evening special books and stories free download online pdf in Gujarati

ખાસ સાંજ

આજે ખરેખર મને હાશકારો થયો. કેટલાય દિવસ ના ઉજાગરા પછી મને નિરાંત ની ઊંઘ આવશે એમ વિચાર આવતા જ હું કોફી સાથે બાલ્કની માં જઈ ઊભો રહ્યો..એક અજાણ્યા સિટી અને એમાં પણ નવા દેશ માં એકલા રેહવું બોવ મોટી પરિક્ષા હતી.

દુબઈ ના બુર એરિયા માં મને એક મલ્ટી નેશનલ મોલ માં જોબ તો મળી પણ અહી રેહવુ એક મોટું સંઘર્ષ હતું.અજાણ્યું શહેર , કલ્ચર અને જીવનશૈલી કઈક અલગ જ હતી. જોકે રેહવાની બધી વ્યવસ્થા કંપની તરફથી હતી પણ અજાણ્યા લોકો ની સાથે રેહવું થોડું અઘરું હતું. નાનકડા રૂમ માં ચાર લોકો અને એમાં પણ અલગ કલ્ચર ના લોકો સાથે મને તો જાણે ક્યા આવ્યો એમ થવા આવ્યું હતું.

મારી જોબ નો સમય મીડનાઈટ નો હતો .આથી મોડી રાત્રે હું શોપ કલોઝ કરી પાછો આવતો ત્યારે બધા સૂતા હોય અને હું ઉઠું ત્યારે બધા પોતાના કામ પર જતા રહ્યા હોય હું એકલો રૂમ માં મારું કામ જાતે જ પતાવી પછી મારા કામ પર જતો અને રજા તો મારી માંડ થઈ ને નીકળતી ઘણી વાર તો હું એ પણ ટાળતો. કોઈ દિવસ જરૂર વગર ગામ ની પણ બહાર ન નીકળવા વાળો હું અહી સાવ એકલો પડી ગયેલો હતો. છ માસ વીત્યા સુધી પણ કોઈ ખાસ મિત્ર બન્યું ન હતું. પણ આજે જાણે મને કોઈ પોતીકું મળ્યું તેવો એહસાસ થયો.

ઇન્ડિયા માં મારું દસ લોકો નું મોટું કુટુંબ . બધા સાથે રહીએ આથી એકલા રેહવની તો આદત જ નહિ . ભણ્યો અને સારી જોબ પણ મળી ગઈ કંપની તરફથી વિઝા પણ ઝડપથી મળ્યા .કામ તો સારું હતું પણ અહી પારકા પરદેશ માં રહવું મારી માટે અઘરું થઈ પડ્યું.કેટલીકવાર રજા માં હું એકલો જ બહાર ફરવા નીકળી પડતો. સ્ટાફ ના લોકો સાથે થોડી ઓળખાણ થઈ હતી પણ કામ વગર ની કોઈ ખાસ વાત થતી ન હતી.

ઘણા સમય પછી હું આજે રજા હોવા થી ખાસ તો ખરીદી માટે જ બહાર નીકળ્યો, મને એક મફલર લેવું હતું એટલે આથી કોઈ ઇન્ડિયન સ્ટોર ગોત તો હતો અને તે અલ્મારકડ માં મળી પણ ગઈ. અંદર જતા ની સાથે જ ઇન્ડિયા માં આવી ગયો હોય તેવું લાગ્યું . પોતાના પણા ની ભાવના થઈ આવી. બધી ઇન્ડિયન વસ્તુ અહી હતી. દરેક જરૂરિયાત ની વસ્તુ અહી હું જોઈ હરખાયો. અને કાશ્મીરી મફલર પણ મને મળી ગયું . જોઈતું મળી ગયાનો મને આનંદ થયો. સ્ટોર ના કાઉન્ટર પર ગયો ત્યાં એક ઇન્ડિયન છોકરી ને જોઈ બોલતા પોતાને રોકી ન શક્યો. , "આ તમારી શોપ છે.? કે પછી અહી તમે કામ કરો છો ? ગર્લ ઘણી હસમુખી અને ખુશ મિજાજી હતી , "લાગે છે તમે અહી નવા આયા છો ?" તેણે પૂછ્યું. મે વળતો જવાબ આપ્યો , "હા છ મહિના જ થયા છે અહી જોબ માટે આયો છું. ઘણા સમય થી એક મફલર ગોતતો હતો જે આજે મને ગમતું મળી ગયું. અને તમે ?" મે પૂછ્યું. તે બોલી હું અહી મારા ભાઈ ભાભી સાથે વર્ષો થી રહુ છું. હું અને ભાઈ સાથે કામ કરીએ છે અને આં શોપ ને ચલાવીએ છીએ. આં અમારી ઇન્ડિયન વસ્તુ ની શોપ છે ." ઓહ નાઈસ " કહી મે તેનો નંબર લીધો અને જલ્દી મળસુ કહી ત્યાંથી નીકળવા લાગ્યો , ત્યાજ તે બોલી ઓ મિસ્ટર ઈન્ડિયન તમારું નામ કેહસો મે કહ્યુ ,"સાહિલ" અને આપ ? રોઝી. મે હસતા ફરી મળશું એમ કહ્યું અને તે પણ એક સ્મિત સાથે પોતાના કામ માં લાગી ગઈ.

આખરે ઘણા સમય પછી કોઈ મળ્યું હતું અને તે પણ ઇન્ડિયન , હવે તો જાણે જાન માં જાન આવી હોય તેનો અનુભવ થયો. રાત્રે સૂતી વખતે ગુડ નાઈટ વિશ નો મેસેજ નાખી કોફી વિશે પૂછ્યું ,પણ જવાબ ન આવતા હું સૂઈ ગયો. સવારે ઉઠતાં ની સાથે જ ફોન ની ટયુન રાણકી, તેણી એ "ઓકે ફ્રાયડે સાંજે સાત વાગે "કહી મારી સવાર ને ગુડ કરી દીધી .અને બસ પછી તો હું તે જ દિવસ ની રાહ જોવા લાગ્યો. જોકે મેસેજ માં તો રોજ વાતો થતી હતી પણ રૂબરૂ મુલાકાત ની વાત જ અલગ હોય છે.

આખરે તે દિવસ આવી ગયો અને હું ટીપ ટોપ તૈયાર થઈ નીકળ્યો આજે પેહલી વાર અહી આવ્યા પછી હું કોઇસાથે બહાર જવાનો હતો અને કોઈ છોકરી સાથે તો પેહલી જ વખત.અલમારકડ માં જ એક કેફે હતો ત્યાં મળ્યા તે પણ એક સુંદર ઇન્ડિયન ડ્રેસ માં મળવા આવી હતી. બંને એ કેફે નો એક કોર્નર પકડી કોફી ઓર્ડર કરી વાતે વળગ્યા, જાણે ઘણા સમય પછી કોઈ ગાઢ મિત્રો મળ્યા હોય તેમ વાતો નો સિલસિલો ચાલુ રહ્યો. પછી તો અમે સારા મિત્રો બની ગયા હતા. વાતો જ એટલી બધી કે કેફે માં જ સમય પસાર થઈ જતી. અને આજ જાણે અમારું વિકેન્ડ બની ગયું હતું અને પાછા ડે અને ટાઈમ બંને ફિક્સ. ફ્રાય ડે સાંજે સાત વાગે વિથ સ્પેશિયલ કોફી. વાતો તો રોજ થતી પણ આં મુલાકાત કઈક ખાસ બની ગઈ હતી. હું અને રોઝી બંને વિકેએન્ડ ની આતુરતા થી રાહ જોતા.જાણે આખા વિક નો થાક ઉતારવા માટે તે જ પૂરતું હતું.

વેલ અમારે વચ્ચે કોઈ પ્રેમ ન હતો પણ ગાઢ મિત્રતા તેના થી પણ વિશેષ હતી. જે અમારામાં ખાલી પડેલી એકલતા ને પૂર્ણ કરીને સાંજને યાદગાર બનાવતી હતી.







બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED