એક નવો વિચાર... Fatema Chauhan Farm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એક નવો વિચાર...

બાની પોતાના નામ જેવા જ ગુણો ધરાવતી હતી. પરિવારમાં સૌથી નાની બાની બધા ની લાડલી હતી તેનું નામ જેટલું અલગ હતું તેવા જ તેના વિચારો પણ અલગ હતા. હંમેશા દુનિયાના અને પ્રકૃતિના ચક્રમાં તેને બાળ સહજ સવાલો થતાં એક સવાલ હતો કે , શું કામ રોજ મંદિરે જવાનું ?

બાની અત્યારે સાત વરસની હતી પરંતુ નાની ઉંમરથી જ તે તેના બા સાથે મંદિરે આવતી હતી. આજ તેનો દરરોજ નો નિત્યક્રમ હતો. ભવ્ય મંદિર અને તેમાં સ્થાપિત ભગવાન મૂર્તિ જોઈ તેને હંમેશા નવાઈ લાગતી હતી. તેના મનમાં હંમેશા એ વિચાર આવતો કે શું ભગવાન અહીંયા જ છે ? તે હંમેશા વિચારતી કે જે પોતાના સ્થાન પરથી હલતા પણ નથી અથવા પોતાનું સ્થાન બદલતા નથી તે આપણા પાલનહાર કઈ રીતે હોઈ શકે તે હંમેશા દાદી ને આ માટે સવાલો કર્યા કરતી હતી પરંતુ દાદી ના જવાબો હંમેશા તેના મનમાં એક નવો સવાલ ઊભો કરી દેતા હતા. તેના દાદી હંમેશા તેને ખિજાઈ જતા હતા કે શું આવા ફાલતુ સવાલો કર્યા કરે છે . એક દીકરીની જાતને આવા નાસ્તિક સવાલો કરવા ન જોઈએ ભગવાન તો આપણા સર્વ છે જો આપણે તેના વિશે એવું વિચારશો તો ભગવાન રિસાઈ જશે. હવે આ નાનકડી દીકરીમાં આવતા સવાલો સહજ હતા જટિલ રિવાજો અને રશમો તેના મગજની સમજણ બહાર હતી.

દાદી હંમેશા તેને ભગવાનની લીલાઓ, વાર્તાઓ કહેતા અને બાની તેને આતુરતાપૂર્વક સાંભળતી હતી. વાર્તા સાંભળ્યા પછી ફરી તેના સવાલો શરૂ થઇ જતા હતા. "આવું બધું ભગવાન કઈ રીતે કરતા હશે ? અને મેં કેમ નથી જોયું હું તો જ્યારે પણ જાવ તેઓ એક જ સરખી રીતે ત્યાં ઊભા હોય છે ? બોલતા પણ જોયા નથી ? તો તમને કેમ ખબર ? તમે ક્યારે જોયા ?" ત્યારે તેના દાદી તેને સમજાવતા," એ ગાંડી છોકરી આ તો ભગવાનની લીલા છે. જે આપણા જેવા સામાન્ય માણસો ન જોઈ શકે." એક વખત તો દાદીએ ખિજાઈને કહી દીધું કે આવા સવાલો કોઈ બીજાના સામે બોલવા નહીં , નહીં તો ભગવાન પાપ કરશે. હવે પાપ એટલે શું તે પણ બાની જાણતી ન હતી આથી એક નવો સવાલ તેના મનમાં જમ્યો ભગવાન પાપ કરશે એટલે શું ??

એક દિવસ બાની હંમેશની જેમ તેની દાદી સાથે મંદિરે ગઈ. આ દિવસ કંઈક અલગ હતો રોજની જેમ બા તેના સામાન્ય વસ્ત્રોમાં ન હતા નવી સાડી સરસ મજાના દાગીના અને વળી આજે તેના મમ્મી પણ તેમની સાથે હતા આજે મંદિરમાં સામાન્ય દિવસ કરતા વધુ ભીડ હતી તે પણ તેની બા અને મમ્મી સાથે લાઈનમાં ઉભી રહી ગઈ.

