સ્વતંત્ર મજાજ Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સ્વતંત્ર મજાજ

નિશા આજે કઈક અલગ જ વિચારો માં હતી. તે પોતાના ઘરની બાલ્કની જે તેની આખા ઘર માં મનપસંદ ની બેઠક હતી ત્યાં આવી ને બેઠી. હાથ માં રહેલ ચાનો કપ પણ ઠંડો થઈ ગયો હતો પણ તેનું તેને ભાન ન હતું. તે ના મન માં રૂપાલી ના બોલેલા શબ્દો જ ફરતા હતા.

કેટલા સમય પછી રૂપાલી આજે ઘણી વાર ના આગ્રહ પછી ઘરે આવેલી . બંને ખાસ મિત્ર અને દૂર ના કોઈ ખાસ કુટુંબી પણ હતા. અવારનવાર બંને મળતા હતા અને સુખ દુઃખ ની વાતો કરતા. રૂપાલી એક વેડિંગ પ્લાનર કંપની માં જોબ કરતી હતી . હંમેશા તે પોતાના કામ ને લીધે વ્યસ્ત રેતી હતી. જ્યારે નિશા એક માત્ર હાઉસ વાઇફ હતી , આવું નિશાને લાગતું . અને આં તેને હંમેશા ખતક્તું હતું.વાળી આજે તો બળતા માં વધારો એવું થયું હતું .કઈક વાત માંથી વાત નીકળતા રૂપાલી તેનો બળાપો કાઢતી હતી ઓછી આવક ને કારણે તેને કામ માટે જોડાવવું પડ્યું હતું . જે તેની માટે હવે બોજ હતું . ઘર નું કામ ,બાળકો ની સંભાળ, જોબ નું ટેન્શન અને હમણાં તો તેના પતિ વિક્રમ સાથે ની માથાકૂટ પણ હતી.. ઉફ્ફફ

નિશા રૂપાલી ને સમજાવતી હતી કે આવું તો ચાલ્યા કરે, સારું છે તું તારી મરજી મુજબ કામ તો કરી શકે છે. પણ ચિડાયેલી રૂપાલી બોલી ઉઠી ,"તારે ક્યા કય કામ હોય છે ખાલી ઘર નું ધ્યાન અને પછી શાંતિ ,ન બાળકો કે ન ઘર ચલાવવાની ચિંતા ,આં સાંભળતા નિશા તો શાંત રહી પણ મન માં વમળો ઉઠ્યા.

રૂપાલી હંમેશા થી તેને કહેતી કે તારે કેવી નિરાંત છે અહી તું અને દુષ્યંત એકલા, ન બાળકો કે પછી જોબ ની કય ચિંતા આંખો દિવસ બસ ઘર ની સાર સંભાળ અને મજા પણ નિશા ક્યારેય આવું ઈચ્છતી ન હતી . કોલેજ થી તેને ફૂડ ઈનોવેશન માં ઘણો રસ હતો ઘરના લોકો ને નત નવું જમવાનું બનાવી ખવડાવતી પછી તેની પ્લેટિંગ પણ એવી કે લોકો જોતા જ ખુશ થઇ જાય.પણ તે આમાં આગળ વધી કય કરી નો શકી.

દુષ્યંત એક સારા ઘરના છોકરા સાથે મલ્ટી નેશનલ કંપની માં કામ કરતો હતો. કરોડો માં પગાર શહેર માં રેહવાનું બધા કહેતા કે નિશાને તો રાણી ની જેમ રાખશે અને એમ જ હતું દુષ્યંત તેની પડી બોલ ઉપાડતો પણ નિશાની ફૂડ માં આગળ કય બનવાની અને આં માટે હોટેલ માં કુક બનવાની તૈયારી ને તે ના પાડી ચૂક્યો હતો. શું જરૂર છે તારે કામ કરવાની ?? આવો ઠપકો બધા તેને આપી ચૂક્યા હતા અને કૂક બનવું દુષ્યંત ની ગરિમા અને તેના નામ માં ઠેસ પહોંચે તેવું હતું. આવું દુષ્યંત સમજતો હતો. પણ નિશા ની મરજી કોઈ પૂછતું ન હતું જોકે નિશા માટે પૈસા નહીં પણ કામ કરવું તેની ખુશી અને સ્વતંત્રતા હતી જે અત્યારે પૈસા અને દુષ્યંત ના નામ ની આડ માં કેદ હતી.

ઘરે નિશા હમેંશા કઈક ને કંઇક નવું શીખતી અને દુષ્યંત ને જમાડતી પણ દુષ્યંત નો એક જ જવાબ હોય ,"nice" . બીજું વધુ તેને કય સાંભળવા ન મળતું.હવે તો આં જ નિત્યક્રમ હતો. તેની ન્યુ યર પાર્ટી માતો બધા ખાસ તેના હાથ ની બનેલી વાનગી ખાવા જ આવતા અને ભરી ભરી ને તરીફો કરતા અને નિશા ખુશ થઈ જતી પણ આં તેને પૂરતું ન લાગતું. તે પોતાનું કય કરવા માંગતી હતી પણ દુષ્યંત શું કેશે , તે તો પેહલા જ ના પાડી ચૂક્યો છે એમ વિચારી બેસી રેતી.

એક સાંજે નિશાના ઘરે પાર્ટી હતી તેની કોઈ પાર્ટી ફ્રેન્ડ નિશાની તારીફ કરતા બોલી," યાર તું કોઈ ક્લાસ ખોલને એટલું સરસ ડેકોરેશન અને આં સ્વાદ વાહ!! " આ સાંભળતા બીજા બધા એ પણ સંમતિ આપતા કહ્યું , તું કર તો અમે તો પેહલા જોઈન્ટ થાશું. પણ નિશા કય બોલી નહિ. પણ એક મિત્ર બોલી ઉઠી તું ઓનલાઇન એકાઉન્ટ ખોલને તને સારા એવા ફોલ્લોવર્સ મળી જશે.અને આં વાત નિશા ના મન માં ઘર કરી ગઈ . મોડી રાત સુધી આજ વિચારી તેણે ટેબલ પર પડેલું લેપટોપ લીધું અને થોડા કચવાતા મને એકાઉન્ટ બનાવી નાખ્યું .અને પછી બસ કામ સરું ,નવી વાનગી તેની સુંદરતા, દેખાવ અને ટેસ્ટ માટે રેસીપી .

ટૂંકા જ ગાળા માં તેના માં કેટલા બધા ફોલોવર્સ જોડાઈ ગયા .નિશા રોજ નવી વાનગી તેના ફોલવરસ ની ડિમાન્ડ મુજબ મુક્તિ અને તેનું કામ તો જાણે ઉપડી પડ્યું. ધીરે ધીરે નિશાને માર્કેટિંગ નું પણ કામ મળવા લાગ્યું જેથી તેની સારી એવી કમાણી પણ થવા લાગી હતી .

એક દિવસ નિશાને કોઈ પોગ્રામ માં હાજરી આપવા માટે નું ઇન્વિટેશન મળ્યું અને આં માટે તેને દુષ્યંત ને કેવું પડે એમ હતું .પણ શું કેશે તે સમજાતું ન હતું. દુષ્યંત તો આં કય જાણતો પણ નથી હવે શું ના પાડી દવ પણ ..

ત્યાં જ ઘરની દોરબેલ વાગી વિચાર કરતી નિશા દરવાજો તો ખોલી આવી પણ શું કેશે દુષ્યંત ને તે સમજી સકતી ન હતી.

"મારી હા છે પણ મારી એક શરત છે." દુષ્યંત બોલ્યો.

નિશા અચાનક ફરી અને તેની સામે જોવા લાગી .દુષ્યંત તમને .!!!.

લે શરત શું છે તે નહિ પૂછે?? હા ...હા.

તારે મને પણ સાથે લઇ જવ પડશે આં તારી ફૂડ ઇવેન્ટ માં બોલ મંજૂર છે. નિશા ખુશ થઈ નાચી ઊઠી. પછી બોલી દુષ્યંત તમને કેમ ...??
તારા ફોલોવરસ માં હું પણ છું તે જોયું નથી ?? અને આં ઇવેન્ટ મારી જ કંપની ની છે તો તારે તો જવું જ પડશે. ખરા અર્થ માં આજે નિશા નહિ દુષ્યંત સ્વતંત્ર થયો હતો તેના વિચારો થી.....