Message from a special person books and stories free download online pdf in Gujarati

ખાસ વ્યક્તિ નો મેસેજ

ઉમંગ આજે પોતાના ias ના છેલ્લા ઇન્ટરવ્યૂ માટે આવ્યો હતો. અને જો આમાં સફળ થાય તો તો તેની નોકરી પાક્કી .અને તે ias ઓફીસર.
બસ પછી તો બધા સપના પૂરા થશે , છ વર્ષ ની આકરી મહેનત અને એક પછી એક પરિક્ષા ની સફળતા થી તે આજે અહી ઇન્ટરવ્યૂ માટે ના રૂમ ની બહાર પોતાના નંબર ની રાહ માં બેઠો હતો. તેની સાથે બીજા ઘણા તેના જેવાજ ટોપ સ્ટુડન્ટસ પણ હતા. તેઓ પણ અહી ઇન્ટરવ્યૂ માટે આવ્યા હતા. બધા ના મન માં એક સ્વાભાવિક ડર હતો.
પણ ઉમંગ આં ડર બતાવ્યા વગર શાંતિ થી પોતાની જગ્યા પર આત્મવિશ્વાસ સાથે બેઠો હતો. તેનો વારો આવ્યો તે અંદર ગયો અને માત્ર છ મિનિટ માં તો બહાર આવી પાછી પોતાની જગ્યા એ બેઠી ગયો. બધા આં જોઈ આશ્ચર્યચકિત હતા પણ ઉમંગ શાંત મને કોઈ પણ મનોમંથન વગર ચૂપ બેસી રહ્યો.

બધા નો વારો પૂરો થયો .પછી બધા ને એક રૂમ માં બેસાડ્યા. જ્યાં પેલા ઇન્ટરવ્યૂ લઈ રહેલા અોફિસરો હતા. તેમાંથી એકે પોતાની વાત આગળ આવી ને શરૂ કરી કહ્યું , ફાઇનલ ઇન્ટરવ્યુ નો જવાબ બે દિવસ પછી જાહેર થશે. પણ એક કેન્ડી ડેટ ને આજે જ સિલેક્ટ કર્યા છે જેનું નામ છે ઉમંગ વ્યાસ.
ઉમંગ તો ચોંકી ઊઠયો ,તે એક દમ ઊભો થયો હજી તો તે કઈ સમજે ત્યાજ તેને તેની નોકરી નો કાગળ આપી એક અઠવાડિયા માં જોઈન થવા કહ્યું.રૂમ માં રહેલા બધા આશ્ચર્યચકિત હતા. શું થઈ રહ્યું છે તે કઈ સમજાતું ન હતું. હાજર રહેલા બધા ને એક અોફિસરે મુંઝવણ દૂર કરવા જવાબ આપતા બોલ્યા , હું જાણું છું કે તમારા બધા ના મન માં ઘણા સવાલો છે. આ સિલેક્ટ થયેલી વ્યક્તિ કોઈ ખાસ નથી પણ ખાસ બની છે તેનામાં રહેલા આત્મવિશ્વાસ ને કારણે.એક ગજબ ની ચેતના હતી જે એક ias અોફીસર માં હોવી પ્રથમ પ્રાથમિકતા છે. પોતાના જવાબો કોઈ પણ ડર વગર પૂરા આત્મવિશ્વાસ સાથે રજૂ કરવા માટે ઘણી હિમ્મત જોઈએ જે આં વ્યક્તિ ના મુખ પર હતી. તેણે પોતાના જવાબો આપ્યા પણ કોઈ પરિણામ ની આસ વગર આથી તેનું સિલેકશન થયું છે.વકતવ્ય પૂરું થતાં બધા ઉમંગ ને અભિનંદન આપતા છૂટા પડ્યા.

ઉમંગ ખુશી ના ઉછાળા મારતો બહાર નીકળ્યો , "જીલ.. જીલ.. જીલ ..આં બધું તું કઈ રીતે કરી લય છે? મારા પર તને મારા કરતાં પણ વધુ વિશ્વાસ કઈ રીતે ? " ઉમંગ માટે આં બધું સ્વપ્ન જેવું જ હતું. તેણે પોતાનો ફોન કાઢી મોબાઈલ ડેટા શરૂ કર્યો અને ત્યાં જ તેને એક મેસેજ નો રિપ્લાઈ આવેલો જોયો. જે જીલ યે તેને વેહલી સવાર નો કર્યો હતો., "તું આમાં પાસ જ છો પછી પરિણામ ભલે જે મળે."

ઉમંગ હસી ઊઠયો , પાક્કું તું કોઈ જાદુગર જ છે જેને મારા થી પણ પેહલા મારા વિશે બધી ખબર પડી જાય છે. આ બધું તેને લીધે જ થયું હતું. તેણે તરત જ જીલ ને ફોન લગાડ્યો પણ તેનો ફોન બંધ હતો . કામ પર હસે જોશે એટલે તરત જ કરશે એમ કહી તે સામે ની જ એક રેસ્ટોરન્ટ માં જમવા ગયો. ત્યાં ઓર્ડર આપી ઘરે ફોન જોડ્યો અને પોતાની જોબ ના સમાચાર આપ્યા. ઉમંગ ની માં અને બહેન તો જાણે જુમી ઉઠ્યા.તેના પિતા પણ આં સાંભળવા માટે કેટલાય સમય થી રાહ જોતા હતા. આખરે ઘણી સખત મેહનત અને આકરી નિષ્ફળતા જોયા પછી આં દિવસ આવ્યો હતો. ઉમંગ અને ઘર ના લોકો એ તો આશા જ મૂકી દીધી હતી પણ કોણ જાણે શું ચમત્કાર થયો કે ઉમંગે પાછી તૈયારી શરૂ કરી અને છ વર્ષ પછી તેનું સ્વપ્ન સાકાર થયું.

ઉમંગ ના પરિવાર માં કોઈ જીલ વિશે જાણતું ન હતું. અને ઉમંગ પણ ક્યા જીલ ને ઓળખતો હતો .આતો તેની ias ની નિષ્ફળતા એ તેનું ધ્યાન ભટકાવ્યું અને જીલ તેને ફેસ બુક પર મળી. કલાકો સુધી ની વાતો માં એક પ્રેરણા સ્વરૂપે જીલે એક ચિંગારી મૂકી અને સુકાઈ ગયેલા સ્વપ્ન પાછા જીવંત થઈ ઉઠ્યા .ઉમંગે ફરી પ્રયત્ન ચાલુ કર્યા અને આજે તેના મીઠા ફળો ચાખવા મળ્યા. પોતાના મેસેજ થી જીલ તેને આત્મબળ પૂરું પાડતી .આખી રાત તેને વાચવા માટે જગાડી રાખતી અને પોતે પણ જાગતી.આવી તો કેટલીય રાતો જીલ જાગી અને ઉમંગ ને પણ જગાડી રાખતી જેથી તે મેહનત કરી શકે.

જીલ ના એક એક ખાસ મેસેજ તેને પ્રેરણા આપતો .જીલ નો વિશ્વાસ તેને વધુ મેહનત કરવા માટે તૈયાર કરતો. પોતાના પર પોતાના કરતા વધુ જીલ નો વિશ્વાસ જોઈ તે હવે ગમે તે ભોગે સફળ થવા માંગતો હતો માત્ર જીલ માટે જ. ચાર વર્ષ નો આં એક બેનામ રિશ્તો, કલાકો સુધી ની મેસેજ ની વાતો અને એક નામવિહિન દોસ્ત આજે ઉમંગ મા ટે એક સ્વપ્ન જેવું હતું. તે ઝીલ હવે મિત્ર કરતા વિશેષ હતી .જેને તે પોતાના ઇન્ટરવ્યુ પછી પોતાની હંમેશ ની માટે બનાવશે તે વિશે તેને મનોમન વિચારી લીધું હતું.જીલ વિશે તેના માં રહેલા વિચારો તે ઝીલ ને યોગ્ય સમયે જણાવશે અને હવે તે દિવસ આવી ચુક્યો હતો. આવા ખુશનુમા દિવાસ્વપ્ન ને વેઇટરે તોડ્યો ," સર એની થીંગ એલસ, ",ના ..ઉમંગ કહેતા નીચું જોઈ હસી પડ્યો.

એક જ અઠવાડિયા માં ઉમંગ ને પોતાની નોકરી જોઈન કરવાની હતી ઘરે આવી તે આં માટે ની તૈયારી માં લાગી ગયો. બીજા અજાણ્યા ગામ અને પોતાના નવા કામ ના વિચારમાં એક અઠવાડિયું વીતી ગયું.

ઉમંગ ની નવી જોબ શરૂ થઈ ત્યાં તેને રેહવા સરકારી ઘર પણ મળ્યું .નોકરી નો પેહલા દિવસ વીત્યા પછી ઉમંગ ઘરે આવ્યો. પણ ખુશી તેના ચેહરા પર ન હતી તે ઝીલ ના વિચારો માં ખોવાઈ બેસ્યો , છેલ્લા દસ દિવસથી કોઈ મેસેજ ન હતો ઝીલ નો. અને ના તેણે ઉમંગ ના મેસેજ નો રિપ્લાઇ આપ્યો હતો. આખરે તેને ઝીલ ને ફોન જોડ્યો , જોકે મેસેજ સિવાય ઝીલ સાથે ફોન પર વાતો ક્યારેક જ થતી અને એ પણ ઝીલ જ ફોન કરતી .
ચાર વર્ષ ના આં સંબંધ માં બંને એક વાર પણ મળ્યા ન હતા. અને હવે ઉમંગ તેને મળવા અધીરો થઈ ઊઠ્યો હતો.એટલો બધું મોડું તો ઝીલ ક્યારેય કરતી નથી કેમ કઈ થયું હસે કે શું ?કેટલાયે વિચારો ઉમંગ ને ફરી વળ્યા , રીંગ વાગી રહી હતી અને ફોન ઉપાડ્યો. ફોન ઉપાડતાં સામે કોઈ એક ભાઈ હતા,કોણ ,? .. ઉમંગ પણ ગભરાતા આવજે બોલ્યો , કોણ બોલો છો આપ? અને ઝીલ ક્યા છે ?

સામે થી જવાબ આવ્યો, "તે હવે આં દુનિયા માં નથી. તેની દસ દિવસ પેહલા જ મોત થઈ ગઈ છે. તેને બ્રેઇન કેન્સર હતું અને છેલ્લા ચાર વર્ષ થી તેનો ઈલાજ ચાલતો હતો છતાં તે બચી નો શકી ".ફોન કટ થઇ ગયો અને ઉમંગ ધબકારા ચૂકી ગયો અવાક બની બેસી રહ્યો કે એક ખાસ મેસેજ તે આપી ન શક્યો ....




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED