Yakshi - 37 books and stories free download online pdf in Gujarati

યશ્વી... - 37

(યશ્વીએ લખેલું નાટક 'કેન્સર એટલે કેન્સલ?' થિયેટરમાં ભજવાય છે. એમાં નમન, નમ્યા, દાદા, દાદી અને માનસના સંવાદો અને માનસના નખરાં બતાવ્યા. સ્કુલમાં માનસને લોહીની ઊલટી થાય છે, તે જોયું. હવે આગળ....)

【ચોથો સીન】
[સ્ટેજ પર હોસ્પિટલ જેવો લુક, તેમાં એક બાજુ બેડ અને એક બાજુ ખુરશી-ટેબલ અને તેની સામે બીજી ખુરશી]
(નમ્યા માનસને લઈને આવે છે.)

નમ્યા: "ડૉકટર... ડૉક્ટર, માનસને કંઈ તકલીફ થઈ લાગે છે?"

ડૉક્ટરે: "શું થયું માનસને? પહેલાં તેને બેડ પર સુવાડી દો."

(કહીને બેડ બતાવે છે, નમ્યા ત્યાં તેને સૂવાડે છે.)
ડૉકટર: "હવે બોલો...."

(ત્યાં સુધીમાં નમન આવી જાય છે.)
નમન: "નમ્યા માનસને શું થયું?"

નમ્યા: "સ્કુલમાં માનસને રમતાં રમતાં લોહીની ઊલટી થઈ અને પછી બેભાન થઈ ગયો હતો. ડૉક્ટર તમે પહેલાં એક વાર તેને ચેક કરી લો."

(ડૉક્ટર ચેક કરીને)
ડૉક્ટર: "જુઓ માનસ આમ તો ઓકે છે. કદાચ આંતરડા પર સોજો હોઈ શકે. એટલે લોહીની ઊલટી થઈ હોય, ડોન્ટ વરી અમુક રિપોર્ટ કઢાવી એટલે ખબર પડી જશે કે થયું શું છે?"

નમન અને નમ્યા: "ઓકે, સર"

(ડૉક્ટર ખુરશી પર બેઠેલા હોય છે. સામે બે ખુરશી પડેલી હોય છે.)
નર્સ: "સર, તમને અને મેમને ડૉક્ટર બોલાવે છે. રિપોર્ટ આવી ગયા છે, તમે વાત કરીને આવો. હું માનસનું ધ્યાન રાખું છું."

(નમન અને નમ્યા ડૉકટર જોડે જાય છે.)
ડૉક્ટર: "બેસો નમન અને નમ્યા, ખૂબજ જરૂરી વાત કરવાની છે."

નમન: "શું રિપોર્ટ આવ્યો?"

નમ્યા: "મારા માનસને કંઈ થયું નથી ને?"

ડૉક્ટર: "જુઓ તમને કેવી રીતે કહું તે જ સમજાતું નથી"

નમ્યા: "વાત શું છે? રિપોર્ટ શું આવ્યો, ડૉક્ટર?"

ડૉક્ટર: "જે વખતે નમ્યા માનસને લોહીની ઊલટી થઈ અને લાવેલી ત્યારે જ મારા મનમાં હતું કે કદાચ આંતરડા પર સોજો અથવા લ્યુકેમિયા મીન્સ બ્લડ કેન્સર..."

નમન: "અચાનક આવું કેમ કહો છો?"

ડૉકટર: "મારી વાત પૂરી થવા દો નમન, આ ડાઉટના કારણે જ મેં લ્યુકેમિયાના ટેસ્ટ કરાવ્યો છે. અને તે ટેસ્ટ પોઝીટીવ આવ્યો છે. માનસને લ્યુકેમિયા થર્ડ સ્ટેજમાં છે."

(એકી શ્વાસે ડૉક્ટર બોલી જાય છે.)
નમ્યા(ગુસ્સાથી): "તમે કેવી વાત કરો છો? તમે માનસને બ્લડ કેન્સર થયો છે, એવું કહો છો. તમને ખબર છે ને?"

ડૉક્ટર: "જો નમ્યા ગુસ્સાથી કંઈ વળશે તો નહીં જ. તો પછી...."

(નમ્યા રોવા લાગે છે. નમન તેને ચૂપ કરે છે.)
નમન: "એવું પણ બને ને કે રિપોર્ટ ખોટો હોય."

ડૉક્ટર: "હું આ કહું છું તે પહેલાં જ મેં ટેસ્ટ કરનાર ડૉક્ટર, મારા એક મિત્ર કેન્સરના ડૉક્ટર છે, તેમને બતાવીને ચેક કરી લીધું છે. એ બધાનો મારા જેવો જ ઓપિનિયન આપ્યો છે. એટલે રિપોર્ટ પર કોઈ જ ડાઉટ નથી."

નમન: "આવું કેવી રીતે બની શકે?"

નમ્યા: "ડૉક્ટર હું તો બહુ જ ધ્યાન રાખતી હતી. મારા બાળકને આ થઈ જ કેવી રીતે શકે?"

