Wait books and stories free download online pdf in Gujarati

ઇન્તઝાર

અચાનક મિતાલી ની આંખ ખુલી ઘડિયાળ માં જોયું તો રાત્રિ ના સવા બે વાગ્યા હતા પણ તેની આંખો ની ઊંઘ ઉડી ગયેલી હતી હદય ના ધબકારા તેજ થય ગયા હતા. એટલી કપરી ઠંડી માં પણ મિતાલી પરસેવા થી નિંતરતી હતી. પણ આવું કય આં પહેલી વાર ન હતું. આ સપનું તેને છેલ્લા બે ચાર દિવસ થી આંખો ની સામે વારંવાર આવીજતું હતું . અને મિતાલી હફાળી થાય હતી.
જ્યારથી તેને સરહદ પર યુદ્ધ અને સૈનિકો ની વધતી હલચલ વિશે સમાચાર માં સાંભળ્યું હતું તેનું મન બીજે કય લાગતું જ ન હતું.
બેચેન માંન ને શાંત કરવા તેણે રુદ્ર નો નંબર ફોનમાં ડાયલ કર્યો પણ પાછો કાપી નાખ્યો. હજી રુદ્રને ગયા ને માત્ર પાંચ જ દિવસ થયા હતા પણ તંગદિલી ને વ્યસ્તતા ને કારણે તેની સાથે કોઈ ખાસ વાત થાય એમ ન હતી. રુદ્ર એક ભારતીય સૈન્ય નો નીડર સૈનિક ની સાથે તેની ટુકડી નો મેજર પણ હતો. ઘરે પરિવાર ને મળવા તે ઘણા સમય પછી આવ્યો હતો ખાસ તો તે તેની પત્ની મિતાલી અને તેની દીકરી ભવ્યા ને જે હજી બેજ મહિના ની હતી તેને જ મળવા આવ્યો હતો. તેના આવવાથી ઘર માં ઘણી રોનક આવી ગઈ હતી કારણકે તે છેલ્લા સાત મહિના પછી ઘરે આવ્યો હતો.
રુદ્ર પેહલા રાજસ્થાન ની ગંગાનગર સરહદ પર હતો. તેની આં પેહલી પોસ્ટ હતી. પછી તેના કામ અને દેશ પ્રત્યેના જસબા ને જોઇને તેને જમ્મુ કાશ્મીર ખીણ માં મોકલવામાં આવ્યો હતો.
તેને દુશ્મન દેશ સાથે ની અથડામણ માં અગિયાર આતંકી ને એકલા હાથે થાર કર્યા હતા. અને બીજા નાના મોટા કેટલાય આતંકી હુમલા અને ગતી વિધી પર તેને આક્રમકતા દેખાડી હતી. છેલ્લી એક અથડામણ માં તો તેણે તેના મેજર ની પણ જાન બચાવવા બદલ જ તેને આત્યરે દેશ ની Loc સરહદ પર યુદ્ધ માટે હાજર થવા માટે કહેવામાં આવ્યું હતું .અને આજ કારણે તેને ઓર્ડર મળતા તેની રજા ની વચ્ચેથી જ પાછું જવું પડ્યું હતું.અને તેને ટુકડી ને તૈયાર કરી Loc માટે કૂચ કરવાની હતી.
જોકે મિતાલીએ ઘણી હિંમત દાખવી હતી અને કય આં પહેલી વાર તો ન જ હતું પણ આં વખત તેને વધારે ચિંતા થતી હતી .કારણકે આં વખત ભયાનક યુદ્ધ ના આસર દેખાય રહ્યા હતા. તે ઊભી થઈ ને બારી પાસે આવી ઊભી રહી અને ચાંદ ને નિહાળતી રહી. તેનો સમય જાણે થંભી ગયો હતો. તે રુદ્ર સાથે વાત કરવા આતુરતાથી તેના ફોન ની રાહ જોવા લાગી. પણ તેની આંખો માં ઊંઘ ન હતી. તે પથારી માં સૂતી તેની દીકરી ને જોઈ ત્યાં જ ઊભી રહી.
