તારા આજે બોવ જ ગુસ્સા માં ઘરે આવી અને તેના મમ્મી નિતા બહેન પર ખીજાય ગઈ ," મમ્મી આં શું મે ના નોતી પાડી તમને છતાં પણ તમે નથી સમજતા ને , હું હવે તમને નડવા લાગી છું એમ કહી જ દયો. શા માટે તમે શિવ ના ઘરે ગયા ?? અને ગયા તો ગયા પાછા સાંજે મળવાનું પણ કહી દીધું? "
" અરે તારા આમાં આટલું ગુસ્સે થવા જેવું શું છે ? "તારા ના પપ્પા બોલ્યા, ખાલી ઘરે શિવ અને તેના પરિવાર ને જમવા તો બોલાવ્યા છે , તું એક બે વાર મળીશ તો જ તું શિવ ને અોળખી શ ને, અને તને યોગ્ય લાગશે તો જ વાત આપણે આગળ વધારીશું ..
વધારે જોર આપવાથી તારા માની તો ગઈ પણ શાદી માટે હજી તૈયાર ન હતી. માત્ર જમવા આવે છે આથી તમારા માટે મળી લઈશ એમ કહી તારા એ સંમતિ આપી દીધી.
સાંજે તારા ખૂબ બેચેન હતી.નિતા બહેન તેની માટે સરસ આચા ક્રીમ રંગ અને લાલ ઝરી ની બોર્ડર વાળી સાડી લઈ આવ્યા હતા, "મમ્મી આં આટલી બધી રમઝમ શું કામ ?" અરે આં રમઝમ નથી પણ કોઈ ઘરે આવતું હોય તો સારુ લાગે હવે પેહરી લે ને બેટા મારી માટે, અને નિતા કમને તૈયાર થઈ ગઈ . લાંબા વાળ માં હાફ પોની લાંબા છૂટા વાળ અને થોડો મેક અપ અને નાના સુંદર ઝૂમખાં માં તે સુંદર અને મોહક લાગતી હતી.
તેણે શાદી માટે હા તો પાડી હતી પણ તેના મનમાં એક ખચકાટ હતો. એક પ્રકાર નો ડર હતો જે તેના ભૂતકાળ ને તેની નજર સમક્ષ આવી જતો હતો. . જોકે દરેક છોકરી શાદી માટે થોડી તો બેચેન હોય જ છે પણ તારા ના આં બીજા લગ્ન હતા.
મિરલ સાથે ના તલાક પછી તે એકલી જ રેહવા માંગતી હતી પણ તેના સાસુ સસરા નિતા બહેન અને પ્રવીણ ભાઈ તેને એકલી રેહવાં દેવા માંગતા ન હતા. આથી તેની માટે મીરલ કરતા પણ સરસ અને તારા ના ગુણો ને સમજે તેવા શિવ ને પેલી જ વખત માં પસંદ કરી લીધો હતો. તારા જે અોફીસ માં કામ કરતી હતી ત્યાં જ તેની મુલાકાત થઈ હતી. આ તેનો નવો બોસ હતો અને કંપની ના ઓનર નો દીકરો પણ હતો. અને તારા ફાઇનાન્સ મેનેજર હતી આથી બંને ને વારંવાર કામ ને લઇ ને મુલાકાત થતી અને ઘણી વખત તો શિવ તેને ઘરે પણ મૂકવા આવતો આથી તારા ના ઘર માં તેને બધા જ ઓલખતાં હતા. તેનો મળતાવડો સ્વભાવ બધા સાથે ઝડપથી મેચ થઈ જતો ઘણી વાર તો તે અહી જમવા પણ બેસી જતો.
આજે શિવ તેના પરિવાર ને તારા સાથે મળવા માટે લાવેલો હતો. તેના ઘર માં બધાને ખબર હતી કે શિવ તારા ને પસંદ કરે છે. પણ બંને પરિવાર આજે પેલી વખત મળતા હતા. બધા હૉલ માં બેઠા અને વાતો નો સિલસિલો શરૂ થયો. તારા પણ બધા સાથે બેઠી. શિવ ના આં પેહલા જ લગ્ન હતા પણ પોતાના દીકરા ની પસંદ પર તેને ભરોસો હતો. તારા પણ સ્વભાવ માં શાંત અને નિર્મળ મન વાળી હતી. બધા ને પણ તે ઝડપથી ગમી ગઈ. પણ હજી તારા એ કોઈ જવાબ આપ્યો ન હતો.
બધા ના દબાણ પછી બંને અગાસી માં ગયા પણ એક ખામોશી બંને વચ્ચે પ્રસરી ગઈ. તારા ની હિચક શિવ સમજતો હતો આથી શરૂઆત કરતા કહ્યું , આઇ થીંક આં બધું બોવ જ ઓકવડ થઈ ગયું છે કેમ ? આપણે આં ડેટ કે પછી શાદી વિશે ન વિચારતા દોસ્તી થી જ આપણા નવા રિશ્તા ની શરૂઆત કરીએ તો કેમ રહશે ?? તમારા જવાબ ની હું છેલ્લી ઘડી સુધી રાહ જોઇશ. પણ મિત્રતા તો કાયમ રહશે.
આ સાંભળી તારા હળવી થઈ ગઈ મનની બેચેની અોછી થઈ અને પછી બંને વાતો એ વળગ્યા...