આજે આ મંદિરમાં ભગવાનની નવી મૂર્તિ સ્થાપિત થવાની હતી આથી સૌ કોઈ દર્શને આવ્યા હતા. નવી મૂર્તિ સ્થાપિત થતાં જોઈ બાનીના મનમાં ફરી એક વિચાર દોડી ગયો અરે આ શું ? આ બીજા ભગવાન ક્યાંથી આવ્યા ? પરંતુ તેની દાદીએ આખો કાઢી તેને ચૂપ કરી દીધી. પૂજા પતાવીને બધા પાછા ઘરે આવ્યા. બાનીને મનમાં ચાલતા સવાલો ના જવાબો કોઈ પાસે ન હતા. અંતે તે તેની મમ્મી પાસે ગઈ. તેણે તેની મમ્મીને પૂછ્યું," આં બીજા ભગવાન ક્યાંથી આવ્યા ?અને પેહલા હતા તે ક્યાં ગયા? " "અરે આ તો નવા ભગવાન છે." તેની મમ્મી એ કહ્યું. "તો કુલ કેટલા ભગવાન હોય છે?" બાની એ ફરી સવાલ કર્યો ? ત્યારે તેની મમ્મીએ તેને સમજાવતા કહ્યું કે," ભગવાન તો અસંખ્ય છે.અહીંના દરેક કણેકણમાં ભગવાન વસેલા છે આતો ભગવાનનું ઘર છે જેમ ભગવાન એ પણ આપણી જેમ કપડા બદલીને નવા વસ્ત્રો ધારણ કરેલા છે. જેમ આપણે દર વર્ષે મોટા થઈએ તેમજ ભગવાન પણ થાય. મમ્મીની વાત સાંભળી બાનીને હજી સંતોષ થયો ન હતો છતાં તે ચૂપ રહી.

આજે તે ફરી દાદી સાથે રોજની જેમ મંદિરે આવી . મંદિરની સીડીઓ ઉપર બેઠેલા ભિખારીઓ એ હાથ લંબાવ્યો ત્યારે તેની દાદીએ બનીને થોડા પૈસા આપતા કહ્યું," તું બધાને આપીને આવ હું અંદર જાઉં છું. બાની આ પૈસા ભિખારીઓ ના હાથ માં મુકવા લાગી. ત્યાં જ પાછળથી એક ભિખારી બોલ્યો," ભગવાન કે નામ પે કુછ દે દો બેટા ,ભગવાન તુમ્હારા ભલા કરેગા ." આ સાંભળી બા ની પાછળ ફરી તેણે આ ભિખારી તરફ જોયું અને પૂછ્યું, " તમે શું આ પૈસા ભગવાનને આપશો? તેઓ તેમ તમને કઈ છે પૈસા લેવાનું તો પછી હું મંદિરની અંદર ભગવાન ની પાસે રહેલી પેટીમાં પૈસા નાખું છું તે ક્યાં જાય છે ? તે પણ ભગવાન લઈ લે છે ?"

બાનીના આ બાળ સહજ પ્રશ્ન સાંભળી ભિખારી બોલ્યો કે," ના હું પૈસાને ભગવાનને નહીં આપુ હું તો આ મારા અને મારા પરિવાર ના ભરણપોષણ માટે લઉં છું." તો તમે ભગવાનનું નામ કેમ લીધું?" બાની એ પૂછ્યું.

ત્યારે તે ભિખારી બોલ્યો," કે જો હું ભગવાનનું નામ નો લઉં તો કોઈ મને મદદ કરે નહીં પણ ભગવાન છે તેઓ વિશ્વાસ અથવા ડર જે કહો તે લોકોને મારી મદદ કરતા રોકશે નહીં. ભગવાન તો દરેક કણ માં છે મારામાં પણ અને તમારામાં પણ. બસ ફરક એટલો છે કે તેના સ્વરૂપ અલગ અલગ છે એક માં તે મારા સ્વરૂપે મદદ લે છે. તો બીજાં માં તે તમારા સ્વરૂપે મદદ કરે છે.

ભિખારી ની વાત સાંભળી બાનીને તેના બધા સવાલોના જવાબ મળી ગયા હતા. તે સમજી ગઈ કે ભગવાન એક જગ્યાએ નથી તે તો બધે જ છે .બસ આ તો તેના અસ્તિત્વની ઓળખ આપણા જેવા સામાન્ય મનુષ્ય માટે છે.

આમ તે હસતી કુદતી ભિખારીને પૈસા આપી મંદિરની અંદર જતી રહી તે હવે સમજી ગઈ હતી કે સાચા ભગવાન મનુષ્યની અંદર જ છે આંથી જો આપણે કોઈ સાથે સારું કરશું તો પણ અને કોઈ સાથે ખોટું કરશો તો પણ તે ભગવાન સાથે જ થશે. આથી માણસ એ પણ પોતાની અંદર રહેલા સાચા ભગવાન ને ઓળખવો અને બીજાની અંદર રહેલા ભગવાનને સમજી તેની સાથે વ્યવહાર કરવો.