યશ્વી... - 38 (અંતિમ ભાગ) Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

યશ્વી... - 38 (અંતિમ ભાગ)

(નાટકમાં માનસને લોહીની ઊલટી થાય છે. ડૉક્ટર તેને લ્યુકેમિયા થયું છે એવું કહીને સ્ટ્રોંગ બનવાનું કહે છે. હવે આગળ..)

【પાંચમો સીન】
[સ્ટેજ પર ઘર જેવો લુક]
(એક બાજુ બેડ પર માનસ સૂતો હોય છે. નમન નમ્યા આવે છે અને તેને જોઈને તેઓ ઉદાસ બની જાય છે, એટલામાં દાદા, દાદી આવે છે.)

દાદા: "જો તને કહ્યું ને કે માનસ તો કહે પણ તે તેને ખવડાવીશ નહીં. ડૉક્ટરે ના પાડી છે."

દાદી: "મારો દીકરો માંગેને હું ના આપું કેવી રીતે બને. આમ પણ તેની પાસે કેટલો સમય છે?"
(દાદી રોવા લાગે છે.)

દાદા: "જો તું પાછી જીદ પકડીને બેઠી, સમજ તું. આપણે નમ્યાને મદદ કરવાની છે નહીં કે એની તકલીફ વધારવાની."

(બંનેને ઉદાસ જોઈને)
દાદા: "નમન આને સમજાવ કે આવું ના આપે. શું થયું તમને? ડૉકટરે કંઈ કહ્યું?"

(નમનની આંખમાં આસું આવી ગયાં એટલે એ જોઈને દાદી એની જોડે ગયા)
દાદી: "શું વાત છે નમન? શું કહ્યું ડૉક્ટરે? જલ્દી બોલ મારું મન ગભરાય છે."

નમ્યા: "મમ્મીજી કિમોથેરાપી થી માનસની સ્થિતિમાં સુધારો નથી થઈ રહ્યો એટલે..."

નમન: "એટલે કિમોથેરાપી બંધ કરવાની છે."

(એટલામાં માનસ જાગી જતાં વાત ત્યાં પડતી મૂકીને દાદી તેની જોડે જાય છે.)
દાદી: "લે તારે આ ખાવું હતું ને પણ તારી આ મધર ઈન્ડિયા કંઈ ખાવા નથી દેતી ને તો ખાઈ લે."

માનસ(ઉધરસ ખાતાં): "સ્વીટી રહેવા દે ને, આમેય મધર ઈન્ડિયા આવીને હમણાં બ્લા.. બ્લા... કરશે પાછી."

દાદી: "દાદીને સ્વીટી કહે છે ને તો પછી તારું ભાવતું ખાઈ લે."

(દાદા અને નમન આંખો લૂછીને ત્યાં આવી જાય છે.)
દાદુ: "શું વાત છે, આ નૌટંકી ને વડાપાઉં. મને નહીં"

(માનસ એ લઈને દાદુને આપે છે.)
નમન: "તો પછી આ પોપસને શું આપીશ."

(માનસ તેનો હાથ પકડે છે જ ત્યાં તેને ઉધરસ આવી જાય છે અને મ્હોં માંથી લોહી પડે છે. એ સાંભળીને નમ્યા ત્યાં આવી જાય છે. બધા ગભરાય છે પણ નમ્યા તે લોહી ફટાફટ લૂછી નાખે છે.)
નમ્યા: "લે બેટા, આ દળિયો ચટપટો બનાવ્યો છે, ખાઈ લે."

માનસ: "હા મોમ"
(નમ્યા જતી રહે છે પછી)
"આ મધર ઈન્ડિયા પણ કેવી અજીબ છે નહીં. આમ હિટલર બનતી ફરે છે. એવું દેખાડે છે કે તેને કોઈ ફરક નથી પડતો મારી તકલીફો થી. છતાંય તેની આંખોમાં મારા માટે વરસાદ છે. પણ કેવો અજબ કે તે મારા દેખતાં વરસતો જ નથી. નહીં દાદી"

દાદી: "એવું કેમ બોલે છે બેટા?"

માનસ: "જો ને દાદી મને તકલીફ ના પડે કે દુઃખ ના થાય તે માટે તે તો રોતી નથી કે નથી તમને રડવા દેતી. ખુશ રહી નથી શકતી પણ ખોટે ખોટો પ્રયત્ન કરે છે."
(દાદી આંખો બંધ કરી લે છે.)

દાદા: "એવું કંઈ નથી માનસ બેટા?"

માનસ: "દાદુ તમે પણ ખોટું બોલશો? તમે મને શીખવ્યું નથી કે ખોટું ના બોલાય. તો પછી.."

નમન: "ના બેટા, દાદુ ખોટું નથી બોલતાં."

માનસ: "મને ખબર છે કે પોપસ તમે પણ આમાં સામેલ છો."

નમન: "માનસ..."

માનસ: "એક મિનિટ પોપસ, મને એ પણ ખબર છે કે મોમ મારા માટે થઈને રડતી નથી. મને બ્લડ કેન્સર થયું છે. મારી આ વેદનાથી કે લોહી પડવાથી હું ડરીના જાઉં એટલે તે રડતી નથી મારી આગળ. પણ સૌથી વધારે દુઃખી તો મારી મોમ છે. પણ પોપસ મારા ગયા પછી તમે તેને બરાબર રડવા દેજો. નહીં તો તે મારા વગર રહી નહીં શકે. અને મારા સ્વીટ સ્વીટી અને દાદુને પણ..."

(બધા અવાક બનીને તેને જોઈ રહે છે અને ખૂણામાં ઊભેલી નમ્યા પણ.)
[પડદો પડે છે.]

યશ્વી મનમાં જ બોલે છે કે, "સોહમ તારી એ તકલીફો તો હું કેવી રીતે જોતી હતી એ તો મને જ ખબર છે. એમાં જયારે મને ખબર પડીને કે કિમોથેરાપી બંધ કરવાની ડૉક્ટરે કહ્યું તો મારા પર કોઈએ હજાર મણનો પથ્થર મૂકયો ના હોય એવું લાગતું હતું."

(બધાં જ માનસની આજુબાજુ ઊભા છે.)
માનસ: "એય મધર ઈન્ડિયા જો હું ખુશ છું અને જવા માટે રેડી પણ."

નમ્યા: "માનસ બોલ નહીં હવે.."

માનસ: "મધર ઈન્ડિયા હવે તો ઈન્સ્ટ્રકશન ના આપ. સ્વીટી મારી મોમને લાડ કરજે મારા વતી. દાદુ તમારી તબિયત સાચવજો અને સ્વીટીની પણ. અને પોપસ તમે મને આપેલું પ્રોમિસને પાળજો.

(મ્હોં માંથી લોહી આવે છે.)
"મોમ લવ યુ, મને ખબર છે કે તું મને સૌથી વધારે વહાલ કરે છે અને ખુશ રાખવા માટે મથે છે. એટલે રડતી નથી. પણ મોમ તું મારા ગયા પછી રડજે. તારા મનનો બધો ઊભરો ઠાલવી દેજે. તે હું નહીં જોઉં, પ્રોમિસ."

નમ્યા: "આવું શું બોલે છે, તને સારું થઈ જશે."

માનસ: "નો મોમ મને અને તને પણ ખબર છે કે તે પોસીબલ નથી. પણ તું સ્ટ્રોંગ થજે. લવ યુ મોમ....એન્ડ ઓલ...."

(માનસ આંખ બંધ થઈ જાય છે)
નમ્યા: "માનસ...માનસ... ઉઠ બેટા... હું તારી મોમ છું. મારી કહેલી વાત માન. નહીં તો હું બ્લા..બ્લા... કરીશ."

નમન: "નમ્યા માનસ નહીં ઉઠે. બસ હવે તું રોઈ લે. એ હવે તને કયારેય..."

નમ્યા: "હમણાં મને મધર ઈન્ડિયા અને (દાદીને) તમને સ્વીટી કહેશે. માનસ...."

(બોલતી તે ચીસ પાડીને રોવા લાગે છે.)
[પડદો પડે છે]

યશ્વી મનમાં ને મનમાં વિચારે છે કે, "સોહમ તું ચાલ્યો ગયો ત્યારે મારી હાલત આનાથી પણ ખરાબ હતી. બેટા માટે તું પાછો આવને જીદ કરવા, રમત રમવા તને બધા યાદ કરે છે. "

અને તે રોવા લાગે છે. દેવમ તેને આશ્વાસન આપે છે.

ઓડિયન્સની આંખો માં આસું હોય છે જે યશ્વીને તેના લખેલ નાટક માટે માન આપી રહ્યું છે.

ફિલ્મ મેકર્સમાં થી મિ. નાગાર્જુને સ્ટેજ પરથી એનાઉન્સ કર્યું કે આ નાટક પરથી તે એક ફિલ્મ બનાવશે. અને એ ફિલ્મ લેખક યશ્વી જ હશે."

યશ્વી મનમાં વિચારે છે કે, "સોહમ તે જતાં પહેલાં જે વચન લીધું હતું તે મેં પૂરું કર્યું બેટા. લવ યુ બેટા...."

💐💐💐💐💐💐💐💐💐💐💐💐

બધા જ વાચકનો ખૂબ ખૂબ આભાર કે મારી આ નવલકથા 'યશ્વી: લેખનથી લેખક સુધીની સફર' ને આટલો સારો પ્રતિસાદ આપ્યો. અને મારી બીજી નવલકથાને પણ આગળ આપતાં રહેજો.
નમસ્કાર.