સવાર નો ભાસ થતાં જ તે ઊભી થઈ ને રૂમ ની બહાર આવી. મનની સ્થિતિ ની સ્વસ્થ કરતી તે રોજિંદા કામો માં મન ને પરોવવું તેને યોગ્ય લાગ્યું. તે અન્ય કોઈ ને પોતાની ચિંતા જતાવા માંગતી ન હતી. પણ તેનું ધ્યાન તો સમય પર જ હતું.
મિતાલી નો ઇન્તજાર આજે તેને માટે સરળ ન હતો. આજે પહેલીવાર તે રુદ્ર માટે આટલી બધી ચિંતિત હતી , તેનો વિશ્વાસ આજે ડગ મગી રહ્યો હતો.ત્યાં જ તેને ટીવી પર યુદ્ધ ના સમાચાર સાંભળ્યા અને તે જાણે કે ધબકારા જ ચૂકી ગય, તે ધીરે ધીરે દ્ધેર્ય ગુમાવી રહી હતી.
ન તો તેની રુદ્ર વિશે કય જાણ હતી કે તેની સાથે કોઈ વાત થાય એમ હતી. માત્ર સમાચાર પર જ તેની આંખો મંડાયેલી હતી. આમ ને આમ દિવસ પસાર થઈ ગયો પણ રુદ્ર વિશે કોઈ સમાચાર ન હતા. પસાર થતાં સમય સાથે યુદ્ધ ની ભયાનકતા વધતી જતી હતી. કોઈ શાંતિ ના ચિન્હ દેખાય એવું લાગતું ન હતું.
આખરે 36 કલાક ની ભારે ચિંતા પછી મિતાલી એ હિમ્મત હારી રુદ્ર ને ફોન લગાવ્યો પણ સામે થી કોઈ જવાબ જ ન આવ્યો. રુદ્ર નો ફોન બંધ હતો. પછી તે રૂમ માં આવી ભ્વ્યા ને પથારી પર સુવડાવી દીવાલ ના એક ખૂણે ટેકો લગાવી ઢસડાઈ પડી. હવે તેના ઇંતજારે જવાબ આપી દિધો હતો.તેનો ચહેરો ફિક્કો પડી ગયો હતો. રુદ્ર ની ચિંતા અને થાક ન લીધે ક્યારે તેને ઊંઘે તેની બાહોસ માં લય લીધી તેની તેને ખબર જ ન પડી.
સવારના સુમારે સૂરજ ના કિરણો તેની આંખ પર આવતા અચાનક તે સફળી બેઠી થઈ. વર્ગખંડ માં આવી ટીવી શરૂ કરી સમાચાર લગાવ્યા પણ તેને બીજા કોઈ માં રસ ન હતો તે તો માત્ર રુદ્ર ની શોધ માં જ હતી. ચારે તરફ ભયાનકતા ના જ દ્રશ્યો હતા. યુદ્ધ ની મોટી ભયાનકતા દર્શા વાતી હતી. ઘણા સૈનિકો એ શહીદી વ્હોરી હતી અને આં સંભાળતા જ મિતાલી અધીર થઈ ઊઠી. મન ની ગભરાહટ વધતી જતી હતી. વિચારો ની હાળમાલા એ તેને બેચેન કરી હતી.
ત્યાં જ તેનો ફોન રણક્યો. તે ફોન તરફ ભાગી પણ ફોન ઉપાડતાં તેના હાથ ધ્રુજી રહ્યા હતા. મન માં કેટલાયે આશંકા ના વાદળો હતા. ડરતા ડરતા તેને ફોન રિસિવ કર્યો. ....
આવાજ સાંભળતા જ તે આવક બની ઊભી રહી. સામે ફોન પર રુદ્ર હતો. હા હા સાચું સાંભળ્યું. આં કોઈ સપનું ન હતું. ખરે ખર સામે રુદ્ર જ હતો. આવાજ સંભળતા જ મિતાલી ચોધાર આંસુ એ રડી પડી.
પોતાની ની વિજય સાથે તેને તેની સલામતી ના સમાચાર આપ્યા અને ઝડપથી ઘરે આવશે એવું પણ કહ્યું. આં કહેતા જ મિતાલી એ હાસ્કરો અનુભવ્યો. આખરે તેની પણ જીત હતી.અને તેના વિશ્વાસ ની પણ....
આમ અહીં મિતાલી નો ખરા અર્થ માં ઇંતેઝાર પૂર્ણ થયો.


Farm...



બીજા રસપ્રદ વિકલ્પો