ડૉક્ટર: "જો કેવી રીતે થયું એ વિચાર્યા વગર આપણે માનસની ટ્રીટમેન્ટ પર ધ્યાન આપવું જોઈએ. એનું માઈન્ડને ચેઈન્જ અને રેડી પણ કરવું પડશે."

નમ્યા: "એટલે..."

ડૉક્ટર: "જુઓ લ્યુકેમિયા એટલે કે તમારી ભાષામાં બ્લડ કેન્સર, જેમાં મ્હોં અને દાઢી વાટે લોહી પડે. એકવાર માં જો માનસ ગભરાઈને બેભાન થઈ જાય તો દરેક વખતે આ જોઈને તેની હાલત કેવી કફોડી થશે એ વિચારો. વળી તમારે પણ તમારા મનને રેડી કરવું પડશે ને?"

(નમ્યા આ સાંભળીને શૉક થઈ જાય છે, અને સ્તબ્ધ બેસી રહે છે.)
નમન: "આનો કોઈ ઈલાજ નથી. ઓપરેશન કે વિગેરે. તમે કહો તો જયાં લઈ જવો હોય ત્યાં લઈ જઉં."

ડૉક્ટર: "આનો કોઈ ઈલાજ નથી. ફકત ખુશ રાખવાનો અને એ એટલું સહેલું પણ નથી."

નમન: "સમજાયું નહીં?"

ડૉક્ટર: "માનસને થર્ડ સ્ટેજમાં બ્લડ કેન્સર છે. તેનું ઓપરેશન શકય નથી. ફકતને ફક્ત ટાઈમ વધારવા માટે કે તેને છેલ્લા સમયે ઓછી તકલીફ પડે તે માટે કિમોથેરાપી કરી શકીએ. કિમોથેરાપી લીધા પછીની વેદના ઘણી તકલીફમય છે. જે જોવી પરિવાર માટે ઘણી અઘરી છે એની દયનીય સ્થિતિ. અને એને સહન કરવા માટે પણ."

નમન: "તો પછી.."

(ગળે ડૂમો બાઝી જાય છે.)
ડૉક્ટર: "એમાંય એના મનમાં ચાલતા ઘણા પ્રશ્નોના જવાબ નહીં આપી શકીએ. અને કોઈપણ મેડીકલ ટ્રીટમેન્ટ તેને શાંત નહીં કરી શકે કે નહીં ખુશ રાખી શકે. આનો એક જ ઉપાય છે કે તેની આગળ નહીં રોવાનું કે ઢીલું પણ નહીં પડવાનું અને હિંમત આપવાની. આ સિવાય કશું જ ના કરી શકીએ."

નમ્યા(સ્તબ્ધ મનથી): "શું મારો માનસ સાજો કયારેય નહીં થાય."

ડૉક્ટર: "નમ્યા સૌથી વધારે સ્ટ્રોંગ તો માં જ થઈ શકે, બીજું કોઈ નહીં. કારણ કે નાની હોય કે મોટી વેદના બાળક બૂમ તો માં ને જ પાડે."

નમ્યા(કંઈક વિચારીને): "ડૉક્ટર, હું પ્રોમિસ આપું છું કે... મારા માનસ આગળ કયારેય નહીં રડું, જયાં સુધી એનો જીવ હશે ત્યાં સુધી તો નહીં જ. પણ મારો માનસ આ વેદના કેવી રીતે સહન કરશે???"

ડૉક્ટર: "હા બેટા, અઘરું છે પણ તું એની માં છે. તારે એ વેદના વેઠવી પણ પડશે અને તેની સામે ખુશ પણ રહેવું પડશે."

(દાદા જે સાંભળી રહ્યા હતા)
દાદા: "નમ્યા આ ચોક્કસ કરી શકશે, એ માટે હું તને મદદ કરીશ તારો પિતા બનીને."

નમન: "હું પણ મદદ કરવાનો પ્રયત્ન કરીશ."

દાદા: "પણ માનસ પાસે કેટલો સમય છે....ડૉક્ટર?"

ડૉક્ટર: "કંઈ કહેવાય નહીં, કદાચ 8-10દિવસ કે મહિના."

(નમ્યા અને નમન ધ્રુસકેને ધ્રુસકે રોવે છે. દાદા બંનેના માથા પર હાથ ફેરવે છે.)
[પડદો પડે છે]

યશ્વી મનમાં ને મનમાં બોલે છે કે, "સોહમ તને જયારે લ્યુકેમિયા થયું છે તે ખબર પડી ને એ વખતે પણ મારી હાલત આવી જ હતી. મને ખબર છે તારા મનમાં કેવા પ્રશ્નો હતા. અને આ બાજુ હું પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. તારી પાસે સમય નહોતો અને મારી મમતા અધૂરી રહી જવાની હતી. ખૂબજ વિચાર કરીને ઘણી મુશ્કેલી થી એ મમતા પૂરી કરવા કટિબદ્ધ થઈ હતી."

(યશ્વીની યાદો અને નાટક ચાલી રહ્યું છે અને આગળ શું થશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ...)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED