાથે હા કહી પોતાના વજીર સાથે ગયા . વજીરે તેમને આખા રાજ્યનું નિરીક્ષણ કરાવ્યું . ચારે તરફ ખૂબ વિનાશ હતો. વજીરે કહ્યું આં કારણ છે મહારાજ, પણ રાજાને વજીર શું કહેવા માંગે છે તે સમજાતું ન હતું આથી રાજાએ કુતુહલતા સાથે પૂછ્યું કે તમે સ્પષ્ટ રીતે જણાવશો કે આ બધું શું છે ? ત્યારે વજીરે કહ્યું , મહારાજ એમાં કોઈ શક નથી કે આપણે આટલા મોટા વિશાળ રાજ્ય ને ઘણા મહિનાઓ ના યુદ્ધ અને ભારે મહેનત પછી મેળવ્યો છે પરંતુ અહીં ના લોકો પર રાજ કરવું શક્ય નથી. જીત તો મળી ગઈ છે પરંતુ એક વિશાળ અને ભયાનક નરસંહાર પણ થયો છે મહિનાઓ સુધી લોકોએ પોતાના ઘરો અને કામકાજ મૂકી આ યુદ્ધનો વગર કોઈ વાકે હિસ્સો બની ગયા હતા . તેમને પોતાના બચાવ માટે તમારું આ આધિપત્ય તો સ્વીકાર કરી લીધું છે પરંતુ તેઓ તમને સ્વીકૃતિ સાથે રાજા માની શકશે નહીં. અહીંનો દેશ અને પોતાના રાજા પ્રત્યેનો પ્રેમ જ આપણા મોટા સંઘર્ષ નું કારણ છે.આં બધું રાજા ગરુડ વિષમયતા સાથે સાંભળી રહ્યા આ કઇ પહેલી વાર ન હતું કે તેમને કોઈ રાજ્ય પર જીત મેળવી હોય પણ આ બધું તેમની સામે પહેલી વાર આવ્યું હતું. રાજા ગરુડે એક સાથે ઉભા થયેલા વિચારોને વિરામ આપતા વજીર ને પૂછ્યું કે મને સમજાતું નથી કે આટલી મોટી એતિહસિક જીત, એક મોટી સૈન્ય દળ નો સાથ હોવા છતાં પણ વિશાળ રાજ્યનું રાજપાટ કેમ કોઈ મંત્રી સંભાળવા તૈયાર નથી.
ત્યારે વજીરે આગળ કહ્યું કે આ રાજ્યની ભવ્યતા નું મુખ્ય કારણ પ્રજાના મનની ખુશી છે આ પ્રજાના મન પર રાજા વિરાટ હજી પણ રાજ કરે છે રાજા વિરાટે પોતાની પ્રજાને એક શાંતિ અને સુખમય જીવન પ્રદાન કર્યું હતું જેના કારણે પ્રજા મનથી સુખી હતી આથી રાજા વિરાટ પ્રજામાં લોકપ્રિય હતા લોકોનો રાજા પ્રત્યે નો પ્રેમ અમર છે અને આ જ પ્રેમના કારણે તેમણે હાર છતાં જીત જ હાંસલ કરી છે લોકોને એવી આશ છે કે તેમના રાજા ફરી પાછા આવશે.
આપણા મંત્રી મંડળમાં આ જ વાતનો ડર છે કે રાજા વિરાટ એ એક નિર્ભય અને બહાદુર રાજા છે તે ગમે ત્યારે પોતાનું રાજ્ય મેળવવા પાછા આવશે અને આપણા મંત્રી સૈન્ય હોવા છતા પણ એકલા જ રહેશે કારણકે અહીં નો એક એક વ્યક્તિ આપણા દસ દસ સૈનિકો પર ભારી છે. અહીંની પ્રજા પોતાના લોકો નો આટલો મોટો નરસંહાર ને ક્યારેય સ્વીકારી શકશે નહીં જેમના રાજા આટલા મોટા મન ના હોય કે જેમને આજ સુધી પોતાના ઇતિહાસમાં ક્યારેય પણ કોઈ રાજ્ય પર સામેથી બળજબરીપૂર્વક આધિપત્ય જમાવ્યું ન હોય. જેનું મુખ્ય કારણ રાજાનું પોતાની પ્રજાને એક શાંતિપૂર્ણ જીવન પ્રદાન કરવાનું હતું અહીં ની પ્રજા તેમની રાહ માં જ છે આથી કોઈપણ મંત્રીમંડળ અહીંનો રાજપાટ સંભાળવા તૈયાર નથી.
આ સાંભળી રાજા ગરુડ વિચારમાં પડી ગયા. રાજા ગરુડને સમજાઈ ગયું હતું કે શાસન કરવું એટલે પોતાના વિસ્તારનો વધારો કરવો કે કોઈ રાજાનું રાજ્ય છીનવી લેવું નહીં પરંતુ પોતાની પ્રજામાં એક શાંતિ અને સમર્પણ ની ભાવના વિકસાવી જેથી તે પોતાના રાજ્ય અને રાજા તરફ હંમેશા બલિદાન માટે તૈયાર હોય તે જ સાચી જીત છે