યશ્વી... - 2 Mittal Shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

યશ્વી... - 2

( યશ્વી ને નાટક લખવા માટે પ્રો.રામી અને પ્રો.સહાય તેને પ્રોત્સાહિત કરે છે. યશ્વી નાટક લખી નાખે છે. હવે આગળ)

15મી ઓગષ્ટે ધ્વજવંદન અને સ્પીચ પછી પ્રો.અમીન સરે એનાઉન્સ કર્યું કે, "આપણી કોલેજના ઈગ્લીશ ડિપાર્ટમેન્ટના સ્ટુડન્ટસ એક નાટક રજુ કરી રહ્યા છે. તો આવો નિહાળીએ નાટક 'ભારતમાતાની વ્યથા'...

(સ્ટેજ પર ભારતમાતાનો વેશ પહેરીને સોનલ પ્રવેશે છે. ભારતમાતા બોલે છે.)

'હું 50 વર્ષ પછી જાગી છું. વળી, આજે 15મી ઓગષ્ટ છે. આજના દિવસે મને ગુલામી માંથી આઝાદી મળી હતી. મારી પ્રજા આઝાદ થઈ હતી. એ વખતની ખુશી દરેકના મુખ પર દેખવા લાયક હતી. અને મારી પ્રજા -હવે તેઓ પણ પછાત નહીં હોય, પોતાની મરજીના માલિક હશે. હું ખરેખર મારો આનંદને વર્ણન કરી શકું એમ નથી. મારી પ્રજા કેટલી ખુશહાલ હશે. લાવ તે જોવા નીકળું..'

(મધ્યમ ઘરની બહાર એક સ્ત્રી બીજી સ્ત્રીને મારી રહી હતી અને એક પુરુષ ખાટલા પર બેઠો બેઠો જોયા કરતો હતો.)
મારનારી સ્ત્રી બોલી: "મેં તને કહ્યું હતું ને કે 10 લાખ લઈને જ તારા પિયરથી લઈને આવજે આ ઘરમાં. પણ ભૂખડી બારસની છોડી ભૂખડી બારસ છે હાવ. તારે તો હાવ મફતના રોટલા જ તોડવા છે. તે ખાલી હાથે હેંડી આવી."

માર ખાતી યુવતી રડતી રડતી બોલી: "પણ બા મારા પપ્પા પાસે પૈસા કયાંથી આલે. દેવું કરીને તો મારા પપ્પાએ લગ્ન કર્યા છે. તેમને તો ખાવાના પણ ફાફા છે. આખા દિવસમાં માંડ એક ટંક ખાવાનું ભાળે છે. ત્યો આ દસ લાખ કયોથી લાવે?"

ખાટલા પર બેઠેલો પુરુષ બોલ્યો: "બા હું તને કહેતો જ હતો કે આ લોકો પાસેથી કંઈ નહીં મળે. પણ તું તો મારું કયારેય સાંભળતી જ નથી'
( માર ખાતી યુવતી સામે જોયું ને બોલ્યો.)

'તારા કારણે મારું પ્રમોશન અટક્યું છે. જો તું દસ લાખ નહીં લાવે તો હું બીજા લગ્ન કરી લઈશ." બોલીને તેને પાટા મારવા લાગ્યો.

માર ખાતી યુવતી બોલી: "તમે તો સમજો."

(આટલું સાંભળતા જ તે ડોશી અને પુરુષ બંનેય મારવા લાગ્યા)

બંને બોલ્યા: "સામું બોલેશે પાછું. જો તું હવે શું હાલ કરું છું."

(એ જોઈને ભારતમાતા બંને પાસેથી માર ખાતી યુવતીને છોડાવી.)

અને ઘરડી સ્ત્રી સામે જોઈ બોલ્યા: "કેમ તમે વહુ ની જગ્યાએ પૈસા છાપવાનું મશીન લાવ્યા છો. એના પિતા પાસે પૈસા ના હોય તો કેવી રીતે લાવે."

પુરુષ સામે જોઈને બોલ્યા કે, "કેમ જાતે મહેનત કરતાં જોર આવે છે. જાતમહેનતથી જીવી નથી શકાતું કે પ્રમોશન મેળવી નથી શકાતું. તે તારે પૈસા જોઈએ છે. દહેજના લાલચી છો તમે બંને."

પુરુષ બોલ્યો: "એય તું કોણ છે? તને કોણે કહ્યું અમારા ઘરના મામલામાં બોલવાવાળી. ચાલતી પકડ."

(એમ કહીને ધક્કો માર્યો. ભારતમાતા ખિન્ન મનથી આગળ ચાલી ત્યાં જ
એક પુરુષ ચા બનાવતો હતો.9-10 વર્ષનો બાળક કપ-રકાબી ધોતો હતો. અચાનક એક કપ તૂટી ગયો)

ચા બનાવતો પુરુષ બોલ્યો: "આધંળો છે તું, દેખાતું નથી તે. નુકશાન પર નુકશાન કરે છે.
50 રૂપિયા કાપી લઈશ તારી દાડીમાંથી. તારી મા એ કીધું હતું એટલે નોકરી પર રાખ્યો."

(એમ બડબડ કરતો હતો. નાનો બાળકના આંખમાં આસું પડવા લાગ્યા.)

રડતો રડતો બોલ્યો: "ગઈકાલ નું કશું નથી ખાધું કાકા એટલે ચક્કર આવી ગયા. દાડી ના કાપતાં ગઈકાલે પણ તમે દાડી કાપી લીધેલી. 20રૂપિયા માંથી પાંચ જણનું પુરુ કેવી રીતે થાય? ઉપરથી પૂરા પૈસા ના આપું તો બાપા ખાવા પણ નથી દેતા."

ચા બનાવતો પુરુષ બોલ્યો: "તું નુકસાન કરે તો ભરપાઈ તારે જ કરવાની સમજયો આવા બહાનાં મને નહીં બતાવાના. કામ કરવા માંડ છાનોમાનો.

( આટલું બોલીને તેને મારવા લાગ્યો. ત્યાં ભારતમાતા આવ્યા ને રોકવા લાગ્યા.)

રોકતા રોકતા ભારતમાતા બોલ્યા: "શું કામ મારો છો? ભાઈ, નાનકડું બાળક છે. ભૂલ થાય કોઈ વાર."

પેલો માણસ બોલ્યો: "રોજ ભૂલ ના થાય ડોશલી. તને ખબર ના પડે. આ લોકો માર ખાવાના લાયક જ હોય."

ભારતમાતા બાળકને પૂછયું: "તું કેમ કામ કરે છે? સ્કુલે જવું ગમતું નથી?"

રોતાં રોતાં બાળક બોલ્યો: "બાપાએ જબરજસ્તી કામે લગાડયો છે. એવું કહે છે કે બે પૈસા ઘરમાં લાવ તો જ ખાવાનું મળશે."

ભારતમાતા: "તો તારી બા"

બાળક: "એને જ તો દાડી પર જવું પડે છે. વળી, મારી મા તો મરી ગઈ છે. આ તો બીજી મા છે."

ચા બનાવતો પુરુષ બોલ્યો: "સવાર સવારમાં કેવા કેવા નૌટંકીઓ હેડયા આવે છે. ચાલતી પકડ અહીંથી."

(પેલા બાળકને મારતો મારતો કપ-રકાબી ધોવા બેસાડયો.)

ભારતમાતા વિચાર્યું કે: "હું આ અભણ લોકોને જોવા નીકળી છું એટલે જ આવું જોવા મળે છે. ભણેલા લોકો પાસે જઈશ તો ત્યાં તો ચોક્કસ સ્વસ્થ, સુંદર અને આઝાદ ભારતની તસવીર જોવા મળશે. તે સારા એરિયામાં જાય છે.
ત્યાં એક હાઈ ફાઈ ફલેટની અંદર શૂટ પહેરલો યુવક-યુવતી હતી.)

યુવક : "જો ડાર્લિંગ મારે છોકરી નથી જોઈતી. તો પ્લીઝ એબોર્શન કરાવી લે."

યુવતી : "પણ તને કેવી રીતે ખબર પડી કે છોકરી છે. છોકરો પણ હોય, આમ પણ આ આપણું ફર્સ્ટ ચાઈલ્ડ છે. તેને આ દુનિયામાં આવા દે."

યુવક: "હું ચેક કરાવી ચૂક્યો છું. છોકરી મારે નથી જોઈતી. તું એબોર્ટ કરાવી લે."

યુવતી: "મનન તું એક ડોકટર છે.એજ્યુકેટેડ થઈને તું આવું વિચારે છે. શેઈમ ઓન યુ"

યુવક: "પણ મારે નથી જોઈતી.એબોર્ટ કરાવી લે. ફોલો માય ઓર્ડર."

યુવતી (એકદમ દ્રઢતાથી) : "હું આવું બિલકુલ નહીં કરું. તું એક ડૉકટર થઈને જીવ લેવા તૈયાર છે. પણ હું જીવ લેવા નથી માંગતી. અને ડૉકટર જીદંગી આપે પણ મનન લે નહીં. તું આ બરાબર નથી કરતો."

( યુવતીને યુવકે વાળ ખેંચીને નીચે પાડી દીધી. )

યુવક (ગુસ્સામાં): "મને ના શીખવાડ સમજી.
હું કહું તમે જ કર. ધેટ્સ માય ઓર્ડર"

યુવતી: "પણ મનન, આ સંતાન તારું અને મારું છે. આ જીવને પણ દુનિયા દેખવાનો અધિકાર છે. તને જન્મ આપનારી, તને રાખડી બાંધનારી પણ છોકરી છે."

યુવકે પેટ પર લાત મારીને: "મને ના શીખવાડ. જીભાજોડી નહીં કરવાની. ઓન્લી ફોલો માય ઓર્ડર."

(આમ કહીને મારવા લાગ્યો. એકદમ જ ભારતમાતા આવ્યા.)

ભારતમાતા સમજાવતાં: "બેટા આમ ના મારાય તેને, તે ગર્ભવતી છે. તે છોકરી ભલે હોય પણ છે તો તારું જ અંશ. પછી આવું કેમ? સ્ત્રી ભ્રૃણ હત્યાનું પાપ ના કરાય.વળી એ એક કાનૂની ગુનો પણ છે. તું જો ડૉક્ટર થઈને ના સમજે તો સામાન્ય માણસ કેવી રીતે સમજશે.?"

યુવક: "મને શીખવાડનારી છે તું કોણ?

(સ્ટેજ પર -
યુવક ભારતમાતાને ધક્કા મારવા લાગ્યો. એક બાજુ પુરુષ નાના બાળકને કામ કરવાતો, એક ઘરડી સ્ત્રી અને યુવાન પુરુષ યુવતીને મારતો હતો. એવામાં ભારતમાતા એ જોશથી બૂમ પાડી.)

" બસ, આ શું માંડયુ છે. આવું તો કયાંય મારું ભારત નહોતું. મારુ ભારતની આવી તકદીર અને તસવીર. આના કરતાં હું આઝાદ ના થઇ હોત તો સારું. એ ગુલામીની બેડીઓ સારી આવી આઝાદી કરતાં.

(દહેજ પ્રથા)
આ લોકો તો દહેજના ભૂખ્યા, પૈસાના લાલચી છે. આવા લોકો તો સ્ત્રીને સ્વતંત્ર રીતે જીવવાનો હક પણ છીનવી લે છે. એવું શું કામ?

(બાળ શોષણ)
આ બાળકને ભણાવવા ની જગ્યાએ મજૂરી કરાવે છે. શું મારું ભારત આવું જયાં બાળકોને ભણવાનો હક પણ છીનવી લેવામાં આવે છે.

(સ્ત્રીભ્રૃણ હત્યા)
આ તો વળી ડૉક્ટર છે. પણ છોકરી નથી જોઇતી. કેમ છોકરીને આ દુનિયા દેખવાનો, આવવાનો અધિકાર નથી.કેમ નથી સમજતા કે પત્ની જોઇએ, માતા-બહેન પણ જોઈએ પણ છોકરી નહીં.

( ભારતમાતા રોતી રોતી બેસી ગઈ)
મારું ભારત આવું ના હોય.. મારી પ્રજા ના હોય આવી.. કયાં ગયા ગાંધીજી.. કયાં ગયા સરદાર.. કયાં ગયા સુભાષચંદ્ર બોઝ.. કયાં ગયા સ્વાતંત્ર્ય સેનાનીઓ.. મારા ભારતને આ હાલાકી માંથી કાઢો, આ ગુલામી માંથી આઝાદ કરો. નહીં તો કોઈ સ્ત્રી છોકરીને જન્મ આપે. કોઈ બાળક તો મજૂરી કરતું જોવા મળશે. બચાવો મારા ભારતને બચાવો..મારા ભારતને આવું નાદાર, કાયર, હત્યારુ ના બનાવો. ઉગારો કોઈ એને આમાંથી. બચાવો કોઈ એને બચાવો.. કોઈ બચાવો એને..
( હીબકાં ભરે છે ભારતમાતા, પડદો પડી જાય છે.)

(શું નાટક ઓડિયન્સ અને પ્રોફેસર ને ગમશે? શું કહેશે નાટક વિશે? શું યશ્વીને શાબાશી મળશે કે નહીં?
જાણવા માટે જુઓ આગળનો ભાગ)